Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૨ 207 યોજન બધાની નીચેની સાતમી નરકમૃથિવીની જાડાઈ છે. એક લાખ અઠયોતેર હજાર, એક લાખ ત્રીસ હજાર, એક લાખ છવ્વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર, છઠ્ઠી પૃથિવીના એક લાખ અને ચૌદ હજાર યોજનમાં તથા તમતમા પૃથવિના ઉપર અને નીચે સાડી બાવન સાડી બાવન હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે. ત્રીસ લાખ, પચીસ લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચ લાખ એક લાખ અને અનુત્તર પાંચ નરકાવાસો ક્રમશઃ જાણવા. 201] હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઉ4 લોકમાં તેના એક ભાગમાં, અધોલાકમાં તેના એક ભાગમાં, તિર્યગ્લો કમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીધિકાઓ, ગુંજલિકાઓ, સરોવરો, સરોવરપંક્તિઓ, સરાસર પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો ઝર ણાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો-ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે સર્વ લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. [202] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત મનુષ્યોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમપીસ્તાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિ માં, દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ભવનવાસી દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના જાડાઈ છપ્પન અંતદ્વીપમાં પયપ્તા ચપર્યાપ્તા મનુષ્યોના સ્થાનો છે. ઈત્યાદિ, એક લાખ યોજન પ્રમાણ છે. તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હાર યોજન છોડીને એક લાખ ને અઠયોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનવાસી દેવોના સાત ક્રોડ અને બહોંતેર લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, અન્દરના ભાગમાં ચતુષ્કોણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાની આકૃતિવાળાં છે, ઉત્કીર્ણ-સ્પષ્ટ અન્તર વાળી, વિસ્તીર્ણ અને ઉંડી ખાત અને પરિખા જેની ચારે તરફ છે એવો, જેના પ્રાકારને વિષે અટ્ટાલક, કમાડ, તોરણો અને પ્રતિદ્વાર-છે એવાં, યત્રો, શતાબ્દી મુશલ અને મુસંઢીથી યુક્ત, જ્યાં યુદ્ધ કરી ન કરી શકાય એવાં, હમેશાં જપવાળાં, હમેશાં રક્ષણ કરાયેલાં, અડતાળીસ ઓરડાઓની રચનાવાળા, અડતાળીસ વનમાળાઓની રચનાવાળાં, ઉપદ્રવ રહિત, મંગલરુપ, કિંકર દેવોથી દંડ વડે રક્ષણ કરાયેલો, લીંપણ અને ધોળવા વડે સુશોભિત, ઘાટા ગોશીર્ષચંદન અને રક્ત ચંદન વડે જ્યાં હસ્તના થાપા માર્યા છે એવો જ્યાં, ચંદનના કલશો મૂક્યા છે એવાં, ચંદન ઘટ વડે સુશોભિત તોરણો જેના લઘુ દ્વારોના એક ભાગમાં આવેલા છે એવાં, ભૂમિના નીચે લાગેલા અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલા પાંચ વર્ષના સરસ સુગંધી પુષ્પના ઢગલાઓની શોભાવડે યુક્ત, કાળા અગર, શ્રેષ્ઠ કીંદરુ અને શિલારસના ધૂપની ચોતરફ પ્રસરતી ગંધવડે અત્યંત મનોહર, ઉત્તમ પ્રકારના ગંધયુક્ત સુગંધી પદાર્થોની ગંધવાળાં, સુગંધી દ્રવ્યોની ગુટિકારુપ, અપ્સરા ઓના ગણાના સમુદાય વડે વ્યાપ્ત, દીવ્ય વાજીંત્રોના શબ્દવડે યુક્ત, સર્વ રત્ન મય, અતિસ્વચ્છ, સ્નિગ્ધ, કોમલ, ધસેલાં સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org