Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૩ 301 કહેવું. પૃથિવીકાયિકો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે એકેન્દ્રિયો હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ લેગ્યા પરિણામ વડે તેજો લેયાવાળા પણ હોય છે. યોગપરિણામ વડે કાયયોગવાળા હોય છે. તેઓમાં જ્ઞાન પરિણામ નથી. અજ્ઞાનપરિણામવડે મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અને દર્શન પરિણામ વડે મિથ્યાદ્રષ્ટિ હોય છે. બાકી બધું તેમજ જાણવું. અષ્કાયિકો અને વનસ્પતિ કાયિકો એમજ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો સંબંધે એમજ જાણવું, પરન્તુ તેઓ લેક્ષા પરિણામ વડે નૈરયિકોની જેમ જાણવા. બેઇન્દ્રિયો ગતિપરિણામવડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામવડે બે ઈન્દ્રિયવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ યોગપરિણામ વડે વચન યોગવાળા અને કાયયોગવાળા હોય છે. જ્ઞાનપરિણામ વડે અભિનિબોધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની પણ હોય છે, પરન્તુ વિર્ભગજ્ઞાની હોતા નથી. દર્શન પરિણામ વડે સમ્યગૃષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે, પરન્તુ સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે થાવતુ ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરંતુ ઇન્દ્રિયની સંખ્યા અધિક કહેવી. પંચેન્દ્રિયતિર્યંચો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની જેમ કહેવું. લેશ્યા પરિણામ વડે યાવતુ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામ વડે અવિરતિ કે દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડ ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિપરિણામ વડે મનુષ્યગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિય અને અનિનિદ્રય પણ હોય છે. કષાય પરિણામ વડે ક્રોધકષાયી, યાવતુ. અકષાયી હોય છે. વેશ્યાપરિણામ વડે કૃષ્ણલેયા વાળા યાવતુ લેક્ષારહિત હોય છે. યોગપરિણામ વડે મનોયોગી, યાવત્ અયોગી હોય છે. ઉપયોગપરિણામ વડે નૈરયિ કોની જેમ જાણવા. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, પાવતુ કેવલજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે ત્રણે અજ્ઞાનો અને દર્શનપરિણામ વડે ત્રણે દુનિો હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિચારિત્રવાળા, ચારિત્રરહિત અને દેશવિરતિ ચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને વેદરહિત પણ હોય છે. વ્યત્તરો ગતિપરિણામ વડે દેવગતિવાળા-ઈત્યાદિ અસુરકુમારોની પેઠે કહેવું, જ્યોતિષિકો પણ એમજ જાણવા, પરન્તુ તેઓ માત્ર તેજોલેશ્યાવાળા હોય છે. વૈમાનિકો પણ એમજ જાણવા, પરન્તુ લેણ્યા પરિણામ વડે તેઓલેશ્યાવાળા, પાલેશ્યા વાળા અને શુક્લલેશ્યા વાળા હોય છે. એમ જીવપરિણામ કહ્યો. 4i08] હે ભગવન્! અજીવપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? દસ પ્રકારે બંધન પરિણામ, ગતિપરિણામ, સંસ્થાનપરિણામ, ભેદ પરિણામ, વર્ણપરિણામ, ગન્ધપરિ ણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુ પરિણામ, અને શબ્દપરિણામ. 4i09-411] હે ભગવન્! બંધનપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? બે પ્રકાર નો. સ્નિગ્ધબંધનપરિણામ અને રક્ષાબંધન પરિણામ, “સ્કન્ધોનો સમાન સ્નિગ્ધપ ણામાં કે સમાન રક્ષપણામાં પરસ્પર બંધ થતો નથી. પરન્તુ વિષમ સ્નિગ્ધ પણા અને વિષમ રક્ષપણામાં બંધ થાય છે. નિષ્પનો દ્વિગુણાદિ અધિક નિષ્પની સાથે અને રુક્ષનો દ્વિગુણાદિ અધિક રુક્ષની સાથે બંધ થાય છે. તથા સ્નિગ્ધનો રુક્ષની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org