Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૧ 291 સ્વામિનું ઘર છે ? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ થાવતું ઘેટો એમ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. 3i78) હે ભગવન્! મનુષ્ય, મહિષ-પાડો, અશ્વ, હસ્તી, સિંહ, વાઘ, વૃક-નાહાર, દીપડો, રીંછ, તરક્ષ, પરસ્પર-ગડો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, કોકંતિક લોંકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધા એકવચન છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! મનુષ્યો યાવત્ ચિલ્લલકો અને તે સિવાય તેવા પ્રકારના બીજા બધા બહુવચન છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! માનુષી–મનુષ્યની સ્ત્રી, મહિષી-ભેંસ, વડવા-ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાળી, બિલાડી, કુતરી, શિકારી કૂતરી, કોકંતિકા-લોંકડી, સસલી, ચીની, ચિલલિકા અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધા સ્ત્રીવાચી છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાય તેવા પ્રકારના બીજા બધા પુરુષવાચી છે ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! કંસ, કંસોય, પરિ મંડલ, શૈલ, સૂપ, જાલ, સ્થાન, તાર, રૂપ, અક્ષપર્વ. કુંડ, પા, દૂધ, દહિ, નવનીત, અશન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, મૃગાંર, કલશ, અંગણ-આંગણું, નિરંગણ, આભરણ, રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા નપુંસકવાચી છે? હે ગૌતમ તેમજ છે. હે ભગવન! પૃથિવી સ્ત્રીવાચી, આઊ પુરુષવાચી અને ધાન્ય નપુંસકવાચી એ ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા મૃષા નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! પૃથ્વીને ઉદ્દેશી સ્ત્રીઆજ્ઞાપની, આઉ ને ઉદેશી પુરુષઆજ્ઞાપની અને ધાન્યને ઉદ્દેશી નપુંસકાત્તાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા નથી? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! પૃથ્વીને વિષે સ્ત્રીપ્રજ્ઞાપની આઉને ઉદ્દેશી પુરુષ પ્રજ્ઞાપની અને ધાન્યને ઉદેશી નપુંસકપ્રજ્ઞાની એ ભાષા આરાધની છે ? એ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમજ છે. હે ભગવન્! એ પ્રમાણે સ્ત્રીવાચી, પુરુષ વાચી અને નપુંસકવાચી બોલતો જે ભાષા બોલે છે તે ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા અસત્ય નથી? (ગૌતમ! તેમજ છે. 379-381 હે ભગવન્! ભાષાનું મૂળ કારણ શું છે? તે શાથી ઉત્પન્ન થાય છે? તેનો આકાર કોના જેવો છે? અને તેનો અન્ત ક્યાં થાય છે? હે ગૌતમ! ભાષાનું મૂળ કારણ જીવ છે, ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, વજના જેવો તેનો આકાર છે અને લોકાન્ત તેનો અન્ત થાય છે. હે ભગવન્! ભાષા ક્યાંથી ઉત્પન્ન થાય છે?કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારની છે? અને કેટલી ભાષા બોલવા યોગ્ય છે? હે ગૌતમ! શરીરથી ભાષા ઉત્પન્ન થાય છે. એ સમયે ભાષા બોલે છે. ભાષા ચાર પ્રકારની છે અને બે ભાષા બોલવા યોગ્ય છે. [382] હે ભગવન્! કેટલા પ્રકારની ભાષા કહેલી છે? હે ગૌતમ ! બે પ્રકારની -પર્યાપ્ત અને અપર્યાપ્તા. હે ભગવન્! પર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે સત્ય અને મૃષા. [33] હે ભગવન્! પર્યાપ્તા સત્યભાષા કેટલા પ્રકારની કહી છે? દસ પ્રકારની -1 જનપદસત્ય, 2 સંમતસત્ય, 3 સ્થાપના સત્ય, 4 નામસત્ય, 5 રૂપસત્ય, 6 પ્રતીત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org