Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 12
________________ કરાયેલા છે. આ શાસ્ત્રોમાં આત્મહિતકર એવી અધ્યાત્મ-સાધના ઉપર વિધ-વિધ શબ્દ-સંચય દ્વારા અને વિધ-વિધ શૈલીથી વ્યાપક અને ઊંડો પ્રકાશ પાથરવામાં આવ્યો છે. સમર્થ શાસ્ત્રકાર પૂ.આશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અધ્યાત્મ, યોગ આદિના સ્વરૂપને દર્શાવવા અનેક ગ્રંથો રચ્યા છે. કલિકાલસર્વજ્ઞ પ્રભુએ પણ યોગશાસ્ત્ર વગેરેના માધ્યમથી અધ્યાત્મ-યોગનો વિશદ પરિચય કરાવ્યો છે. અન્ય અનેક મહાપુરુષોએ આગમ, અનુમાન અને સ્વ-અનુભૂતિરૂપ યોગાભ્યાસથી જે અધ્યાત્મ આત્મસ્થ બન્યું તેનો ભવ્યાત્માઓને વિનિયોગ કરવા માટે અનેકાનેક ગ્રંથો રચેલા છે. એ જ શ્રેણીમાં થયેલા યુગપુરુષ પૂ.ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ખાસ ‘અધ્યાત્મ' શબ્દથી જ પ્રારંભાતા ચાર મહાન ગ્રંથોની શ્રી જૈન સંઘને ભેટ ધરી છે. એ ગ્રંથો છે : ૧. અધ્યાત્મસાર, ૨. અધ્યાત્મ-ઉપનિષદું, ૩. અધ્યાત્મમતપરીક્ષા અને ૪. આધ્યાત્મિકમતપરીક્ષા. આ ચારમાંના અંતિમ બે ગ્રંથો ખંડન-મંડનની શૈલીમાં રચાયેલા છે. અધ્યાત્મ મત પરીક્ષામાં દિગંબરોના કપોલકલ્પિત અધ્યાત્મની માન્યતાનું ખંડન કરાયું છે તો આધ્યાત્મિકતપરીક્ષા ગ્રંથ દિગંબરીય બનારસીદાસની એકાંત નિશ્ચય નયાત્મક માન્યતાઓના ખંડન તેમજ સ્યાદ્વાદમાં માન્યતાના મંડન માટે રચાયેલો છે. જ્યારે અધ્યાત્મસાર અને અધ્યાત્મ ઉપનિષદ્ આ બે ગ્રંથો તો ખાસ અધ્યાત્મસાધનાના જ સર્વાગીણ નિરૂપણ માટે તેઓશ્રીએ રચેલા છે. આ ગ્રંથોના પદે પદમાં મહામહોપાધ્યાયજીએ આગમ, અનુમાન અને યોગાભ્યાસના પરમનિચોડરૂપે મેળવેલ ઉત્તમ તત્ત્વનું નિરૂપણ જોવા મળે છે. આવા આગમાદિ ધર્મશાસ્ત્રોના અધ્યયન, શ્રવણાદિકથી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની વાણીનો યથાર્થ બોધ થાય છે અને તેને અનુસરવા દ્વારા જ અધ્યાત્મયોગનું સ્વ-જીવનમાં પ્રગટીકરણ થાય છે. આમ અધ્યાત્મમય શાસ્ત્રોનું અધ્યયન પણ આત્માને મહાદુઃખથી મુક્તિ અપાવી મહાસુખના સામ્રાજ્યની ભેટ આપવાનું મહાસામર્થ્ય ધરાવે છે, તેથી આત્મસાધના કરવા ઉત્તમતત્ત્વનું નિરૂપણ કરનારા ગ્રન્થોની કેટલી મહત્તા છે તે જણાવતાં પૂ. મહોપાધ્યાયજી મહારાજે તો અધ્યાત્મસારમાં “અધ્યાત્મ શું છે ?' એ સમજાવવા એના સ્વરૂપને દર્શાવતાં પૂર્વે અધ્યાત્મનું વર્ણન જે ગ્રંથોમાં આવે છે તે ગ્રંથોનું પણ અદ્ભુત મહિમાગાન કરતાં જણાવ્યું છે કે, સંગીતથી શણગારેલું, સ્ત્રી દ્વારા ગવાતું ગીત જેમ ભોગી લોકોને રસદાયી-આનંદદાયી બને છે, તેમ અધ્યાત્મરસથી મનોહર બનેલું પદ્ય (અધ્યાત્મસાર ગ્રંથની રચના) પણ યોગી લોકોને રસદાયીઆનંદદાયી બને છે.” યુવાન પુરુષોને સ્ત્રીના અધરામૃતના સ્વાદથી જે સુખનો અનુભવ થાય છે તે અધ્યાત્મને વર્ણવતા - યોગદૃષ્ટિસમુચ્ચય 2. आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।१०१।। 3. વનનાં પ્રીત પદમધ્યત્મિરસશમ્ | મનનાં મમિની રીત સંતિમયે યથા ||૧|૮| - અધ્યાત્મસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 300