________________
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
આ રીતે અધ્યાત્મની વ્યાખ્યા અને એનો વ્યાપ બતાવ્યા બાદ એ સમગ્ર ગ્રંથમાં એ જ સાધનાને તેઓશ્રીએ એકવીશ અધિકારોમાં વિસ્તારપૂર્વક સ્પષ્ટતાથી વર્ણવી છે.
વળી, “જેમ મહારથમાં બંને પૈડાં અને પક્ષીની બંને પાંખો સંતુલિત હોય તો જ તે ગતિ કરી શકે છે, તેમ અધ્યાત્મની વિકાસયાત્રા માટે પણ જ્ઞાન અને ક્રિયા આ બેય પાંખો સંતુલિત હોવી જરૂરી બને છે.''' એમ જણાવી આ અધ્યાત્મની વિકાસ યાત્રાને ગતિશીલ બનાવવા માટે જ્ઞાન અને ક્રિયાની સંતુલિત અવસ્થા હોવી અતિ અનિવાર્ય છે. એ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો છે.
અધ્યાત્મસારના બીજા અધિકારના પ્રાંતે, “અધ્યાત્મના પ્રારંભ કાળમાં પણ એટલે કે અભ્યાસકાળમાં પણ કાંઈક અંશે અધ્યાત્મની ક્રિયા અને શુભ ઓઘસંજ્ઞાને અનુસરતું અધ્યાત્મિક જ્ઞાન હોય છે;12' તેમ જણાવીને તેઓશ્રીએ અધ્યાત્મની જ્ઞાન અને ક્રિયા ઊભયરૂપતા સિદ્ધ કરી છે. અધ્યાત્મનું અનુસંધાન :
આ જ અધ્યાત્મના વિષયને આગવી શૈલીથી વર્ણવવા માટે પૂ. મહોપાધ્યાયજીએ પ્રસ્તુત “અધ્યાત્મઉપનિષદ્ નામના મહાન ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં તેઓશ્રીએ ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી તે તે દૃષ્ટિને મુખ્ય કરનારા વિદ્વાનો અધ્યાત્મ કોને માને છે એ દર્શાવવા માટે અધ્યાત્મની બે વ્યાખ્યાઓ રજૂ કરી છે. જે પૈકી પહેલી વ્યાખ્યામાં જણાવ્યું છે કે –
આત્માને લક્ષ્યરૂપ બનાવીને જે પંચાચારની ચારિમા (પંચાચારનો પ્રકર્ષ) પ્રાપ્ત થાય છે, તેને શબ્દની જોડણીઓના જ્ઞાતાઓ “અધ્યાત્મ' કહે છે.13'
આ પહેલી વ્યાખ્યા “શબ્દયોગાર્થ” એટલે કે શબ્દોના સંયોજન-જોડણીઓ અને વ્યાકરણાદિ શાસ્ત્રાનુસાર શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થને માનનારા નિષ્ણાતો દ્વારા કરાયેલી છે. તો વળી રૂઢિ અર્થના નિષ્ણાતો, એટલે કે શબ્દનો પરંપરા કે સંપ્રદાય દ્વારા રૂઢ થયેલો અર્થ માનનારા નિષ્ણાતો દ્વારા માન્ય કરાયેલી અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં તેઓશ્રીજીએ કહ્યું છે કે, “મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું અને બાહ્ય વ્યવહારોથી ઉપબૃહણા-પુષ્ટિને પામેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે.14'
આ રીતે બન્નેય પ્રકારની “અધ્યાત્મની વ્યાખ્યા આપ્યા બાદ નયદૃષ્ટિથી બેય વ્યાખ્યાઓનો સમન્વય સાધતાં તેઓ શ્રીમદે જણાવ્યું છે કે, “આમાંની પહેલી એટલે શબ્દયોગાર્થવાળી વ્યાખ્યા એવંભૂતનયની અપેક્ષાએ છે તો બીજી એટલે રૂઢિઅર્થવાળી વ્યાખ્યા વ્યવહાર અને ઋજુસૂત્ર નયની અપેક્ષાએ કરાઈ છે.''
11. જ્ઞાનું શુદ્ધ ક્રિયા શુદ્ધેયંશ વદ સંતો | વ મહારથચ્ચેવ, પક્ષવવ પત્રણ: II - અધ્યાત્મસાર ૨/૧૨ 12. ૩અધ્યાત્મrગ્યાસક્રાઇપ ક્રિયા ફાળેવમસ્તિ ઉદ | ગુમો સંજ્ઞાનાતં જ્ઞાનમણૂતિ લગ્નન || - અધ્યાત્મસાર ૨/૨૮ 13. માત્માનધિત્વ ચા, : પચાવીરસ્વામિ | શબ્દોમર્થનપુOTI-વધ્યાત્મ પ્રવક્ષતે || - અધ્યાત્મ ઉપનિષદ્ ૧/૨ 14. સ્વચર્થનિપુણIQાશિત્ત મૈવિવાસિતમ્ | અધ્યાત્મ નિર્મä વાહ્ય-વ્યવહારોપર્વાહિતII - અધ્યાત્મ ઉપનિષદ્ ૧/૩ 15. વપૂત યઃ પ્રથમોડર્થોડત્ર હોવઃ | યથાર્થ દ્રિતીયોડર્થો, વ્યવહારર્નસૂત્રો: | અધ્યાત્મ ઉપનિષદ્ ૧/૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org