________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
ત્યાર બાદ આ ગ્રંથમાં ચાર વિભાગો દ્વારા સર્વનયોને સાપેક્ષ રહીને અધ્યાત્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે વિભાગો આ પ્રમાણે છે - ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અને ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર. સર્વજ્ઞ કથિત શુદ્ધ શાસ્ત્રોના આધારે શાસ્ત્રયોગની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એક અપેક્ષાથી વિચારીએ તો શાસ્ત્રયોગની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગ અને ક્રિયાયોગની શુદ્ધિ પ્રાપ્ત થાય છે; અને બીજી અપેક્ષાથી વિચારીએ તો શાસ્ત્રયોગની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગની શુદ્ધિ અને જ્ઞાનયોગની શુદ્ધિ દ્વારા ક્રિયાયોગની શુદ્ધિ સંપ્રાપ્ત થાય છે, અંતે એ જ્ઞાનયોગ તથા ક્રિયાયોગની શુદ્ધિ દ્વારા જ સામ્યયોગની શુદ્ધિ સંપ્રાપ્ત થાય છે. શાસ્ત્રયોગ એ સાધનાનો પાયો છે. એની ધરી ઉપર જ અધ્યાત્મસાધનાનો પ્રારંભ થાય છે. જ્ઞાનયોગ તથા ક્રિયાયોગ એ સાધનાની વિકસિત અવસ્થા છે. જ્યારે સામ્યયોગ એ સાધનાની પરાકાષ્ઠા છે, જે સાધકને સિદ્ધિનું પ્રદાન કરે છે; માટે જ પૂજ્યપાદ મહોપાધ્યાયજી મહારાજે આ ગ્રંથના વિષય વર્ણનનો આવો ક્રમ પસંદ કર્યો હોય તેમ સ્પષ્ટરૂપે ભાસિત થાય છે. આ ચારેય અધિકારોમાં અધ્યાત્મસાધનાની અંતરંગ અને બહિરંગ કેડીઓ અને રાજમાર્ગને અદ્ભુત રીતે તાણે-વાણે ગૂંથી આપ્યાં છે. શાસ્ત્રયોગશુદ્ધિ :
અધ્યાત્મસાધના કરવા આત્માનું જ્ઞાન હોવું જરૂરી છે. આત્મા અતીન્દ્રિય હોઈ, તે માટે અતીન્દ્રિય જ્ઞાન ધરાવનાર માર્ગદર્શકની અતિ આવશ્યક્તા રહે છે. તે વિના માત્ર બુદ્ધિ કે તર્કથી આ માર્ગ કળી શકાતો નથી. આ વાતને ઉપકારી ગ્રંથકારશ્રીજીએ પોતાની આગવી પ્રતિભા દ્વારા પ્રથમ અધિક્ટરમાં વર્ણવી છે. એમાં શાસ્ત્રની ઉપયોગિતા અને કોનું વચન શાસ્ત્રરૂપ છે તેમજ કોના વચનો શાસ્ત્રરૂપ નથી તેની ભેદરેખા જણાવતાં તેઓશ્રી જણાવે છે કે,
‘જેનામાં આત્માનું શાસન (નિયમન) કરવાની અને આત્માના ભાવોની સુરક્ષા કરવાની શક્તિ હોય તેને જ જ્ઞાનીઓ શાસ્ત્ર કહે છે. એવું શાસ્ત્ર કેવળ સર્વજ્ઞ-વીતરાગનું વચન જ છે. અસર્વજ્ઞ, રાગી, દ્વેષી આત્માનાં વચનો શાસ્ત્રરૂપ બની શકતા નથી.'
આત્મિક ઉન્નતિ સાધવા શાસ્ત્ર વચનોનો આદર કેટલો જરૂરી છે અને તેનાથી થતા લાભોનું વર્ણન કરતાં પૂજ્ય મહોપાધ્યાયજીએ સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજના ષોડશક મહાગ્રંથના ‘મન્ હૃદયસ્થ સતિ...' શ્લોકના પર્યાયરૂપ શ્લોક દ્વારા કહ્યું છે કે,
16. શસનત્રિીશક્તિશ, વધેઃ શાશ્ર્વ નિરુખ્યતે | વવન વીતર/, તનુ નાન્યસ્થ
વત્ |
- અધ્યાત્મ ઉપનિષદુ ૧/૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org