Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 218 પન્નવણા-૨-૨૨૮ છે ત્યાં સુધી કહેવું, પરન્તુ ચારલાખ વિમાનોનું, સાઠહજાર સામાનિક દેવોનું, ચાર ગુણા સાઠહજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો અને દેવીઓનું અધિ પતિપણે કરતો યાવતુ વિહરે છે. હે ભગવન્! પયહા અને અપર્યાપ્ત લાંતક દેવોના ક્યાં સ્થાનો છે.? હે ગૌતમ! બ્રહ્મલોક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજન યાવતુ, ઘણા કોટી કોટી યોજનો ઉપર દૂર જઈને અહીં લાંતક નામે કલ્પ આવેલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબો-ઈત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું પરનું અહીં પચાસ હજાર વિમાનો છે એમ કહ્યું છે. અવતંસકો ઇશાન કલ્પના અવતરકોની જેમ કહેવા, પરન્તુ અહીં મધ્ય ભાગમાં લાંતકાવતંસક છે. આ સ્થળે લાંતક દેવો તે પ્રમાણે યાવતુ-વિહરે છે. અહીં લાંતક નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવુ. પરતુ પચાસહજાર વિમાનોનું, પચાસહકાર સામાનિક દેવોનું, પચાસ હજારથી ચારગણા આત્મરક્ષક દેવોનું અને બીજા દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! લાંક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ વાવ૬ જઈએ ત્યારે મહાશુક્ર નામે કહ્યું આવે છે. તે બ્રહ્મલોકની પેઠે પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરંતુ અહીં ચાળીસહજાર વિમાનો છે અવતંસકો સૌધર્મવતંસકોની પેઠે જાણવા. પરન્તુ અહીં મધ્ય ભાગમાં મહાશુકાવતંસક છે. અહીં ઘણા મહાશુક્ર દેવો વાવવિહરે છે. અહીં માશુકનામે દેવોના ઈન્દ્ર અને દેવોનો રાજા છે. બાકી બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ ચાળીશ હજાર વિમાનોનું, ચાળીશહજાર સામાનિકો દેવોનું, અને ચાળીશ હજારથી ચારગણા આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવતું વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સહસ્ત્રાર દેવોના ક્યાં સ્થાનો છે! હે ગૌતમ મહાશુક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ જઈએ એટલે અહીં સહસ્ત્રાર નામે કલ્પ આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો છે-ઇત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું. પરન્તુ અહીં છ હજાર વિમાનો છે યાવત્ અવતંસકો ઇશાનના અવતંસકોની પેઠે છે. પણ, મધ્ય ભાગમાં સહાસારાવતંસક છે. અહીં ઘણા દેવો યાવતું વિહરે છે. અહીં સહસ્ત્રાર નામે દેવોનો ઈન્દ્ર દેવોનો રાજા રહે છે. ઈત્યાદિ સનકુમારની પેઠે જાણવું. પરન્તુ છહજાર વિમાનોનું, ત્રીશહજાર સામાનિકો દેવોનું અને ત્રીશહજારથી ચારગુણા આત્મરક્ષક દેવોનું આધિ પતિપણું કરતો યાવ૬-રહે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્તા આનત અને પ્રાણત દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! સહસ્ત્રાર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવતુ જઈએ ત્યારે અહીં આનત અને પ્રાણત નામે બે કલ્યો આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા છે. તે અર્ધચન્દ્રમાની આકૃતિ જેવા અને અચિકિરણોની માળા અને કાન્તિના સમૂહના જેવી પ્રભાવાળા, બાકી બધું સનકુમારની પેઠે જાણવું. ત્યાં આનત અને પ્રાણત દેવોના ચારસો વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પમાં કહ્યા પ્રમાણે કહેવા. પરંતુ અહીં મધ્યભાગમાં પ્રાણતા વતંસક છે.અહીં પર્યાપ્તા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org