Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ નવસા- છે-૩૩૪ ભૂમિના કે અંતરદ્રીરના ગર્ભજ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કે અસંખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપયાથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોનો પણ ઉપપાત કહેવો. શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ ઉપપાત કહેવો. પરંતુ સંમૂછિમનો નિષેધ કરવો. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ શર્કરપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ ભુજપરિસપોનો પ્રતિષેધ કરવો પંકપ્રભાકૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! વાલુકાપ્રભા. પૃથિવીના નૈરયિકો પેઠે જાણવા. પરંતુ ખેચરોથી આવી ઉત્પન્ન થતા નથી. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો સંબંધે કહ્યું તેમ કહેતું, પરંતુ ચતુષ્પદોનો પ્રતિષેધ કરવો, હે ભગવન્! તમાકૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જેમ ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ સ્થલચરોથી આવી ઉત્પન્ન થતા નથી.-“ો પંચેન્દ્રિયતિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિયોથી, સ્થલચર પંચેન્દ્રિયોથી કે ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જલચર અને ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થતા નથી. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અન્તર દ્વિીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ જો પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી આવીઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અધઃ સપ્તમી નરકમૃથિવીના નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એમજ જાણવું. પરંતુ સ્ત્રીનો પ્રતિષેધ કરવો. એટલે સ્ત્રીથી આવી ઉત્પન્ન થતી નથી. [૩૩પ૩૩] અસંજ્ઞી પ્રથમ નરક પર્વત, સરીસૃપો-ભુજપરિસર્પ બીજી સુધી, પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહો ચોથી નરક સુધી, ઉર પરિસર્પો પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને મત્સ્યો તથા મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. આ નરકમૃથિવીઓનો ઉત્કૃષ્ટ ઉપપાત જાણવો.” 337] હે ભગવન્! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત ની જેમ અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો. પરંતુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મ ભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યો અને તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org