________________
૧૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
માધ્ય
એ જ શાસ્ત્રનો પરમાર્થ છે.19
જે સાધકમાં માધ્યચ્ય આવ્યું તે સાધકે જ શાસ્ત્રનો પરમાર્થ પ્રાપ્ત કર્યો છે.
જ્ઞાનયોગશુદ્ધિ :
અધ્યાત્મની સાધના માટે શાસ્ત્રની અનિવાર્યતા હોવા છતાં એની મર્યાદા ક્યાં સુધીની છે, તેનો પણ સુંદર વિવેક આપતાં મહામહોપાધ્યાયશ્રીજીએ શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગને ભિન્ન બતાવ્યા છે. સાધનામાર્ગમાં બને કેવી ભૂમિકા ભજવે છે તે દર્શાવતાં તેઓશ્રીએ જણાવ્યું છે કે,
શાસ્ત્ર એ કેવળ દિગ્દર્શક છે, એથી વધારે એનું કાર્યક્ષેત્ર નથી. દિશા બતાવ્યા બાદ એ એક ડગલું ય સાથે ચાલતું નથી, સાથે તો આત્માનુભવ-અનુભવજ્ઞાનરૂપ જ્ઞાનયોગ જ રહે છે. એ જ્યાં સુધી મુનિને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી એનું પડખું મૂકતો નથી.20
એ જ વાતને જરા અલગ શૈલીથી જણાવતાં તેઓશ્રીમદે એમ પણ લખ્યું છે કે, ‘શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ હોવા છતાં જ્યાં સુધી આત્માનુભાવ ન થાય ત્યાં સુધી અતીન્દ્રિય (ઈન્દ્રિયો દ્વારા અગોચર) એવું પરમબ્રહ્મ (આત્મા) ક્યારે પણ જાણી શકાય નહિ.''
જો શાસ્ત્રોની આટલી જ મર્યાદા હોય તો પછી શાસ્ત્રનો ઉપયોગ શું ? એવી શંકાના સમાધાનરૂપે પૂ. મહોપાધ્યાયજીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, “સાધનાના માર્ગમાં આગળ વધવા માટે શાસ્ત્રો એટલાં બધાં ઉપયોગી અને ઉપકારક છે કે એ શાસ્ત્રોએ દર્શાવેલી દિશા તરફ ચાલનારો નિર્મળ બુદ્ધિમાન પથિક જ આગળ જતાં ઉત્તરોત્તર વિકાસશીલ અવસ્થાને પામવા માટે અનુભવ જ્ઞાનનો, જ્ઞાનયોગનો પ્રયોગ કરે છે.22' અધ્યાત્મસારમાં તેઓશ્રીએ આ જ વાત જરા જુદા શબ્દોમાં કહી છે. ત્યાં કહ્યું છે કે,
શાસ્ત્ર બતાવેલી દિશા પર ચાલવાથી જે આત્માનો અસહ્નો આગ્રહ અને કષાયોનું કાળુષ્ય ગળી ગયું છે તેમને આત્માનુભવ (જ્ઞાનયોગ) દ્વારા જ જણાય તેવું પ્રિય રહસ્ય (ઉપનિષ) કોઈ પણ રીતે પ્રાપ્ત થાય છે.”23 આ જ વાત ઉપર ભાર મૂકવા તેઓશ્રીએ આગળ જણાવ્યું છે કે,
19. માધ્ધથ્થવ શાસ્ત્રાર્થો, xxx |
- અધ્યાત્મ ઉપનિષદ્ ૧૭૧ 20. માત્ર દિ નાર્વેતિ, શાસ્ત્ર વિન્ફર્શનોત્તરમ્ | જ્ઞાનયોગો મુને પાર્ષમાવેવન્યું ન મુર્શીતા - અધ્યાત્મ ઉપનિષદ્ ૨/૩ 21. અતીન્દ્રિયં પરં દ્રા, વિશુદ્વાનુમવં વિના / શાસ્ત્રયુક્તિશતેનાડપિ, નૈવ નર્ચે વન || - અધ્યાત્મ ઉપનિષદ્ ૨/૨૧ 22. દિશા તયા શહૈ-fછનછત: ઊંચા જ્ઞાનયો પ્રયુન્નીત, દ્રશેવોપર્ચર્થ - અધ્યાત્મ ઉપનિષદ્ ર/૧ 23. शास्त्रोपदर्शितदिशा गलितासद्ग्रहकषायकलुषाणाम् । प्रियमनुभवैकवेद्यं रहस्यमाविर्भवति किमपि ।।
- અધ્યાત્મસાર ૨૦/૧
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org