Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૨ 219 અપર્યાપ્તા આનત-પ્રાણત દેવોના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા આનત-પ્રાણત દેવો રહે છે. મહાદ્ધિવાળા દશ દિશાઓને યાવતું પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના સેંકડો વિમાનોનું અધિપતિપણે કરતા યાવતુ-વિહરે છે. અહીં પ્રાણત નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઇત્યાદિ સનકુમારની પેઠે જાણવું. પરન્તુ ચારસો વિમાનોનું, વીશ હજારસામાનિક દેવોનું, એંશીહજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો તથા દેવીઓનું અધિપતિપણું કરતો યાવતુ વિહરે છે. હે ભગવન્! પપ્તા અને અપયત આરણ અને અશ્રુત દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આતન અને પ્રાણત કલ્પની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ આરણ અને અશ્રુત નામે બે કલ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિ વાળા અને કિરણોવાળા અને તેજના રાશિના સમાન વર્ણવાળા છે. તે લંબાઈ અને પહોળાઈમાં અસંખ્યાતા કોટાકોટી યોજના છે અને પરિધિ વડે પણ અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે. તે સર્વ રત્નમય, ધાવતું પ્રતિરૂપ છે. અહીં આરણ અને અશ્રુત દેવોના ત્રણસો વિમાનો છે. તે વિમાનો સર્વ રત્નમય, યાવતુ પ્રતિરૂપ છે. તે કલ્પોના વિમાનોના બરોબર મધ્યભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યા છે. અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, જાતરૂપાવ તંસક અય્યતાવસંક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. અહીં પ્રયતા અને અપતિ આરણ-અય્યત દેવોના સ્થાનો છે. ઉપપાત, સમૃદુર્ઘાત, અને સ્વસ્થાનએ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આરણ અને અશ્રુત દેવો રહે છે. અહીં અશ્રુત નામે દેવોનો ઇન્દ્ર રહે છે - ઈત્યાદિ પ્રાણની પેઠે જાણવું. પરન્તુ ત્રણસો વિમાનોનું, દસ હજાર સામાનિક દેવોનું, અને ચાળીશ હજાર આત્મરક્ષકદેવોનું અધિપતપણું કરતો યાવતુ-વિહરે છે. [229-231] બત્રીશલાખ, અઠયાવીશલાખ, બારલાખ, આઠલાખ ચારલાખ, પચાસ હજાર, ચાળીશહજાર, છહજાર સહસ્ત્રાર કલ્પમાં છે, આનત અને પ્રાણત કલ્પમાં ચારસો અને આદરણ અને અય્યતને વિશે ત્રણસો એમ એ ચારે કલ્યોને વિશે મળીને સાતસો વિમાનો છે. - ચોરાશી હજાર, એંશી હજાર, બહોંતેર હજાર, સિત્તેર હજાર, સાઠ હજાર, પચાસ હજાર, ચાલીસ હજાર, ત્રીશ હજાર, વીશ હજાર, અને દસ હજાર, સામાનિકો દેવો છે. તેથી ચાર ગુણી આત્મરક્ષક દેવો છે.. [232-233 હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત નીચેના રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આરણ અને અય્યત કલ્પોની ઉપર વાવતું ઉદ્ઘ-જઈએ ત્યારે અહીં નીચેના ગ્રેવેયક દેવોના ત્રણ રૈવેયક દેવોના વિમાનના પ્રસ્તરો- છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચન્દ્રની આકૃતિવાળા, અચિ કિરણોની માળા અને કાન્તિસમૂહના જેવા વર્ણવાળા -ઈત્યાદિ બાકીનું બધું બ્રહ્મલોકની પેઠે જાણવું. ત્યાં નીચેના સૈવયક દેવોના 111 વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપયખા નીચેના રૈવેયક દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં નીચેના ગ્રેવેયક દેવો રહે છે. હે આયુષ્માનું શ્રમણ ! તે બધા સમાનદ્યુતિવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org