________________
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
‘શાસ્ત્ર વીતરાગના જ વચનરૂપ હોવાથી શાસ્ત્રનો આદર કરીને પ્રવૃત્તિ કરવાથી વીતરાગનો આદર કરાય છે અને વીતરાગનો આદર કરવાથી નક્કી જ સર્વ સિદ્ધિઓ-સફળતાઓ પ્રાપ્ત થાય છે.'
,17
શાસ્ત્રની આવી ઉપયોગિતા અને લાભનો બોધ હોવા છતાં, દુનિયામાં પ્રસિદ્ધ અનેક શાસ્ત્રોમાંથી કયા શાસ્ત્રને શુદ્ધ માનવું ? એ ગહન પ્રશ્ન ઊભો જ રહે છે. તેથી આ અધિકારમાં તેઓશ્રીએ શાસ્ત્રની પરીક્ષા કરીને, તેની શુદ્ધતાનો નિર્ણય ક૨વાની એક વિશિષ્ટ પદ્ધતી બતાવી છે. જેમ ‘આ સુવર્ણ સાચું અને શુદ્ધ છે કે નહિ ?' તે નક્કી કરવા તેની કષ, છેદ અને તાપ પરીક્ષા કરાય છે, તેમ શાસ્ત્રોની પણ કષ, છેદ અને તાપ પરીક્ષા કરવી જોઈએ; અને જે શાસ્ત્ર તે પરીક્ષામાં શુદ્ધ પૂરવાર થાય તે જ શાસ્ત્રને વાસ્તવિક શાસ્ત્રરૂપે માની શકાય. (કેટલાક ગ્રંથોમાં ચોથી તાડન પરીક્ષા પણ બતાવેલી છે.) શુદ્ધિની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ આવા શાસ્ત્રને આધારે જો અધ્યાત્મની સાધના કરાય તો જ તે ફળવતી બને.
૧૧
શાસ્ત્રની કષ-છેદ-તાપ પરીક્ષાના સંદર્ભમાં તેઓશ્રીએ દરેક દર્શનોની માન્યતાઓ રજૂ કરીને, તે તે દર્શનનાં શાસ્ત્રો કઈ કઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકતા નથી તે દર્શાવવા દાર્શનિક ચર્ચાને પૂરતો અવકાશ આપ્યો છે. આ આખી ચર્ચા વિદ્વાનોને અત્યંત આનંદ ઉપજાવે તેવી છે, આમ છતાં જેઓ એવા વિદ્વાન ન હોય તેમને ભારે પડે તેવી અઘરી પણ છે. જેઓ પાસે તેવી વિદ્વત્તા ન હોય તેઓ જ્યાં સુધી તેને સમજાવી શકે તેવા જ્ઞાની પુરુષનો યોગ ન મળે ત્યાં સુધી એટલું પ્રકરણ છોડીને આગળ વધી જશે તો તે પછીનું સાધનામાર્ગનું વર્ણન એટલું બધું રસાળ છે કે સાધકને ગ્રંથ મૂકવાનું મન નહિ થાય. તેથી જેઓ વિશેષ વિદ્વાન ન હોય તેવા સાધકોએ આ વર્ણન જોઈ ગભરાઈને આ ગ્રંથનું અધ્યયન છોડી દેવાની ભૂલ ન કરવી. કેમ કે, આગળના ત્રણ અધિકારોમાં આત્મવિકાસની વાતો ઘણી સરળ અને રોચક શૈલિમાં ૨જૂ કરાયેલી છે, તે આત્મોન્નતિને ઇચ્છતા સર્વ સાધકો માટે અતિ ઉપકારી છે.
આ વિભાગમાં ગ્રંથકારશ્રીજીએ ‘અનેકાન્તવાદ' શું છે તે દર્શાવી અનેકાન્ત સિદ્ધાન્તવાળું શાસ્ત્ર જ ત્રિકોટિ શુદ્ધ છે તેમ સિદ્ધ કરી ન્યાયદર્શનના શાસ્ત્રોની શૈલીથી અનેકાન્તવાદની સર્વોપરિતા પૂરવાર કરી છે. વળી અનેકાન્તવાદની વ્યાપકતાનો બોધ કરાવી તેઓશ્રીએ એમ પણ સ્પષ્ટ કરી આપ્યું છે કે, અતીન્દ્રિય એવા સાધનામાર્ગમાં આગળ વધવા અનેકાન્તદૃષ્ટિ અનિવાર્ય છે.
અનેકાન્તદૃષ્ટિથી જ સાધકમાં માધ્યસ્થ્ય પ્રગટે છે. અપેક્ષાએ કહીએ તો આ મધ્યસ્થ ભાવતટસ્થતાની બુદ્ધિ તે આત્મિક વિકાસનું પહેલું પગથિયું છે. જેને ગ્રંથકારશ્રીએ ‘શાસ્ત્રયોગશુદ્ધિ' - શાસ્ત્રની સાથેના વાસ્તવિક જોડાણથી પ્રગટતી આત્માની શુદ્ધિ તરીકે વર્ણવ્યું છે.
મધ્યસ્થ આત્મા જોઈ શકે છે કે સર્વ દર્શનો મોક્ષનું સ્વરૂપ અને તેના ઉપાયોની બાબતમાં ભિન્નભિન્ન માન્યતા ધરાવતાં હોવા છતાં ‘મોક્ષ' એ જ સૌનું અંતિમ લક્ષ્ય છે. સર્વ દર્શનની આવી સમાનતાને જે જાણે છે તે મધ્યસ્થતાનો ઉપાસક જ વાસ્તવિક શાસ્ત્રવેત્તા છે.18 શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનો નિચોડ જણાવતાં અંતે તેઓશ્રીએ કહ્યું છે,
17. શાસ્ત્ર પુરસ્કૃતે તસ્માદીતરા: પુરસ્કૃતઃ । પુરસ્કૃતે પુનિિનયમાત્સર્વસિદ્ધયઃ ।। - અધ્યાત્મ ઉપનિષદ્ ૧ ૧૪ 18. તેન સ્યાદ્વાવમાહત્મ્ય, સર્વવર્શનતુત્યતામ્। મોક્ષોદ્દેશવિશેષળ, યઃ પતિ સ શાસ્ત્રવિત્ ।। - અધ્યાત્મ ઉપનિષદ્ ૧/૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org