Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૧ 295 જે દ્રવ્યો બહાર કાઢે છે તે ભિન્ન-કાઢે છે કે અભિન્ન- કાઢે છે? બંને. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનન્તગુણા વૃદ્ધિથી વધતાં લોકાત્તનો સ્પર્શ કરે છે. જે અભિન્ન દ્રવ્યો કાઢે છે તે અસંખ્યાતી અવહગાહનાવર્ગણા પર્યન્ત જઈને ભેદાય છે, અને પછી સંખ્યાતા યોજનો સુધી જઇને વિનાશ પામે છે. [39] હે ભગવન્! તે દ્રવ્યોનો ભેદ કેટલા પ્રકારનો કહેલો છે! હે ગૌતમ! પાંચ પ્રકારનો.-૧ ખંડભેદ, 2 પ્રતરભેદ, 3 ચૂર્ણિકાભેદ, 4 અનુતટિકાભેદ અને પ ઉત્કરિકા ભેદ. હે ભગવન્! ખંડભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ જે લોઢાના ખંડોનો, જસતના ખંડોનો ત્રાંબાના ખંડોનો, સીસાના ખંડોનો, રૂપાના ખંડોનો, કે સુવર્ણના ખંડોનો ખંડરૂપે- ભેદ થાય તે ખંડભેદ. હે ભગવન્! પ્રતભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે તલના ચૂણોનો, મગનાચૂર્ણોનો, અડદના ચૂનો, પીપરના ચૂનો, મરીના ચૂર્ણોનો કે સુંઠના ચૂણનો ચૂણનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ, હે ભગવન્ ! અનુત ટિકાભેદ કેવા પ્રકારનો છે? જે કૂવા, તળાવો, દ્રહો, નદીઓ, વાવો, પુષ્કરિણીઓ, દીધિ કાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરાસરો વર, સરપંક્તિઓ કે સરકસરપંક્તિ ઓનો અનુટિકારૂપે ભેદ થાય છે તે અનુત ટિકાભેદ, ઉત્કરિકાભેદ કેવા પ્રકારનો છે ? જે -મસૂર, મંડૂસ, તલની સિંગ, મગની સિંગો, અડદની સિંગો કે એરંડાના બીજોની ફૂટીને ઉત્કરીકારૂપે ભેદ થાય છે તે ઉત્ક રિકાભેદ. હે ભગવન્! ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણભેદ, અનુતટિકાભેદ અને ઉત્કરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલ્પ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ઉત્સરિકા ભેદ વડે ભેદ પામતાં સૌથી થોડા દ્રવ્યો છે, તેથી અનુતટિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણા છે, તેથી ચૂર્ણિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે, તેથી પ્રતર ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. અને તેથી ખંડભેદ વડે ભેદાતા અનન્તગુણ છે. [35] હે ભગવન્! નૈરયિક જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે ? હે ગૌતમ! જેમ જીવ સંબધે વક્તવ્યતા કહી છે તેમ નૈરયિકને પણ યાવત્ અલ્પબદુત્વ સુધી કહેવી. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક યાવતુ વૈમાનિક સુધી જાણવો. હે ગૌતમ ! બહુવચન વડે પણ એમજ યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? જેમ સામાન્ય દંડક કહ્યો તેમ આ પણ જાણવો, પરન્તુ વિકલેન્દ્રિયો સંબન્ધ ન પૂછવું. એ પ્રમાણે મૃષા ભાષા, સત્યમૃષા ભાષા અને અસત્યામૃષા ભાષા સંબધે જાણવું, પરન્તુ અસત્યામૃષા ભાષા વડે આ અભિ લાપ-પાઠ વડે વિકસેન્દ્રિયો પૂછવા. હે ભગવનું ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્કૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિર રહેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ ! જેમ સામાન્ય દંડક કહ્યો છે તેમ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચન વડે એ દસ દડકો કહેવા. [39] હે ભગવન્! જીવ જે દ્રવ્યો સત્ય ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સત્ય ભાષાપણે, મૃષા ભાષાપણે, સત્યમૃષાભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકે છે? હે ગૌતમ ! સત્યભાષાપણે મૂકે છે, પણ અસત્યભાષાપણે, સત્યમષાભાષાપણે કે અસત્યમૃષાભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org