Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૨ 299 એના જ સામાન્ય ઔદારિક શરીરોની પેઠે કહેવાં. એ પ્રમાણે યાવતુ ચઉરિદ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોને એમજ સમજવું. પરન્તુ વૈકિય શરીરોમાં આ વિશેષતા છે-હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પ્રકારના વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તેઓ અસંખ્યાતા છે-ઈત્યાદિ અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિષ્કભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. મુક્તશરીરો તેમજ જાણવાં, હે ભગવન્! મનુષ્યોને કેટલાં પ્રકારના ઔદારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના, બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે. અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે. અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે. અથવા છનું વાર છેદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ પદે અસંખ્યાતા છે. અને તે કાળથી અસંખ્યાતી ઉત્સ પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી. મનુષ્યો વડે સમગ્ર શ્રેણિ અપહરાય છે. તે શ્રેણિના આકાશ પ્રદેશોનો અપાર વિચારીએ તો તેઓ અસંખ્યાતા થાય છે અને કાળથી અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવા. તેમાં જે મુક્ત શરીરો છે તે ઔદારિક સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે સંખ્યાતા છે અને તે સમયે સમયે તેનો અપહાર કરતાં સંખ્યાતા કાળ- અપહ રાય પરન્તુ એમ અપહરાયેલાં નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદારિકની જેમ જાણવા. તૈજસ અને કામણ શરીર એઓને જેમ ઔદ્યરિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં વ્યંતરોને નરયિકોની પેઠે ઔદારિક અને આહારક શરીરો કહેવાં અને વૈક્રિય શરીરો નૈરયિકોની પેઠે કહેવાં. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવા કે અપહરવામાં જાણવો. મુક્ત શરીરો ઔદારિકની પેઠે જાણવા. આહારક શરીરો જેમ અસુરકુમારોના કહ્યા તેમ કહેવાં. તૈસ અને કાર્પણ શરીર એઓને વૈક્રિય શરીરો કહ્યાં છે તેમ કહેવાં. જ્યોતિષિકોને એમ જ સમજવું, પરતુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ પણ જાણવી. બસો છપ્પન અંગુલના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવામાં કે અપહાર કરવામાં જાણવો. વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂળના ઘનપ્રમાણ જાણવી. પદ-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૩-પરિણામપદ) [૪૦પ હે ભગવન્! કેટલા પ્રકારનો પરિણામ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-જીવપરિણામ અને અજીવપરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org