Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૫ 259 સંબંધે જાણવું, મધ્યમ અવધિજ્ઞાની સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત અને સ્વાસ્થાન-અવધિજ્ઞાનને આશ્રયી છસ્થાન પતિત છે. જેમ અવધિજ્ઞાની સંબંધે કહ્યું તેમ મનાયવજ્ઞાની સંબંધે કહેવું. પરન્તુ તે અવગાહના વડે ત્રિસ્થાન પતિત હોય છે. જેમ આભિનિબોધિકજ્ઞાની કહ્યા તેમ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની કહેવા, જેમ અવધિજ્ઞાની કહ્યા તેમ વિભંગજ્ઞાની કહેવા. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોધિક જ્ઞાનીની પેઠે અને અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે જાણવા. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી, પરંતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને હોય છે. હે ભગવન્! કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! કેવલજ્ઞાની મનુષ્ય કેવલજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહનાવડે ચતુ સ્થાન પતિત, સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે છસ્થાન પ્રતિત હોય છે. કેવલજ્ઞાન પયય વડે તુલ્ય છે. એમ કેવલદર્શની મનુષ્ય સંબંધે કહેવું. [31] વ્યંતરો સંબંધે અસુરકુમારની પેઠે કહેવું. જ્યોતિષિક અને વૈમાનિકો સંબંધે એમજ જાણવું. પર સ્વસ્થાનની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવા. | [૩૨૨-૩ર૩] હે ભગવન્! અવયયો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! બે પ્રકારના છે. રૂપીઅજીવયયો અને અરૂપીઅજીવયયિો. હે ભગવન! અરૂપીઅજીવ થયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ ધમસ્તિકાય, 2 ધમસ્તિકાયનો દેશ, 3 ધમસ્તિકાયના પ્રદેશો, 4 અધમસ્તિકાય, પ અધમતિકાયનો દેશ, 6 અધમસ્તિકાયના પ્રદેશો, 7 આકાશાસ્તિકાય, 8 આકાશા સ્તિકાયનો દેશ, 9 આકાશાસ્તિકાયના પ્રદેશો,અને 10 અદ્ધાસમય હે ભગવન્! રૂપીઅજીવપયિો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- 1 સ્કંધો, 2 સ્કંધપ્રદેશો, 3 સ્કંધપ્રદેશ અને 4 પરમાણપુદ્ગલો. હે ભગવન્! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે? હે ગૌતમ ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનન્તા છે ? હે ગૌતમ ! અનન્ત પરમાણુ પુદ્ગલો છે, અનન્ત દ્વિપ્રદેશિક સ્કંધો છે, યાવતઅ-અનન્ત દસપ્રદેશિક આંધો, અનન્ત સંખ્યાતપ્રદેશિક સ્કંધો, અનન્ત અસંખ્યાત પ્રદેશિક સ્કો અને અનન્ત અનન્ત પ્રદેશિક સ્કન્ધો છે. તે હેતુથી એમ કહું છું કે પરમાણુપુદ્ગલ સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. 324 હે ભગવન્!પરમાણુમુગલોના કેટલા પર્યાયો છે? હે ગૌતમ! પરમાણુપુદ્ગલોના અનન્ત પાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ પરમાણુ યુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે કદાચ જૂન, કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય કે અસંખ્યાત ગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતું અસંખ્યાત ગુણ અધિક હોય. કાળાવણપર્યાયવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org