Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ૨૯ર પન્નવણા-૧૧-૩૮૩ સત્ય 7 વ્યવહાર સત્ય, 8 ભાવસત્ય, યોગસત્ય, 10. ઉપમા સત્ય. [૩૮૪-૩૮૫)પર્યાપ્તા મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? દસ પ્રકારની. ક્રોધનિશ્ચિત , માનનિશ્રિત, માયાનિશ્રિત, લોભનિશ્રિત, પ્રેમનિશ્રિત, દ્વેષનિશ્રિત, હાસ્ય નિશ્રિત, ભયનિશ્રિત, આખ્યાયિકાનિશ્રિત, ઉપઘાતનિશ્રિત, [386-388] હે ભગવન્! અપર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે-સત્યમૃષા અને અસત્યામૃષા. હે ભગવન્! અપર્યાપ્તા. સત્ય મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે ઉત્પન્ન મિશ્રિતાવિગતમિશ્રિતા,ઉત્પન્નવિગતમિશ્રિતા,જીવમિશ્રિતા,અજીવમિશ્રિતા, જીવા જીવમિશ્રિતા, અનંતમિશ્રિતા, પ્રત્યેકમિશ્રિતા, અદ્ધામિશ્રિતા, અદ્ધાદ્ધ મિશ્રિતા. હે ભગવન્! અપર્યાપ્તા અસત્યામૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બાર પ્રકાર ની. આમ–ણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની ઈચ્છાલોમાં, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાપકતા અને અવ્યાકૃત ભાષા. [38] હે ભગવન્! જીવો શું ભાષક છે કે અભાષક છે? હે ગૌતમ ! બંને હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. -સંસારી અને અસંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે અને સિદ્ધો અભાષક હોય છે. અને તેમાં જે સંસારી જીવો છે તે બે પ્રકારના છે. શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને નહીં પ્રાપ્ત થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થએલા છે, તે અભાષક છે. શૈલેશીને પ્રાપ્ત નહીં થયેલા જીવો બે પ્રકારના છે,એકઈદ્રિય વાળા અને અનેક ઇન્દ્રિયવાળા. તેમાં જે એકેન્દ્રિય છે તે અભાષક છે. અનેક ઈન્દ્રિયવાળા જીવો બે પ્રકારના છે-પગ્યતા અને અપર્યાપ્તા. તેમાં જે અપયત છે તે અભાષક હોય છે અને જે પર્યાપ્ત છે તે ભાષક હોય છે. હે ભગવનું ! નરયિકો ભાષક હોય છે કે અભાષક હોય છે? હે ગૌતમ ! નૈરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! નરયિકો બે પ્રકારના હોય છે-પપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્ત છે તે ભાષક છે. એ પ્રમાણે એ કેન્દ્રિય સિવાય બધા જીવોને વિશે કહેવું. [39] હે ભગવન્! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો. એક સત્યભાષાનો પ્રકાર 1, મૃષા 2, સત્યમૃષાવું, અને ચોથો અસત્યામૃષા. હે ભગવન્! જીવો શું સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલે છે, સમૃષા ભાષા બોલે છે કે અસત્યમૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ચાર ભાષા બોલે છે હે ભગવન્! મૈરયિકો શું સત્ય ભાષા બોલે છે કે યાવતું અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! નૈરયિકો ચારે ભાષા બોલે છે એ પ્રમાણે અસુરકુમારો યાવત સ્વનિતકુમારો જાણવા. બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો સત્યભાષા, મૃષાભાષા અને સત્યમૃષા બોલતા નથી, પણ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવનું પંચેન્દ્રિય તિર્યંચો શું સત્ય ભાષા બોલે છે કે યાવતુ અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ! ફકત એક અસત્યામૃષા ભાષા બોલે છે. પરતુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિસિવાય બીજે જાણવું. શિક્ષા પૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રયી ચારે ભાષા પણ બોલે છે. મનુષ્યો યાવતું વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ જાણવા. [391] હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર રહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org