Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ 275 છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોથી કે ગર્ભજમનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! સંમૂથØિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ ગર્ભજ મનુષ્યથી આવી ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના,અકર્મભૂમિના કે અંતરદ્વિપના ગર્ભજ મનુષ્યોથીઆવીઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ફકત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા કે અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમાં સંખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી. જે સંખ્યાના વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પ્રયતા થી આવી ઉતપન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સમતૃષ્ટિથી સમ્પમ્પિયાવૃષ્ટિથી કે મિથ્યાદ્રષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સમ્યતૃષ્ટિથી કે મિથ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય, પણ સમ્યુગ્મિધ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન ન થાય. જો સમ્યવૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સમ્યવૃષ્ટિ થી કે સંયતાસંયત સમ્યગ્વષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ત્રણેથી. એ પ્રમાણે અશ્રુત કલ્પ સુધી જાણવું. રૈવેયક દેવો પણ એમજ જાણવા. પરંતુ સમ્યક્ટ્રષ્ટિ અસંયત. અને સંયતાસંમતનો પ્રતિષેધ કરવો. જેમ શૈવેયક દેવો કહ્યા તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ સમજવા. પરંતુ એટલો વિશેષ છે કે અહીં સંયતો જ આવી ઉપજે છે. જો સમ્યવૃષ્ટિ સંયત પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો થી આવી ઉત્પન્ન થાય તો શું પ્રમત્ત સંયતથી કે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય. પરંતુ પ્રમત્ત સંયમતથી આવી ઉત્પન્ન ન થાય. જે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય તો શું દ્ધિપ્રાપ્ત સંયતથી કે ઋદ્ધિ અપ્રાપ્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. [૩૪પી હે ભગવન્! નૈરયિકો ઉદ્વર્તન કરી મરણ પામી તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય?શું નૈરયિકોમાં,તિર્યંચીમાં મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નિરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને દેવોમાં ન ઉત્પન્ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ન ઉત્પન્ન થાય, યાવતુચઉરિન્દ્રિયોમાં ન ઉત્પન્ન થાય-ઈત્યાદિ જ્યાંથી આવી નારકોનો ઉપપાત કહ્યો છે તેને વિશે ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ સંમૂછિમોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સર્વ નરક પૃથિવીઓમાં કહેવું. પણ સાતમી નરકમૃથિવીથી નીકળી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. [34] હે ભગવન્! અસુરકુમારો ઉદ્વર્તન કરી ક્યાં જાય ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! નૈરયિકોમાં ઉપજતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય કે યાવતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org