Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 296 પન્નવણા - 11-396 દક યાવત્ વૈમાનિક સુધી કહેવો. એમ બહુવચન વડે પણ જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે છે તેને શું સત્યભાષાપણે, મૃષાભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકે છે ? હે ગૌતમ ! મૃષા ભાષાપણે મૂકે છે, પણ સત્યભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે સત્યમૃષાભાષાપણે અને અસત્યામૃષા ભાષાપણે પણ એમજ સમજવું, પરન્તુ અસત્યામૃષાભાષાપણે વિકલેન્દ્રિયો સંબધે તેમજ પૂછવું. જે ભાષાપણે ગ્રહણ કરે છે તે ભાષાપણે મૂકે છે. એમ એકવચન અને બહુવચન સંબધી છે. આઠ દંડકો કહેવા. [397] હે ભગવન્! કેટલા પ્રકારના વચન કહ્યાં છે? હે ગૌતમ! સોળ પ્રકારના. - 1 એકવચન, 2 દ્વિવચન 3 બહુવચન, 4 સ્ત્રીવચન. 5 પુરુષવચન, 6 નપુંસકવચન, 7 અધ્યાત્મવચન, 8 ઉપનીતવચન, 9 અપની તવચન, 10 ઉપનીતાપનીતવચન, 11 અવનીતોપનીતવચન, 12 અતીતવચન, 13 પ્રત્યુત્પન્ન વચન, 14 અનાગતવચન, 15 પ્રત્યક્ષવચન અને 16 પરોક્ષવચન. એ પ્રમાણે એ -૧દવચનને બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. [398] હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો કહ્યા છે? હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે, એક સત્ય ભાષા, બીજી મૃષા ભાયા, ત્રીજી સત્યમૃષા અને ચોથી અસત્યામૃષા. હે ભગવન્! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ ! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારને સાવધાન પણે બોલતો આરાધક છે, પણ વિરાધક નથી. તે સિવાય બીજો અસંયત, વિરતિરહિત, જેઓનું પાપકર્મ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત છે એવો સત્યભાષા બોલતો, અસત્ય, સત્યમૃષા કે અસત્યામૃષા ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે. - [39] હે ભગવન 1 એ સત્યભાષી, યાવતુ અભાષી જીવોમાં કોણ કોનાથી. અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષા ભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાત ગુણો છે, તેથી અસત્યામૃષા ભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી અનન્તગુણા છે. | પદ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ ] (પદ-૧૨શરીર) [40] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે ? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે. ઔદારિક, વૈક્રિયઆહારક, તૈજસ અને કામણ. હે ભગવન્! નૈરવિકોને કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ ! ત્રણ - વૈક્રિય, તૈજસ અને કાર્પણ. એમ અસુરકુમારોને યાવતુ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ ! ત્રણ દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવતુ ચઉરિન્દ્રિયો, સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીર હોય છે ? હે ગૌતમ ! ચાર. 1 દારિક, 2 ક્રિય. 3 તૈજસ અને 4 કામણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીરો હોય છે? પાંચ- દારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કાર્મણ. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નારકોની પેઠે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org