Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 13
________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો શાસ્ત્રાસ્વાદરૂપ સુખસાગર સમક્ષ એક બિંદુ માત્ર છે.' કામભોગનો આનંદ જ્યાં સુધી કામક્રીડા ચાલતી હોય ત્યાં સુધી જ હોય છે, સારામાં સારા ભોજનનો આનંદ ખાવાનું ચાલે ત્યાં સુધી જ આવતો હોય છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રના સેવનઅધ્યયનનો આનંદ અમર્યાદિત હોય છે.' તેઓશ્રીએ અધ્યાત્મસારના પહેલા અધિકારમાં આ રીતે એવી અદ્ભુત શૈલીમાં અધ્યાત્મ શાસ્ત્રનો મહિમા વર્ણવ્યો છે કે જેના શ્રવણથી પ્રેરાઈને શિષ્યના હૃદયમાં એ અધ્યાત્મને જાણવાની તીવ્ર જિજ્ઞાસા પ્રગટે છે અને તેથી જ શિષ્ય પૂછે છે કે, ‘ભગવંત ! તે અધ્યાત્મ શું છે કે જેને આપ આ રીતે વર્ણન કરી રહ્યા છો ! એનો જવાબ આપતાં તેઓ શ્રીમદે કહ્યું કે, વત્સ ! સાંભળ ! હું તારી સમક્ષ શાસ્ત્ર મુજબ અધ્યાત્મનું વર્ણન કરું છું.' ત્યાર બાદ ‘અધ્યાત્મ” શું છે ? – તે જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે, જે આત્મા ઉપરથી મોહનો અધિકાર ચાલ્યો ગયો છે. તેની આત્માના લક્ષ્યપૂર્વક જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને શ્રી જિનોએ અધ્યાત્મ કહ્યું છે.' અધ્યાત્મ સાધનાનો વ્યાપ અને ઊંડાણ કેટલા છે અને તેના દ્વારા સાધક કઈ ઊંચાઈને આંબી શકે છે. તેનું ધ્યાન કરતાં તેઓશ્રીએ વધુમાં જણાવ્યું છે કે, જેમ ચારિત્રના સઘળાય પ્રકારોમાં “સામાયિક' નામનું ચારિત્ર અનુસ્મૃત એટલે કે એકમેક થઈને રહેલું છે તેમ સર્વ યોગમાં (યોગના સર્વપ્રકારોમાં) આ અધ્યાત્મ પણ અનુસ્મૃત-એકમેક થઈને રહેલું છે. એટલે જ કહ્યું છે કે, અપુનબંધક અવસ્થાથી લઈને છેક ચૌદમા ગુણસ્થાનકની અવસ્થા સુધી ક્રમે ક્રમે શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ બનતી ક્રિયા એ અધ્યાત્મવાળી છે, એમ મનાયું છે.10' 4. ફ્રાન્તાધરસુધાસ્વાવ, યૂનાં યજ્ઞાયતે સુરમ્ ! વિખ્યુ: પાર્ષે તથ્યાત્મ-શાસ્ત્રીસ્વાવસુઃ || - અધ્યાત્મસાર ૧/૯ 5. રસો મોવિંધ: ને, સમસ્તે મોનના વધઃ | અધ્યાત્મશાસ્ત્રસેવાયાં, રસો નિરર્વાધ: પુન: || - અધ્યાત્મસાર ૧/૨૧ भगवन् ! किं तदध्यात्म, यदित्थमुपवर्ण्यते ? । - અધ્યાત્મસાર ૨૧ शृणु वत्स ! यथाशास्त्रं, वर्णयामि पुरस्तव ।। - અધ્યાત્મસાર ૨૧ 8. गतमोहाधिकाराणा-मात्मानमधिकृत्य या । प्रवर्त्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुर्जिनाः ।। - અધ્યાત્મસાર ૨/૨ 9. सामायिकं यथा सर्वचारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्मं सर्वयोगेषु तथानुगतमिष्यते ।। - અધ્યાત્મસાર ૨/૩ 10. अपुनर्बन्धकाद्यावद् गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्, क्रियाध्यात्ममयी मता ।। - અધ્યાત્મસાર ૨/૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 300