Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 308 પન્નવરા-૧૫/૧૪૨૮ સ્પર્શીને રહે ? હે ગૌતમ! તેમજ છે. હે ભગવનું ! ખૂણા-સ્કરી હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને- રહે છે, જો તીરછી લાંબી કરી હોય તો પણ તેટલાજ ક્ષેત્રને સ્પર્શીને રહે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! -લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે ? ઈત્યાદિ પ્રશ્નો. હે ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધમસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. એ પ્રમાણે અધમસ્તિકાય વડે પણ સ્પર્શ કરાયેલો છે. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી, પણ આકાશાસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે, આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. યાવતુ વનસ્પતિકાય વડે કવચિત્ સ્પર્શ કરાયેલો છે. અને અદ્ધાસમય વડે તેના એક દેશમાં સ્પર્શ કરાયેલ છે અને એક દેશમાં સ્પર્શ કરાયેલો નથી. હે ભગવન્! બૂઢીપ નામે દ્વીપ કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે ? શું ધમસ્તિકાયથી યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો છે ? હે ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો નથી, પરતુ ધમસ્તિકાયના દેશ વડે અને ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. પૃથિવીકાય યાવત્ વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલ છે અને ક્યાંક સ્પર્શ કરાયેલ નથી. અદ્ધા સમય વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે લવણસમુદ્ર, ધાતકિખંડદ્વીપ, કાલોદસમુદ્ર અને અભ્યત્તર પુષ્કરાઈ સંબંધે જાણવું. બહારના પુષ્કરાઈ સંબધે એમજ ાણવું. પરન્તુ તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. (આ દ્વિપસમુદ્રનો અનુકમ આ ગાથાઓ વડે જાણવો.) ૪િર૯-૪૩૨] “જબૂદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કરવર વરુણ, ક્ષીર, ધૃત, ક્ષોદ-ઈશ્ક, નંદિ, અણવર, કુંડલ, રુચક, આભરણ, વસ્ત્ર, ગબ્ધ, ઉત્પલ, તિલક, પ, નિધિ, રત્ન, વર્ષધર પર્વતો, કહ, નદીઓ, વિજયો, વક્ષસ્કાર, કલ્પ-દેવલોક, ઇન્દ્રો કુર, મન્દર અવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય (એ બધાના નામે દ્વીપ અને સમુદ્રો છે.) દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ સમુદ્ર એ પાંચ દીપ અને સમુદ્રો છેલ્લા છે એ પ્રમાણે જેમ બાહ્ય પુષ્કરાર્ધ કહ્યો તેમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. યાવત-તેઓ અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલા નથી. હે ભગવનું ! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે' ઇત્યાદિ આકાશ થિન્ગલની જેમ જાણવું. હે ભગવન્! અલોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! ધમસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, આકાશાસ્તિકાયના દેશથી સ્પર્ષ કરાયેલો છે. પૃથિવીકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું અદ્ધાસમયથી સ્પર્શ કરાયેલો નથી. તે એક અજીવદ્રવ્યનો દેશ-ભાગ છે, અનન્ત અગુરુલઘુ ગુણો વડે સંયુક્ત છે અને સર્વ આકાશથી અનામો ભાગ ન્યૂન છે. [ પદઃ૧૫-ઉદેસા-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (૫દ-૧૫-ઉદેશકઃ 2) [433-434] ઈન્દ્રિયોપચય, નિર્વતૈના, નિર્વતનાના અંસખ્યાતા સમયો, લબ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org