Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 208 પન્નવણા - 2-202 નિરાવરણ કાત્તિવાળાં, પ્રભાવાળાં, કીરણોવાળાં, ઉદ્યોતવાળાં, મનને પ્રસન્ન કરનાર, દર્શનીય જોવા યોગ્ય, અત્યંત સુંદર, અને પ્રતિક્ષણ નવીન નવીન રૂપને ધારણ કરનારા હોય છે. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત વડે લોકનાઅસંખ્યાતમાં ભાગમાં સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલાં છે. ત્યાં ઘણા ભવન- વાસી દેવો રહે છે. તે આ પ્રમાણે- અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર - ચૂડામણી નામે રત્ન જેના મુકુટમાં છે, જેઓના ભૂષણમાં નાગની ફેણ, ગરુડ અને વજ છે, તથા પૂર્ણ કલશ વડે અંકિત - મુકુટ જેઓના છે, જેના ભૂષણમાં સિંહ ઘોડો અને શ્રેષ્ઠ હાથીરૂપ ચિન્હ છે, જેના ભૂષણમાં આશ્ચર્ય કરનાર મગર અને વર્ધમાન- રૂપ ચિન્હો નિયુક્ત છે એવા ભવનવાસી દેવો છે. તેઓ સુંદર રૂપવાળા, મહા ઋદ્ધિવાળા, મહાકાન્તિ વાળા, મહાબલવાળા, મહાથશવાળા, મહાઐશ્વર્યવાળા તરીકે સુપ્રસિદ્ધ, (હારવડે સુશોભિત છાતીવાળા, કડા અને બાજુબંધથી જેના હાથ સ્તંભિત થયેલા છે. એવા, અંગદ, કુંડલ તથા જેણે બન્ને કપોલપ્રદેશ- સ્પર્શ કર્યો છે એવા કર્ણપીઠને ધારણ કરનાર, વિચિત્ર હસ્તાભરણવાળા, જેના મસ્તકને વિષે વિચિત્ર માળા અને મુકુટ છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનાર, દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી લટકતી વનમાળાને ધારણ કરનાર, દીવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દીવ્ય સંસ્થાન દિવ્ય ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્યપ્રભા, દિવ્ય છાયા-દિવ્ય અર્થી-દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા- વડે દસ દિશાઓને ઉદ્યોતવાળી કરતા, શોભતા પોતપોતાના લાખો ભવનાવાસોનું પોતપોતાના હજારો સામાયિક દેવોનું, પોતપોતાના ત્રાયદ્ગિશ દેવોનું પોતપોતાની અગ્રમહીષીઓનું,પોતપોતાની પાર્ષદોનું, પોતપોતાના સૈન્યોનું, પોતપોતાના સૈન્યના અધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મ રક્ષક દેવોનું, અને બીજા ઘણા ભવનવાસી દેવો તથા દેવીઓનું અધિપતિપણું, અગ્રેસર પણું, સ્વામિપણું, ભર્તાપણું, વડીલપણું, આજ્ઞાવડે ચેરપણું તથા સેનાના અધિપતિપણુ બીજા પાસે કરાવતા અને સ્વયં પાલન કરતા, નિત્ય પ્રવર્તમાન નૃત્ય, ગાયન, તથા વાગેલા વીણા, હસ્તતલ, કાંસી અને બીજા વાદિત્રોના મોટા શબ્દ વડે દિવ્ય-પ્રધાન ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા રહે છે. [20] હે ભગવન્! પતિ અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! 180000 યોજન બાહલ્ય- જેની છે એવી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન અંદર પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને 178000 યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસો કહ્યા છે. તે ભવનો બહાર ના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં ચોરસ છે -ઈત્યાદિ ભવનોનું વર્ણન વાવ-પ્રતિરુપ છે. ત્યાં સુધી જાણવું. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્રઘાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે પણ લોકના અસંખ્યાતમાં. ભાગમાં છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો રહે છે. તેઓ કાળા વર્ણવાળા, લોહિતાક્ષપારાગમણિ અને બિસ્મીકલના જેવા લાલ ઓષ્ઠવાળા, ધોળા પુષ્પના જેવા દાંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org