Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 11
________________ શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગના પરિપાકરૂપે પ્રગટતા સામ્યયોગ દ્વારા ભાવશત્રુઓ સામે વિજયશ્રી અપાવતો મહાનગ્રંથ દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિ એ જીવમાત્રનું નિશ્ચિત કરેલું ધ્યેય છે; આમ છતાં તે ધ્યેયના સ્વરૂપનું અને તે ધ્યેયસિદ્ધિના માર્ગનું યથાર્થજ્ઞાન ન હોવાના કારણે મોટા ભાગના જીવો ખોટા માર્ગે ફંટાઈ જતા હોય છે, તે પછી તેઓ ગમે તેટલો અથાક પુરુષાર્થ કરે તો પણ તેઓ ધ્યેયસિદ્ધિને વી શકતા નથી. અધ્યાતમ શૈવ ઉચ્ચો જ ઘટ આત્માને ન જાણવો, ન માનવો અને ન માણવો એ દુઃખનો માર્ગ છે, જ્યારે આત્માને જાણવો, માનવો અને માણવો એ સુખનો માર્ગ છે. આ વાત જેને સમજાઈ જાય તેને માટે દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય સાવ આસાન બની જાય છે. માટે જ કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી.હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે, ‘આત્માના અજ્ઞાનથી પ્રગટેલું દુ:ખ આત્મજ્ઞાન દ્વારા વિનષ્ટ કરાય છે.’ આત્માને ન જાણવો તે અજ્ઞાન છે અને જાણવો તે જ્ઞાન છે. આત્માને ન માનવો તે મિથ્યાત્વ છે અને માનવો તે સમ્યક્ત્વ છે. આત્માને ન માણવો તે અચારિત્ર છે અને માણવો તે ચારિત્ર છે. આત્માને જાણવો, માનવો અને માણવો એ જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ રત્નત્રયી છે, અને આ રત્નત્રયીનું સામ્રાજ્ય જ દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનું સબળ સાધન છે. આત્માને જાણવા, માનવા અને માણવાની ક્રિયા એ જ યોગ છે અને એ જ અધ્યાત્મ પણ છે. આત્માને જાણવા, માનવા અને માણવાની આ ક્રિયા બાહ્ય આચારરૂપે હોય ત્યારે તે વ્યવહારિક યોગ-વ્યવહારિક અધ્યાત્મ છે અને આ જ ક્રિયા અંતરંગ પરિણતિરૂપે હોય ત્યારે તે નૈશ્ચયિક યોગ-નૈશ્ચયિક અધ્યાત્મ છે. આ રીતે આત્માને જાણવા, માનવા અને માણવાની સાધના એ જ આત્મહિતની સાધના છે અને સર્વ સાધનાના પ્રકારોમાં એ સર્વશ્રેષ્ઠ સાધના છે. પરમતારક પરમકૃપાળુ શ્રી અરિહંત પરમાત્માએ જગતના કલ્યાણ કાજે આ જ સાધનાના માર્ગને પ્રગટ કરવા યોગ-અધ્યાત્મના ઉપદેશનો ઝરો વહેવડાવ્યો હતો. દુ:ખમુક્તિના સચોટ ઉપાયરૂપ તે સાધનાને પ્રદર્શિત કરતા તે ઉપદેશો આગમાદિ ધર્મશાસ્ત્રોમાં સંગૃહીત 1. આત્માજ્ઞાનમવું દુ:ઘુ-માત્મજ્ઞાનેન દૈન્યતે xxx | Jain Education International For Personal & Private Use Only યોગશાસ્ત્ર પ્ર. ૪- શ્લો. ૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300