Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૫ 251 સંખ્યાતમો ભાગ હીન હોય. સંખ્યાતગુણ હીન હોય. અસંખ્યાતગુણ હીન હોય કે અનંતગુણ હીન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક હોય, યાવતું અનંત ગુણ અધિક હોય. નીલવર્ણ રક્તવર્ણ, હારિદ્રવર્ણ, અને શુક્લ વર્ણ પર્યાયની અપેક્ષાએ એજ રીતે છસ્થાનપતિત જાણવો. સુરભિગંધપયયની અને દુરભિગંધ પર્યાયની અપેક્ષાએ છસ્થાન પતિત હોય. તિક્તરસ યાવતુ મધુરરસ પર્યાયની અપેક્ષાએ પણ છસ્થાનપતિત હોય. કર્કશસ્પર્શ પયય, યાવતુ રક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાન પ્રાપ્ત હોય. આભિનેિ બોધિકજ્ઞાનપયય, શ્રુતજ્ઞાનપર્યાય, અવધિજ્ઞાનપયય, મતિઅજ્ઞાનપયા. શ્રત અજ્ઞાનપથયિ અને વિર્ભાગજ્ઞાન પયય વડે તથા ચક્ષુદર્શનપથયિ અચુક્ષદર્શન પર્યાય અને અવધિદર્શન પયય વડે સ્થાન પ્રાપ્ત હોય. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે નારકોના સંખ્યાતા નહીં, અસંખ્યાતા નહીં પણ અનંતા પયય કહ્યા છે. [39] હે ભગવ્ર અસુરકુમારોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતાં દ્રઢ્યાર્થપણે દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થપણે- વડે તુલ્ય છે, અવગાહનારુપે ચતુઃસ્થાન કપતિત છે, સ્થિતિ વડે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, કાળાવર્ણપયય વડે છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, એમ નીલવર્ણપયયિ વડે, વાવતું શુકવર્ણ પયય વડે, સુરભિગન્ધ અને દુરભિગન્ધ પર્યાય વડે, તિક્ત, કર્ક, કષાય, અમ્લ, અને મધુર રસ પયયવહે, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ પર્યાયવડે, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે- અસુર કુમારને અનન્તા પર્યાયો કહ્યા છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું. જેમ અસરકુમાર સંબંધે કહ્યું તેમ નાગકુમાર સંબંધે યાવતું-સ્તનિકુમાર સુધી જાણવું. [31] હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક પૃથિ વિકાયિક બીજા પૃથિવિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરુપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારપે કદાચિતુ હીન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિતુ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય. સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય અને અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યા તમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય-જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યા તમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. સંખ્યાતમો ભાગ અધિક હોય કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન પયય, શ્રુતજ્ઞાન પર્યાય અને અચક્ષુદર્શન પયય વડે છસ્થાનપતિત હોય. હે ભગવન્! અકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવનું છે એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અપ્લાયિક બીજા અષ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યોથપણે તુલ્ય છે, પ્રદેશાર્થ પણે તુલ્ય છે, અવગાહનારુપે ચાર સ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org