________________
લંડન નિવાસી શ્રી જયસુખભાઈ શાંતિલાલ મહેતા અને તેમના ધર્માનુરાગી સુશ્રાવિકા શ્રીમતી ઇલાબહેને પિતાશ્રી શાંતિલાલ મનસુખલાલ મહેતાની ૫૧મી પુણ્યતિથિ તથા માતુશ્રી ચંચળબા શાંતિલાલ મહેતાની ૧૩મી પુણ્યતિથિએ તેઓશ્રીના આત્મશ્રેયાર્થે તેમજ શ્રી હરજીવનદાસ કલ્યાણજી શાહ તથા તેમના ધર્મપત્ની સુશ્રાવિકા નિરંજનાબેને માતુશ્રી મણિબેન કલ્યાણજી ટોકરશી શાહના આત્મશ્રેયાર્થે શ્રુતપ્રભાવક એવા આ મહાન ગ્રંથરત્નના પ્રકાશનનો આર્થિક લાભ મેળવી સ્વધનને સાર્થક બનાવી અનેકોને ભવ તરવાની ઉત્તમ તક આપી છે તે બદલ અમો તેમની અનુમોદના કરીએ છીએ.
આ શાસ્ત્રગ્રંથના સર્જન, સંરક્ષણ, સંશોધન, સંપાદન, વિવરણ અને પ્રકાશનાદિ કાર્યોમાં જે પણ પુણ્યાત્મા - મહાત્માઓનું યોગદાન છે તે સર્વેના ઋણને અમો મસ્તકે ચડાવીએ છીએ.
પ્રાંતે એક જ સદ્ભાવના ભાવીએ છીએ કે - અનંત દુ:ખમય આ સંસાર ચક્રથી છોડાવી અનંત સુખમય મોક્ષે પહોંચાડનાર જૈનશાસનની રત્નત્રયીને સૌ કોઈ આ અને આવા ટંકશાળી ગ્રંથરત્નોના સ્વાધ્યાય, સદુહણા અને સસ્વીકારાદિ દ્વારા પામી પરઘર-પદ્રવ્ય-પરરૂપાદિમાં રમતા નિજ આતમરામને સ્વધર-સ્વદ્રવ્ય-સ્વરૂપમાં રમમાણ કરનારા બને એ જ શુભકામના.
પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ
સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org