Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001088/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 --------------------------------------------------------------------------  Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી જગચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત બંધસ્વામિત્વનામાં તૃતીય કર્મગ્રંથ મૂલગાથાઓ, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ગાથાર્થ, ઉપયોગી વિવેચન તથા ઉપયોગી પ્રશ્નોત્તરી સાથે સરળ ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત વિવેચન. : વિવેચનકાર ? લિટલ રહ્યાલાલ મહેતા સંશોધક : પૂજ્ય ગણિવર્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી મ. સા. પ્રકાશક :જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૧૧૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, ચોથેમાળે, રામજીનીપોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. INDIA ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : ૧૧ ૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, બીજે માળે, રામજીની પોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. ( INDIA ) ફોન : ૪૧૦ ૬૬૧ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા ફોન : ૫૧૩૨૭ (ઉત્તર ગુજરાત) ( INDIA ) પ્રાપ્તિ સ્થાન પ્રકાશન વર્ષ સરસ્વતી પુસ્તક ભંડાર પુસ્તકોના વેપારી હાથીખાના-રતનપોળ અમદાવાદ-૩૮૦ ૦૦૧. ગુજરાત ( INDIA ) સુઘોષા કાર્યાલય શેખનો પાડો, રિલીફ રોડ, ઝવેરીવાડની સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧. INDIA ફોન : ૩૮૧૪૧૮ વિક્રમ સંવત ૨૦૫૨ વીર સંવત-૨૫૨૨ ઇસ્વીસન ૧૯૯૬ પ્રથમાવૃત્તિ : ૩૦૦૦ કિંમત : રૂા. ૩૫-૦૦ લેસર ટાઈપ સેટીંગ તથા મુદ્રક : ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોત : ૩૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ (અમારાં લખાયેલ પ્રકાશિત થયેલાં પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાયિ કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર:- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા:- ભાગ-૧પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક'' પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) ““કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ' તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) રત્નાકરાવતારિકા :- પ્રમાણ નયતત્ત્વાલોક ઉપરની પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) અર્થ સહિત પૂજાસંગ્રહ:-પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. હાલ લખાતા ગ્રંથો) (૧) રત્નાકરાવતારિકા - કુલ ૮ પરિચ્છેદ છે. ચાર પરિચ્છેદ લખાયા છે. પ્રકાશિત થાય છે. અને શેષ પરિચ્છેદો લખાય છે. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર-સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિતવિવેચન. (૩) યોગદષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ રીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૪) “ષડશીતિ” નામના ચોથા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા કર્મગ્રંથના પ્રકાશનમાં મળેલા આર્થિક સહયોગ ૫૦૦ કોપી વિજયભાઈ છેડા લોસ એંજીલર્સ U SA અમેરિકા ૧૫૦ કોપી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા રૂા. ૫૦૦૧, શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર સુરત. રૂા. ૪૦૦૦, શ્રી સત્યરેખાશ્રીજી તથા શ્રી મહાયશાશ્રીજી મ. સા.ના સદુપદેશથી અર્પણ એપાર્ટમેન્ટની બહેનો તરફથી રૂા. ૨૦૦૦, પૂ. શ્રી ભાવપૂર્ણાશ્રીજી મ.ના સદુપદેશથી ધનાજીના ઉપાશ્રયની બહેનો તરફથી રૂ. ૧૦૦૦૦, પૂ. આચાર્યદેવ શ્રી નરદેવસાગરસૂરીશ્વરજીના સદુપદેશથી શ્રી જે. મૂ. જૈન સંઘ-વાવ તરફથી. રૂા. ૨૦૦૦, પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનાં આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીશ્રી અરૂણ શ્રીજી મ. સાહેબના સદુપદેશથી રૂા. ૧૫૦૦૦, પૂ. આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા. પુસ્તકાલય ટ્રસ્ટ (લુહારની પોળ, અમદાવાદ) આ રકમ બીજા-ત્રીજા અને કર્મગ્રંથના પ્રકાશન અર્થે ભેટ મળેલ છે. • Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત. INDIA) જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષકબંધુઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ ઘણા ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાય વ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિધાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે. - તથા આ સંસ્થાને આર્થિક ક્ષેત્રે વધુ દઢ કરવા દાતાઓને નમ્ર વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-અને સમ્યગ્વારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. બે વર્ષ પછી આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તેનો શતાબ્દિ મહોત્સવ ઉજવવાનો છે. તો આ શુભ પ્રસંગે રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #7 -------------------------------------------------------------------------- ________________ એક નજર....... માનનીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈ લિખિત બન્ધસ્વામિત્વ તામાં તૃતીય કર્મગ્રન્થ શ્રી જૈન સંઘના કરકમલમાં અર્પિત થઈ રહ્યો છે. જે બહુ ગૌરવની વાત છે. પચ્ચીસ ગાથાનો નાનકડો આ ગ્રન્થ હોવા છતાં તેમાં જે ગંભીર અર્થ ભરેલ છે તેથી આ ગ્રન્થનું ઘણું મહત્ત્વ છે. એ ગંભીર અર્થને સરળતાથી સમજાવવા પં. શ્રી ધીરુભાઈએ પોતાની સરલશૈલિમાં સુંદર પ્રયતા કર્યો છે. સંભવિત શંકાસ્થાનો જે બાળ- માનસમાં વ્યવસ્થિત ગોઠવાવાં ખૂબ મુશકેલ છે તેને પણ યથાશક્ય સ્પષ્ટ કરવા સારો શ્રમ લીધો છે. ૬૨ માર્ગણામાં ગ્રંથકારશ્રીએ જેમ બન્ધસ્વામિત્વ દર્શાવ્યું તેમ વિશેષાર્થીઓ માટે તે જ કર માર્ગણાઓમાં ઉદયસ્વામિત્વ તેમજ સત્તાસ્વામિત્વ પણ ટુંકાણમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એકંદરે સ્વાધ્યાય સાથે સ્વ-પરોપકાર બુદ્ધિથી લખાયેલ આ ગ્રન્થ અભ્યાસકવર્ગના જ્ઞાનમાં વૃદ્ધિકારક બને અને પ્રાન્ત આ જ બત્પાદિના સ્વામિત્વને વ્યવસ્થિત સમજી કર્મના બન્ધનમાંથી મુક્ત થવાના પુરુષાર્થને અભ્યાસી આત્માઓ સહજ સાધ્ય બનાવે એજ પ્રાર્થના. અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ બંધસ્વામિત્વ નામા તૃતીય કર્મગ્રંથની મૂળ ગાથાઓ बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाईसु वुच्छं, समासओ बंधसामित्तं ॥ १ ॥ गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे य । संजमदंसणलेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥ जिण सुरविउव्वाहारदु, देवाउ य निरयसुहुमविगलतिगं । एगिदि थावरायव, नपु-मिच्छं हुंड छेवटुं ॥ ३॥ अणमझागिइसंघयण-कुखगनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुर्ग, तिरिनराउ नरउरलदुगरिसहं ॥ ४॥ युग्मम् सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहिं निरया । तित्थ विणा मिच्छि सयं, सासणि नपु चउ विणा छन्नुई ॥५॥ विणु अणछवीस मीसे, बिसयरि सम्मंमि जिणनराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ६॥ अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्चविणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवजं ॥ ७॥ अणचउवीसविरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसओ ओहि मिच्छे, पजतिरिया विणु जिणाहारं ॥ ८॥ विणु नरयसोल सासणि, सुराउ अण एगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीयकसाए विणा देसे ॥ ९॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं, नवसउ अपज्जत्ततिरियनरा ॥ १० ॥ निरयव्व सुरा नवरं, ओहे मिच्छे इगिंदितिगसहिया । कप्पदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ ११ ॥ रयणुव्व सणकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसय - मिगिंदिपुढविजलतरुविगले ॥ १२ ॥ छनवइ सासणि विणु, सुहुमतेर केइ पुण बिंति चउनवई । तिरियनराऊहिं विणा, तणुपज्जत्तिं न जंति जओ ॥ १३ ॥ ओहु पणिदितसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥ १४ ॥ आहारछगविणोहे, चउदससउमिच्छिजिणपणगहीणं । सासणि चउनवइ विणा, तिरिअनराऊ सुहुमतेर ॥ १५ ॥ अणचवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मेवि, एवमाहारदुगि ओहो ॥ १६ ॥ सुरओहो वेउव्वे, तिरियनराउरहिओ य तम्मिस्से । वेयतिगाइमबियतिय कसाय नव दु चउ-पंच गुणे ॥१७॥ संजलणतिगे नव दस, लोभे चउ अजइ दुति अनातिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहक्खाय चरमचऊ ॥१८॥ मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमा, ऽजयाइ नव मइसुओहि दुगे ॥ १९ ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ अड उवसमि चउ वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ २०॥ परमुवसमि वढेंता, आउ न बंधंति तेण अजयगुणे, देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥ २१॥ ओहे अठ्ठारसयं, आहारदुगूण आइलेसतिगे । तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥ २२ ॥ तेऊ नरयनवूणा, उज्जोयचउनरयबार विणु सुक्का । विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥ २३॥ सव्वगुणभव्वसन्निसु, ओहु अभव्वा असन्निमिच्छिसमा । सासणि असन्नि सन्निव, कम्मणभंगो अणाहारे ॥ २४॥ तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसामित्तं । देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥ २५ ॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત બંઘરવામિવનામા તૃતીય કમાંથી WWW.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ जयन्तु श्रीवीतरागाः પૂજ્યપાદ, અનેકવિધગુણગણાલંકૃત, આચાર્યદેવ, શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત બંધસ્વામિત્વનામા તૃતીય કર્મગ્રંથ કર્મસ્તવ” નામનો બીજો કર્મગ્રંથ સંપૂર્ણ કરી હવે આપણે “બંધસ્વામિત્વ” નામના ત્રીજા કર્મગ્રંથની શરૂઆત કરીએ. બીજા કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકો, અને એકેક ગુણસ્થાનકમાં મૂળ ૮ કર્મો અને ૧૨૦ ઉત્તર પ્રકૃતિના બંધ-ઉદય-ઉદીરણા અને ૧૪૮ ઉત્તર પ્રકૃતિ આશ્રયી સત્તા આપણે જાણી. હવે ગતિ-જાતિ-કાય ઇત્યાદિ બાસઠ માર્ગણાઓ ઉપર ચૌદ ગુણસ્થાનક વાર કયા કયા કર્મોની કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બંધાય છે? તે વિષય આ ત્રીજા કર્મગ્રંથમાં જાણીશું. આ પ્રમાણે આ ત્રીજા કર્મગ્રંથમાં બાસઠ માર્ગણામાં વર્તતા જીવો કેટલી કેટલી કર્મપ્રકૃતિઓના બંધના સ્વામી છેઆ વિષય અહીં સમજાવવામાં આવશે, તે કારણથી આ કર્મગ્રંથનું નામ “બંધસ્વામિત્વ છે. આ કર્મગ્રંથના કર્તા પણ પૂજ્યપાદ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી જ છે. તેઓએ ૧ થી ૫ કર્મગ્રંથો બનાવ્યા છે. જે વિગત પ્રથમકર્મગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલ છે. કોઇ પણ ગ્રન્થ શરૂ કરતાં પહેલાં મંગલાચરણાદિ અનુબંધચતુષ્ટય હોય છે. તે પ્રથમગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाईसु वुच्छं, समासओ बंधसामित्तं ॥ १ ॥ (बन्धविधानविमुक्तं, वन्दित्वा श्रीवर्धमानजिनचन्द्रम् । गत्यादिषु वक्ष्ये, समासतो बन्धस्वामित्वम्) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તૃતીય કર્મગ્રંથ | શબ્દાર્થ વંવિદ = કર્મબંધના પ્રકૃતિ સ્થિતિ આદિ જે સર્વ પ્રકારો છે તેનાથી, વિમુર્ઘ=વિશેષે કરી મુકાયેલા વંચિ=વન્દન કરીને, સિવિદ્ધમા= શ્રી વર્ધમાનસ્વામી, નળવંતં જિનેશ્વર પરમાત્માને, ફિયાસુ= ગતિ-જાતિ આદિ બાસઠ માર્ગણાઓમાં, છં કહીશ, સમાસ = સંક્ષેપથી વંથસમિ= બંધસ્વામિત્વ. ગાથાર્થ- કર્મબંધના સર્વપ્રકારોથી વિશેષ કરીને સર્વથા મુકાયેલા એવા શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીને ગતિ આદિ બાસઠ માર્ગણાઓ ઉપર હું બંધસ્વામિત્વને સંક્ષેપથી કહીશ. વિવેચન- પ્રારંભ કરેલો આ ગ્રંથ નિર્વિને સમાપ્ત થાય એ આશયથી ગાથાના પ્રથમ અર્ધભાગ વડે ચરમ તીર્થપતિ પ્રભુશ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલાચરણ કર્યું છે. ગાથાના પાછળના અર્ધભાગ વડે વિષય-અભિધેય (આ ગ્રંથમાં શું કહેવાનું છે તે) સમજાવેલ છે. અને સંબંધ તથા પ્રયોજન સામર્થ્યથી (અધ્યાહારથી) સમજી લેવાનાં છે. પ્રભુશ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરી આ ગ્રંથ શરૂ કરે છે એટલે તેઓની જ આજ્ઞા પ્રમાણે વિષય બતાવાશે. તેથી આ ગ્રંથનો પ્રભુશ્રી મહાવીરસ્વામીની વાણી સાથે સંબંધ છે. પરંતુ સ્વમતિ-કલ્પનાએ લખાશે નહીં. તથા સ્વ-પરનો ઉપકાર કરવો એ આ રચનાનું વાસ્તવિક પ્રયોજન છે. એમ અનુબંધચતુષ્ટય જાણવાં. મંગળાચરણમાં નિકટના ઉપકારી હોવાથી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા છે. અને ગાથામાં તેઓનાં ૨ વિશેષણ જણાવ્યાં છે કે (૧) પ્રભુ કર્મબંધના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ-મૂલ અને ઉત્તર એમ સર્વ ભેદ-પ્રભેદોથી સર્વથા મુક્ત બન્યા છે. તથા (૨) જ્યોતિષના પાંચ ભેદોમાં ચંદ્ર અત્યન્ત વધુ શીતળ છે. સૌમ્ય છે તેમ વીતરાગ હોવાથી તથા તીર્થંકર નામકર્મના ઉદયવાળા હોવાથી જિનોમાં આ પ્રભુ શીતળ અને વધુ સૌમ્ય છે. અર્થાત્ ચંદ્રસરખા છે. આવા ઉત્તમોત્તમ પરમાત્માને પ્રણામ કરીને હું આ ગ્રંથ લખીશ. Page #14 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૧૩ વસ્તુતત્ત્વનો વિચાર કરવા માટે જુદાં જુદાં જે તારો. તે માર્ગણા કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં કોઇપણ વસ્તુતત્ત્વનો વધુ સુક્ષ્મ વિચાર કરવા માટે મૂલ ૧૪ અને તેના ઉત્તરભેદરૂપ ૬ર માર્ગણાઓ જણાવેલી છે. જે હવે પછીની બીજી ગાથામાં અહીં પણ કહેવાશે. તે ૬ ૨ માગણાઓમાં વર્તતા કયા કયા જીવો કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? તે આ ગ્રંથમાં સમજાવાશે. એટલે આ ગ્રન્થનું નામ “બંધસ્વામિત્વ” રાખવામાં આવ્યું છે જો કે આ ગ્રંથમાં કેવળ બંધનું જ સ્વામિત્વ જણાવવામાં આવ્યું છે તો પણ બાળજીવોના બોધ માટે ઉપકાર માટે) અમે ઉદય-ઉદીરણા અને સત્તાનું સ્વામિત્વ પણ આ ગ્રંથના અંતે લખીશું. || ૧ || હવે ૧૪ મૂલમાર્ગણા જણાવે છે गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे य । संजमदंसणलेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥ (गतिरिन्द्रियश्च कायो, योगो वेदः कषायज्ञाने च । संयमदर्शनलेश्याः भव्यसम्यक्त्वे संझ्याहारे ) શબ્દાર્થ= $= ગતિ, તિU- ઇન્દ્રિય, - અને, વાપ= કાય, કોઈ યોગ, વેણ= વેદ, સાર્થક કષાય, ના = જ્ઞાન, વૈ= અને, સંગમ= સંયમ, ટૂં= દર્શન, સેસીંગ વેશ્યા, ભવ= ભવ્ય, સનેસમ્યકત્વ, સર્શિક સંજ્ઞી, માહારેક આહારી. ગાથાર્થ- (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભવ્ય, (૧૨) સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી અને (૧૪) આહારી, એમ માર્ગણાના ૧૪ મૂલભેદો છે. ૨ / વિવેચન- આ ચૌદ મૂળમાર્ગણા છે. તેના ૬ર ઉત્તરભેદો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તૃતીય કર્મગ્રંથ (૧) નરક-તિર્યંચ આદિ ભવમાં જવું, તે તે ભવની પ્રાપ્તિ થવી તેને ગતિ કહેવાય છે. તેના ચાર ભેદો છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, (૨) સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિયાદિ શરીરમાં રહેલી પાંચ પ્રકારની જ્ઞાનના સાધનભૂત જે ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયોવાળા જીવો સમજવા. તેના પાંચ ભેદો છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વગેરે. (૩) પૃથ્વી-પાણી-અગ્નિ આદિ રૂપે છે કાયા (શરીર) જેની તે કાયમાર્ગણા, તેના છ ભેદો છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, (૪) જેનાથી આત્મપ્રદેશોનું હલન-ચલન-આંદોલન થાય તે યોગ, તેના ત્રણભેદ છે મનયોગ, વચનયોગ, કાયયોગ. આ ત્રણ યોગના ઉત્તરભેદ રૂપે પન્નર યોગ છે. મનયોગના ૪, વચનયોગના ૪, અને કાયયોગના ૭ ભેદ છે. (૫) સંસારના ભોગસુખો ભોગવવાની જે અભિલાષા તે ભાવવેદ, અને સ્ત્રી-પુરૂષ અદિ આકારે શરીર પ્રાપ્તિ તે દ્રવ્યવેદ, તેના ત્રણ ભેદ છે. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. (૬) જેનાથી સંસાર વધે. જન્મ-મરણની પરંપરા વધે તે કષાય, તેના ચાર ભેદ છે. ક્રોધ, માન, માયા, લોભ, એકેકના અનંતાનુબંધી અદિ ચાર-ચાર ભેદ પણ છે. (૭) જેનાથી વિશેષ ધર્મવાળું વસ્તુતત્ત્વ સમજાય એવી વિશિષ્ટ ચૈતન્યશક્તિ તે જ્ઞાન, તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. અહીં જ્ઞાનના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાન પણ લેવાય છે. તેથી મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન પણ લેવાય છે. કુલ ૫+૩=૮ ભેદ ગણાય છે. (૮) વિષય-વિકાર અને વાસનાનો ત્યાગ અર્થાત્ સર્વથા સંસાર ત્યાગ=સર્વવિરતિ તે સંયમ, તેના પાંચ ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૧૫ પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત, સંયમશબ્દના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અસંયમ અને દેશસંયમ પણ લેવાય છે. વસ્તુ તત્ત્વનો સામાન્યથી જે બોધ થાય તે દર્શન, તેના ચાર ભેદો છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. (૧૦) આત્મા જેના વડે કર્મોની સાથે લેપાય તે વેશ્યા, તેના છ ભેદ છે કૃષ્ણલેશ્યા નીલેશ્યા, કાપોતલેશ્યા તેજોવેશ્યા, પબલેશ્યા અને શુક્લલેશ્યા. (૧૧) મોક્ષે જવાને જે યોગ્ય હોય તે ભવ્ય, અહીં ભવ્યના ગ્રહણથી અભવ્ય પણ સમજી લેવા. જે મોક્ષે જવાને કદાપિ યોગ્ય નથી તે અભવ્ય એમ બે ભેદ છે. (૧૨) જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપરની રુચિ-શ્રધ્ધા-પ્રીતિ તે સમ્યકત્વ, તેના ત્રણ ભેદો છે. ઉપશમ, ક્ષયોપશમુ અને ક્ષાયિક, સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર પણ લેવાય છે એમ કુલ ૬ ભેદો છે. (૧૩) દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને છે તે સંજ્ઞી, આ સંજ્ઞા જેઓને નથી તે અસંજ્ઞી. એમ બે ભેદ છે. (૧૪) ઓજાહાર-લોમાહાર અને કવલાહાર આ ત્રણ પ્રકારના આહારમાંથી કોઇપણ આહાર જેઓને છે તે આહારી, અને કોઇપણ આહાર જેઓને નથી તે અણાહારી. આહારીના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અણાહારી પણ સમજી લેવા. ઉત્પત્તિના પ્રથમ સમયે તેજસ શરીર દ્વારા જે આહાર લેવાય તે ઓજાહાર, શરીરની રોમરાજી દ્વારા જે આહાર લેવાય તે લોકાહાર, અને કોળીયા રૂપે જે આહાર લેવાય તે કવલાહાર-દેવનારકીને કવલાહાર હોતો નથી. પ્રશ્ન- જ્ઞાન માર્ગણામાં મતિ-અજ્ઞાન આદિ પ્રતિપક્ષભૂત માર્ગણા કેમ લેવાય છે? તે જ પ્રમાણે સંયમમાં અસંયમ, સમ્યકત્વમાં મિથ્યાત્વ, ભવ્યમાં અભવ્ય, સંજ્ઞીમાં અસંજ્ઞી અને આહારીમાં અણાહારી એમ વિરોધી માર્ગણા વિવક્ષિત માર્ગણામાં કેમ લેવાય છે ? Page #17 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ ઉત્તર- મૂલ ૧૪ માર્ગણાઓમાંની કોઇ પણ એક માર્ગણામાં સર્વ સંસારિજીવોનો સમાવેશ લેવો છે તે આશયથી પ્રતિપક્ષભૂત ભેદ પણ તે માર્ગણામાં લેવાય છે. આ ગાથાની અવચૂર્ણિમાં કહ્યું છે કે વતુશસ્વપ મા સ્થાનેષ પ્રત્યે સર્વસાંસારિસદાર્થમિતિ | આ પ્રમાણે ચૌદ મૂલ માણાના ઉત્તરભેદો કુલ ૬૨ થાય છે. તે ૬ર ભેદો ઉપર ગુણસ્થાનક વાર બંધસ્વામિત્વ અહીં સમજાવવામાં આવશે. ગતિના ૪ વેદના ૩ દર્શનના ૪ સંજ્ઞીના ૨ ઇન્દ્રિયના ૫ કષાયના ૪ વેશ્યાના ૬ આહારીના ર કાયના ૬ જ્ઞાનના ૮ ભવ્યના ૨ કુલ ભેદો યોગના ૩ સંયમના ૭ સમ્યકત્વના ૬ ૬૨ થાય છે. હવે ઉપરોક્ત બાસઠ માર્ગણા ઉપર ગુણસ્થાનકવાર બંધસ્વામિત્વ કહેવાનું છે. તેમાં ઘણી-ઘણી કર્મપ્રકૃતિઓ બંધમાંથી કાઢવાની છે અને ઘણી ઘણી ઉમેરવાની છે તે તમામ પ્રકૃતિઓ વારંવાર લખવાથી ગ્રંથ મોટો થઇ જાય, અને ભણનારને પણ અરુચિકારક બની જાય. તે માટે વારંવાર ઉમેરાતી અને દૂર કરાતી પ્રકૃતિઓને ક્રમશઃ ગોઠવીને સંજ્ઞા બનાવી આપે છે કે જેથી જ્યાં જેટલી પ્રકૃતિઓ ઓછી કરવી હોય કે ઉમેરવી હોય ત્યાં તે તે પ્રકૃતિમાંથી પ્રથમ પ્રકૃતિ લખી પાછળ સંખ્યા લખવાથી પ્રથમ કર્મગ્રંથમાં સમજાવેલી સંજ્ઞાની જેમ તેટલી પ્રકૃતિઓની વધઘટ સરળ રીતે થઈ શકે. સરળતા માટે આ સંજ્ઞાક્રમ બનાવ્યો છે. ૨ II जिण सुरविउव्वाहारदु, देवाउ य निरयसुहुमविगलतिगं । एगिदि थावरायव, नपु-मिच्छं हुंड छेवटुं ॥३॥ अणमज्झागिइसंघयण-कुखगनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुर्ग, तिरिनराउ नरउरलदुगरिसहं ॥ ४॥ युग्मम् ૧. આ બીજી ગાથા બૃહદ્બન્ધસ્વામિત્વ કર્મગ્રંથની છે આ કર્મગ્રંથની નથી. ઉપયોગી હોવાથી અહીં કહી છે. અવચૂર્ણિમાં આ ગાથા પહેલી ગાથાની ટીકામાં છે. જેથી આંક ૧ ઓછો છે ત્યાં કુલ ૨૪ ગાથા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બન્ધસ્વામિત્વ (जिनसुरवैक्रियाहारकद्विकानि देवायुश्च नरकसूक्ष्मविकलत्रिकम् एकेन्द्रियस्थावरातप-नपुंसकमिथ्याहुण्डकसेवार्तम् ) अनमध्याकृतिसंहनन-कुखगनीचस्त्रीदुर्भगस्त्यानद्धित्रिकम्, उद्योततिर्यद्विकं, तिर्यग्नरायुर्नरौदारिकद्विकर्षभम्) શબ્દાર્થ= ન= જિનનામકર્મ, સુરવિરૂધ્યાહારકુન દેવદ્વિક, વૈક્રિયદ્ધિક, અને આહારકઢિક, સેવા અને દેવાયુષ્ય, નરસુવિમાતા = નરકત્રિક, સૂક્ષ્મત્રિક, અને વિકલેન્દ્રિયત્રિક, દ્રિએકેન્દ્રિયજાતિ, થાવરીયર્વક સ્થાવર-આતપ નપુર નપુંસકવેદ, ઉમÚ= મિથ્યાત્વ, ડુંક હુડક, છેવટું- છેવટું સંઘયણ, ૩ળમટ્ટાસિંધM= અનંતાનુબંધી ચાર, મધ્યનાં ચાર સંસ્થાન અને ચાર સંઘયણ, રવ = અશુભવિહાયોગતિ. નિય= નીચગોત્ર, સ્થિ= સ્ત્રીવેદ, સુદાથી તિરાંદૌર્ભાગ્ય ત્રિક અને થીણધ્ધિત્રિક, ૩નો ઉદ્યોત, તિરિ, તિર્યંચદ્વિક, તિરિનરી3=તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય, નર૩રકુના= મનુષ્યદ્ધિક અને ઔદારિકહિક, રિસ વજૂઋષભનારાચ, યુ આ બન્ને ગાથા સાથે છે. ગાથાર્થ- જિનનામ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, દેવાયુષ્ય, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિક્લેન્દ્રિયત્રિક, એકેન્દ્રિયત્રિક, (એકેન્દ્રિયજાતિ, સ્થાવર-આતપ) -નપુસંકવેદ, મિથ્યાત્વ, હુંડક, છેવટ્ઠસંઘયણ || ૩ || અનંતાનુબંધી ચારકષાય, મધ્યનાં ચાર સંસ્થાન, મધ્યનાં ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દૌર્ભાગ્યત્રિક, થીણધ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય, મનુષ્યદ્રિક, ઔદારિકદ્વિક, અને વજૂ8ષભનારા સંઘયણ. | ૪ | આ બન્ને ગાથા સાથે જાણવી. વિવેચન- આ બન્ને ગાથામાં કુલ ૫૫ પ્રકૃતિઓ જણાવી છે. તેઓનો ક્રમ એવી રીતે ગ્રંથકારશ્રીએ ગોઠવ્યો છે કે જ્યાં જ્યાં જેટલી જેટલી ઓછી-વધતી કરવી હોય ત્યાં ત્યાં તે તે પ્રથમ પ્રકૃતિ લખી St. Page #19 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ પાછળ સંખ્યાવાચક શબ્દ જોડવાથી તેટલી પ્રકૃતિ સમજી લેવાય. ઉદાહરણ તરીકે પાંચમી ગાથામાં આવે છે કે “દેવદ્વિક આદિ ૧૯ ઓછી કરવી’” એટલે આ બન્ને ગાથામાં જ્યાં દેવદ્વિક છે ત્યાંથી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે આતપનામકર્મ સુધીની ૧૯ ઓછી કરી લેવી. ઓગણીસ પ્રકૃતિઓનાં નામો લખવાની જરૂર રહેતી નથી. આ એક સંકેતસ્થાન છે. આવા સંકેતથી સર્વઠેકાણે યથાયોગ્ય સંખ્યા સમજી શકાય છે. તે પંચાવન પ્રકૃતિઓ ગાથાના ક્રમે આ પ્રમાણે જાણવી. ૧૮ (૧) જિનનામ, (૨) દેવગતિ, (૩) દેવાનુપૂર્વી, (૪) વૈક્રિયશરીર (૫) વૈક્રિયઅંગોપાંગ, (૬) આહારકશરીર, (૭) આહારક અંગોપાંગ, (૮) દેવાયુષ્ય, (૯) નકગતિ, (૧૦) નરકાનુપૂર્વી, (૧૧) નરકાયુષ્ય, (૧૨) સૂક્ષ્મ, (૧૩) અપર્યાપ્ત, (૧૪) સાધારણ, (૧૫) બેઇન્દ્રિય, (૧૬) તેઇન્દ્રિય, (૧૭) ચરિન્દ્રિયજાતિ, (૧૮) એકેન્દ્રિય, (૧૯) સ્થાવર, (૨૦) આતપ, (૨૧) નપુંસકવેદ, (૨૨) મિથ્યાત્વ, (૨૩) હુંડકસંસ્થાન અને (૨૪) છેવટું સંઘયણ, એમ પહેલી ગાથામાં ૨૪ પ્રકૃતિઓ છે. (૨૫-૨૬-૨૭-૨૮) અનંતાનુબંધી ચાર કષાય, (૨૯-૩૦-૩૧-૩૨) મધ્યનાં ચાર સંસ્થાન, (૩૩-૩૪-૩૫-૩૬) મધ્યનાં ચાર સંઘયણ, (૩૭) અશુભવિહાયોગતિ, (૩૮) નીચગોત્ર, (૩૯) સ્ત્રીવેદ, (૪૦-૪૧-૪૨) દૌર્ભાગ્ય-દુસ્વર-અનાદેય, (૪૩-૪૪-૪૫) નિદ્રાનિદ્રા-પ્રચલા પ્રચલા, થીર્ણોદ્ઘ, (૪૬) ઉદ્યોત, (૪૭) તિર્યંચગતિ, (૪૮) તિર્યંચાનુપૂર્વી, (૪૯) તિર્યંચાયુષ્ય (૫૦) મનુષ્યાયુષ્ય, (૫૧) મનુષ્યગતિ, (૫૨) મનુષ્યાનુપૂર્વી, (૫૩) ઔદારિકશરીર, (૫૪) ઔદારિકાંગોપાંગ, અને (૫૫) વૠષભનારાચસંઘયણ. એમ બીજી ગાથામાં ૩૧ પ્રકૃતિઓ છે. હવે પછીની ગાથાઓમાં જ્યાં જે સંકેત બતાવવામાં આવે ત્યાં તે પ્રકૃતિથી તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ ઉપરોક્તમાંથી લેવી. ॥ ૩-૪॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૧૯ હવે બાસઠ માર્ગણામાં સૌથી પ્રથમ નરકગતિમાં બંધસ્વામિત્વ સમજાવે છે. सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहिं निरया । तित्थ विणा मिच्छि सयं, सासणि नपु चउ विणा छन्नुई ॥५॥ (सुरैकोनविंशतिवर्जमेकशतमोघेन बध्नन्ति निरयाः । तीर्थं विना मिथ्यात्वे शतं, सास्वादने नपुंसकचतुष्कं विना षण्णवतिः) શબ્દાર્થ= સુરદેવદ્ધિક આદિ, મુવીસ ઓગણીસ પ્રકૃતિઓ, વિનંવર્જીને, સ૩- એકસો એક, ગોરે= ઓધે, વંથર્દિક બાંધે છે, નિરયન નારકીના જીવો, તિર્થીતીર્થકર નામકર્મ, વિMI= વર્જીને, મિચ્છ= મિથ્યાત્વે, સસો પ્રકૃતિઓ, સાળસાસ્વાદને, નપુ૩- નપુંસક ચતુષ્ક, વળા= વજીને, ઇ-નુ છનું પ્રકૃતિઓ બંધાય છે. ગાથાર્થ પ્રથમની ત્રણ નરકના જીવો દેવદ્રિક આદિ ૧૯ પ્રકૃતિઓ વર્જીને ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના મિથ્યાત્વે સો પ્રકૃતિ બાંધે છે. અને સાસ્વાદને નપુંસક ચતુષ્ક વિના છ— કર્મપ્રકૃતિઓ બાંધે છે. તે પI વિવેચન- ચૌદ મૂલમાર્ગણામાંથી પ્રથમ ગતિમાર્ગણા શરૂ કરે છે. ગતિમાર્ગણાના નરક-તિર્યચ-મનુષ્ય અને દેવ એમ ચાર ભેદ છે. તેથી તે ચારમાં પ્રથમ નરકગતિમાં બંધસ્વામિત્વ શરૂ કરે છે. રત્નપ્રભાશર્કરામભા આદિ કુલ સાત નરક પૃથ્વીઓ છે. અહીં ગાથામાં “નિરય'' શબ્દ હોવાથી સાતે નારકી લઈ શકાય છે. પરંતુ છઠ્ઠી-સાતમી ગાથામાં ચોથી-પાંચમી-છઠ્ઠી અને સાતમી નરક માટે ભિન્ન-ભિન્ન બંધસ્વામિત્વ આવે જ છે એટલે અહીં પ્રથમની ત્રણ નરકગતિ સમજવી. પ્રથમની ત્રણ નરકપૃથ્વીના જીવો દેવદ્ધિક આદિ (ત્રીજી-ચોથી ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે) ૧૯ પ્રકૃતિઓ વિના ૧૦૧ કર્મપ્રકૃતિઓ ઓધે (સામાન્યથી) બાંધે છે. ૧ થી ૪ ગુણસ્થાનકોમાં વર્તતા પ્રથમની ત્રણ નરકના સર્વ જીવોને આશ્રયી આ બંધ સંભવી શકે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તૃતીય કર્મગ્રંથ પ્રથમની ત્રણ નરકના જીવો મરીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચમનુષ્યના ભવમાં જ જન્મે છે. બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, દેવ અથવા નારકીના ભવોમાં જન્મ પામતા નથી. તેથી તે તે ભવોને યોગ્ય એવી દેવદ્વિક-વૈક્રિયદ્વિક, દેવાયુષ્ય, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એમ ૧૭ પ્રકૃતિઓ આ જીવો ભવપ્રત્યયથી જ બાંધતા નથી. આહારકક્રિક અપ્રમાદી સંયમજીવન હોય ત્યારે જ બંધાય છે નારકીમાં સંયમ છે જ નહીં માટે નારકોને આહારકક્રિકનો બંધ નથી. આ રીતે ૧૯ પ્રકૃતિઓ ઓધે પ્રથમ ત્રણ નરકમાં બંધાતી નથી. આ ૧૯ માં બે આયુષ્યકર્મની છે અને શેષ ૧૭ નામકર્મની છે. માટે નારકીના જીવો ઔધે આયુષ્યની શેષ ૨, અને નામકર્મની શેષ ૫૦ બાંધે છે. તેમાંથી પહેલે ગુણઠાણે તીર્થંકર નામકર્મ વિના ૧૦૦ પ્રકૃતિઓ આ ૩ નરકના જીવો બાંધે છે. કારણકે તીર્થંકર નામકર્મ સમ્યક્ત્વ હોય ત્યારે જ બંધાય છે. તે ૧૦૦ માંથી નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુણસ્થાનકે પ્રથમની ૩ નરકના જીવો ૯૬ કર્મપ્રકૃતિઓ બાંધે છે. નપુંસક ચતુષ્કનો બંધ મિથ્યાત્વના નિમિત્તે થાય છે અને મિથ્યાત્વ ફક્ત પહેલા જ ગુણઠાણે હોય છે તેથી બીજે ગુણઠાણે મિથ્યાત્વ હેતુ ન હોવાથી નપુંસક ચતુષ્ઠ બંધાતું નથી. પ્રશ્ન- મિથ્યાત્વના નિમિત્તે નરકત્રિક આદિ ૧૬ બંધાય છે એમ બીજા કર્મગ્રંથમાં કહ્યું છે તો ૧૬ ઓછી કરવી જોઇએ, તેને બદલે નપુંસક ચતુની ચાર જ કેમ ઓછી કરો છો ? ઉત્તર- નરકત્રિક આદિ બાકીની ૧૨ પ્રકૃતિઓ તો ઓવે જે ૧૯ ઓછી કરી છે તેમાં આવી જ ગઇ છે. એટલે તે ૧૨ પ્રકૃતિઓ ભવના નિમિત્તે જ ન બંધાતી હોવાથી પ્રથમથી ઓછી કરેલી જ છે. માટે શેષ બાકી હતી તે નપુંસકચતુષ્ક જ ઓછું કર્યું છે. તેથી બીજે ગુણઠાણે પ્રથમની ત્રણ નરકના જીવો ૯૬ કર્મપ્રકૃતિઓ બાંધે છે. પ Page #22 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૨૧ विणु अणछवीस मीसे, बिसयरि सम्ममि जिणनराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ६॥ (विनाऽनषड्विंशतिर्मिश्रे, द्वासप्ततिः सम्यक्त्वे जिननरायुर्युता । इति रत्नादिषु भङ्गः, पङ्कादिषु तीर्थङ्करहीनः ) શબ્દાર્થ= વિધુ વિના, મછવીસ- અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ, મીસેક મિશ્રગુણસ્થાનકે, વિસરિ- બહોતેર પ્રકૃતિઓ, સમ્મfમ= અવિરતસમ્યક ત્વગુણઠાણે, ઉન ન૨T૩= તીર્થકર નામકર્મ અને મનુષ્યાયુષ્ય, ગુયા = સહિત કરવાથી, ચ= આ પ્રમાણે રણજ્ઞિકું= રત્નપ્રભા આદિ નારકીમાં, બંધનો પ્રકાર જાણવો, પંફિસુ= પંકપ્રભા આદિ બાકીની નારકીમાં તિસ્થયળોતીર્થકર નામકર્મ વિના બંધ જાણવો. ગાથાર્થ- અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ વિના ત્રીજે ગુણઠાણે પ્રથમની ૩ નરકના જીવો ૭૦ બાંધે છે અને તીર્થંકર નામકર્મ તથા મનુષ્પાયુષ્ય યુક્ત કરવાથી ૭૨ પ્રકૃતિઓ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે બાંધે છે. આ પ્રકાર માત્ર પ્રથમની રત્નપ્રભા આદિ ત્રણ નરકમાં જાણવો. પંકપ્રભા આદિમાં આ જ બંધ તીર્થંકર નામકર્મ વિના જાણવો. | ૬ || - વિવેચન- અનંતાનુબંધી સંબંધી ચાર કષાયથી પ્રારંભીને (૩-૪ ગાથામાં બતાવેલા ક્રમ પ્રમાણે) મનુષ્પાયુષ્ય સુધીની કુલ ૨૬ પ્રકૃતિઓ પ્રથમની ત્રણ નરકના જીવો ત્રીજે ગુણઠાણે બાંધતા નથી. તેથી ૯૬માંથી ર૬ બાદ કરતાં ત્રીજે ગુણઠાણે ૭૦ બાંધે છે. આ છવ્વીસ પ્રકૃતિઓમાં પચ્ચીસ પ્રકૃતિઓ અનંતાનુબંધી કષાયના નિમિત્તે જ બંધાય છે. અને અનંતાનુબંધી કષાયનો ઉદય ત્રીજે ગુણઠાણે હોતો નથી. તેથી ત્રીજે તે પચ્ચીસ પ્રકૃતિઓ બંધાતી નથી. તથા ત્રીજે ગુણઠાણે કોઇ પણ ભવનું. આયુષ્ય બંધાતું નથી. તેથી ૨૬ ઓછી થાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તૃતીય કર્મગ્રંથ તથા ચોથા ગુણઠાણે તીર્થંકરનામકર્મ અને મનુષ્યાયુષ્ય એ બેનો બંધ વધારે થાય છે. તેથી ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. સમ્યકત્વ હોવાથી આ બન્ને પ્રકૃતિઓ પ્રથમની ત્રણ નરકના જીવો બાંધે છે. તે સર્વમાં કર્મવાર અંક આ પ્રમાણે છે. પ્રથમ ત્રણ નરકમાં બંધસ્વામિત્વ નં. ગુણસ્થાનકી કુલ | શા| દ | વ | મો | આ| ના | ગો અંતન બંધાય તેવી બંધાય | પ્રકૃતિઓ |૧૦| | ૯ | ૨ | ૨૬[ પ ર પ ૧૯ મિથ્યાત્વે | ૧૦૦/૫ | ૯ | ર | ૨૬ | ૨ | ૪ ર પ ૧+૧=૨૦ ર સાસ્વાદને | ૬ | ૫ | પિ રિ૦+૪=૪૪ 4 મિશે | ૭૦ | ૫ | ૬ | ૩૨ ૧ ૫ ૨૪+૨૬=૫૦ ૪ અવિરત | ૭૨ | | ૬ | ૨ | ૧૦ | ૧ | ૩ ૧ ૫ ૫૦-૨=૪૮ ઉપર જે બંધ સ્વામિત્વ સમજાવવામાં આવ્યું તે રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા એમ પ્રથમની ત્રણ નરકમાં સમજવું, ત્યારબાદ પંકપ્રભા, ધૂમપ્રભા, અને તમઃપ્રભા એમ ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકપૃથ્વીના જીવો તીર્થકર નામકર્મ વિના આ જ પ્રકૃતિઓ બાંધે છે. કારણકે પ્રથમની ત્રણ નરકમાંથી નીકળેલ આત્મા જ તીર્થંકર થાય છે. તેથી નીચેની નારકીઓમાં તીર્થંકર નામકર્મના બંધને યોગ્ય વિશુધ્ધિ ન હોવાથી ઓથે ૧૦૧ને બદલે ૧૦૦ અને ચોથે ગુણઠાણે ૭૨ ને બદલે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે અને તે નામકર્મમાંથી ઓછી સમજી લેવી. બાકીનો બંધ ચારે ગુણઠાણે પહેલી ત્રણ નરકની જેમ જ સમજવો. / ૬ In अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्चविणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवजं ॥ ७॥ (अजिनमनुजायुरोघे सप्तम्यां नरद्विकोच्चैर्विना मिथ्यात्वे । एकनवतिः सास्वादने, तिर्यगायुर्नपुंसकचतुष्कवर्जम् ) Page #24 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ શબ્દાર્થ સાતમી નરકમાં તીર્થંકરનામકર્મ અને મનુષ્યાયુષ્ય વિના ઓથે ૯૯ બંધાય છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે ૯૬ બંધાય છે. અને તિર્યંચાયુષ્ય તથા નપુંસકચતુષ્ક વર્જીને સાસ્વાદને ૯૧ પ્રકૃતિઓ બંધાય છે. . ૭II વિવેચન- સાતમી નરકના જીવો ઓથે તીર્થકર નામકર્મ તથા મનુષ્પાયુષ્ય બાંધતા નથી તેથી ૧૦૧ માંથી બે પ્રકૃતિ બાદ કરતાં ઓથે ૯૯ બાંધે છે. કારણ કે ચોથી-પાંચમી અને છઠ્ઠી નારકીમાં જો તીર્થકર નામકર્મ યોગ્ય બંધના અધ્યવસાયો નથી તો સાતમી નારકીમાં તો હોય જ ક્યાંથી ? માટે તીર્થકર નામકર્મનો બંધ નથી. તથા સાતમી નારકીમાંથી નીકળેલા જીવો નિયમા તિર્યંચગતિમાં જ જાય છે. મનુષ્યગતિમાં જતા નથી માટે મનુષ્યાયુષ્ય પણ બાંધતા નથી. આ બે વિના ઓથે ૯૯ પ્રકૃતિઓ બંધાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૯ માંથી મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્ર એમ ત્રણ વિના ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નરકના જીવો મરીને મનુષ્ય થતા નથી એટલે જ્યાં સુધી તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ થતો હોય ત્યાં સુધી મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્ય ત્રિક અને ઉચ્ચગોત્રકર્મ આ ચારે પ્રકૃતિઓ આ જીવો બાંધતા નથી. માટે ઓથે જેમ મનુષ્યાયુષ્યનો બંધ ઓછો કર્યો છે તેમ ત્યાં જ (ઓથે જ) મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર આ ત્રણ કર્મ પણ ઓછાં કરવાં જ જોઇએ, પરંતુ ત્રીજા-ચોથા ગુણઠાણે તિર્યંચ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થયા પછી આ જીવો કંઈક વિશુધ્ધ હોવાથી તથા અન્ય કોઈગતિ પ્રાયોગ્ય બંધ રહ્યો ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય નામકર્મ અને ગોત્રકર્મ બાંધે છે. કારણ કે દેવ-નરક પ્રાયોગ્ય બંધ ભવસ્વભાવે જ નથી અને તિર્યંચ પ્રાયોગ્ય બંધ બીજા ગુણઠાણા પછી ગુણ- પ્રત્યયિક વિચ્છેદ પામેલ છે તેથી ત્રીજા-ચોથા ગુણઠાણે મનુષ્ય પ્રાયોગ્ય નામ-ગોત્રનો બંધ થાય છે. તેથી આ ત્રણ પ્રકૃતિઓ ત્રીજે-ચોથે આવવાની હોવાથી ઓથે બંધમાં હોય છે. પહેલે બીજે ગુણઠાણે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ સંભવી શકે છે તેથી આ ત્રણ પ્રકૃતિઓ ત્યાં બંધાતી નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ તૃતીય કર્મગ્રંથ પ્રશ્ન- સાતમી નારકીના જીવો મરીને મનુષ્ય તો થતા જ નથી અને તેથી મનુષ્યાયુષ્ય તો બાંધતા જ નથી તો આયુષ્યબંધ વિના મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર કેમ બંધાય ? અને જો બંધાય તો ગતિઆનુપૂર્વ અને ઉચ્ચગોત્ર બાંધેલ હોવાથી તે જીવ મરીને મનુષ્ય કેમ ન થાય ? ઉત્તર- ગતિ- આનુપૂર્વી અને ઉચ્ચગોત્ર આ ત્રણમાં ર નામકર્મ અને ૧ ગોત્રકર્મની પ્રકૃતિઓ છે. આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જીવને કોઇપણ ભવને યોગ્ય ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ આદિ નામકર્મ અને ગોત્રકર્મ બંધાય જ છે. તે બંધાવાથી તે ભવમાં જવું જ પડે એવો નિયમ નથી, અપવર્તના-ઉદીરણા અને સંક્રમ આદિ કરણો વડે તે બાંધેલા કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ વધ-ઘટ અને ક્ષય કરી શકાય છે. તથા પ્રદેશોદયથી પણ ભોગવી શકાય છે. ઉદિતમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે છે. માત્ર આયુષ્ય કર્મ જ ભવ અપાવનાર છે. એટલે જો આયુષ્યકર્મ બાંધ્યું હોય તો તે તે ભવમાં જવું જ પડે છે. બાંધ્યા પછી તેનો ફેરફાર થતો નથી. માટે સાતમી નારકીના જીવો મરીને મનુષ્યમાં ન જતા હોવાથી ચારે ગુણઠાણે મનુષ્યાયુષ્ય બાંધતા નથી. પરંતુ ત્રીજેચોથે ગુણઠાણે નક-તિર્યંચ અને દેવગતિ પ્રાયોગ્ય નામકર્મ અને ગોત્રકર્મ ન બંધાતું હોવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકર્માદિ બાંધે છે. જે આયુષ્ય બાંધ્યું હોય તેની જ ગતિ-જાતિ આખા ભવ સુધી બંધાય એવો નિયમ નથી. ફક્ત એવો નિયમ છે કે-જે કાળે આયુષ્ય બંધાતું હોય તે કાળે તે અંતર્મુહૂર્ત માત્ર નિયમા તે જ ભવયોગ્ય ગતિ-જાતિ-શરીરાદિ બંધાય છે. પરંતુ આખા ભવમાં તે જ નામકર્મ બંધાય એવો નિયમ નથી. જેમ શ્રેણિક મહારાજા-કૃષ્ણ મહારાજા આદિ આત્માઓએ નરકાયુષ્ય જ્યારે બાંધ્યું ત્યારે નરકગતિ-આદિ તે ભવ યોગ્ય નામકર્મ-ગોત્રકર્મ બાંધેલું. પરંતુ ત્યારબાદ ક્ષાયિકસમ્યકત્વ પામ્યા છે. અને સમ્યકત્વી મનુષ્ય-તિર્યંચો નિયમા દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી તેઓએ પણ નરકાયુષ્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બન્ધસ્વામિત્વ બાંધેલ હોવા છતાં, નરકમાં જવાનું હોવા છતાં દેવગતિ પ્રાયોગ્ય જ ગતિ-જાતિ-શરીર- આદિ નામકર્મ આખા મનુષ્યના ભવની સમાપ્તિ સુધી બાંધેલું છે. તેમ અહીં સાતમી નરકમાં પણ સમ્યકત્વ હોવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય ગતિ-જાતિ-શરીર-ગોત્ર આદિ નામકર્માદિ બંધાય છે. સંક્ષેપમાં વાતનો સાર એ છે કે આયુષ્યબંધ કાળે જ આયુષ્યની સાથે તે તે ભવ યોગ્ય નામકર્મ-ગોત્રકર્મ બંધાય એવો નિયમ છે. પરંતુ આયુષ્ય બાંધ્યા પછી કે પૂર્વે અધ્યવસાયો અને ગુણવત્તા પ્રમાણે અન્ય ભવ યોગ્ય પણ નામકર્મ અને ગોત્રકર્માદિ બંધાય છે. આ પ્રમાણે સાતમી નારકીના જીવો ઓલ્વે ૯૯ અને પહેલે ૯૬ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંથી તિર્યંચાયુષ્ય અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને ૯૧ બાંધે છે. કારણ કે સાતમી નારકીના જીવો પરભવને યોગ્ય આયુષ્યકર્મ પહેલે ગુણઠાણે જ બાંધે છે. અને નપુંસકચતુષ્ક મિથ્યાત્વ પ્રત્યયિક જ છે તેથી બીજે ગુણઠાણે આ પાંચ પ્રકૃતિઓ બંધાતી નથી શેષ ૯૧ બંધાય છે. I૭ હવે સાતમી નરકના જીવો ત્રીજે. ચોથે ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? તે જણાવે છેअणचउवीसविरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसओ ओहि मिच्छे, पजतिरिया विणु जिणाहारं ॥ ८॥ (अनचतुर्विंशतिविरहिताः, सनरद्विकोच्चौ च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमोघे मिथ्यात्वे पर्याप्ततिर्यंञ्चो विना जिनाहारम् ) શબ્દાર્થ= ૩૩વવિરદિયા= અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિ વિના, સનર હુમુવી= મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર સહિત, રિ= સીત્તેર પ્રકૃતિ, મીસ = મિશ્ર અને અવિરતિ એમ બે ગુણઠાણે બંધાય છે. સંતરો = એકસો સત્તર, દિ= ઓધે, મિછે= મિથ્યાત્વે, પગ્નતિરિયા= પર્યાપ્તા તિર્યંચો, વિપુ= વિના, નિદિ જિનનામ અને આહારકટ્રિક. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ તૃતીય કર્મગ્રંથ ગાથાર્થ- સાતમી નરકના જીવો મિશ્ર અને અવિરતિ ગુણઠાણે અનંતાનુબંધી આદિ ૨૪ વિના અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્ર સહિત 90 પ્રકૃતિઓ બાંધે છે. પર્યાપ્ત તિર્યંચો ઓથે તથા મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ પ્રકૃતિ બાંધે છે. ૮ in વિવેચન- સાસ્વાદન ગુણસ્થાનકે સાતમી નરકના જીવો જે ૯૧ પ્રકૃતિ બાંધે છે તેમાંથી અનંતાનુબંધી આદિ (૩-૪ ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે) તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ પ્રકૃતિઓ ઓછી કરી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર ઉમેરતાં ૯૧–૨૪ = ૬૭+૩ = ૭૦ પ્રકૃતિઓ ત્રીજા તથા ચોથા ગુણ સ્થાનકે બાંધે છે. અનંતાનુબંધી આદિ ૨૪ પ્રકૃતિઓ અનંતાનુબંધીના નિમિત્તે બંધાનારી હોવાથી અને ત્રીજે-ચોથે ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી ર૪ બંધાતી નથી તથા ત્રીજા-ચોથા ગુણઠાણે દેવ-નરક અને | તિર્યંચપ્રાયોગ્ય બંધ ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધવી જ પડે છે. માટે બંધમાં ઉમેરાય છે. સાતમી નરકના જીવો મરીને મનુષ્યમાં ન જતા હોવા છતાં આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી કોઇને કોઇ ભવપ્રાયોગ્ય બંધ થતો જ હોવાથી આ ત્રણ ઉમેરી છે. આ પ્રમાણે નરકગતિ માર્ગણાનું બંધસ્વામિત્વ અહીં પૂર્ણ થાય છે. ચોથી-પાંચમી અને છઠ્ઠી નરકના જીવોના બંધસ્વામિત્વનું યત્ર નિં.ગુણસ્થાનક બંધ જ્ઞાના દર્શનાવિદ | મોહ આયુ નામ ગોત્ર અંતબિંધને અયોગ્ય | ૧૦૦/૫ | | | ૨૬ | ૨ | | ૨૦ ૧ મિથ્યાત્વે T200 u Te iz zez | | |૨૦ ઓથે ૨ |સાસ્વાદને | ૯૬ પ ] Jર | ૨૪ | ૨ |૪૭ ૨ | પ ] ૨૦+૪=૪૪ | |મિશ્ર || 90 | ૭૦ પ | ૧ |પ ૨૪+૨૬=૫૦ ૪ અવિરત ૭૧ ૫ ૧૯ ૧ |પ |પ૦-૧=૪૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૨ ) સાતમી નરકના જીવોના બંધસ્વામિત્વનું યત્ર 1 ગુણસ્થાનક બંધ | શા. દશ | વદ માહ | આયા નામ | માત્ર અંત) બંધન અપાય ઓથે ૧ | મિથ્યાત્વે ધાત્ T et | ૨૧+૨=૨૪ | સાસ્વાદન | ૯૧ ૫ | | | | |૪|૧ ૪૫ | ૧ | ૫ | ૨૪+૨=૨૯ મિશ્ર (૭૦ | પ ૨૨ | ૧ | ૫ | ૨૯+૨૪= ૫૨–૧=૫૦ ૪ | અવિરત [૬ | ૨ ૧૯ ૨૯+૧૪= ૫૨૮૬=૫૦ હવે તિર્યંચગતિમાં બંધસ્વામિત્વ સમજાવે છે. તિર્યંચો બે પ્રકારના છે પર્યાપ્તા અને અપર્યાપ્તા. જે સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામનાર છે તે (લબ્ધિ) પર્યાપ્તા, અને જે અધુરી પર્યાપ્તિએ મૃત્યુ પામનાર છે તે (લબ્ધિ) અપર્યાપ્તા. પર્યાપ્ત નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ પર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તાને આશ્રયીને જ હોય છે. કરણપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાને આશ્રયી પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી. લબ્ધિ પર્યાપ્ત તિર્યંચાને ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે અને લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચોને મારી પહેલું જ ગુણસ્થાનક હોય છે. તે બન્નેમાંથી પ્રથમ લબ્ધિ પર્યાપ્તને આશ્રયી બંધસ્વામિત્વ કહે છે. તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક એમ કુલ ૩ પ્રકૃતિ વિના પર્યાપ્ત તિર્યંચો ઓથે અને મિથ્યાત્વે ૧૧૭ કર્મપ્રકૃતિઓ બાંધે છે. તિર્યંચગતિમાં તીર્થકર નામકર્મના બંધનો નિષેધ હોવાથી તે બંધાતું નથી. : તીર્થકર નામકર્મ સર્વજીવોને જૈનશાસનના રસિક બનાવવાની ભાવનાથી જીવ છેલ્લેથી ત્રીજા ભવમાં બાંધે છે તે વખતે નિયમો મનુષ્ય જ હોય છે. કારણકે તે જીવ જ વિશિષ્ટ ધર્મ પામેલો હોવાથી તેને જ પરને ધર્મ પમાડવાની આવી ઉમદા ભાવના આવે છે. છેલ્લો ભવ તીર્થંકરપણાનો Page #29 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ હોવાથી મનુષ્ય જ છે. વચ્ચેનો ભવ બાંધેલા આયુષ્ય પ્રમાણે નરક અથવા દેવનો જ હોય છે. તથા સમ્યક્ત્વ પામ્યા પછી આયુષ્ય બાંધે તો નિયમા મનુષ્યભવમાં દેવનુ, અને દેવભવમાં મનુષ્યનું જ બંધાતું હોવાથી આ જ ભવો હોય છે. આ રીતે મનુષ્ય-દેવ (અથવા નરક) અને મનુષ્ય ભવોનો જ સંભવ હોવાથી તિર્યંચગતિમાં તીર્થંકરનામકર્મ બંધાતું નથી. તથા સંયમ ન હોવાથી આહારકટ્રિક પણ બંધાતું નથી. શેષ એકસો સત્તર કર્મપ્રકૃતિઓ પર્યાપ્ત તિર્યંચો ઓધે તથા મિથ્યાત્વે બાંધે છે. II II ૨૮ હવે પર્યાપ્તા પંચન્દ્રિ તિર્યંચો સાસ્વાદનાદિ ગુણસ્થાનકે કેટલી બાંધે તે જણાવ છેविणु नरयसोल सासणि, सुराउ अण एगतीस विणु मीसे । ससुराउ सरि सम्मे, बीयकसाए विणा देसे ॥ ९ ॥ (विना नरकषोडश सासादने, सुरायुरनैकत्रिंशतं विना मिश्र । ससुरायुः सप्ततिः सम्यक्त्वे, द्वितीयकषायान्विना देशे ) શબ્દાર્થ= વિદ્યુ=વિના, નરયો =નકદ્ધિકાદિ સોળ, સાળિ= સાસ્વાદને, સુરાઽ=દેવાયુષ્ય, બળાતીસ=અનંતાનુબંધી આદિ એકત્રીસ, વિષ્ણુ= વિના, મીસે=મિશ્રગુણઠાણે, સસુરાઽ=દેવાયુષ્ય સહિત, સરિ=સીત્તેર પ્રકૃતિઓ, સ=અવિરત સમ્યક ્ત્વગુણઠાણે, નૌયસા=બીજા કષાય, વિ=વિના, વેસે= દેશિવરતિ ગુણઠાણે. ગાથાર્થ- નરકત્રિકાદિ ૧૬ પ્રકૃતિ વિના ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદને, અનંતાનુબંધી આદિ ૩૧ અને દેવાયુષ્ય વિના મિત્રે ૬૯, દેવાયુષ્ય સહિત સમ્યક્ત્વ ૭૦, અને બીજા કષાય વિના દેશવિરતિએ ૬૬ પ્રકૃતિઓ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો બાંધે છે. ॥ ૯॥ વિવેચન- પર્યાપ્ત તિર્યંચો પહેલે ગુણઠાણે ૧૧૭ બાંધે છે. તેમાંથી નરકત્રિક આદિ (૩-૪ ગાથામાં કહ્યા મુજબ નરક ગતિથી છેવટ્ટા સંઘયણ સુધીની) ૧૬ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણઠાણે ૧૦૧ બાંધે છે. આ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના નિમિત્તે થાય છે. અને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બન્ધસ્વામિત્વ સાસ્વાદને મિથ્યાત્વનો અભાવ છે તેથી તન્નિમિત્તક આ ૧૬ પ્રકૃતિઓનો બંધ થતો નથી. ૧૦૧માંથી અનંતાનુબંધી આદિ (ચોથી ગાથામાં કહેલી) ૩૧ પ્રકૃતિઓ અને દેવાયુષ્ય એમ કુલ ૩૨ પ્રકૃતિઓ ન્યૂન કરવાથી ૬૯ કર્મપ્રકૃતિઓ મિશ્ર ગુણઠાણે આ પર્યાપ્ત તિર્યંચો બાંધે છે. તેમાં અનંતાનુબંધીથી તિર્યંચાયુષ્ય સુધીની ૨૫ પ્રકૃતિઓનો બંધ અનંતાનુબંધીનો ઉદય હોય તો જ થાય છે. તેના નિમિત્તવાળો બંધ છે. મિશ્ર ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય નથી, તેથી તેના નિમિત્તવાળો આ ૨૫નો બંધ પણ ત્રીજે ગુણઠાણે નથી. તથા મનુષ્યાયુષ્યાદિ બાકીની છ પ્રકૃતિઓ મનુષ્યપ્રાયોગ્ય છે. અને તિર્યંચ-મનુષ્યો મિશ્રાદિ ગુણઠાણે જ્યારે આવે ત્યારે વિશુદ્ધ પરિણામવાળા હોવાથી નિયમો દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે મનુષ્યગતિપ્રાયોગ્ય આ છ પ્રકૃતિઓ પર્યાપ્તતિર્યંચો બાંધતા નથી. તથા ત્રીજે ગુણઠાણે વર્તતો જીવ આયુષ્યકર્મનો બંધ ન કરતો હોવાથી બાકી રહેલું દેવાયુષ્ય પણ ત્રીજે ગુણઠાણે આ પર્યાપ્ત તિર્યંચો બાંધતા નથી એમ ત્રીજે ગુણઠાણે શેષ ૬૯ બાંધે છે. ચોથે ગુણઠાણે આયુષ્યનો બંધ થઇ શકતો હોવાથી સમ્યગ્દષ્ટિ તિર્યંચો દેવાયુષ્ય બાંધે છે તે ઉમેરતાં ૭૦ પ્રકૃતિઓ પર્યાપ્ત તિર્યંચો બાંધે છે, અને દેશિવરિત ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના ૬૬ પ્રકૃતિ પર્યાપ્ત તિર્યંચો બાંધે છે. આ કષાય દેશિવરતિનો ઘાતક છે એટલે દેશિવરતિ ગુણઠાણું આવે ત્યારે આ બીજા કષાયનો ઉદય હોતો નથી. અને તેના ઉદય વિના તેનો બંધ પણ થતો નથી માટે ૬૬ બંધાય છે. મિશ્ર આદિ ગુણસ્થાનકમાં વર્તતા તિર્યંચો અને મનુષ્યો નિયમા દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી મનુષ્યગતિ-આયુષ્યઆનુપૂર્વી-ઔદારિકક્રિક-વજ્રૠષભ નારાચસંઘયણ આ ૬ પ્રકૃતિઓ ત્રીજા ગુણઠાણાથી જ બંધાતી નથી. તીર્થંકર નામકર્મ તો તિર્યંચો ભવનિમિત્તે Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉO તૃતીય કર્મગ્રંથ જ બાંધતા નથી. માટે બીજા કર્મગ્રંથમાં ત્રીજે-ચોથે અને પાંચમે ગુણઠાણે જે ૭૪-૭૭-૬૭ બંધાય છે. એમાંથી પર્યાપ્ત તિર્યંચો આ ત્રણે ગુણઠાણે ૬૯-૭૦-૬૬ પ્રકૃતિઓ જ બાંધે છે. આ પર્યાપ્ત તિર્યંચાને પાંચ જ ગુણઠાણાં સંભવે છે. એટલે અહીં ગાથામાં પાંચ જ ગુણસ્થાનકનો બંધ કહેલ છે. ૯ પર્યાપ્ત તિર્યંચગતિના બંધસ્વામિત્વનું યત્ન નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શના વદ. મોહ | આયુ નામ ગોત્રઅંત કુલ | બંધને અયોગ્ય [૪ ૬૪ Jર | ૫ |૧૧૭] 3 ૧ મિથ્યાત્વે | ૫ | | ર ) ર૬ [૪ ૬૪ | | |૧૧૭૩ ઓથે ર સિાસ્વાદને | પ પ૧ T ૫ ર | ૨૪ | |૩ મિશ્ર | | | ૧૦૧] ૩+૧૬=૧૯ | | ૧૦+=૫૧ | |િઅવિરતે ૭૦ | પ૧–૧=પ૦ T ૫૦+૪=૫૪ ૫ દેશવિરતે ૧૫ | |૩૧ | N | | ૫૦+૪=૫૪ | હવે મનુષ્યગતિ નામની ત્રીજમાર્ગણામાં બંધસ્વામિત્વ જણાવે છે - इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं, नवसउ अपजत्ततिरियनरा ॥ १०॥ (इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनैकादशहीनं नवशतमपर्याप्ततिर्यड्नराः) શબ્દાર્થ રૂ= આ પ્રમાણે, ૩/= ચારે ગુણસ્થાનકોમાં, વિંગ પણ, નર = મનુષ્યો, પરમ્= પરંતુ, નિયા= અવિરતિગુણઠાણાવાળા, ના-તીર્થકર નામકર્મ સહિત, શું= ઓઘબંધ, સારું= દેશવિરતિ આદિ ગુણસ્થાનકોમાં, નિફિક્ષિીરસીક તીર્થંકર નામકર્માદિ ૧૧ વિના, નવસ૩= એકસો નવ પ્રકૃતિઓ, મMતિરિયનરી= અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો બાંધે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૩૧ ગાથાર્થ- મનુષ્યગતિ માર્ગણામાં પણ ચાર ગુણઠાણાઓમાં આ જ પ્રમાણે બંધ જાણવો, પરંતુ ચોથા અવિરતિ ગુણઠાણાવાળા મનુષ્યો જિનનામકર્મ સહિત બંધ કરે છે. દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં ઓઘબંધ સમજવો, તીર્થકર નામકર્માદિ ૧૧ વિના બાકીની ૧૦૯ પ્રકૃતિઓ અપર્યાપ્ત તિર્યચ-મનુષ્યો બાંધે છે. ૧૦ વિવેચન- મનુષ્યગતિ માર્ગણામાં તીર્થંકરનામકર્મ અને આહારદ્ધિક બંધમાં આવવાનું છે એટલે ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે તે મૂલગાથામાં કહી નથી તો પણ ગુણસ્થાનકવાર કહેલા બંધ ઉપરથી સ્વયં સમજી લેવું. પ્રથમનાં. ચાર ગુણસ્થાનકોમાં પર્યાપ્ત તિર્યંચાની જેમ જ બંધ જાણવો. માત્ર એટલો જ અપવાદ છે કે ચોથા ગુણઠાણે તિર્યંચો જિનનામ બાંધતા નથી અને મનુષ્યો જિનનામ બાંધે છે તેથી ૧ પ્રકૃતિનો બંધ વધારે જાણવો. આ પ્રમાણે મનુષ્યગતિમાં ઓથે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૬૯, અને ચોથે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. પર્યાપ્ત મનુષ્યો પણ મિશ્રાદિ ગુણસ્થાનકમાં હોય તો વિશુદ્ધપરિણામવાળા હોવાથી તિર્યંચોની જેમ દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે માટે મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા નથી. દેશવિરતિ આદિ સમસ્ત ગુણઠાણાઓમાં ઘબંધ એટલે બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે બંધ જાણી લેવો. કારણ કે છઠ્ઠાથી સમસ્ત ગુણઠાણાં મનુષ્યગતિમાં જ હોય છે એટલે બીજા કર્મગ્રંથમાં જે કંઇ બંધ કહ્યો છે તે મનુષ્યગતિમાં જ સંભવે છે. દેશવિરતિ ગુણઠાણું તિર્યંચ-મનુષ્ય બેમાં સંભવે છે. પરંતુ તિર્યચા કરતાં મનુષ્યગતિમાં જિનનામ કર્મનો બંધ અધિક હોવાથી ઘબંધની જેમ ૬૭ નો બંધ થાય છે. આ પ્રમાણે પર્યાપ્ત મનુષ્યો દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં અનુક્રમે ૬૭-૬૩-૫૯-૫૮-૫-૨૬-૨૨-૧૧-૨૦-૧૦-૧૮-૧૭- અને ૧ પ્રકૃતિ બાંધે છે. તેનું યત્ર આ પ્રમાણે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ મનુષ્યગતિના બંધસ્વામિત્વનું યત્ર | . ગુણસ્થાનક | શાના દર્શ. વદ મોહ આયુ | નામ ગોત્ર અંતા બંધ યોગ્ય ઓ | ૫ | | | ૧૨૦ (મિથ્યાત્વ ૧૧૭ સાસ્વાદને ૫ ૯ ૨ | ૨૪ | ૩ | પ૧ | ૨ ૧૦૧ મિશ્ર ૧૯ ] [ ૩૧ | ૧ | ૩ | ૧ | પ ૭૧ | 3 | ૧ ૪ અવિરત | દશવિરત | દિ પ્રમત્તસંયત | અમને | |૬ | ! ૧૯ ! ૨ | ૧૯ ૧ | | | | | 'ર ૧૫ | ૧ | | | ૧૧ | | | | | | |૩૧ | પ૯-૫૮ બાકીનો બંધ બીજા કર્મગ્રંથની જેમ સમજવો. દેવ-નરકનું આયુષ્ય જઘન્યથી પણ ૧૦000 વર્ષનું હોય છે અને છ પર્યાપ્તિઓ પૂર્ણ કરતાં માત્ર અંતર્મુહૂર્ત જ થાય છે એટલે તે સર્વજીવો નિયમ છે પર્યાપ્તિ પૂર્ણ કરીને જ મૃત્યુ પામનાર હોવાથી લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી. પરંતુ મનુષ્ય-તિર્યંચો લબ્ધિ અપર્યાપ્તા પણ હોય છે. તેમાં માત્ર પહેલું જ ગુણસ્થાનક હોય છે. આ અપર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો જિનનામકર્મ આદિ ૧૧ પ્રકૃતિ વિના ધે તથા મિથ્યાત્વે ૧૦૯ કર્મપ્રકૃતિઓ બાંધે છે. લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં તેવા પ્રકારની વિશિષ્ટ શુધ્ધિ અને અશુધ્ધિ ન હોવાથી દેવ-નરક પ્રાયોગ્ય બંધ થતો નથી. તેથી દેવદ્રિકવૈક્રિયદ્રિક-દેવાયુષ્ય અને નરકત્રિક બંધાતું નથી તથા સમ્યકત્વ અને સંયમ ન હોવાથી જિનનામ તથા આહારકદ્ધિક પણ બંધાતું નથી. શેષ ૧૦૯ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણસ્થાનકો અહીં નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બન્યસ્વામિત્વ આ પ્રમાણે નરક-તિર્યંચ અને મનુષ્યગતિ એમ ૩ માર્ગણા સમજાવી. મનુષ્ય-તિર્યંચગતિમાં જો લબ્ધિ અપર્યાપ્ત ન લઇએ અને કરણ અપર્યાપ્ત લઇએ તો તેઓ ભાવિમાં છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્ત થવાના હોવાથી આવા કરણ અપર્યાપ્ત જીવોમાં સમ્યત્વ હોવાથી તીર્થકરનામકર્મ તથા દેવદ્રિક-અને વૈક્રિયદ્વિક એમ ૫ પ્રકૃતિનો વધારે પણ બંધ સંભવે છે તેથી તે જીવો ૧૧૪ પ્રકૃતિઓ બાંધે છે. આ સ્વય સમજી લેવું. || ૧૦ || હવે દેવગતિને આશ્રયી બંધ જણાવે છે निरयव्व सुरा नवरं, ओहे मिच्छे इगिदितिगसहिया । कप्पदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ ११॥ (निरया इव सुरा नवरमोघे मिथ्यात्व एकेन्द्रियत्रिकसहिताः, कल्पद्विकेऽपि चैवं जिनहीनो ज्योतिषभवनवने ) શબ્દાર્થ- નિરā= નારકીની જેમ સુરી- દેવો બાંધે છે. નવપરંતુ, મોહે ઓધે, fમ = મિથ્યાત્વે, દ્વિતિય સદિયા= એકેન્દ્રિયત્રિક સહિત, પોબે દેવલોકમાં, વિં= પણ, વં= આ પ્રમાણે, નારી = તીર્થંકર નામકર્મ વિના, નોમવાવણે જ્યોતિષ-ભવનપતિ અને વ્યંતરમાં. ગાથાર્થ દેવો નરકગતિની જેમ બાંધે છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત બંધ જાણવો. પ્રથમના બે દેવલોકમાં આ પ્રમાણે બંધ સમજવો, પરંતુ જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં તીર્થંકરનામકર્મ વિના બંધ જાણવો. ૧૧ In વિવેચન- હવે દેવગતિમાં બંધ જણાવે છે. તેમાં સૌથી પ્રથમ સૌધર્મ-ઇશાન નામના પહેલા બે દેવલોકમાં બંધ સમજાવે છે. કે નરકગતિની જેમ દેવગતિમાં બંધ જાણવો. પરંતુ એકેન્દ્રિયત્રિક સહિત વધારે બંધ કહેવો. પહેલા-બીજા દેવલોકના દેવો મરીને મોહના વશથી Page #35 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ રત્નોમાં (પૃથ્વીકાયમાં), વાવડીઓમાં (અકાયમાં), અને કમળોમાં (વનસ્પતિકાયમાં) ઉત્પન્ન થાય છે તેથી તે ભવને યોગ્ય એકેન્દ્રિયસ્થાવર અને આતમ નામકર્મ બાંધે છે. પહેલી-બીજી અને ત્રીજી નરકના જીવો દેવદ્વિકાદિ ૧૯ વિના ૧૦૧ ઓથે બાંધે છે. તેની જેમ અહીં બંધ જાણવો, પરંતુ એકેન્દ્રિયત્રિકના બંધસહિત બંધ જાણવો એટલે દેવદ્વિકાદિ ૧૯ ઓછી ન કરતાં દેવદ્વિકાદિ ૧૬ જ ઓછી કરવી. માટે પહેલા-બીજા દેવલોકના દેવો ઓથે ૧૦૪ બાંધે છે. મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ વિના ૧૦૩ બાંધે છે. બીજે ગુણઠાણે આ એકેન્દ્રિયત્રિક ન બંધાતું હોવાથી નપુંસકચતુષ્કની સાથે જ બંધમાંથી નીકળી જાય છે. માટે ૯૬ બંધાય છે. ત્રીજે ૭૦ અને ચોથે ગુણઠાણે ૭૨ બંધાય છે. એમ પહેલા-બીજા દેવલોકમાં સમજવું. ૩૪ ભવનપતિ-વ્યંતર અને જ્યોતિષ દેવો પણ પહેલા-બીજા દેવલોકની જેમ જ બંધ કરે છે. કારણ કે તેઓ રત્નોમાં, વાવડીઓમાં, અને કમળોમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવા પ્રકારના દેવો તથાવિધ વિશુધ્ધિના અભાવે તીર્થંકર નામકર્મ બાંધતા નથી. તેથી ઓધે અને અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ બંધાતું નથી. માટે ઓધે ૧૦૩, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦, અને અવિરતે ૭૧ બાંધે છે. । ૧૧ । ભવનપતિ-વ્યંતર અને જ્યોતિષ્મ દેવોમાં બંધનું ચિત્ર નં. ગુણસ્થાનક શાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ ઓથે ૫ ૯ ૨ ૨૬|ર પર ૫ ૧૦૩ ૧ મિથ્યાત્વ ૫ ૫૨ ર ૫ ૧૦૩ ૨ સાસ્વાદન ૫ ૪૭ ર ૫ ૯૬ ૩ મિશ્ર ૫ ૩૨ ૧ ૪ અવિરત ૩૨ ૧ ૫ ૯ ૯ ૬ LA જ જ لم ર ૨૬ ૨ ૨૪૩ ૨ ૧૯૨૦ ૧૯ ૧ ~ عام ૫ ૫ ૭૦ ૭૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૩પ પહેલા-બીજા દેવલોકના દેવોમાં બંધનું ચિત્ર. નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ આઘે | પ | ૯ | ૨ | રદ ૨ પ૩ | |૧૦૪] મિથ્યાત્વ | પ | ૯ | ર | ૨૬ | ૨ પ૨ | ૨ | ૫ ૧૦૩| |સાસ્વાદન | ૫ | ૯ | ર | ૨૪] ૨ [૪૭ | ૨ | ૫ | -૬ ૩ | મિશ્ર ૫ | ૬ | ૨ | ૧૦ | ૦ |૩૨ | ૧ | ૫ | ૭૦ ૪ અવિરત | ૫ | ૬ | ૨ | ૧૦ | ૧ |૩૩ | ૧ | પ, ૭૨ હવે સનસ્કુમારાદિ દેવાનું બંધસ્વામિત્વ કહે છે. "रयणुव्व सणंकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसय-मिगिंदिपुढविजलतरुविगले ॥ १२ ॥" (रत्नवत्सनत्कुमारादय आनतादय उद्योतचतुर्विरहिताः । अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रियपृथ्वीजलतरुविकले) શબ્દાર્થ= રyā= રત્નપ્રભા નારકીની જેમ, સબંjમારાફુ= સનસ્કુમારાદિ, કાળાડું–આનત આદિ દેવલોકમાં, ૩Mોય૩રદિયા= ઉદ્યોતચતુષ્કથી રહિત, ૩પજ્ઞતિરિયલ્વ= અપર્યાપ્ત તિર્યંચોની જેમ, નવયંત્ર એકસો નવ, રૂઢિપુવી નસંતવાજો- એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, અને વિકસેન્દ્રિય જીવો. ગાથાર્થ- સનસ્કુમારાદિ દેવો રત્નપ્રભા નારકીની જેમ જ બંધ કરે છે. આનતાદિ દેવલોકના દેવો ઉદ્યોતચતુષ્કરહિત બંધ કરે છે. એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયના જીવો અપર્યાપ્ત તિર્યંચોની જેમ ૧૦૯ બાંધે છે. I/૧૨ વિવેચન- ત્રીજા સનસ્કુમાર નામના દેવલોકથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોક સુધીના દેવો રત્નપ્રભા નામની પ્રથમ નારકીની જેમ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તૃતીય કર્મગ્રંથ જ બંધ કરે છે. કારણ કે જેમ નારકીના જીવો પૃથ્વીકાયાદિમાં જતા નથી તેવી જ રીતે આ દેવો પણ પ્રથમના બે દેવલોકના દેવો કરતાં કંઇક વધારે નિર્મળ હોવાથી રત્નોમાં, વાવડીઓમાં કે કમળોમાં જન્મ પામતા નથી. તેથી રત્નપ્રભાની જેમ જ ઓઘે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦ અને અવિરતે ૭ર પ્રકૃતિઓ બાંધે છે. પરંતુ આનતાદિ (નવમા આદિ) દેવલોકના દેવો મરીને નિયમા મનુષ્યગતિમાં જ જન્મે છે તિર્યંચગતિમાં જન્મતા નથી તેથી તિર્યંચગતિપ્રાયોગ્ય ‘‘ઉદ્યોતચતુષ્ક’” (ઉદ્યોતનામકર્મ, તિર્યંચદ્વિક, અને તિર્યંચાયુષ્ય એમ ચાર કર્મ પ્રકૃતિઓ) બાંધતા નથી. આ ચાર પ્રકૃતિઓ ઓથે મિથ્યાત્વે અને સાસ્વાદને જ બંધાય છે માટે તે તે જગ્યાએ આ ચાર પ્રકૃતિઓનો બંધ ઓછો કરવો. એટલે આનતાદિ દેવો ઓથે ૧૦૧ ને બદલે ૯૭, મિથ્યાત્વે ૧૦૦ ને બદલે ૯૬, સાસ્વાદને ૯૬ ને બદલે ૯૨, મિત્રે ૭૦, અને અવિરતે ૭૨ નો બંધ કરે છે. આ બંધ નવમા આનત દેવલોકથી બારમા અચ્યુતદેવલોકમાં તથા નવ પ્રૈવેયકમાં જાણવો, અનુત્તર વિમાનમાં માત્ર ચોથુ જ ગુણસ્થાનક છે. એટલે ચોથા ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિનો એક જ બંધ હોય છે, તે ગાથામાં જાદું કહેલ નથી પરંતુ સ્વયં સમજી લેવું. કારણ કે ત્યાં દેવો સમ્યગ્દષ્ટિ જ હોય છે. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોકના બંધનું ચિત્ર. મોહ આયુ નામ ગોત્ર અંત કુલ નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શ. વેદ ધે ૧ |મિથ્યાત્વે |૨ |સાસ્વાદને ૩ |મિશ્રે ૪ |અવિરતે ૫ ૯ ૫ પ ૯ ૫ ૯ ૫ 11/ ૨ ૨૬ ૨ ૫૦ ર પ ૧૦૧ ૨ ૬ રે ૧૯ ૬ P ૨૬ ર ૨૪ ૧૯ *' ' C q ૪૯ ૪૭ (1) ૨ ૫ ૧૦૦ d 4 ૯૬ ૧ મ سے ૧ ૧ ૭૦ ૭૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ નવમા દેવલોકથી રૈવેયક સુધીના દેવોના બંધનું ચિત્ર. નિ. ગુણસ્થાનક શાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ ઓધે | ૫ | | ૨૬ | ૧ | ૪૭ | ૨ | પ ૧ મિથ્યાત્વે ર સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતે ૧૯ | ૧ | ૩૩ | ૧ | ૫ | ૭૨ ૧ | ૪૬ અનુત્તરવિમાનવાસી દેવોના બંધનું ચિત્ર. ઓધે | પ | ૬ | ૨ | ૧૦ | ૧ |૩૩ | ૧ | ૫ | ૭૨ સમ્યત્વે | પ | ૬ | ૨ | ૧૯ / ૧ ૩૩ | ૧ | ૫ | ૭૨ આ પ્રમાણે દેવગતિમાં કુલ પાંચ પ્રકારનું બંધસ્વામિત્વ જાણવું. (૧) ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક દેવાનું, (૨) પહેલા બીજા દેવલોકના દેવોનું, (૩) સનસ્કુમારથી સહસાર સુધીના ૩ થી ૮ દેવલોકના દેવોનું, (૪) આનતાદિથી નવગ્રે વેયક સુધીના દેવોનું, અને (૫) અનુત્તરવિમાનવાસી દેવાનું બંધસ્વામિત્વ ભિન્ન ભિન્ન જાણવું. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ કુલ ચાર ગતિમાર્ગણાનું બંધસ્વામિત્વ અહીં સમાપ્ત થાય છે. હવે ઇન્દ્રિયમાર્ગણા અને કાયમાર્ગણા આ બન્નેનું બંધસ્વામિત્વ. સાથે સમજાવે છે. ઇન્દ્રિયમાર્ગણાના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે અને કાયમાર્ગણાના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, એમ કુલ છ ભેદ છે. બન્ને મળીને ૫ + ૬ = ૧૧ માર્ગણાનું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તૃતીય કર્મગ્રંથ બંધસ્વામિત્વ કહે છે. તેમાં સૌ પ્રથમ (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય. (૩) તે ઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય, આ ચાર જાતિમાર્ગણા, અને (૫) પૃથ્વીકાય, (૬) અષ્કાય, (૭) વનસ્પતિકાય એમ ૩ કાયમાર્ગણા આ પ્રમાણે કુલ આ સાત માર્ગણામાં વર્તતા જીવો ઓછે અને મિથ્યાત્વગુણઠાણે અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યોની જેમ જ તીર્થંકરનામકર્માદિ ૧૧ પ્રકૃતિઓ વિના ૧૦૯ કર્મપ્રકૃતિઓ બાંધે છે. કારણ કે આ સાત માર્ગણાના જીવોમાં અતિશય નિર્મળતા કે અતિશય સંકુલેશ સંભવતો નથી. તેથી દેવગતિપ્રાયોગ્ય કે નરકગતિપ્રાયોગ્ય બંધ થતો નથી. તથા સમ્યકત્વ અને સંયમ પણ નથી તેના કારણે તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિક પણ બંધાતું નથી. માટે ૧૧ વિના ૧૦૯ પ્રકૃતિઓ ઘે અને મિથ્યાત્વે બંધાય છે. હવે આ જ સાત માર્ગણામાં સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? તે હવે પછીની ૧૩ મી ગાથામાં કહેવાય છે. આ સાત માર્ગણામાં ફક્ત પહેલું અને બીજું એમ બે જ ગુણસ્થાનક હોય છે. મિશ્ર આદિ શેષ ગુણસ્થાનકો સંભવતાં નથી. તેથી ત્યાં બંધ કહેવાશે નહીં. /૧૨ આ જ સાત માર્ગણામાં સાસ્વાદને કેટલી બંધાય ? તે કહે છે. छनवइ सासणि विणु, सुहुमतेर केइ पुण बिंति चउनवइ। तिरियनराऊहिं विणा, तणुपजत्तिं न जंति जओ ॥ १३ ॥ (“તાપત્તિ જ તે નંતિ'' રૂપ પાઠક) (षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति चतुर्नवतिः तिर्यग्नरायु( विना तनुपर्याप्तिं न यान्ति यतः) શબ્દાર્થ છેવત્ર નું પ્રકૃતિઓ, સાસણ= સાસ્વાદન ગુણઠાણે, વિપુ= વિના, સુદુંમર= સૂક્ષ્માદિ ૧૩, ડ્ર= કેટલાક આચાર્યો, પુ= વળી, વિંતિ= કહે છે, વનવ= ચોરાણું પ્રકૃતિઓ, તિરિયનરહિં= તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુ ષ્ય, વિઘTI= વિના, તપુર્ષોત્ત= શરીર પર્યાપ્તિ, 7 નંતિ= પુરી કરતા નથી, યત: = કારણકે, Page #40 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૩૯ ગાથાર્થ- આ સાત માર્ગણાવાળા જીવો સૂક્ષ્માદિ ૧૩ પ્રકૃતિ વિના ૯૬ કર્મપ્રકૃતિઓ સાસ્વાદને બાંધે છે. વલી કેટલાક આચાર્યો તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના સાસ્વાદને ૯૪ પ્રકૃતિઓ આ જીવ બાંધે છે એમ માને છે. કારણ કે સાસ્વાદન હોતે છતે તો તે જીવો શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ કરતા નથી. ૧૩ વિવેચન- એકેન્દ્રિયાદિ ૪ જાતિમાર્ગણા અને પૃથ્વીકાયાદિ ૩ કાયમાર્ગણા એમ આ સાત માર્ગણાના જીવો મિથ્યાત્વ ગુણઠાણે જે ૧૦૯ પ્રકૃતિ બાંધે છે તેમાંથી સૂક્ષ્મનામકર્માદિ (૩-૪ ગાથામાં કહ્યા મુજબ) ૧૩ પ્રકૃતિ ઓછી કરીએ તો બાકી રહેલી ૯૬ સાસ્વાદન ગુણસ્થાનકે પ્રકૃતિઓ બાંધે છે. જો કે મિથ્યાત્વ કરતાં સાસ્વાદને નરકત્રિક આદિ મિથ્યાત્વપ્રત્યયિકી ૧૬ પ્રકૃતિઓ ઓછી કરવી જોઇએ, પરંતુ તે ૧૬ માંનું નરકત્રિક પ્રથમથી જ ઓધે અને મિથ્યાત્વે ઓછું થયેલું જ છે તેથી તે વિના શેષ ૧૩ જ ઓછી કરવામાં આવી છે. માટે સાસ્વાદને ૧૦૯– ૧૩=૯૬ બંધાય છે. અહીં ગ્રંથકારશ્રી પોતાના વિચારથી અન્ય આચાર્યોના વિચારો આ બાબતમાં કંઈક ભિન્ન છે એમ સમજાવતાં કહે છે કે કેટલાક આચાર્યો આ સાત માર્ગણામાં રહેલા જીવો તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૯૬ ને બદલે ૯૪ બાંધે છે એમ માને છે. તે અન્ય આચાર્યો આવા પ્રકારના પોતાના વિચારભેદમાં (૯૪ નો બંધ માનવામાં) પોતાના તરફથી આવી યુક્તિ રજુ કરે છે કે આ સાતે માર્ગણામાં વર્તતા જીવો પોતાના ભવમાં નવું ઉપશમ સમ્યકત્વ પામી શકતા નથી, તેથી સાસ્વાદન ભાવ પામતા નથી. પરંતુ ગયા ભવમાં ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં આ સાતમાંની કોઈ પણ માર્ગણામાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધી લીધું હોય પછી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને વમી ચોથે ગુણઠાણેથી સાસ્વાદન ગુણઠાણે જાય, અને ત્યાં તે ભવનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી ઉપરોક્ત સાત માર્ગણામાં સાસ્વાદન લઇને જાય તો પૂર્વભવથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તૃતીય કર્મગ્રંથ લાવેલું આવા પ્રકારનું સાસ્વાદન આ સાત માર્ગણાઓમાં હોઇ શકે છે. પરંતુ તે સાસ્વાદન ગુણસ્થાનકનો કાળ ફક્ત છ આવલિકા જ છે. અને પ્રથમ આહારપર્યામિ એક સમયમાં પૂર્ણ થાય છે પરંતુ બીજી શરીરપર્યાપ્તિ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે. તે શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં તો સાસ્વાદનનો કાળ અલ્પ હોવાથી સાસ્વાદન ગુણઠાણું ચાલ્યું જાય છે. અને પરભવનું આયુષ્ય તો આહાર-શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે. માટે જ્યારે સાસ્વાદન હોય છે ત્યારે આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનનો કાળ પૂર્ણ થઇ ગયેલ હોવાથી સાસ્વાદન ચાલ્યું જાય છે- તેથી તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ આ સાત માર્ગણાઓમાં સાસ્વાદને સંભવતો નથી. સૂક્ષ્મનિગોદાદિ કોઇ પણ ભવમાં જઘન્યથી ૧ ક્ષુલ્લભવનું (૨૫૬ આવલિકાનું) આયુષ્ય હોય છે. તેમાંથી બે ભાગ ગયા પછી જ પરભવનું આયુષ્ય બંધાશે, સાસ્વાદન તો પરભવથી લઇને આવેલું ફક્ત છ જ આલિકા ટકે છે તેથી પણ સાસ્વાદન ગુણઠાણે આ બે આયુષ્યનો બંધ સંભવતો નથી. એમ અન્ય આચાર્યો પોતાના ૯૪ ના બંધના પક્ષની સિધ્ધિ માટે આવી યુક્તિ આપે છે. પ્રશ્ન- જો ૯૪ નો બંધ માનનાર અન્ય આચાર્યો પોતાના પક્ષની સિધ્ધિ માટે ઉપરોક્ત યુક્તિ સમજાવે છે તો ગ્રંથકારશ્રી ૯૬ ના બંધના પોતાના પક્ષની સિદ્ધિ માટે શું યુક્તિ આપે છે? ઉત્તર- ગ્રંથકારશ્રીના અભિપ્રાયને જણાવનારી યુક્તિ મૂળ ગાથામાં નથી, તથા તેઓએ જ આ ત્રીજા કર્મગ્રંથ ઉપર સ્વોપજ્ઞટીકા બનાવેલી હતી પરંતુ આજે ક્યાંય તે ઉપલબ્ધ નથી. પરંતુ આ ત્રીજા કર્મગ્રંથ ઉપર લખાયેલી અવચૂર્ણિમાં આવો ખુલાસો કર્યો છે કે ૯૬ નો સાસ્વાદને બંધ માનનારા આચાર્યો આ સાત માર્ગણાઓમાં સાસ્વાદનભાવ છ આવલિકાને બદલે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ (આયુષ્ય બંધાય ત્યાં સુધી પણ) હોય છે એમ માને છે તે અવચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે Page #42 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૪૧ अयं भावार्थः तिर्यग्नरायुषोस्तनुपर्याप्त्या पर्याप्तैरेव बध्यमानत्वात् पूर्वमतेन शरीरपर्याप्त्युत्तरकालमपि सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः । इह तु प्रथममेव तन्निवृत्तेर्नेष्टः इति षण्णवतिः तिर्यग्नरायुषी विना मतान्तरेण चतुर्नवतिः અર્થ- ભાવાર્થ આ પ્રમાણે છે કે તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવો વડે જ (ત્રણ પર્યાપ્તિ પછી જ) બંધાતું હોવાથી પહેલા (૯૬ ના બંધવાળા) મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનભાવ હોઇ શકે છે એમ ઇચ્છેલું (માનેલું) હોવાથી સાસ્વાદનગુણઠાણે આયુષ્યનો બંધ સંભવી શકે છે. અને વળી અહીં (૯૪ ના બંધવાળા પક્ષમાં) પહેલેથી જ તે સાસ્વાદનભાવની નિવૃત્તિ માની લીધી હોવાથી તે આયુષ્યનો બંધ માનેલ નથી એથી જે ૯૬ છે તેમાંથી બે આયુષ્ય વિના ૯૪ નો બંધ અન્ય આચાર્યોએ માન્યો છે. પ્રાચીન બન્ધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રંથમાં પણ તે કર્મગ્રંથના ગ્રંથકારશ્રી પોતે પોતાના અભિપ્રાયે ૯૬ નો બંધ જણાવે છે અને પોતે જ મતાન્તરે અન્ય આચાર્યો આ જીવોને ૯૪ બંધાય છે એમ માને છે આ પ્રમાણે જણાવે છે. તે પ્રાચીન કર્મગ્રંથની ગાથા ૨૩-૨૪ આ પ્રમાણે છે. साणा बंधहिं सोलस, निरयतिगहीणा य मोत्तु छन्नउइं । ओघेणं वीसुत्तरसयं च पंचिंदिया बंधे ॥ २३ ॥ इग विगलिंदी साणा, तणुपज्जत्तिं न जंति जं तेण । नर तिरयाउ अबंधा, मयंतरेणं तु चउणउइं ॥ २४ પહેલી ગાથામાં ગ્રંથકારશ્રી ૯૬ નો બંધ સાસ્વાદને જણાવે છે અને બીજી ગાથામાં મતાન્તરે આ બે આયુષ્ય વિના ૯૪ નો બંધ જણાવે છે અને સાસ્વાદન હોતે છતે શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ થતી નથી આ જ યુક્તિ મૂળગાથામાં આપે છે. ૯૬ ના બંધની માન્યાતામાં કંઇ પણ યુક્તિ બતાવતા નથી. અમને લાગે છે કે નવીનગ્રંથકાર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રાચીન કર્મગ્રંથના કર્તાના અભિપ્રાયને અનુસર્યા હશે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ - તૃતીય કર્મગ્રંથ ૯૪ ના બંધવાળો પક્ષ માનનારા શ્રી ચંદ્રસૂરિજી આદિ આચાર્યો છે. એમ શ્રી જયસોમસૂરિજી કૃત ટબામાં લખ્યું છે. તથા તે પક્ષ વધારે યુક્તિસંગત છે એમ જીવવિજયજી મહારાજશ્રીએ પણ પોતાના ટબામાં કહ્યું છે. આ બન્ને બાલાવબોધમાં પણ ૯૪ના બંધને વધારે યુક્તિ સંગત જણાવેલ છે. તથા દિગંબર આમ્નાયમાં ગોમટસારમાં ફક્ત ૯૪ નો જ બંધ જણાવ્યો છે. ૯૬ નો બંધ કહ્યો જ નથી. તે ગાથા આ પ્રમાણે છે "पुण्णिदरं विगिविगले, तत्थुप्पण्णो हु सासणो देहे । पज्जत्तिं णवि पावदि, इदि नरतिरियाउगं णत्थि ॥ ११३ ॥" તથા આ નવીનગ્રંથકાર પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પોતે પણ આ જ કર્મગ્રંથની ૧૫ મી ગાથામાં દારિક મિશ્રકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૯૪ નો જ બંધ જણાવે છે. તેની અવચૂર્ણિમાં પણ ૯૪ નો જ બંધ જણાવેલ છે. તથા અવચૂર્ણિમાં આવી યુક્તિ પણ લખે છે કે નરતિર્થ યુપોરપર્યાપ્તત્વેન સારા बन्धाभावात्। ઉપરોક્ત બધા પાઠો અને યુક્તિઓ જોતાં ૯૪ના બંધનો પક્ષ વધુ સંગત લાગે છે. છતાં ગ્રંથકારશ્રીએ અને પ્રાચીનકર્મગ્રંથકારશ્રીએ ૯૬ ના બંધની વિવક્ષા કયા આશયથી કરી હશે તે બરાબર સમજાતું નથી. તથા અવર્ણિકારે પણ શરીર પર્યાપ્તિના ઉત્તરકાળમાં પણ સાસ્વાદન હોવાનો જે ઉલ્લેખ કર્યો છે તે પણ કોઈ શાસ્ત્રપાઠના આધારે કર્યો છે કે કર્મગ્રંથમાં કહેલા ૯૬ ના બંધના વિધાનને સંગત કરવા કલ્પના કરી છે તે પણ તથાવિધ ગુરુ- ગમના અભાવથી સમજાતું નથી. તત્ત્વ કેવલિગમ્ય જાણવું. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય તથા વનસ્પતિકાયના બંધસ્વામિત્વનું ચિત્ર. ગુણસ્થાનક જ્ઞાના. દર્શ. વે | મોહ |આ નામ | ગો. | અંત | કુલ ] ઓધે | પ | ૯ | ૨ | ૨૬ [૨ | પ૮ | ૨ | ૫ | ૧૦૯ | મિથ્યાત્વે | ૫ | ૯ | ૨ | ૨૬ | ૨ | પ૮ | ૨ | ૫ | ૧૦૯ ? સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | ૨૦ ૪૭ | ૨ | ૫ | ૯૬/૯૪ | Page #44 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૪૩ મૂલગાથામાં હાલ પ્રસિધ્ધપાઠવાળું છેલ્લું પદ “તy Mત્તિ ને નંતિ નબો'' છે. જે કારણથી આ જીવો સાસ્વાદન હોતે છતે શરીર પર્યાપ્તિ પણ પૂર્ણ કરતા નથી. પરંતુ અવચૂર્ણિ વાળી પ્રતમાં મૂલગાથામાં “તપુપુજ્ઞd ને તે વંતિ' પાઠ છે. તથા તેનું વિવેચન કરતાં કરતાં અવચૂર્ણિકારે લખ્યું छ ॐ यतस्ते एकेन्द्रियविकलेन्द्रियादयः सासादनाः सन्तस्तनुपर्याप्तिं न યાજ્યતત્તે તિર્યરીયુરન્થરા: જો કે બન્ને પાઠોનો અર્થ સમાન જ છે. તે પણ અવચૂર્ણિકારના ટીકાના પદોના આધાર વાળો પાઠ અમે ગાથામાં ન આપતાં પાઠાન્તર રૂપે પાઠ રાખેલ છે. તે ૧૩ I હવે પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, તેઉકાય, વાઉકાય માર્ગણાઓમાં બંધસ્વામિત્વ સમજાવે છે. ओहु पणिंदितसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥ १४॥ (ओघः पञ्चेन्द्रियत्रसे गतित्रसे जिनैकादश नरत्रिकोच् विना । मनवचोयोगे ओघ औदारिके नरभंगस्तन्मिश्रे ) શબ્દાર્થ= બોદુક ઓઘ બંધ જાણવા, પતિ - પંચેન્દ્રિય અને ત્રસકાય માર્ગમાં, ફત= ગતિ=સમાં, #િl= તીર્થંકર નામકર્મ આદિ અગિયાર, નરતિચેંક મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર, વિ= વિના, મળવયનો = મનયોગ-વચનયોગ માર્ગણામાં, ગોદોઃ ઓઘબંધ, ૩રસ્તે ઔદારિક માર્ગણામાં, નરમ= મનુષ્યની જેમ ભાંગો જાણવો, તમિર્સતેના મિશ્રમાં. ગાથાર્થ પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાયમાર્ગણામાં ઓઘબંધ જાણવો, ગતિત્રસમાં જિનનામકર્મ વગેરે અગિયાર, મનુષ્યત્રિક અને ઉચ્ચ ગોત્ર વિના શેષ ૧૦૫ નો બંધ જાણવો, મનયોગ અને વચનયોગમાં ઘબંધ હોય છે. ઔદારિક કાયયોગમાં મનુષ્યના બંધનો પ્રકાર જાણવો. હવે દારિક મિશ્રમાં બંધ (આગળની ગાથામાં) કહે છે. તે ૧૪ || Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તૃતીય કર્મગ્રંથ વિવેચન- જાતિમાર્ગણામાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિયજાતિ પાછળની ૧૩ મી ગાથામાં કહેલી હોવાથી બાકી રહેલી પંચેન્દ્રિય જાતિમાં બીજાકર્મગ્રંથની અંદર બતાવ્યા મુજબ ઓઘબંધ હોય છે. એમ જાણવું તેવી જ રીતે કાયમાગણામાં ત્રસકાયની અંદર પણ બીજા કર્મગ્રંથની જેમ ઘબંધ સમજવો. આ પંચેન્દ્રિયજાતિ અને ત્રસકાય માર્ગણામાં વર્તતા જીવોને ૧થી૧૪ ગુણસ્થાનકો હોય છે. આ જીવો મરીને ચારે ગતિમાં જાય છે. સર્વ આયુષ્યો, જિનનામ, આહાર,દ્વિક આદિ સઘળી પ્રવૃતિઓ બાંધી શકે છે. માટે બીજા કર્મગ્રંથની જેમ સંપૂર્ણપણે સમાન ઘ બંધ જાણવો. ઓધે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિષે ૭૪, અવિરતે ૭૭, દેશવિરતે ૬૭, પ્રમત્તે ૬૩, અપ્રમત્તે ૫૮/પ૯, અપૂર્વકરણે ૫૮-૫૬-૨૬, અનિવૃત્તિકરણે ૨૨-૧૧-૨૦-૧૦-૧૮, સૂક્ષ્મસંપરાયે ૧૭, ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણઠાણે ૧ સાતવેદનીયનો બંધ જાણવો. ગતિત્રસ એટલે તેઉકાય અને વાઉકાય, આ બન્ને કાયમાં વર્તતા જીવો “સુખ-દુઃખના સંજોગોમાં પોતાની ઇચ્છા મુજબ ગમનાગમન કરી શકતા નથી” તેથી, તથા સ્થાવર નામકર્મના ઉદયવાળા છે તેથી કર્મગ્રંથ-જીવવિચારાદિ અન્ય શાસ્ત્રોમાં સ્થાવર જ કહ્યા છે. અને છે પણ સ્થાવર જ, ફક્ત સહજપણે ગમનશીલ હોવાથી તે બન્ને કાયને તત્ત્વાર્થસૂત્ર આદિમાં “ગતિત્રસ” કહ્યા છે. તે ગતિત્રસ જીવો મરીને નિયમો તિર્યંચગતિમાં જ જન્મે છે. દેવ-નરક કે મનુષ્ય ગતિમાં જન્મ પામતા નથી તથા એકેન્દ્રિય હોવાથી સમ્યકત્વ અને સંયમ હોતું નથી. તેના કારણે જિનનામ આદિ અગિયાર મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૧૫ પ્રકૃતિઓ બાંધતા નથી ગુણસ્થાનક માત્ર પહેલું એક જ હોય છે તેથી ઓધે અને મિથ્યાત્વે ૧૦પ જ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન આદિ ઇતર ગુણસ્થાનકવાળા જીવો તે ગુણસ્થાનક લઇને તેઉકાય-વાઉકાયમાં જન્મ પામતા નથી, માટે ઇતરગુણસ્થાનકોનો બંધ આ ગતિત્રસમાં કહ્યો નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪પ બન્ધસ્વામિત્વ આ પ્રમાણે ગતિ-ઇન્દ્રિય અને કાય માર્ગણા કહીને હવે યોગમાર્ગણા- માં બંધસ્વામિત્વ જણાવે છે. “યોગ” એટલે આત્મપ્રદેશોનું આંદોલન, હલન-ચલન, અસ્થિરીકરણ, તેમાં કારણભૂત મન-વચન-કાયા હોવાથી તેના નામે યોગ ત્રણ પ્રકારનો છે. મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણે યોગના અનુક્રમે ૪+૪+9=કુલ ૧૫ ભેદો છે. મનયોગના (૧) સત્યમનયોગ, (૨) અસત્યમનયોગ, (૩) સત્યાસત્યમનયોગ, અને (૪) અસત્યામૃષા મનયોગ એમ ચાર ભેદ જાણવા. વચનયોગના પણ એ જ નામવાળા ચાર ભેદી હોય છે. મનયોગના ચાર ભેદ પૈકી પ્રથમ સત્યમનયોગ અને છેલ્લો અસત્યામૃષામનયોગ, આ બે ભેદ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે અને વચ્ચેનો બીજો-ત્રીજો ભેદ અસત્યમનયોગ અને સત્યાસત્યમનયોગ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. કારણ કે કેવલી ભગવન્તોમાં “અસત્ય” યોગ સંભવતો નથી, તેથી બીજો-ત્રીજો ભેદ હોતો નથી, તથા પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં અજ્ઞાન હોવા છતાં યથાર્થ રૂચિ વિના પણ વ્યવહારથી “સત્ય” ચિંતન આદિ ઘટી શકે છે. આ ચારે ભેદોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ “ઘ” બંધ એટલે સામાન્ય બંધ જાણવો, પહેલા-છેલ્લા ભેદમાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી, અને બીજા-ત્રીજા ભેદમાં ૧ થી ૧૨ ગુઠાણા સુધી બંધ કહેવો. વચનયોગના પણ ઉપર મુજબ જ ચાર ભેદ છે. સયોગી કેવલીને પહેલો અને છેલ્લો વચનયોગ હોય છે. અસત્ય ભાષા હોતી નથી તેથી બીજો-ત્રીજો વચનયોગ સંભવતો નથી. માટે પહેલા-છેલ્લા બેદમાં ૧ થી ૧૩ ગુણઠાણાં અને બીજા-ત્રીજા ભેદમાં ૧ થી ૧૨ ગુણઠાણાં જાણવા અને બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સામાન્ય ઓઘ બંધ” જ જાણવો. પરંતુ એટલી વિશેષતા છે કે મનયોગ સહિત જે વચનયોગ હોય છે તેમાં, એટલે કે મનયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જે વચનયોગ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તૃતીય કર્મગ્રંથ છે તેમાં ૧ થી ૧૩ અને ૧ થી ૧૨ ગુણઠાણાં અને બીજાકર્મગ્રંથની માફક ઘબંધ સમજવો. જો મનયોગ વિના કેવળ એકલા વચનયોગવાળા જીવોનો વચનયોગ લેવામાં આવે તો બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જ આવે તેમાં ચાર પ્રકારના વચનયોગમાંથી છેલ્લા એક જ ભેદ હોય અને માત્ર બે જ ગુણસ્થાનક હોય, ત્યાં વિકસેન્દ્રિયની જેમ બંધ જાણવો પરંતુ બીજા કર્મગ્રંથના ઓઘબંધની જેમ ન જાણવો. આ જ કર્મગ્રંથની અવચૂર્ણિમાં કહ્યું છે કે “સૂત્વાસૂત્રી सत्यादिमनोयोगचतुष्के तत्पूर्वके सत्यादिवाग्योगचतुष्के ओघबन्धो વિંશત્યુત્તરશતાર્તિક્ષા: Áસ્તવો તો યા તથા આ જ ગાથાની અવચૂર્ણિની છેલ્લી પંક્તિમાં મનોહિતવાયો વિચિમ' આ પાઠ ઉપરથી જો વચનયોગ મનયોગ સહિત વિચારાય તો ઘબંધ અને જો મનયોગ રહિત વિચારાય તો વિકસેન્દ્રિયની જેમ બંધ જાણવો. હવે કાયયોગ કહેવાય છે. તેના સાત ભેદ છે. (૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્ર કાયયોગ, (૩) વૈક્રિય કાયયોગ, (૪) વૈક્રિય મિશ્રકાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્ર કાયયોગ, અને (૭) તેજસ કાર્મણકાયયોગ. આ સાત ભેદમાંથી પ્રથમ દારિક કાયયોગમાં બંધસ્વામિત્વ કહે છે. મનયોગ-વચનયોગ સહિત ઔદારિક કાયયોગમાં, એટલે કે મનયોગ-અને વચનયોગ બને યોગવાળા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં જે ઔદારિક કાયયોગ છે તેમાં ૧ થી ૧૩ ગુણઠાણાં હોય છે અને આ જ કર્મગ્રંથની દસમી ગાથામાં કહ્યા મુજબ મનુષ્યગતિની માફક જ બંધ કહેવો. આ ઔદારિક કાયયોગ ફક્ત મનુષ્ય-તિર્યંચગતિના જીવોમાં જ હોય છે. તે બન્નેમાં તિર્યંચના જીવો કરતાં મનુષ્યગતિના જીવો જિનનામકર્મ અધિક બાંધે છે. એટલે મનુષ્યની જેમ બંધ કહેવાથી તિર્યંચગતિમાં બંધાતી પ્રકૃતિઓ આવી જાય છે. વળી પ્રમત્ત આદિ ઉપરના ગુણઠાણાં Page #48 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૪૭ પણ મનુષ્યગતિમાં જ સંભવે છે. તેથી મનુષ્યગતિની માફક બંધ કહેલ છે. ઘે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૬૯, ચોથે ૭૧, પાંચમે ૬૭, છઠ્ઠ ૬૩ વગેરે બીજા કર્મગ્રંથની જેમ જ બંધ જાણવો. પરંતુ મનયોગ અને વચનયોગ રહિત કેવળ ઔદારિક કાયયોગ જો લેવામાં આવે તો મન-વચન વિનાનો કેવલ ઔદારિક કાયયોગ માત્ર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જ હોય છે તેથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની જેમ જ બંધ સમજવો અવચૂર્ણિમાં કહ્યું છે કે ‘‘મનોવાળ્યો પૂર્વ औदारिककाययोगे नरभंगः, “इय चउगुणेसु वि नरा" इत्यादिना प्रागुक्तस्वरूपः ।'' તથા છેલ્લી પંક્તિમાં કહ્યું છે કે વેવલાયયોગે त्वेकेन्द्रियभङ्गः । હવે ઔદારિકમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ કહેવાનું છે તે હવે પછીની ૧૫મી ગાથામાં કહેવાશે, ઔદારિકમિશ્ર કાયયોગ મનુષ્ય-તિર્યંચના ભવમાં ઉત્પત્તિના બીજા સમયથી તૈજસ-કાર્યણની સાથે (મિશ્રરૂપે) હોય છે. આ ઔદારિક મિશ્ર કાયયોગ કેટલાક આચાર્યોના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી, અને કેટલાક આચાર્યોના મતે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરે ત્યાં સુધી હોય છે. પરંતુ બન્ને આચાર્યોના મતે કરણ અપર્યાપ્ત અવસ્થામાં જ આ યોગ સંભવે છે. તે વખતે જીવને ફક્ત મિથ્યાત્વસાસ્વાદન અને અવિરત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ જ ગુણસ્થાનક હોય છે. વિરતિવાળાં અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક હોતાં નથી. તથા કેવલી સમુદ્ધાત અવસ્થામાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે પણ આ ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. એમ કુલ ૧-૨-૪-૧૩ આ ચાર ગુણસ્થાનકે તથા ચારેનો ગુણસ્થાનકોનો સાથે ઓઘબંધ આ યોગ માર્ગણામાં હવે કહેવાશે. 119811 आहारछगविणोहे, चउदससउमिच्छिजिणपणगहीणं । सासणि चउनवइ विणा, तिरिअनराउ सुहुमतेर ॥ १५ ॥ (नरतिरिआऊ सुहुमतेर ) Page #49 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ (आहारषट्के विनौघे चतुर्दशशतं मिथ्यात्वे जिनपञ्चकहीनम् । सासादने चतुर्नवतिर्विना, नरतिर्यगायुः सूक्ष्मत्रयोदश ) શબ્દાર્થ= આદિઈ વિળોટૅક આહારક પક વિના ધે, નિV[પાદi= તીર્થકર નામકર્મ આદિ પાંચ વિના, મિf$= મિથ્યાત્વે, ૨૩૪૩= એકસો ચૌદ, સાળ= સાસ્વાદને, વડનવ= ચોરાણું બંધાય છે. વિMI= વિના, નરિકી= મનુષ્ય અને તિર્યંચાયુષ્ય, સુદુમતિ= સૂક્ષ્માદિ તેર. ગાથાર્થ દારિક મિશ્ર કાયયોગમાં આહારક ષક વિના ધે ૧૧૪ બંધાય છે. તીર્થકર નામકર્માદિ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. અને મનુષ્ય-તિર્યંચાયુષ્ય તથા સૂક્ષ્માદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪ બંધાય છે. I૧૫ / વિવેચન- દારિકમિશ્ર કાયયોગ માર્ગણામાં ઓધે આહારક ષક વિના ૧૧૪ પ્રકૃતિ બંધાય છે. આ યોગ કરણ અપર્યાપ્ત અવસ્થામાં અને તેરમે ગુણઠાણે હોય છે. ત્યાં અપર્યાપ્તાવસ્થામાં સંયમાવસ્થા ન હોવાથી આહારકદ્ધિક બંધાતું નથી. તથા કરણ અપર્યાપ્ત અવસ્થામાં સામાન્યથી અતિશય વિશુદ્ધિ અને અતિશય સંકુલેશ ન હોવાથી દેવગતિ પ્રાયોગ્ય કે નરકગતિ પ્રાયોગ્ય બંધ થતો નથી. એટલે દેવત્રિક-નરકત્રિક-અને વૈક્રિયદ્ધિક એમ આઠ પ્રકૃતિઓનો બંધ ન્યૂન થવો જોઇએ. પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિ તિર્યચ-મનુષ્યોને જ્યારે સમ્યત્વ હોય ત્યારે નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ થાય છે. અન્યગતિ પ્રાયોગ્ય બંધ થતો નથી. તેથી દેવગતિ-દે વાતુપૂર્વી-વૈક્રિયશરીર અને વૈક્રિયાંગોપાંગ આ ચાર પ્રકૃતિઓ ચોથે ગુણઠાણે બંધમાં આવવાની છે એટલે ઓથે પણ બંધમાં લેવી પડે છે માટે આઠ ન્યૂન ન કરતાં શેષ દેવાયુષ્ય અને નરકત્રિક જ બંધમાંથી ન્યૂન થાય છે. એમ આહારદિક દેવાયુષ્ય-અને નરકત્રિક કુલ છે પ્રકૃતિ વિના આવે ૧૧૪ નો બંધ થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ બન્યસ્વામિત્વ ૪૯ દારિકમિશ્ર કાયયોગ સર્વપર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે તે મત ગ્રંથકારશ્રીને માન્ય છે તેને આશ્રયીને ૪ આ ૧૧૪ નો બંધ તથા આગળ પહેલા ગુણઠાણે ૧૦૯ ને બંધ કહ્યો છે. કારણકે ૧૧૪ અને ૧૦૯ ના બંધમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ રાખેલ છે, ધૂન કરેલ નથી. હવે જો આ કાયયોગ શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી જ હોય તો આ બે આયુષ્યનો બંધ પણ ન્યૂન જ કરવો પડે. કારણકે આયુષ્ય ત્રણ (આહાર-શરીર-અને ઇન્દ્રિય) પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં આયુષ્યનો બંધ થતો જ નથી માટે સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આ મિશ્રયોગ હોય છે એમ ગ્રંથકારશ્રીને ઇષ્ટ છે. તથા ગ્રંથકારશ્રી પોતે જ આગળ ચોથા કર્મગ્રંથની ચોથી ગાથામાં “તપ૩રત્નમને'' આ પદમાં અન્ય આચાર્યોનું નામ આપીને કહે છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારબાદ ઔદારિક કાયયોગ હોય છે (પરંતુ ઔદારિક મિશ્ર કાયયોગ હોતો નથી) એમ અન્ય આચાર્યો માને છે એટલે આ મત પોતાને ઈષ્ટ નથી એમ ફલિત થાય છે. તેથી જ ૧૧૪ અને ૧૦૯ નો બંધ ઘટી શકે છે. જીવવિજયજી મહારાજશ્રી કૃત ટબામાં આવો સંદેહ કરવામાં આવ્યો છે કે ઔદારિક મિશ્ર કાયયોગ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ હોય તો ત્યાં આ બે આયુષ્યનો બંધ કેમ ઘટે ? પરંતુ જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર માનવામાં આવે તો આ સંદેહ રહેતો નથી. તથા દિગંબર સંપ્રદાયને માન્ય “ગોમટસારમાં” પણ ૧૧૪ અને ૧૦૯ નો જ બંધ જણાવેલ છે. તે પાઠ પણ આ પ્રમાણે "ओराले वा मिस्से, न सुरनिस्याउहारनिरयदुगं । fમgો કેવો, તિત્ય હિ વિકે ત્યિ ” (ગમ્મસાર-કર્મકાંડ ગાથા-૧૧ ૬) Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ તૃતીય કર્મગ્રંથ અર્થ- દારિકમિશ્રકાયયોગમાં દેવાયુપ્ય-નરકાયુષ્ય-આહારકટ્રિક અને નરકદ્ધિક વિના ઓથે ૧૧૪ બંધાય છે. મિથ્યાત્વદ્રિકમાં (એટલે મિથ્યાત્વે અને સાસ્વાદને) દેવચતુષ્ક અને તીર્થંકર નામકર્મ એમ પાંચ બંધાતી નથી (એટલે ૧૦૯ બંધાય છે.) પરંતુ અવિરતે તે પાંચ પ્રકૃતિઓ બંધમાં હોય છે. ઉપરોક્ત પાઠો અને ચર્ચા જોતાં સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય તે પક્ષને આશ્રયી આ બંધવિધાન છે એમ જાણવું. પ્રશ્ન- “સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્રયોગ હોય” એ પક્ષ જો વધારે સંગત થાય છે તો “શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ મિશ્ર યોગ છે” આ પક્ષ કયા આચાર્યો માને છે અને તેઓ કયા પાઠના આધારે માને છે ? શું યુક્તિ આપે છે ? ઉત્તર- શરીર પર્યાપ્તિ સુધી ઔદારિક મિશ્રયોગ હોય છે આ મત શીલાંકાચાર્યાદિનો છે. તેઓ પૂજય શ્રી ભદ્રબાહુસ્વામીજીની આ ગાથાને આધાર આપીને આ પક્ષ માને છે. ' जोएण कम्मएणं, आहारेइ अणंतरो जीवो । तेण परं मीसेणं, जाव सरीर निप्फत्ती ॥ १ ॥ અર્થ- જીવ પરભવથી ઍવીને જ્યારે ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય છે ત્યારે તરત જ પ્રથમ સમયે કાર્પણ યોગ વડે આહાર ગ્રહણ કરે છે અને ત્યારબાદ કાશ્મણની સાથે મિશ્ર વડે આહાર ગ્રહણ કરે છે. તે યાવત્ “શરીરનિષ્પત્તિ” થાય ત્યાં સુધી. આ પાઠમાં કહેલ શરીરનિષ્પત્તિ નો અર્થ શરીર પર્યાતિની પૂર્ણતા થાય ત્યાં સુધી મનુષ્ય-તિર્યંચો દારિક મિશ્રા યોગ વડે અને દેવ-નારકી વેકિયમિશકાયયોગ વડે આહારગ્રહણ કરે છે. તે શરીર પર્યામિ પૂર્ણ થતાં (મિશ્ર વિનાના) શુદ્ધ દારિક અને ક્રિય કાયયોગ હોય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૫૧ અને તેના વડે આહારગ્રહણ કરે છે આવો અર્થ કરીને શરીર પર્યાપ્તિ સુધી મિશ્રયોગ માને છે. પ્રશ્ન- દેવેન્દ્રસૂરિજી આદિ શ્વેતાંબર આચાર્યો અને ગોમ્મટ સાર રચનાર શ્રી નેમિચંદ્રજી આદિ દિગંબર આચાર્યોને સર્વ પર્યાપ્ત સુધી ઔદારિક મિશ્ર કાયયોગ માનવામાં ઉપરોક્ત શ્રી ભદ્રબાહુ સ્વામિજીના પાઠની અસંગતિ શું નહી થાય ? અર્થાત્ તેઓ આ પાઠ કેવી રીતે સંગત ક૨શે ? ઉત્તર- તેઓ ‘શરીરનિષ્પત્તિ'નો અર્થ શરીરપર્યાપ્ત પૂર્ણ થવી એમ કરતા નથી. પરંતુ પૂર્ણપણે શરીરની નિષ્પત્તિ થવી. એવો અર્થ કરે છે. એટલે જ્યાં સુધી શરીરમાં ઇન્દ્રિય-શ્વાસ-ભાષા અને મન આદિ પર્યાપ્તિઓ પૂર્ણ ન થઇ હોય ત્યાં સુધી શરીરની પૂર્ણપણે કામકાજ કરી શકે તેવી નિષ્પત્તિ કહેવાતી નથી. શરીરની પૂર્ણતયા નિષ્પત્તિ સર્વપર્યામિ પૂર્ણ કરવાથી થાય છે. માટે ત્યાં સુધી મિશ્રયોગ હોય છે એમ અર્થ કરે છે. પંડિતજી શ્રી સુખલાલભાઇ કૃત ત્રીજાકર્મગ્રંથના ગુજરાતી વિવેચનમાં પણ આ ચર્ચા જણાવેલી છે. આ ચર્ચાનો સંક્ષેપમાં સાર એ છે કે આ ત્રીજા કર્મગ્રંથમાં કહેવાતો બંધ સર્વ પર્યામિ પૂર્ણકરે ત્યાં સુધી મિશ્રયોગ હોય છે તે મત ગ્રંથકારશ્રીને માન્ય છે. અને તે પક્ષને આશ્રયી બંધસ્વામિત્વ લખાય છે. ઓઘે ૧૧૪, તેમાંથી જિનપંચક (દેવદ્વિક-વૈક્રિયદ્વિક અને જિન નામ) એ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. કરણ અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યો દેવપ્રાયોગ્ય ઉપરોક્ત પાંચ અને તિર્યંચો જિનનામ વિના ચાર પ્રકૃતિઓ અનુક્રમે બાંધે છે પરંતુ સમ્યગ્દષ્ટિ હોય તો જ બાંધે છે. મિથ્યાત્વ અવસ્થા હોય તો અપર્યાપ્તપણાના કારણે બાંધતા નથી. તેથી મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. તે ૧૦૯માંથી તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય તથા સૂક્ષ્મનામકર્માદિ ૧૩ એમ કુલ ૧૫ પ્રકૃતિઓ વિના સાસ્વાદને ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન ગુણઠાણું ઉત્પત્તિથી વધુમાં વધુ ૬ આલિકા Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તૃતીય કર્મગ્રંથ કાળ જ હોય છે અને આ બે આયુષ્યનો બંધ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી જ થાય છે. ત્યાં સુધી તો બે અંતર્મુહૂર્ત કાળ ચાલ્યો જતો હોવાથી સાસ્વાદન હોતું નથી. આ રીતે સાસ્વાદન જ્યારે પ્રથમની છ આવલિકામાં છે ત્યારે આયુષનો બંધ નથી અને જ્યારે ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આયુષ્યનો બંધ સંભવે છે ત્યારે સાસ્વાદન ગુણઠાણું નથી. તેથી બે આયુષ્યને બંધ ઘટતો નથી'. તથા સૂક્ષ્માદિ ૧૩નો બંધ મિથ્યાત્વ પ્રત્યયિક છે તેથી સાસ્વાદને હોતો નથી. ત્રીજું મિશ્રગુણસ્થાનક આ યોગમાં સંભવતું નથી. કારણકે મિશ્રગુણસ્થાનકે વર્તમાન આત્મા મૃત્યુ પામતો નથી અને મૃત્યુ વિના અન્યભવ સંબંધી અપર્યાપ્તાવસ્થા આવતી નથી. તેથી ઔ. મિશ્રયોગ ત્રીજે ગુણઠાણે હોતો નથી. II૧૫ II ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આ ઔદારિકમિશ્ન કાયયોગ માર્ગણામાં કેટલી પ્રકૃતિ બંધાય છે. તે હવે જણાવે છે अणचउवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मेवि, एवमाहारदुगि ओहो ॥ १६ ॥ ૧ અહીં આચાર્યશ્રી પોતે જ સાસ્વાદને ૯૪ નો બંધ કહે છે. અવચૂર્ણિકાર પણ એમ જ કહે છે. યુક્તિ પણ આપે છે કે નરતિર્યયુષીરપર્યાત્વેન સાસ િવત્થામાવતિ, બન્ને ટબામાં, પ્રાચીન તૃતીયકર્મગ્રંથમાં અને ગોમટસારમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૯૪ નો જ બંધ કહ્યો છે. અને આ જ ગ્રંથકારે આ જ કર્મગ્રંથની ૧૩ મી ગાથામાં પૃથ્વીકાયદિ માર્ગણામાં સાસ્વાદને આ બે આયુષ્ય સહિત ૯૬ નો બંધ કહ્યો છે. તે કેમ ઘટે? ઔદારિકમિશ્રયોગ પૃથ્વીકાયાદિ ૧૦ દંડક જીવોમાં જ હોય છે. જો પૃથ્વીકાયાદિજીવોમાં આયુષ્યબંધ સાસ્વાદને હોય તો ઔ મિશ્રમાં તો હોય જ, તો ૯૪ કેમ કહેવાય? અને જો ઓ. મિશ્રમાં સાસ્વાદને આયુષ્યનો બંધ ન હોય તો પૃથ્વીકાયાદિમાં કેવી રીતે હોય? ત્યાં પણ ૯૬ કેમ કહેવાય? તથા અવચૂર્ણિકારે જ ૧૨મી ગાથામાં “શારીરત્યુત્તરતિમfપ સમાનભાવ-ગ્રેષ્ઠત્વાયુર્વળ્યો.fમપ્રેત" આવી યુક્તિ જણાવી છે. અને અહીં અવચૂર્ણિકારે જ પર્યાપ્તત્વેન સાસદને વસ્થામવાતું' યુક્તિ આપી છે. એટલે આ વિષય તત્ત્વજ્ઞપુરૂષોએ વિચારવો, પૂર્વાપરના અન્યગ્રંથોના પાઠોનું નિરીક્ષણ કરતાં ૯૪ નો બંધ હાલ વધુ યુક્તિસંગત લાગે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ બસ્વામિત્વ પ૩ (अनचतुर्विंशत्यादिं विना, जिनपञ्चकयुताः सम्यक्त्वे योगिनः सातम्। विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारकद्विके ओघः ) શબ્દાર્થ ખવડવાડું= અનંતાનુબંધી ચોવીસ વગેરે પ્રકૃતિઓ, વિIT= વિના, નળપણ ગુ= તીર્થકર નામકર્માદિ પાંચ પ્રકૃતિઓથી યુક્ત, Hિ= સમ્યકત્વગુણઠાણે, નોળિ= સયોગી કેવલી ગુણઠાણે, સાયંત્ર સાતવેદનીય, વિપુ= વિના, તિરિનરી૩= તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય, વિક કાર્પણ કાયયોગમાં પણ, વં= એમ જ બંધ જાણવો, ઉપહાર' દુનિ= આહારક = આહારકમિશ્રયોગમાં, ઓë= ઓથબંધ. ગાથાર્થ- ઓ. મિશ્રકાયયોગમાં સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી ચોવીસ વગેરે વિના અને તીર્થંકર નામકર્માદિ પાંચ યુક્ત કરતાં ૭૫ નો બંધ થાય છે. યોગી ગુણઠાણે એક સાતા જ બંધાય છે. કાર્પણ કાયયોગમાં પણ તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના આ જ પ્રમાણે બંધ જાણવો, આહારકના બે યોગમાં ઘબંધ જાણવો. I૧૬ | વિવેચન- દારિક મિશ્ર કાયયોગમાં સાસ્વાદને જે ૯૪ નો બંધ પૂર્વની ૧૫મી ગાથામાં કહ્યો છે તેમાંથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે અનંતાનુબંધી આદિ (ચોથી ગાથામાં કહ્યા પ્રમાણે) તિર્યંચદ્ધિક સુધીની ૨૪ પ્રકૃતિઓ ઓછી કરવી કારણકે તે ર૪નો બંધ અનંતાનુબંધી પ્રત્યયિક છે અને અનંતાનુબંધીનો ઉદય ફક્ત બે જ ગુણઠાણાં સુધી હોય છે. માટે ચોથે ગુણઠાણે આ ર૪નો બંધ સંભવતો નથી. પ્રશ્ન- બીજા કર્મગ્રંથમાં અનંતાનુબંધીના નિમિત્તવાળી ૨૫ પ્રકૃતિઓ કહી છે અને અહીં ૨૪ કહો છો તો આમ કેમ ? ત્યાંની જેમ અહીં પણ ૨૫ જ ઓછી કરવી જોઇએ. ઉત્તર- આ ૨૪ કરતાં ૨૫માં એક તિર્યંચાયુષ્ય વધારે છે. પરંતુ આ આયુષ્યકર્મની પ્રકૃતિ પહેલા ગુણઠાણેથી બીજા ગુણઠાણે. જ ૧૦૯ થી ૯૪ નો બંધ કહ્યો ત્યારે પ્રથમથી જ ઓછી થઇ ચૂકી છે. સાસ્વાદન ભાવ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તૃતીય કર્મગ્રંથ છ આવલિકા જ હોય છે. અને આયુષ્યનો બંધ ત્રણ પર્યાપ્તિ પછી થાય છે. તેથી પ્રથમથી જ તિર્યંચાયુષ્ય ઓછું કરેલું હોવાથી ચોથે જતાં ર૪ જ ઓછી કરવામાં આવે છે. તથા જિનપંચક (તીર્થકર નામકર્મ-દેવદિક અને વૈક્રિયદ્રિક, આ પાંચનો બંધ ઉમેરાય છે. કારણ કે દારિક મિશ્ર યોગ તિર્યંચ-મનુષ્યોને હોય છે તેઓ ચોથે ગુણઠાણે દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે પાંચનો બંધ ઉમેરાય છે. જેથી ૧૦૯ માંથી ૨૪ બાદ કરો અને પ ઉમેરો એટલે ૭૫ ને બંધ ચોથે ગુણઠાણે થાય છે. તથા તેરમા સયોગી કેવલી ગુણઠાણે કેવલી સમુદ્દઘાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે માત્ર એક સતાવેદનીય જ બંધાય છે. પ્રશ્ન- આ દારિકમિશ્ર કાયયોગ તિર્યંચ-મનુષ્યોને જ હોય છે અને તેઓના બંધસ્વામિત્વ વખતે ગાથા ૯-૧૦ માં અનંતાનુબંધી વગેરે ૩૧ ઓછી કરવામાં આવી છે. અને તિર્યંચોને ૭૦ તથા મનુષ્યોને તીર્થકર નામકર્મ સાથે ૭૧ નો બંધ કહ્યો છે. આ ૩૧ પ્રકૃતિઓમાં તિર્યંચાયુષ્ય-મનુષ્પાયુષ્ય અહીં પ્રથમથી જ ઓછાં કરેલાં છે. માટે બાકીની અનંતાનુબંધી આદિ ૨૯ ઓછી કરવી જોઇએ, તેને બદલે ૨૪ જ કેમ ઓછી કરવામાં આવે છે? મનુષ્યદ્ધિક-દારિકદ્ધિક-અને વજૂઋષભનારાચ સંઘયણ આ પાંચ પ્રકૃતિઓનો બંધ અહીં દારિક મિશ્રમાં ઓછો કરવામાં કેમ નથી આવતો? ઔદારિક મિશ્રયોગ મનુષ્ય-તિર્યંચોને જ હોય છે અને તેઓ ચોથે ગુણઠાણે હોય ત્યારે દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી. અને આ મનુષ્યદ્રિકાદિ પાંચ પ્રકૃતિઓ મનુષ્યપ્રાયોગ્ય બંધની જ છે. તો તે કેમ ઓછી કરવામાં નથી આવી? જો સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચોને આ પાંચ પ્રકૃતિ ન બંધાય તો દારિક મિશ્ર કાયયોગી સમ્યગ્દષ્ટિને આ પાંચ પ્રકૃતિ ક્યાંથી બંધાવાની હતી? તો શા માટે ઓછી કરી નથી? ઉત્તર- તમારો પ્રશ્ન સત્ય છે. ઔદારિક મિશ્ર કાયયોગ ફક્ત તિર્યંચ-મનુષ્યોને જ હોય છે. અને તેઓ સમ્યદ્રષ્ટિ હોય ત્યારે દેવપ્રાયોગ્ય Page #56 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૫૫. જ બંધ કરે છે મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યદ્ધિ કાદિ પાંચનો બંધ ઓછો કરવો જ જોઇએ, વળી મનુષ્યગતિમાર્ગણામાં ૭૧, અને તિર્યંચગતિમાર્ગણામાં જો ૭૦ બંધાતી હોય તો દારિકમિશ્ર કાયયોગમાં પણ ચોથે ગુણઠાણે (તે જ ૭૧ મનુષ્પાયુષ્ય વિના) ૭૦ થાય તેનો જ બંધ કહેવો જોઇએ. પરંતુ તેનો ઉત્તર સ્પષ્ટપણે અવચૂર્ણિમાં આપ્યો નથી. અવચૂર્ણિમાં તો “પગ્રસતિસ્તાસામૌઢારિઋમિશ્રમયો ની સંખ્યત્વે વૈજ્ઞાતિ” એમ સ્પષ્ટ કહ્યું છે. તેથી અમે પણ વિવેચનમાં ૭૫ નો બંધ કહ્યો છે. પરંતુ સૂક્ષ્મતૃષ્ટિએ વિચાર કરતાં અવચૂર્ણિને આધાર જો ન લઇએ અને આ મૂલગાથાને આધાર લઇએ તો તેનો ઉત્તર મળી જાય છે. ગ્રંથકર્તા શ્રી દેવેન્દ્રસૂરિજીને દારિક મિશ્રકાયયોગે ચોથે ગુણઠાણે ૭૫નો બંધ ઇષ્ટ નથી પરંતુ ૭૦ નો જ બંધ ઈષ્ટ છે તેના મુખ્ય બે કારણો જણાય છે. (૧) આ મૂળ ગાથામાં ક્યાંય ૭૫નો ઉલ્લેખ નથી. (૨) બળવંડવી સારું = પદમાં મારું જે પદ છે તે ૨૪ આદિ, ચોવીસ વગેરે, આ શબ્દથી ૩૧ ઓછી કરવાનું સૂચન છે. જો ૨૪ જ ઓછી કરવી હોત તો મારું શબ્દ શા માટે લખે? અને અનંતાનુબંધી વગેરે ચોવીસ લેવા માટે જો સારૂં શબ્દ લખ્યો હોત તો મળ ની પછી માડું શબ્દ આવે, અર્થાત્ મારૂં વડવી એમ પાઠ લખવો જોઈએ. પરંતુ વસવીસ ની પછી માડું શબ્દ ન આવે. જ્યારે ગ્રંથકારશ્રીએ આ સારૂ શબ્દ વીસ ની પછી મૂક્યો છે તેથી ચોવીશ વગેરે કહેવાથી મનુષ્યપંચક પણ ઓછું કરી ૭૦નો જ બંધ કહેવો જોઇએ અને ઘટી શકે પણ તેમ જ, ગ્રથંકારને પણ આ જ ઇષ્ટ હોય એમ લાગે છે જે કારણથી ગાથાની આવી રચના કરી છે. તથા જીવવિજયજી મહારાજજી કૃત ટબમાં આ જ પ્રશ્ન ઉઠાવ્યો છે પરંતુ સમાધાન આપ્યું નથી. અને જયસોમસૂરિજી કૃત ટબામાં આ જ સમાધાન આપ્યું છે કે “સર્વસવસારૂ વિ’િ’– પદનો અર્થ અનંતાનુબંધી Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૬ તૃતીય કર્મગ્રંથ આદિ ૨૪ એમ ન કરવો, પરંતુ અનંતાનુબંધી ચોવીસ વગેરે એમ અર્થ કરવો અને ૨૪ ને બદલે ૨૯ ઓછી કરવી. દિગંબરામ્નાયને માન્ય ગોમટસાર કર્મકાંડ અધિકારમાં, પણ અનંતાનુબંધી આદિ ૨૯ જ ઓછી કરીને દારિક મિશ્રકાયયોગમાં ચોથે ગુણઠાણે ૭૦નો જ બંધ કહ્યો છે તે ગાથા આ પ્રમાણે છે"पण्णारसमुनतीसं, मिच्छदुगे अविरदे छिदी चउरो । વામિ પ વિ ૩, ઘંઉં સાઉં સંગોષ્ઠિ | ૨૨૭ ” આ ગાથામાં મિથ્યાત્વેથી સાસ્વાદને જતાં ૧૫, અને અવિરતે ૩નતીકં = ૨૯ ઓછી કરવાનું કહ્યું છે. તેથી અવિરતે ૨૯ નો છેદ થાય છે અને વરિ= બાકી રહેલી ઉપરની ૬૫, અને દેવદ્રિક, વૈક્રિઢિકની ચાર ઉમેરતાં ૬૯ બંધાય છે. જો તીર્થકર નામકર્મ હોય તો ૭૦ બંધાય છે. આ પ્રમાણે મૂલગાથામાં ૨૯ ઓછી કરવાનું અને ૭૦ બંધાય છે. એમ કહ્યું છે. તથા પ્રાચીન બંધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રંથમાં ગાથા-૨૮૨૯માં ૭૫ ના બંધનો ઉલ્લેખ છે. તથા પ્રાચીન બંધસ્વામિત્વની ટીકામાં ટીકાકારશ્રી ગોવિન્દ્રાચાર્યજીએ આ વિષય ઉપર કંઈ પણ ચર્ચા લખી નથી. નવીન બંધસ્વામિત્વ ઉપર સ્વપજ્ઞટીકા ઉપલબ્ધ નથી. અવચૂર્ણિ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ૭૫ ના બંધનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સૂક્ષ્મવિચારણા કરતાં સાડ઼ શબ્દનો વગેરે અર્થ કરી ૨૯ બાદ કરતાં 0ના બંધનું સમાધાન ટબામાં જયસોમસૂરિજીએ જે કર્યું છે તે યોગ્ય લાગે છે. પ્રશ્ન- દારિકમિશ્નકાયયોગમાં ચોથે ગુણઠાણે વસવીસારૂ પદનો અર્થ ૨૪ વગેરે કરીને ડું પદથી ૨૯ પ્રકૃતિઓ ઓછી કરવાનું જો ગ્રંથકારને ઇષ્ટ હોય , તો આવા પ્રકારનો ગર્ભિત સંકેત લખવાની શી જરૂર? સ્પષ્ટપણે ૩નતીકં = ૨૯ ઓછી કરવી એમ કેમ ન કહ્યું ? ચોવીસનો ઉલ્લેખ કરીને શેષ પાંચ લેવા માટે “મારૂ' શબ્દ જોડવાની. Page #58 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૫૭ અને અભ્યાસકવર્ગને મુંઝવણમાં મુકવાની ગ્રંથકારશ્રીને શું આવશ્યકતા લાગી? ઉત્તર- આ જ ગાથામાં પાછળના અર્ધા ભાગમાં કાર્મણકાયયોગ માર્ગણામાં મનુષ્ય-તિર્યંચ એમ બે આયુષ્ય વિના બંધસ્વામિત્વ દારિકમિશ્રકાયયોગની જેમ જ હોય છે એમ કહેવાનું છે. ઔદારિક મિશ્રકાયયોગ માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય છે એટલે દેવપ્રાયોગ્ય જ બંધ થાય છે જેથી મનુષ્યદ્ધિકાદિ પાંચનો બંધ સંભવતો નથી, પરંતુ કાર્પણ કાયયોગ તો ચારે ગતિના જીવોને હોય છે. તેથી તિર્યચ-મનુષ્યો જેમ દેવપ્રાયોગ્ય બંધ કરી શકે છે. એ જ પ્રમાણે દેવ-નારકીના જીવો ચોથે ગુણઠાણે વિગ્રહગતિમાં મનુષ્યપ્રાયોગ્ય આ પાંચ પ્રકૃતિઓ બાંધે છે. તેથી કાર્મણકાયયોગમાં ૭૫ જ બંધાય છે. આ પ્રમાણે ઔદારિક મિશ્રમાં ૭૦ અને કાર્મણ કાયયોગમાં બંધ ૭પનો સંભવે છે છતાં આ ગાથામાં ખે વિ વિમ્ = કાશ્મણ કાયયોગમાં પણ એમ જ બંધ સમજવો આવું લખ્યું છે. તેથી સમજાય છે કે જ્યારે ઔદારિક મિશ્રકાયયોગનું બંધસ્વામિત્વ લો ત્યારે “૨૪ વગેરે” પદથી ૨૯ ઓછી કરવી અને ૭૦ નો બંધ હોય છે. એમ સમજવું અને જ્યારે કાર્મણકાયયોગનું બંધસ્વામિત્વ લો ત્યારે માત્ર “વીસ” જ પદ લેવું અને ૨૪ જ ઓછી કરવી. ૭પનો બંધ હોય છે. એમ જાણવું. મારું પદ ન જોડવું. જેથી બન્નેનો બંધ ૭૦-૭૫નો સંગત થશે. પ્રશ્ન- આવો અર્થ કેવી રીતે સમજી શકાય કે એક માર્ગણામાં ડુિં પદ લગાડીને ૨૯ ઓછી કરવી અને બીજી માર્ગણામાં મારું પદ ન લગાડીને ૨૪ જ ઓછી કરવી ? તે માટે યુક્તિ શું ? ઉત્તર- ગ્રંથકારશ્રીએ ગાથાની જે આવી રચના કરી છે તે જ તેમાં યુક્તિ છે. જો બન્ને માર્ગણામાં ૨૪ જ ઓછી કરવી હોત તો ૨૪ જ લખત, બારૂ પદ ન લખત, અને જો બન્ને માર્ગણામાં ૨૯ જ ઓછી કરવી હોત તો ૩નતિ એવો સ્પષ્ટ પાઠ લખત, એવો સ્પષ્ટ પાઠ ન Page #59 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ લખતાં ૨૪ નો ઉલ્લેખ કરીને આદિ પદ જે લખે છે તે કંઇક ગર્ભિતતા સૂચવે છે કે એકમાર્ગણામાં ર૯ અને બીજી માર્ગણામાં ૨૪ ઓછી કરવી. પ્રશ્ન- આ સારૂં પદ અનંતાનુબંધી વગેરે ૨૪ એમ સમજાવવા માટે હોય એવું ન બને? ઉત્તર- જો એમ હોય તો આ મારું પદ અM પદની પાસે લખાય, વસવીસ પદની પાસે ન લખાય, મારૂકવીસ એમ પાઠ બનાવવો પડે, આવો પાઠ ન બનાવતાં કવીસ ની પછી જે મારું શબ્દ લખ્યો છે તે સ્પષ્ટ સમજાવે છે કે ભિન્ન-ભિન્ન સંખ્યા લેવા માટે જ છે. ઇત્યાદિ સુયોગ્ય તર્ક વિદ્વાનોએ જોડવો. આ પ્રમાણે ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં ઓઘે ૧૧૪, મિથ્યાત્વે ૧૦૯, સાસ્વાદને ૯૪, અવિરતે ૭૫ (૭૦), અને સયોગી કેવલીને ૧ (સાતાનો) બંધ થાય છે. પ્રશ્ન- ઔદારિક મિશ્રકાયયોગમાં ૧-૨-૪-૧૩-એમ ચાર જ ગુણસ્થાનકો હોય છે? કે બીજાં વધારે ગુણસ્થાનકો હોય છે? - ઉત્તર- કર્મગ્રંથકારના મતે ઉપરોક્ત ચાર જ ગુણસ્થાનકો હોય છે. કારણ કે મનુષ્ય-તિર્યંચોને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલજ્ઞાની ભગવન્તોને કેવલિસમુદ્યાત અવસ્થામાં જ આ યોગ હોય છે. અન્યકાલે હોતો નથી, ત્યાં ઉપરોક્ત ચાર જ ગુણસ્થાનકો સંભવે છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાનક પણ આ ઔદારિક મિશ્ર કાયયોગમાં હોય છે. જેમ અપર્યાપ્ત અવસ્થામાં ઉત્પત્તિના બીજા સમયથી પરિપૂર્ણ શરીર બને નહિ ત્યાં સુધી કાર્પણ કાયયોગ સાથે ઔદારિક મિશ્ર બને છે તેવી જ રીતે વૈક્રિય અને આહારકની લબ્ધિવાળા જીવો જયારે જયારે આ લબ્ધિની વિફર્વણા કરે છે ત્યારે ત્યારે ઔદારિક શરીર પ્રથમ હતું એટલે ઔદારિક કાયયોગ તો હતો જ, પરંતુ વૈક્રિય તથા આહારક શરીરની રચના નવી કરે છે. આત્મપ્રદેશો તેમાં પ્રસ્થાપિત કરે છે એટલે જ્યાં સુધી વૈક્રિય કે આહારક Page #60 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ શરીરની પરિપૂર્ણ રચના ન થાય ત્યાં સુધી (જેમ અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણની સાથે ઔદારિકની મિશ્રતા હતી તેમ) આ ઔદારિકની વૈક્રિય તથા આહારકની સાથે મિશ્રતા સંભવે છે. જ્યાં મિશ્રતા હોય ત્યાં જે બે મિશ્ર બને તેમાંથી જેની પ્રધાનવિવક્ષા કરો તેનું નામાભિધાન થાય છે. કર્મગ્રંથકારો વૈક્રિય અને આહારકની રચના અપૂર્વ છે. આ શરીરરચના ન હતી અને થાય છે તેથી નવાની પ્રધાનતા આપે છે એટલે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર નામાભિધાન કરે છે. પરંતુ સિધ્ધાન્તકારો તેને ઔદારિકમિશ્ર નામાભિધાન કહે છે કારણકે મૂલ ઔદારિક હતું તો જ નવા શરીરોની રચના શક્ય બની છે. તેથી ઔદારિકને પ્રધાન કહે છે. આ પ્રમાણે વૈક્રિય શરીરની રચના કરતાં પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયયોગ તિર્યંચ-મનુષ્યોને પાંચમે-છઠ્ઠ ગુણઠાણે હોય છે અને આહારક શરીરની રચના કરતાં ઔદારિક મિશ્ર કાયયોગ મનુષ્યોને છઠ્ઠ ગુણઠાણે સિધ્ધાન્તકારના મતે હોય છે. ત્યાં પાંચમે ૬૭નો અને છઠ્ઠું ૬૩નો બંધ ઓઘબંધની જેમ જાણવો. ચોથા કર્મગ્રંથની ‘‘સાસળભાવે નાળ’’ આ ૪૯મી ગાથામાં વૈક્રિય-આહારકની વિપુર્વણા વખતે સિધ્ધાન્તકારના મતે ઔદારિકમિશ્રયોગ માનેલો છે. આ ચર્ચાનો વધારે ખુલાસો તે ૪૯મી ગાથાની ટીકામાં છે. ૫૯ " यदा पुनरौदारिकशरीरी वैक्रियलब्धिसंपन्नो मनुष्यः, पञ्चेन्द्रियतिर्यग्योनिको वा पर्याप्तबादरवायुकायिको वा वैक्रियं करोति तदा औदारिकशरीरयोग एव वर्तमानः प्रदेशान् विक्षिप्य वैक्रियशरीरयोग्यान् पुद्गलानादाय यावद्वैक्रियशरीरपर्याप्त्या पर्याप्तिं न गच्छति, तावद् वैक्रियेण मिश्रता, व्यपदेश औदारिकस्य, प्रधानत्वात्, एवमाहारकेणाऽपि सह मिश्रता द्रष्टव्या, आहारयति चैतेनैवेति, तस्यैव व्यपदेश इति " આ પ્રમાણે ઔદારિકમિશ્રકાયયોગમાં કર્મગ્રંથકારના મતે ૧-૨૪- અને ૧૩ એમ કુલ ૪, અને સિદ્ધાન્તકારના મતે ૧-૨-૪-૫-૬-૧૩, એમ કુલ છ ગુણસ્થાનકો હોય છે. કાર્યણ કાયયોગનું બંધસ્વામિત્વ આ જ ગાથાના ઉત્તરાર્ધમાં સમજાવે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તૃતીય કર્મગ્રંથ કાર્પણ કાયયોગનું બંધસ્વામિત્વ ઔદારિકમિશ્રકાયયોગની જેમ જ બરાબર કહેવું. ફક્ત તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ ઓ. મિશ્રમમાં છે તે કાર્યણકાયયોગમાં ન કહેવો. કારણકે ઔ. મિશ્ર સર્વ પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષ પર્યાપ્તિઓ બાકી હોય ત્યાં સુધીમાં ઔ. મિશ્રકાયયોગ હોતે છતે આયુષ્યના બંધનો સંભવ ઘટે છે. પરંતુ કાર્પણ કાયયોગ તો ફક્ત વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમસમયે જ હોય છે ત્યાં આયુષ્યના બંધનો સંભવ નથી. માટે બે આયુષ્યબંધ ન લેવો. તેથી ઓઘે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, (આ સાસ્વાદનમાં જે બે આયુષ્ય ઓછા કરવાનું કહ્યું છે તે છે જ નહીં, સૂક્ષ્માદિ તેરની સાથે ઓછાં થઇ જ ચૂક્યાં છે માટે ૯૪), અવિરતે ૭૫, સયોગી ગુણઠાણે (ત્રીજા-ચોથા અને પાંચમા સમયે) ૧, સાતાવેદનીય બંધાય છે. આ કાર્મણ કાયયોગ વિગ્રહગતિમાં ચારે ગતિના જીવોને હોય છે એટલે દેવપ્રાયોગ્ય અને મનુષ્યપ્રાયોગ્ય એમ બન્ને પ્રકારનો બંધ ચોથે ગુણઠાણે સંભવી શકે છે. તેથી ‘‘ઞળવવીસાર્'' પદમાં કહ્યા પ્રમાણે ૨૪ જ ઓછી કરીને ૭૫નો બંધ કહેવો. પરંતુ આર્ફે પદથી ૨૪+૫=૨૯ ઓછી કરીને નો બંધ ન કહેવો. આટલા માટે જ ૩ળતીÉ શબ્દ ન લખતાં વડવીસાફ શબ્દનો ઉલ્લેખ છે. અને ઔમિશ્ર યોગ વખતે આર્ પદથી ૫ વધારે ઓછી કરીને ૭૦નો બંધ કહેવો. આહારક કાયયોગ અને આહારકમિશ્રકાયયોગમાં ઓઘબંધ (બીજા કર્મગ્રંથની જેમ જ બંધ) જાણવો. આહારક કાયયોગમાં આહારકશરીરની અપેક્ષાએ પર્યાપ્ત અવસ્થા હોવાથી છઠ્ઠું અને સાતમું એમ બન્ને ગુણસ્થાનકો હોય છે અને ૬૩-૫૮/૫૯નો બંધ હોય છે. પરંતુ આહારક મિશ્ર કાયયોગ તો આહારકશરીરની સર્વપર્યાપ્તિઓ સંપૂર્ણ ન રચાય ત્યાં સુધી જ તે શરીર સંબંધી અપર્યાપ્ત અવસ્થામાં જ હોવાથી છઠ્ઠું જ ગુણસ્થાનક હોય છે કારણકે એક શરીરમાંથી બીજા શરીરની રચના કરવી તેને Page #62 -------------------------------------------------------------------------- ________________ બન્યસ્વામિત્વ શાસ્ત્રકારોએ પ્રમાદ કહ્યો છે એટલા જ માટે મહાત્મા પુરૂષોને પુણ્યોદયથી તથા મહનીયાદિ કર્મોના ક્ષયોપશમથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે પરંતુ બળવત્તર કારણ વિના તેનો પ્રયોગ કરતા નથી. કારણકે તેની વિમુર્વણા કરવી એ પ્રમાદાવસ્થા છે. આહારક કાયયોગમાં છકે ૬૩, અને સાતમે ૫૮ ૫૯ને બંધ, તથા આહારકમિશ્નમાં માત્ર છઠ્ઠ ગુણઠાણું, અને ત્યાં ૬૩નો બંધ જાણવો. પ્રાચીન બંધસ્વામિત્વમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. (જુઓ ગાથા ૩૨). / ૧૬ / આ પ્રમાણે દારિક, દારિકમિશ્ર, કાર્મણ, આહારક, અને આહારકમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ કહીને હવે બાકી રહેલા વૈક્રિય અને વૈક્રિયમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ જણાવે છે. सुरओहो वेउव्वे, तिरियनराउरहिओ य तम्मिस्से । वेयतिगाइमबियतिय कसाय नव दु चउ-पंच गुणे ॥१७॥ (सुरौघो वैक्रिये, तिर्यङ्नायूरहितश्च तन्मिश्रे । वेदत्रिकादिमद्वितीयतृतीयकषाया नवद्विचतुष्पञ्चगुणे ) શબ્દાર્થ= સુરોહો= દેવની જેમ સામાન્યથી, વેલ્વે= વૈક્રિયકાય યોગમાં, તિરિયનરસિદિ= તિર્યંચ અને મનુષ્યના આયુષ્યરહિત, તમિત્તે તે જ વૈક્રિયમિશ્રમાં, વેતિપI= ત્રણ વેદમાં, ગાવિયતીકસાયે= પહેલા-બીજા-અને ત્રીજા કષાયમાં, (અનુક્રમે) નવ-ટુ-વર્ડપંવ-Tળ= નવ-બે-ચાર અને પાંચ ગુણઠાણા હોય છે. ગાથાર્થ- વૈક્રિયકાયયોગમાં દેવગતિની જેમ બંધ સામાન્યપણે જાણવા, વક્રિયમિશકાયયોગમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય રહિત બંધ જાણવા વેદત્રિક, પ્રથમ-દ્વિતીય અને તૃતીય કષાયમાં અનુક્રમે નવ-બેચાર અને પાંચ ગુણઠાણાં હોય છે. ૧૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ વિવેચન- વૈક્રિય કાયયોગમાં દેવગતિની જેમ બંધ સમજવો. દેવ અને નરકના જીવોને જન્મથી જ આરંભીને મૃત્યુ પર્યન્ત આ યોગ હોય છે. તેથી દેવની સમાન બંધ કહેલ છે. નારકીના જીવો જે પ્રકૃતિઓ બાંધે છે તેના કરતાં દેવો એકેન્દ્રિય-સ્થાવર-આતપ એમ ૩ પ્રકૃતિ વધારે બાંધે છે અને આ ૩ પ્રકૃતિઓ દેવો બાંધતા હોવાથી વૈક્રિય કાયયોગમાં પણ બંધાય છે. તેથી “નરકની જેમ” બંધ ન કહેતાં “દેવની જેમ બંધ કહેલ છે. દેવોમાં પણ સૌથી વધુ પ્રકૃતિબંધ સૌધર્મ-ઇશાનમાં જ સંભવે છે. માટે તેની જેમ જ બંધ સમજવો. ઓધે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦, અને અવિરતે ૭૨નો બંધ જાણવો. વૈક્રિયમિશ્ર કાયયોગમાં પણ બંધ દેવગતિની જેમ જ કહેવો, પરંતુ તેમાં બે વિશેષતા છે (૧) તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્યનો બંધ ન કહેવો, તથા (૨) ત્રીજું મિશ્રગુણસ્થાનક ન હોય. દેવો અને નારકીને વૈક્રિયમિશ્રયોગ ઉત્પત્તિના બીજા સમયથી છ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્મણની સાથે મિશ્રયોગ હોય છે અને પરભવના આયુષ્યનો બંધ પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારે જ થાય છે. તેથી વૈક્રિયમિશ્રયોગના કાળે આયુષ્યના બંધનો સંભવ નથી. અપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર ગુણઠાણાનો સંભવ નથી. અને પર્યાપ્તાવસ્થામાં દેવ-નારકીને મિથ્યાત્વથી સમ્યકત્વે જતાં-આવતાં મિશ્રગુણઠાણું સંભવી શકે છે પરંતુ તે વખતે વૈક્રિય કાયયોગ હોય છે વૈક્રિયમિશ્રકાયયોગ સંભવતો નથી. તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં ઓધે ૧૦૨, પહેલે ૧૦૧, સાસ્વાદને ૯૪, અને અવિરતે ૭૧નો બંધ સમજવો. અહીં પાંચમા ગુણઠાણે વર્તતા અંબડશ્રાવક આદિને અને છ ગુણઠાણે વર્તતા વિષ્ણુકુમારાદિ મુનિઓને વૈક્રિયશરીરની વિદુર્વણા કરતાં દારિકની સાથે કર્મગ્રંથકારના મતે વૈક્રિય મિશ્રકાયયોગ હોય છે. તેથી પાંચમું અને છઠ્ઠ ગુણઠાણું પણ હોઈ શકે છે અને બીજા કર્મગ્રંથની જેમ ૬૭ અને ૬૩નો બંધ પણ ઘટી શકે છે પરંતુ કર્મગ્રંથકારે ભવપ્રત્યયિક જે દેવ-નારકીનું સ્વાભાવિક વૈક્રિય શરીર છે તેની જે માત્ર વિવક્ષા કરેલી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ બન્ધસ્વામિત્વ હોવાથી આ લબ્ધિ પ્રત્યયિક શરીરની ગણના કરી નથી. અથવા આ લબ્ધિ પ્રયિક શરીર અત્યન્ત અલ્પ હોય છે, ક્યારેક જ હોય છે, કોઇક જીવને જ હોય છે, અને કોઇક જ ક્ષેત્રે હોય છે તેથી અલ્પતાના કારણે પણ તેની વિવક્ષા કરી નથી. આ પ્રમાણે સાતે પ્રકારના કાયયોગનું બંધસ્વામિત્વ પૂર્ણ થયું. તેથી મનયોગ-વચનયોગ અને કાયયોગના ભેદ-પ્રભેદવાળી યોગ માર્ગણાનું બંધસ્વામિત્વ સમાપ્ત થયું. હવે વેદ માર્ગણા અને કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ સમજાવે છે. વેદ બે પ્રકારના હોય છે. શરીરની રચના-આકૃતિ તે દ્રવ્યવેદ કહેવાય છે. આ નામકર્મના ઉદયજન્ય છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરાકાર રૂપ વેદ ત્રણે પ્રકારના તેરમા ગુણઠાણા સુધી છે. પરંતુ માર્ગણામાં તે દ્રવ્યવેદની અપેક્ષા લેવાતી નથી. મોહનીયકર્મના ઉદયજન્ય “સંસારના ભોગસુખોની જે અભિલાષા” તેને ભાવવેદ કહેવાય છે. તે મોહોદય જન્ય હોવાથી નવમા ગુણઠાણા સુધી હોય છે. પુરુષવેદ-સ્ત્રીવેદ-અને નપુંસકવેદ એમ ત્રણે વેદો નવમા ગુણઠાણા સુધી જીવને હોય છે ત્યારબાદ મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી અભિલાષા રૂપ ભાવવેદ ચાલ્યો જાય છે. કષાયમાર્ગણામાં અનંતાનુબંધી કષાયમાં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ ૨, અપ્રત્યાખ્યાનીય કષાયમાં ૧ થી ૪, પ્રત્યાખ્યાનાવરણીય નામના ત્રીજા કષાયમાં ૧ થી ૫ ગુણસ્થાનકો હોય છે. આ વેદ માર્ગણા અને કષાય માર્ગણાથી પ્રારંભીને ૨૦મી ગાથામાં આવતી આહારી માર્ગણા સુધી તમામ માર્ગણાઓમાં માત્ર ગુણસ્થાનકોનો જ નિર્દેશ કર્યો છે. આ નિર્દેશ કરીને ૨૦મી ગાથાના ચોથા પદમાં કહ્યું છે કે ઉપરોક્ત સર્વ માર્ગણાઓમાં “નિનયોરો'' પોતપોતાના ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે “ઓઘબંધ” જાણવો એ પદના આધારે આપણે Page #65 -------------------------------------------------------------------------- ________________ ६४ તૃતીય કર્મગ્રંથ અહીં વેદમાર્ગણા તથા કષાય માર્ગણામાં પણ બીજા કર્મગ્રંથની જેમ જ બંધ જાણી લેવો. ત્રણે વેદમાં ઓથે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, પાંચમે ૬૭, છકે ૬૩, સાતમે ૫૮/પ૯, આઠમે ૫૮પ૬૨૬ અને નવમે ૨૨નો બંધ જાણવો. અહીં ત્રણે વેદના ઉદયવાળા જીવોમાં સમ્યકત્વ અને સંયમ વિદ્યમાન હોવાથી તીર્થંકરનામકર્મ અને આહારદિકના બંધનો સંભવ છે. વેદોદય નવમા ગુણઠાણાના પ્રથમ ભાગ સુધી જ હોય છે તેથી બીજા આદિ ભાગોમાં થતા ૨૧-૨૦ આદિ બંધ હોતા નથી. અનંતાનુબંધી કષાયમાં માત્ર પહેલું અને બીજું જ ગુણઠાણું હોવાથી સમ્યકત્વ અને સંયમ નથી તેથી તીર્થકર નામકર્મ અને આહારકટ્રિકનો બંધ સંભવતો નથી. ઓધે ૧૧૭, પહેલે પણ ૧૧૭ અને બીજે ગુણઠાણે ૧૦૧નો બંધ હોય છે. અપ્રત્યાખ્યાનીય કષાયમાં એકથી ચાર ગુણસ્થાનકો છે જેથી સમ્યકત્વ છે પરંતુ સંયમ નથી. તેથી તીર્થકર નામકર્મનો બંધ હોઈ શકે છે પરંતુ આહારકદ્ધિકનો બંધ સંભવતો નથી. માટે ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અને અવિરતે ૭૭નો બંધ હોય છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયમાં એકથી પાંચ ગુણસ્થાનકો છે. જેથી ત્યાં પણ સમ્યકત્વછે પરંતુ સંયમ નથી. માટે ઓધે ૧૧૮, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, અને પાંચમે ૬૭નો બંધ થાય છે. આ પ્રમાણે આ માર્ગણાઓમાં ગુણસ્થાનકને અનુસાર બંધ જાણવો. ૧૭I संजलणतिगे नव दस, लोभे चउ अजइ दुति अनाणतिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहक्खाय चरमचऊ ॥१८॥ (संज्वलनत्रिके नव दश लोभे, चत्वार्ययते द्वे त्रीण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः प्रथमानि यथाख्याते चरमचत्वारि ) Page #66 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૬ ૫ શબ્દાર્થ= સંગતતા= સંજવલન ત્રિકમાં, નવ= નવ ગુણસ્થાનકો છે. ટ્રસ= દશ ગુણસ્થાનકો, નોમે= સંજવલન લોભમાં છે. ૨૩મન= અવિરતિ માર્ગણામાં ચાર, ૩-તિ= બે અથવા ત્રણ, તેમના પતિ અજ્ઞાનત્રિકમાર્ગણામાં, વીરસ= બાર ગુણઠાણાં, અવqવવવુલુ= અચક્ષુ અને ચક્ષુદર્શનમાં, પઢમા= પ્રથમનાં, ૩ ક્વાય-= યથાખ્યાત ચારિત્રમાં, વરવડ= છેલ્લાં ચાર ગુણઠાણાં હોય છે. ગાથાર્થ- સંજવલન ત્રિકમાં ૯, લોભમાં ૧૦, અવિરતિ ચારિત્રમાં ૪, અજ્ઞાનત્રિકમાં ર અથવા ૩, અચક્ષુ અને ચક્ષુ દર્શનમાં પ્રથમનાં ૧૨, અને યથાખ્યાતમાં છેલ્લાં ચાર ગુણસ્થાનકો હોય છે. ll૧૭ II વિવેચન- સંજવલન ક્રોધ-માન-અને માયામાં ૧ થી ૮ ગુણસ્થાનકો હોય છે. આ કષાયનો ઉદય નવમા ગુણઠાણા સુધી છે માટે ૯ ગુણસ્થાનકની જેમ બંધ જાણવો, સમ્યકત્વ અને સંયમ હોવાથી જિનનામ તથા આહારકનો બંધ હોય છે એમ સમજવું. પરંતુ એટલી વિશેષતા છે કે સંજવલન ક્રોધનો ઉદય નવમાના બીજા ભાગ સુધી, માનનો ઉદય,ત્રીજા ભાગ સુધી, માયાનો ઉદય ચોથા ભાગ સુધી, અને બાદરલોભનો ઉદય પાંચમા ભાગ સુધી માનેલો છે. (કારણકે છઠ્ઠા કર્મગ્રંથમાં નવમાના બીજાભાગથી મોહનીયકર્મની ૧ પ્રકૃતિનો જ ઉદય માન્યો છે પરંતુ બીજા ભાગે ૧ ના ઉદયના ૪ ભાંગા, ત્રીજા ભાગે ક્રોધ વિના ૧ ના ઉદયના ૩ ભાંગા, ચોથા ભાગે ૧ ના ઉદયના માન વિના ૨ ભાંગા, અને પાંચમા ભાગે માયા વિના ૧ ભાંગો માનેલો છે) તેથી સંજવલન ક્રોધમાં ૧૨૦-૧૧૭-૧૦૧-૭૪-૭૭-૬૭-૬૩-૫૮/૫૯૫૮/પ૬/૨૬-૨૨-૨૧ સુધીનો બંધ ઘટે છે. માનમાર્ગણામાં ૨૦ સુધીનો બંધ હોય છે. માયા માર્ગણામાં ૧૯ સુધીનો બંધ હોય છે. અને સંજવલન લોભમાર્ગણામાં બાદર લઈએ તો ૧૮ સુધીનો બંધ હોય છે. પરંતુ જો સૂક્ષ્મ લોભ વિચારીએ તો દસમું ગુણસ્થાનક પણ હોવાથી ૧૭ સુધીનો પણ બંધ હોય છે. સામાન્યપણે નવમા-દસમા ગુણઠાણા સુધી બંધ કહેવાય, પરંતુ વિશેષથી ઉપરોક્ત વિશેષતા સ્વયં સમજવી. Page #67 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ ગતિ ૪, ઇન્દ્રિય પ, કાય ૬, યોગ ૩, વેદ ૩, અને કષાય ૪, એમ ર૫ માર્ગણામાં બંધ સમજાવીને હવે જ્ઞાન-અજ્ઞાન-સંયમ-દર્શન આદિ માર્ગણામાં બીજા કર્મગ્રંથ પ્રમાણે બંધ હોવાથી માત્ર ગુણઠાણાં સમજાવે છે પરંતુ ગાથાના પદોના પ્રાસ માટે આગળ-પાછળ માર્ગણા મૂળગાથામાં લખી છે. સંયમમાર્ગણામાં ૭ ભેદ છે. (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪)સૂક્ષ્મસંપરાય, (૫) યથાખ્યાત, (૬) દેશવિરતિ, અને (૭) અવિરતિચારિત્ર. કોઇપણ એક મૂલ માર્ગણામાં સંસારી સર્વ જીવોનો સમાવેશ કરવાનો હોવાથી દેશવિરતિ તથા અવિરતિને પણ સંયમમાર્ગણામાં સામેલ કરેલ છે તેમાંથી અન્તિમ સાતમી અવિરતિચારિત્રનામની માર્ગણામાં ૧ થી ૪ગુણસ્થાનકો હોય છે. ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અને અવિરતે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. અજ્ઞાન માર્ગણામાં મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, એમ ત્રણ ભેદ છે. સામાન્યથી સમ્યકત્વ આવે ત્યારે જ જ્ઞાન એ જ્ઞાન ગણાય છે એટલે ચોથા ગુણઠાવાથી મતિ આદિ જ્ઞાન કહેવાય છે. પ્રથમનાં ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ ન હોવાથી અજ્ઞાન જ ગણાય છે. તથાપિ ત્રીજું મિશ્રદષ્ટિ ગુણસ્થાનક મિત્ર છે. તેથી તે ગુણસ્થાનકનાં જ્ઞાનોને ક્યારેક જ્ઞાનમાં, અને ક્યારેક અજ્ઞાનમાં લેવાય છે એટલે જ્યારે જ્ઞાનમાં લેવાય ત્યારે અજ્ઞાન બે ગુણઠાણા સુધી જ હોય છે અને જ્યારે ત્રીજા ગુણઠાણાના જ્ઞાનને અજ્ઞાનમાં લેવાય ત્યારે અજ્ઞાન ત્રણ ગુણઠાણા સુધી હોય છે. મિશ્રદષ્ટિ ગુણઠાણે વર્તતા જીવોની દૃષ્ટિ સર્વથા શુધ્ધ પણ નથી તથા સર્વથા અશુધ્ધ પણ નથી, અર્થાત્ મિશ્ર છે. આ પ્રમાણે દૃષ્ટિ મિશ્ર હોવાથી ત્યાં વર્તતા જીવોનાં જ્ઞાન પણ મિશ્ર છે. જ્ઞાનરૂપ પણ ગણાય છે અને અજ્ઞાન રૂપ પણ ગણાય છે. જયારે દૃષ્ટિમાં શુદ્ધિની અધિકતા હોય ત્યારે મિશ્રજ્ઞાનમાં જ્ઞાનની અધિકતા હોય છે. અને જ્યારે દૃષ્ટિમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ અશુદ્ધિની અધિકતા હોય છે ત્યારે મિશ્રજ્ઞાનમાં અજ્ઞાનની અધિકતા હોય છે. દષ્ટિ અધિક શુદ્ધ હોય ત્યારે આ મિશ્ર જ્ઞાનની ગણતરી જ્ઞાનમાં ગણાતી હોવાથી અજ્ઞાનને બે જ ગુણઠાણાં કહેવાય છે. અને જ્યારે દૃષ્ટિ અશુદ્ધ વધારે હોય ત્યારે આ મિશ્રજ્ઞાનોની ગણતરી અજ્ઞાનમાં થાય છે તેથી અજ્ઞાનોને ત્રણ ગુણઠાણાં હોય છે. તેથી ઓધે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, અને ત્રીજું ગુણઠાણ ગણીએ તો ૭૪નો બંધ સમજવો. મિશ્રગુણઠાણે વર્તતો જીવ ચોથા ગુણઠાણા તરફ જવાનો હોય તો વિશુદ્ધિ વધારે સંભવે છે અને પહેલા ગુણઠાણા તરફ જવાનો હોય તો અશુદ્ધિ વધારે સંભવે છે. તથા પંડિત શ્રી સુખલાલજીભાઈ કૃત વિવેચનમાં આમ પણ લખ્યું છે કે આ જીવ જ્યારે મિથ્યાત્વથી મિશ્રમોહનીયનો ઉદય થવાથી ત્રીજે ગુણઠાણે આવે છે ત્યારે મિથ્યાત્વાંશ વિશેષ હોવાના કારણે અશુદ્ધિ અધિક હોય છે. અને જ્યારે સમ્યકત્વ ગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવે છે ત્યારે સમ્યત્વાંશ વિશેષ હોવાના કારણે શુદ્ધિ વધારે હોય છે. (જુઓ પંડિતજી શ્રી સુખલાલભાઈ કૃત વિવેચન, તૃતીય કર્મગ્રંથ ગાથા ૧૮મી, હિન્દીમાં પૃષ્ઠ પર). અચલ્સ અને ચક્ષુ દર્શનમાં પ્રથમનાં ૧૨ ગુણઠાણાં હોય છે આ બને દર્શનો ક્ષયોપશમ ભાવવાળાં છે એટલે ક્ષાયિકભાવનું કેવળદર્શન થાય ત્યારે આ દર્શન સંભવતાં નથી. માટે ૧૨ ગુણસ્થાનકો કહ્યા છે. તથા જ્ઞાન એ વિશેષબોધ રૂપ છે હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર છે. તેથી તેના જ્ઞાન-અજ્ઞાન ભેદો પડે છે સમ્યકત્વ હોય તો જ્ઞાન, અને સમ્યકત્વ ન હોય તો અજ્ઞાન કહેવાય છે, પરંતુ દર્શન એ સામાન્ય બોધ હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર નથી તેથી તેમાં સમ્યગૂ અને મિથ્યા એવા ભેદો નથી, તેથી સમ્યગ્દષ્ટિને અને મિથ્યાષ્ટિને પણ ચક્ષુ દ્વારા કે ઇતર ઇન્દ્રિયો દ્વારા જે સામાન્ય બોધ થાય તે ચક્ષુ-અચકું દર્શન જ કહેવાય છે. માટે ૧ થી ૧૨ ગુણઠાણાં (સમ્યકત્વવાળાં અને સમ્યકત્વ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તૃતીય કર્મગ્રંથ વિનાનાં પણ) કહ્યાં છે. બીજા કર્મગ્રંથની જેમ ૧૨૦, ૧૧૭, ૧૦૧ ઇત્યાદિ સામાન્ય બંધ જાણવો. યથાખ્યાત ચારિત્રમાં છેલ્લા ચાર (૧૧-૧૨-૧૩-૧૪) એમ ચાર ગુણઠાણાં હોય છે. મોહનીય કર્મનો સર્વથા ઉદય અટકેલો હોવાથી સંપૂર્ણ વીતરાગ ભાવવાળું આ ચારિત્ર છે. બંધ માત્ર સાતાનો જ છે અને તે પણ ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે જ જાણવો, ચૌદમે ગુણઠાણે યથાખ્યાત ચારિત્ર હોવા છતાં પણ અયોગી હોવાથી બંધ થતો નથી. ॥ ૧૮ ॥ मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमा, ऽजयाइ नव मइसुओहि दुगे ॥ १९ ॥ (मनोज्ञाने सप्त यतादीनि सामायिकच्छेदे चत्वारि द्वे परिहारे । केवलद्विके द्वे चरमे, ऽयतादीनि नवमतिश्रुतावधिद्विके). શબ્દાર્થ= મના=િ મન:પર્યવજ્ઞાન માર્ગણામાં, સ= સાત ગુણઠાણાં, નયા= પ્રમત્તાદિ, સમય∞ય= સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં, વ૩= ચાર ગુણઠાણાં, દુનિ= બે ગુણઠાણાં, પરિહારે= પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં, વાવૃત્તિ= કેવલદ્વિકમાં, ટો= બે ગુણઠાણાં, ઘરમ= છેલ્લાં, અનાયા= અવિરતિ આદિ, નવ= નવ ગુણઠાણાં, મસુગોહિલુરો= મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિક્રિકમાં. ગાથાર્થ- પ્રમત્તથી સાત ગુણઠાણાં મન:પર્યવજ્ઞાનમાં, ચાર ગુણઠાણાં સામાયિક-છેદોપસ્થાપનીયમાં, બે ગુણઠાણાં પરિહારવિશુદ્ધિમાં, છેલ્લાં બે ગુણઠાણાં કેવલક્રિકમાં, અને અવિરતિ આદિ નવ ગુણઠાણાં મતિ-શ્રુતજ્ઞાન અને અધિઢિકમાં હોય છે. ૧૯ વિવેચન- મન:પર્યવજ્ઞાન માર્ગણામાં છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણાથી બારમા ક્ષીણમોહ સુધીનાં કુલ સાત ગુણઠાણાં હોય છે. જો કે મન:પર્યવ જ્ઞાન એ એક વિશિષ્ટ લબ્ધિ છે તેથી એ અપ્રમાદ અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે તેથી તેની પ્રાપ્તિ સાતમે ગુણઠાણે થાય છે. પરંતુ લબ્ધિવિશેષ Page #70 -------------------------------------------------------------------------- ________________ બન્યસ્વામિત્વ પ્રાપ્ત થયા પછી જીવ છેડે ગુણઠાણે આવે છે કારણકે છઠ્ઠ-સાતમું ગુણઠાણું વારાફરતી પરિવર્તનશીલ છે. એટલે કે ગુણઠાણે પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. તેરમા-ચૌદમ ગુણઠાણે ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન પ્રગટ થવાથી ક્ષાયોપથમિક ભાવનાં મત્યાદિ ચાર જ્ઞાનો હોતાં નથી. તેથી મન:પર્યવજ્ઞાનમાં ૬ થી ૧૨ એમ કુલ ૭ ગુણઠાણાં હોય છે. બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ઘબંધ હોય છે. ઓઘે આહારકદ્ધિક સહિત ૬૫, છરે ૬૩, સાતમે ૫૮ ૫૯, આઠમે પ૮પ૬ ૨૬, નવમે ૨૨/૦૧/૨૦૧૮ ૧૮, દશમે ૧૭, અગિયારમે અને બારમે ગુણઠાણે ૧નો બંધ હોય છે. આ મૂળગાથામાં કહેલું યાર્ડ = પ્રમત્તાદિ આ પદ દરેકમાર્ગણામાં જોડવું. જેથી મન:પર્યવજ્ઞાનમાં જેમ પ્રમત્તાદિ ૭ ગુણઠાણાં કહ્યાં, તેમ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં તે જ પ્રમત્તાદિ ચાર ગુણઠાણાં હિોય છે. ૧ થી ૫ ગુણઠાણામાં સર્વવિરતિ ચારિત્ર જ નથી. અને દશમે સૂક્ષ્મસંપરાય તથા અગિયારમાથી યથાખ્યાત ચારિત્ર છે. માટે આ બે ચારિત્રમાં ૬ થી ૯ કુલ ૪ ગુણસ્થાનકો હોય છે. સર્વત્ર ઓઘબંધ જાણવો, ઓધે આહારકદ્ધિક સહિત ૬૫, છકે ૬૩, સાતમે પ૮/૫૯, આઠમે પ૮ પ૬/ર૬, નવમે ૨૨ થી ૧૮ સુધીનો બંધ હોય છે. સામાયિકચારિત્ર સર્વ ક્ષેત્રોમાં સર્વ તીર્થકર ભગવન્તોના શાસનમાં હોય છે. પરંતુ છેદોપસ્થાપનીય ચારિત્ર ભરત-ઐરાવતમાં જ, પ્રથમ અને અન્તિમ તીર્થકર ભગવન્તોના શાસનમાં જ જીવોની તેવી યોગ્યતાના કારણે હોય છે. બાવીસ તીર્થંકર ભગવંતોના શાસનમાં કોઈ જીવમાં કવચિત્ સાતિચાર છેદોપસ્થાપનીય સંભવી શકે છે. પરિહાર વિશુધ્ધિ ચારિત્રમાં નાડું = પ્રમત્તાદિ બે ગુણઠાણાં હોય છે. આ ચારિત્રવાળા આત્માઓ શ્રેણીનો આરંભ કરતા નથી, આ ગાથામાં તથા ચોથા કર્મગ્રંથમાં પણ બે જ ગુણસ્થાનકોના પ્રતિપાદનથી જ જણાય છે કે આ જીવોમાં શ્રેણીને યોગ્ય અધ્યવસાયોનો અભાવ છે. માટે છઠું અને સાતમું બે જ ગુણસ્થાનક છે. ઓથે ૬૫, છૐ ૬૩, અને સાતમે ૫૮ ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૯ તૃતીય કર્મગ્રંથ નો બંધ હોય છે. આ ચારિત્રવાળા જીવોને આહારક શરીરની રચના કરવા રૂપ આહારકદ્વિકનો ઉદય હોતો નથી પરંતુ તદ્યોગ્ય (આહારકટ્રિકના બંધને યોગ્ય) અધ્યવસાયો હોવાથી આહારકટ્રિકનો બંધ હોય છે. ઉદય નહીં હોવાનું ખાસ એ કારણ છે કે પરિહાર વિશુધ્ધિ ચારિત્ર ગ્રહણ કરનાર ઉત્કૃષ્ટથી પણ કંઇક ન્યૂન દશપૂર્વધારી જ હોય છે જ્યારે આહારક શરીરની રચના નિયમા ચૌદપૂર્વધારીને જ હોય છે. તેથી આહારકની રચના સંભવતી નથી. કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બે માર્ગણામાં છેલ્લાં બે (૧૩૧૪) ગુણસ્થાનક જ હોય છે. અન્ય ગુણસ્થાનકોમાં કેવલજ્ઞાન હોતું જ નથી. બંધ તેરમે ગુણઠાણે સાતાનો માત્ર ૧ જ હોય છે ચૌદમે ગુણઠાણે જીવ અબંધક છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન- અને અધિદર્શન આ ચારે માર્ગણાઓમાં ‘‘અનયારૂ'' = અવિરતિ આદિ છે. = અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રારંભીને ક્ષીણમોહ સુધીનાં (૪ થી ૧૨ સુધીનાં) કુલ નવ ગુણસ્થાનકો હોય છે. પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં સમ્યક્ત્વ ન હોવાથી જ્ઞાન સંભવતું નથી, તથા અન્તિમ બે ગુણસ્થાનકોમાં કેવલજ્ઞાન ક્ષાયિક ભાવનું હોવાથી ક્ષાયોપમિક ભાવનાં આ ૩ જ્ઞાનો અને અવધિદર્શન હોતાં નથી. અહીં પણ ઓઘબંધ જાણવો. આહારકક્રિકનો બંધ આગળ સાતમે- આઠમે સંભવતો હોવાથી ઓઘે ૭૯, ચોથે ૭૭, પાંચમે ૬૭, વગેરે બંધ જાણવો. અહીં એ વાત વિશેષપણે જાણવી કે ત્રણ અજ્ઞાનમાં બે અથવા ત્રણ ગુણસ્થાનક કહ્યાં, અને અહીં મત્યાદિ જ્ઞાનોમાં માત્ર ૪ થી ૧૨ ગુણસ્થાનકો જ કહ્યાં, ત્રીજું ન હ્યું, તેનું કારણ એ છે કે મિશ્રગુણઠાણે સમ્યક્ત્વ ન હોવાથી અજ્ઞાન જ ગણાય છે અહીં શુધ્ધજ્ઞાન નથી માટે મતિજ્ઞાનાદિમાં ત્રીજું ગુણઠાણું કહ્યું નથી, અને અશુધ્ધ એવું પણ જ્ઞાન જ્યારે અજ્ઞાન કરતાં અધિકાંશે હોય છે તે વિવક્ષાએ અજ્ઞાનમાં ૨ અથવા ૩ ગુણઠાણાં કહ્યાં છે. બન્નેમાં વિવક્ષાભેદ માત્ર જ કારણ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૭૧ તથા જ્ઞાનમાં સમ્યગુ અને મિથ્યા ભેદ છે કારણ કે પ્રવર્તકનિવર્તક છે તથા એ વિશેષ બોધરૂપ છે. તેથી જ ૧ થી ૩ માં અજ્ઞાન, અને ૪ થી ૧૨ માં જ્ઞાન કહેવાય છે. પરંતુ દર્શન એ સામાન્ય ઉપયોગરૂપ હોવાથી હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક ન હોવાથી સમ્યગૂ-મિથ્યાનો ભેદ દર્શનમાં નથી, તેથી જ ચક્ષુ-અચક્ષુ દર્શનમાં ૧ થી ૧૨ ગુણઠાણાં કહ્યાં છે, તે ન્યાયે અવધિદર્શનમાં પણ ૧ થી ૧૨ ગુણઠાણાં કહેવાં જોઇએ, વળી ૧ થી ૩ ગુણઠાણામાં વર્તતા વિર્ભાગજ્ઞાનીને (વિર્ભાગજ્ઞાન એ અવધિજ્ઞાનનો જ પ્રકાર હોવાથી) અવધિદર્શન હોઇ પણ શકે છે. સિધ્ધાન્તકારો અવધિદર્શનમાં ૧ થી ૧૨ ગુણઠાણાં માને પણ છે. પરંતુ કર્મગ્રંથકારો કોઈ અગમ્ય કારણસર એકથી ત્રણ ગુણઠાણે અવધિદર્શન કહેતા નથી. ૪ થી ૧૨ ગુણઠાણાં કહે છે. ચોથા કર્મગ્રંથમાં ૨૧ મી ગાથામાં પણ ૪ થી ૧૨ ગુણઠાણાં કહ્યાં છે તથા ચોથા જ કર્મગ્રંથમાં ૪૮ મી ગાથામાં ત્રીજે ગુણઠાણે જેમ અજ્ઞાન-જ્ઞાન મિશ્રિત હોય છે તેમ ત્રણે દર્શન હોય છે એમ પણ કહ્યું છે. અહીં સર્વત્ર વિવક્ષા માત્ર જ કારણ જાણવું પરંતુ મતભેદ કે મતાન્તર છે એમ ન જાણવું / ૧૯ अड उवसमि चउ वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ २०॥ (अष्टोपशमे, चत्वारि वेदके, क्षायिके एकादश, मिथ्यात्वत्रिके देशे। सूक्ष्मे स्वस्थानं त्रयोदश, आहारके निजनिजगुणौघः ) શબ્દાર્થ= = આઠ, ૩વન ઉપશમ સમ્યકત્વમાં, ૩= ચાર ગુણસ્થાનકો, વેનિ= વેદકસમ્યક્ત્વમાં, ક્ષાયિકસમ્યકત્વમાં, રૂાર= અગિયાર, મિતિ= મિથ્યાત્વાદિ ત્રણમાં, સેક દેશવિરતિમાં, સુમિ- સૂક્ષ્મસંપરાયમાં, સાણં= પોતપોતાનું ગુણઠાણું હોય છે. તેરસ તેર, ગદારી આહારી માર્ગણામાં, નિનય= પોતપોતાના કુળદોગુણઠાણા પ્રમાણે ઘબંધ જાણવો. Page #73 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ ગાથાર્થ- અવિરતિ આદિ આઠ ગુણઠાણાં ઉપશમમાં ચાર ગુણઠાણાં ક્ષયોપશમમાં, અગિયાર ગુણઠાણાં ક્ષાયિકમાં હોય છે. મિથ્યાત્વત્રિકમાં, દેશવિરતિમાં, અને સૂક્ષ્મપરાયમાં પોતપોતાનું ગુણઠાણું હોય છે. આહારીમાર્ગણામાં તેર ગુણઠાણાં હોય છે. સર્વત્ર પોતપોતાના ગુણઠાણાનો ઘબંધ જાણવો. ૨૦ના વિવેચન- પાછળલી ૧૯મી ગાથામાં કહેલું “નયા” પદ અહીં પણ જોડવું, ઉપશમસમ્યકત્વ માર્ગણામાં અવિરત સમ્યગ્દષ્ટિથી ઉપશાન્તમોહ સુધીનાં કુલ ૮ ગુણસ્થાનકો હોય છે. ઉપશમસમ્યકત્વ બે પ્રકારનું છે. (૧) અનાદિ મિથ્યાત્વી ગ્રન્થિભેદ દ્વારા પ્રાપ્ત કરે છે, અને (૨) ઉપશમશ્રેણી પ્રારંભતી વખતે આવે છે, આ ઉપશમ સમત્વમાં બીજા કર્મગ્રંથની જેમ ઓઘબંધ સમજવો. પરંતુ આયુષ્યનો બંધ થતો નથી. ઉપશમસમ્યકત્વી જીવોને આયુષ્યનો બંધ થતો નથી. ઉપશમસમ્યકત્વી જીવોને આયુષ્યના બંધને યોગ્ય અધ્યવસાયોનો અભાવ છે. શ્રેણીવાળાં ૮થી૧૧ ગુણઠાણાઓમાં તો આયુષ્ય બંધાતું જ નથી. પરંતુ ગ્રન્થિભેદ જન્ય ઉપશમમાં પણ આયુષ્યના બંધયોગ્ય અધ્યવસાયોનો અભાવ હોય છે કહ્યું છે કે अणबंधोदयमाउगबंधं कालं च सासणो कुणई । उवसमसम्मदिट्ठी, चउण्हमिळपि नो कुणई ॥ સાસ્વાદને વર્તતો જીવ (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) આયુબંધ, (૪) કાલધર્મ-મૃત્યુ, આ ચાર કરે છે પરંતુ ઉપશમ સમ્યગ્દષ્ટિ આત્મા આ ચારમાંથી એક પણ પ્રક્રિયા કરતો નથી. તેથી જે ગુણઠાણે જે જે આયુષ્યનો બંધ કહ્યો છે તે તે ગુણઠાણે તે તે આયુષ્ય કર્મ ઉપશમમાં ઓછા કરવાં. ચોથા ગુણઠાણે દેવ-મનુષ્ય એમ બે આયુષ્યનો બંધ ઓઘમાં છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ જે તિર્યંચ-મનુષ્યો હોય તો નિયમાં દેવાયુષ્ય Page #74 -------------------------------------------------------------------------- ________________ બન્યસ્વામિત્વ જ બાંધે છે અને જો દેવ-નારકી હોય તો નિયમાં મનુષ્યાયુષ્ય જ બાંધે છે પરંતુ તે ક્ષયોપશમ અથવા ક્ષાયિક સમ્યકત્વ હોય તો જ દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ સંભવે છે પરંતુ ઉપશમવાળો તો આયુષ્યનો બંધ કરતો જ નથી, પાંચમા ગુણસ્થાને તિર્યંચ-મનુષ્યો અને છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં મનુષ્યો જ હોય છે અને તેઓ દેવાયુષ્ય જ બાંધે છે તેથી તે ગુણઠાણાઓમાંથી ઉપશમ સમ્યકત્વમાં દેવાયુષ્યનો બંધ ઓછો કરવો. આહારકદ્ધિક સાતમ આઠમે બંધમાં આવવાનું છે તેથી ઓઘમાં ઉમેરવું. તેથી ઉપશમ સમ્યકત્વમાં ઓધે ૭૭, ચોથે ૭૫, પાંચમે ૬૬, છેકે ૬૨, સાતમે ૫૮, આઠમે પ૮પ૬/ર૬, નવમે ૨૨થી૧૮, દસમે ૧૭, અને અગિયારમે ગુણઠાણે ૧ સાતવેદનીય જ બંધાય છે. લાયોપથમિક સમ્યકત્વમાં ૪થી૭ ગુણઠાણાં હોય છેશ્રેણીમાં કાં તો ઉપશમ સમ્યકત્વ હોય છે અથવા કાં તો ક્ષાયિક સમ્યકત્વ હોય છે, પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વ હોતું નથી. કારણ કે સમ્યકત્વમોહનીયનો ઉદય ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી જ છે. અને તે જ ક્ષયોપશમ સમ્યકત્વ છે. પૂર્વે બાંધેલ જે મિથ્યાત્વ મોહનીયકર્મ છે તેને મંદરસવાળું કરીને સમ્યકત્વમોહનીયરૂપે બનાવીને વેદવું, અને જે અનુદિત મિથ્યાત્વ સત્તામાં છે. તેને ઉદીરણા આદિના બળે ઉદયમાં આવતું રોકવું -ઉપશમાવવું તેને જ ક્ષયોપશમસમ્યકત્વ કહેવાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાં ઓઘબંધ જાણવો, અહીં દેવ-મનુષ્યના આયુષ્યનો બંધ તથા આહારકદ્ધિકનો બંધ પણ સંભવી શકે છે તેથી ઓથે ૭૯, ચોથે ૭૭, પાંચમે ૬૭, છકે ૬૩, અને સાતમ પ૮પ૯ બંધાય છે. ક્ષાયિકસમ્યકત્વમાં ૪થી૧૪ સુધીમાં કુલ ૧૧ ગુણસ્થાનકો છે. બીજાકર્મગ્રંથી જેમ ઓઘબંધ જાણવો, સાતમ-આઠમે આહારકદ્વિકનો બંધ સંભવે છે તેથી ઓથે ૭૯, ચોથે ૭૭, પાંચમે ૬૭, છછું ૬૩, સાતમે ૫૮/૫૯ વગેરે યથાવત્ બંધ જાણવો. ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તૃતીય કર્મગ્રંથ જીવે પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તો નિયમ તે જીવ તે જ ભવે મોક્ષે જાય છે કારણકે આ ક્ષાયિક પામનાર મનુષ્ય જ હોય છે. જિનેશ્વર પ્રભુનો કાળ હોય છે અને પ્રથમ સંઘયણ હોય તો જ ક્ષત્યિક પામે છે એટલે અબધ્ધાયુને મોક્ષે જવામાં કોઇ પ્રતિબંધક તત્ત્વ ન હોવાથી નિયમ તે જ ભવે મોક્ષે જાય છે. પરંતુ જો બધ્ધાયુષ્ક હોય તો ચારે ગતિના આયુષ્યમાંથી કોઇપણ એક આયુષ્ય બાંધેલું સંભવી શકે છે. દેવ-નરકનું જો આયુષ્ય બાંધેલું હોય તો ત્રણ ભવે મોક્ષે જાય છે. (૧) જે ભાવમાં સાયિક પામ્યો તે મનુષ્યનો ભવ, (૨) દેવનું આયુષ્ય બાંધેલું હોય તો દેવનો, અને નરકનું આયુષ્ય બાંધેલું હોય તો નરકનો (૩) ત્યાંથી આવી મનુષ્યમાં આવી મોક્ષે જાય છે. આ જીવને બીજા દેવ અથવા નરકના ભવમાં ચોથે ગુણઠાણે મનુષ્પાયુષ્યનો બંધ થાય છે. તથા ક્ષાયિક પામતાં પહેલાં જેઓએ તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તો નિયમ યુગલિકભૂમિનું જ અસંખ્યાતા વર્ષનું જ બાંધેલું હોય છે. સંખ્યાતા વર્ષનું અયુગલિકભૂમિનું જો આયુષ્ય બાંધેલું હોય તો તે જીવને તે ભવમાં ક્ષાયિક સમ્યત્વ થતું નથી. તેથી આવા જીવને ચાર ભવ થાય છે. (૧) ક્ષાયિક જે ભવમાં પામે તે મનુષ્યનો ભવ, (૨) યુગલિક તિર્યંચ અથવા મનુષ્યનો, (૩) ત્યાં નિયમાં પોતાના ભવ જેટલું અથવા ન્યૂન દેવાયુષ્ય જ બંધાતું હોવાથી દેવભવ, અને (૪) ત્યાંથી ચ્યવી સંખ્યાતવર્ષનો મનુષ્યનો ભવ કરી મોક્ષે જાય છે તે ભૂવ. આવા જીવને યુગલિકવાળા ભવમાં ચોથે ગુણઠાણે દેવનું, અને દેવના ભવમાં ગયા પછી ત્યાંથી મનુષ્યમાં આવવા માટે મનુષ્યનું એમ બન્ને આયુષ્યનો બંધ ચોથે ગુણઠાણે હોઈ શકે છે. કોઇક વખત ક્ષાયિકસમ્યફ્તી જીવ પાંચ ભવ પણ કરે છે. પરંતુ તે બહુ જ અલ્પ છે. (૧) ક્ષાયિક પામે તે, (૨) દેવ અથવા નરકનો, (૩) અને ત્રીજો ભવ દેવ-નરકમાંથી એવી સંખ્યાતવર્ષવાળા અયુગલિક મનુષ્યભવમાં જ જન્મે, પરંતુ ધારો કે ત્યાં પાંચમો- આરો હોવાથી Page #76 -------------------------------------------------------------------------- ________________ બન્ધસ્વામિત્વ ૭પ મોક્ષમાર્ગ બંધ હોય તો તેને દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકારી પાંચ-છ ગુણઠાણે આરોહિત થઇ દેવાયુષ્ય બાંધીને નિયમા દેવમાં જ જવું પડે એટલે (૪) દેવનો ભવ, અને (૫) દેવમાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. આ પાંચમા આરાના છેડે થનારા દુષ્ણસહસૂરિજી આવા પાંચ ભવવાળા ક્ષાયિકસમ્યકત્વી છે. તેઓનો અહીંનો ત્રીજો ભવ છે. અહીં આચાર્ય થઇ દેવાયુષ્ય બાંધી દેવ થઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઇ મોક્ષે જશે. એ જ પ્રમાણે કૃષ્ણ મહારાજાના પણ પાંચ ભવ થવાના છે એમ સંભળાય છે. આવા પ્રકારના પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યકત્વી જીવોને ત્રીજા ભવમાં પાંચ-છ ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવી શકે છે. અન્યથા ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી પાંચમે-છ ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવતો નથી. મિથ્યાત્વ, સાસ્વાદન, અને મિશ્ર આ ત્રણને મિથ્યાત્વત્રિક કહેવાય છે. સમ્યકત્વમાર્ગણાના છે ભેદોમાંના આ ત્રણભેદોમાં તથા દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર માર્ગણામાં પોતપોતાનું એક જ ગુણસ્થાનક અને તેના જ પ્રમાણે બંધ થાય છે એમ જાણવું. મિથ્યાત્વમાર્ગણામાં પહેલું ગુણઠાણું અને ૧૧૭ નો બંધ, સાસ્વાદન માર્ગણામાં બીજ ગુણઠાણું અને ૧૦૧નો બંધ. મિશ્રમાર્ગણામાં ત્રીજું ગુણઠાણું અને ૭૪ નો બંધ, દેશવિરતિ ચારિત્રમાં પાંચમું ગુણઠાણું અને ૬૭નો બંધુ. સૂક્ષ્મસંપરા ચારિત્રમાં દસમું ગુણઠાણું અને ૧૭નો બંધ થાય છે. આહારીમાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણાં છે, કારણકે ચૌદમે ગુણઠાણે ભૂગવાનું અણાહારી હોય છે. બીજા કર્મગ્રંથની જેમ આહારી માર્ગણામાં બંધ જાણવો. ઓધે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭ વગેરે. આ પ્રમાણે વેદત્રિકથી આ આહારી માર્ગણા સુધીમાં જ્યાં જેટલાં ગુણઠાણાં મૂલગાથામાં કહ્યાં છે ત્યાં ત્યાં તે તે ગુણઠાણા પ્રમાણે બંધ સમજી લેવો. || ૨૦. Page #77 -------------------------------------------------------------------------- ________________ ‘તૃતીય કર્મગ્રંથ परमुवसमि वटुंता, आउ न बंधति तेण अजयगुणे, देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥ २१॥ (परमुपशमे वर्तमाना, आयुर्न बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीनो, देशादिषु पुनः सुरायुर्विना ) શબ્દાર્થ= પરમુવમ= પરંતુ ઉપશમસમ્યકત્વમાં, વઢંતા= વર્તતા, ૩= આયુષ્યનો, ને વંયંતિ= બંધ કરતા નથી, તે તે કારણથી, માયાળ= અવિરતિગુણઠાણે, તેવમgબાદળો દેવ અને મનુષ્યના આયુષ્યવિના, તે સાસુ દેશવિરતિ આદિ ગુણઠાણામાં, પુત્ર વળી, સુરા!= દેવાયુષ્ય, વિUT= વિના બંધ થાય છે. ગાથાર્થ પરંતુ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવો પરભવનું આયુષ્ય બાંધતા નથી. તેથી અવિરતિ ગુણઠાણે દેવ અને મનુષ્યના આયુષ્યબંધ વિના બંધ જાણવો, અને વળી દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં દેવાયુષ્યના બંધ વિના બંધ જાણવો. ર૧ - વિવેચન- આ ગાથાનો ભાવાર્થ લગભગ ૨૦મી ગાથાના પ્રારંભમાં સમજાવાઇ ગયો છે. ૨૦મી ગાથામાં ઉપશમ સમ્યત્વમાં ૪થી૧૧ એમ ૮, ક્ષાયોપથમિક સભ્યત્વમાં ૪થી એમ ૪, અને ક્ષાયિકસમ્યકત્વમાં ૪થી૧૪ એમ ૧૧ ગુણસ્થાનકો કહીને અંતે નિનિયાળોરો' કહીને પોત-પોતાનાં ગુણઠાણાં પ્રમાણે ઘબંધ જણાવ્યો છે. તેમાંથી ઉપશમસમ્યકત્વમાં પરભવનું આયુષ્ય બંધાતું નથીએવો અપવાદ ઉપશમ સમ્યત્વ પુરતો આ ગાથામાં જણાવેલ છે. ઉપશમસમ્યકત્વવાળા જો તિર્યંચ-મનુષ્યો હોય તો દેવાયુષ્યના બંધનો, અને જો દેવ-નારકી હોય તો મનુષ્યાયુષ્યના બંધનો એમ બે આયુષ્યના બંધનો સંભવ ઓવબંધ કહેલ હોવાથી અવિરતિગુણઠાણે છે. (શેષ નરક-તિર્યંચાયુષ્ય તો બંધમાં પહેલે-બીજે ગુણઠાણે જ નીકળી ગયાં છે). તથા પાંચમું ગુણઠાણું માત્ર તિર્યચ-મનુષ્યોને જ હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ દેવ-નારકીને હોતુ નથી, તિર્યંચ-મનુષ્યો પાંચમે ગુણઠાણે નિયમો દેવાયુષ્ય જ બાંધે છે. તથા છઠ્ઠું અને સાતમું ગુણઠાણું મનુષ્યને જ છે અને તેઓ પણ નિયમા ત્યાં દેવાયુષ્ય જ બાંધે છે. તે સર્વે આયુષ્યબંધનો આ ગાથામાં ઉપશસમ્યકત્વમાં નિષેધ જણાવે છે. આ રીતે ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં ચોથા ગુણઠાણે દેવ-મનુષ્ય એમ બન્ને આયુષ્ય બંધાતાં નથી એમ જાણવું. એટલે ૭૭ ને બદલે ૭૫ બંધાય છે. તથા પાંચમા આદિ ગુણઠાણાઓમાં (પાંચ-છકે-અને સાતમે) જે એક દેવાયુષ્યનો બંધ સંભવે છે તેનો જ નિષેધ કરે છે એટલે ૬૭ ને બદલે ૬૬, ૬૩ ને બદલે ૬૨, ૫૮ ૫૯ ને બદલે ૫૮ બંધાય છે વધુ વિશેષ વિગત પાછળની ગાથામાં સમજાવી જ છે. પ્રશ્ન- ઉપશમસમ્યકત્વ અને ક્ષયોપશમ સમ્યકત્વમાં પરસ્પર તફાવત શું? બન્નેની વ્યાખ્યામાં એક સરખો જ અર્થ આવે છે કે ઉદિતનો ક્ષય, અને અનુદિતનો ઉપશમ, તો આ બેમાં તફાવત શું? ઉત્તર- આ ગાથાની અવચૂર્ણિમાં જ કહ્યું છે કે “સાયોપમ मिथ्यात्वदलिकवेदनं विपाकतो नास्ति, प्रदेशतः पुनर्विद्यते, औपशमिके તુ પ્રવેશતો નાસ્તતિ વિશેષ:=” પૂર્વે બાંધેલ જે મિથ્યાત્વ મોહનીય છે તેનો રસ હણીને મંદ બેઠાણીયો અને એકઠાણીયો કરે છે. આ પ્રમાણે મંદ રસવાળાં કરાયેલાં મિથ્યાત્વનાં દલિકોને સમ્યકત્વ મોહનીય કહેવાય છે. આ પ્રમાણે સમ્યકત્વ મોહનીય રૂપે પરિણાવી ઉદયથી જે ભોગવે છે તે દલિકો મિથ્યાત્વના ઘરનાં છે એ ટલે મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય કહેવાય છે. પરંતુ તીવ્ર બેઠાણીયાત્રણઠાણીયા-કે ચાર ઠાણીયા રસરૂપે મિથ્યાત્વમોહનીયપણે વેદતો નથી, માટે મિથ્યાત્વમોહનીયનો રસોદય કહેવાતો નથી. આ પ્રમાણે ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વના દલિકોને વેદને વિપાકથી (રસોદયથી) નથી. પરંતુ પ્રદેશોદયથી છે. જ્યારે ઉપશમ સમ્યક્ત્વકાલે પૂર્વબધ્ધ તે મિથ્યાત્વમોહનીયનાં દલિકો અંતકરણ કાલમાંથી પહેલી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૦૮ તૃતીય કર્મગ્રંથ બીજી સ્થિતિમાં નાખીને, પહેલી સ્થિતિને વેદીને સમાપ્ત કરેલી હોવાથી અને બીજી સ્થિતિ ઉપશાન્ત હોવાથી (ઉદીરણા આદિ દ્વારા પણ ઉદયમાં લાવવાની અયોગ્યતા કરેલી હોવાથી) રસથી કે પ્રદેશથી એમ એક પણ પ્રકારનું વેદન નથી. એટલી વિશેષતા છે. ર૧ હવે લેસ્થા દ્વાર ઉપર બંધસ્વામિત્વ જણાવે છેओहे अठ्ठारसयं, आहारदुगूण आइलेसतिगे । तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥ २२ ॥ (ओघेऽष्टादशशतमाहारकद्विकोनमादि लेश्यात्रिके । तत्तीर्थोनं मिथ्यात्वे, सासादनादिषु सर्वत्रौघः) શબ્દાર્થ= ગોહે= ઓથે, અઠ્ઠીરચં= એકસો અઢાર પ્રકૃતિ બાંધે છે. માદાર, પૂ= આહારકદ્ધિક વિના, કોફત્તેતિને= પ્રથમની ત્રણ લેગ્યામાં, તંત્ર તે જ બંધમાંથી, તિસ્થi= તીર્થકર નામકર્મ ઓછું કરવાથી, મિચ્છ= મિથ્યાત્વે, સા||સુત્ર સાસ્વાદનાદિ ગુણઠાણાઓમાં, સવ્વહિં= સર્વ ઠેકાણે, મોરોક ઓઘ બંધ જાણવો. ગાથાર્થ- પ્રથમ ત્રણ લેયામાં આહારકતિક વિના ઓઘે ૧૧ કર્મપ્રકૃતિઓ બંધાય છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય છે. અને સાસ્વાદનાદિ સર્વ ગુણઠાણાઓમાં (આ ત્રણ લેગ્યામાં) ઓઘબંધ જાણવો. | ૨૨ // વિવેચન- આ ગાથામાં કૃષ્ણ-નીલ અને કાપત એમ પ્રથમની ત્રણ વેશ્યાનું બંધસ્વામિત્વ જણાવ્યું છે. આ ત્રણ લેશ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનકો હોય છે એમ આ જ કર્મગ્રંથની છેલ્લી ૨૫ મી ગાથામાં કહેવામાં આવશે. તથા ૧ થી ૬ ગુણસ્થાનકો પણ હોય છે એમ ચોથા કર્મગ્રંથની ૨૩ મી ગાથામાં આ જ ગ્રંથકર્તા કહેશે. એટલે ચાર અથવા છ ગુણસ્થાનકો જુદી જુદી અપેક્ષાએ કહેવાયાં છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ઉદયસ્વામિત્વ ચાર ગુણસ્થાનકનું પ્રતિપાદન પ્રતિપદ્યમાન અવસ્થા” ને આશ્રયી છે એટલેકે આ આત્મા જયારે ૧ થી ૪ માંનું કોઈ પણ ગુણસ્થાનક પામતો હોય ત્યારે કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોઇ શકે છે જેમ કે સાત નારકીમાંના કોઈ પણ જીવો સમ્યકત્વ પામતા હોય ત્યારે કૃષ્ણાદિ ૩ માંની જ કોઈ પણ એક વેશ્યા હોય છે આ પ્રતિપાદન દ્રવ્ય લશ્યાને આશ્રયી છે કારણ કે નારકીમાં દ્રવ્યથી આ જ ત્રણ લેશ્યા છે. પરંતુ તિર્યચ-મનુષ્યો જ્યારે દેશવિરતિ- સર્વવિરતિ વાળું પાંચમુંછઠ્ઠ ગુણસ્થાનક પામતા હોય ત્યારે (પ્રતિપદ્યમાનકાલુ=પામતી વખતે) આ વેશ્યા હોતી નથી. ગુણગ્રહણ સમયે આત્મા વિશુધ્ધિમાનું હોવાથી અશુભલેશ્યા સંભવતી નથી. છ ગુણસ્થાનકનું પ્રતિપાદન “પૂર્વપ્રતિપનને આશ્રયી છે તેજ-પદ્મ-અને શુકલાદિ શુભલેશ્યામાં વર્તતો આત્મા દેશવિરુતિસર્વવિરતિ પ્રાપ્ત કરી લે, ત્યારબાદ પાંચમા-છઠ્ઠા ગુણઠાણે પરિણામ સંકિલષ્ટ પણ થાય છે, એટલે પાંચમું-છઠ્ઠું ગુણસ્થાનક પામ્યા પછી પાછળના કાલે આ અશુભલેશ્યાઓ પણ આવી શકે છે. જ્યારે આવે ત્યારે અશુભ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક પણ હોઈ શકે છે. સાતમું-આઠમું ગુણસ્થાનક ન હોવાથી આહારકદ્ધિકનો બંધ સંભવતો નથી, તેથી ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અવિરતે ૭૭, (દેશવિરતે ૬૭, અને પ્રમત્તે ૬૩) નો બંધ સમજવો. અહીં એક સૂક્ષ્મ ચર્ચા જાણવા જેવી છે તે સ્પષ્ટ કરીએ છીએ. આ કર્મગ્રંથની આ જ ૨૨ મી ગાથામાં “સાસુ વ્યહિં ઓરો" કહ્યું છે તેથી કૃષ્ણાદિ પ્રથમની ત્રણ લેગ્યામાં સાસ્વાદનાદિમાં ઓથબંધનું વિધાન હોવાથી ચોથે ગુણઠાણે ૭૭ નો બંધ ગ્રંથકાર શ્રી કહેવા માગે છે. આ ગાથાની અવચૂર્ણિમાં પણ ઓઘબંધની જ ભલામણ કરી છે એટલે ૭૭ નો જ બંધ કહેવા માગે છે. પ્રાચીન ત્રીજા કર્મગ્રંથ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તૃતીય કર્મગ્રંધ (બંધસ્વામિત્વ) માં પણ અતિશય સ્પષ્ટપણે ૭૭ નો જ બંધ કહ્યો છે તે ગાથા આ પ્રમાણે ' ' ' --- सुरनर आउयसहिया, अविरयसम्माउ होंति नायव्वा । તિત્વોન નવા તહ, તે-તે પડ્યું વોó || ૪૨ || અર્થ- (પ્રથમની ત્રણ લેશ્યામાં) અવિરત સમ્યગ્દષ્ટિ જીવો દેવમનુષ્યાયુષ્ય સહિત અને તીર્થંકરનામકર્મથી યુક્ત ૭૭ બાંધે છે હવે પછી તેજો લેશ્યા કહીશું. આ પ્રમાણે (૧) આ નવીન તૃતીય કર્મગ્રંથ, (૨) તેની અવચૂર્ણિ, અને (૩) પ્રાચીન બંધસ્વામિત્વ. આ ત્રણે સ્થળોએ ઓઘબંધની ભલામણ છે એટલે ૭૭નો જ બંધ કહ્યો છે. તથા તે ત્રણે સ્થળોએ આ બાબતમાં કંઇપણ પ્રશ્ન ઉઠાવ્યો નથી કે ચર્ચા વિશેષ કરી નથી. પરંતુ કૃષ્ણાદિ આ ત્રણ અશુભ લેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાયુષ્યનો ૭૭માં જે બંધ છે તે ઘટતો નથી. કારણકે સમ્યગ્દષ્ટિ આ ત્રણ લેશ્યા વાળા જે ભવનપતિ આદિ દેવો છે અને સાત નારકી છે.તેઓ તો આ લેશ્યામાં હોતે છતે (ફક્ત સાતમી નારકી સિવાયના જીવો) ચોથે ગુણઠાણે મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. તેથી મનુષ્યના આયુષ્યનો બંધ માનવામાં કોઇ વિરોધ નથી. પરંતુ જે દેવાયુષ્યનો બંધ કહ્યો છે તે ઘટતો નથી કારણ કે દેવનું આયુષ્ય ચોથે ગુણઠાણે તિર્યંચ-મનુષ્યો હોય તો જ બાંધી શકે છે. પરંતુ ભવનપતિવ્યંતર-જ્યોતિષ અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો પૈકી કઇ નિકાયના દેવનું આયુષ્ય બાંધે ? તે વિચારવા યોગ્ય છે. આ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યા માત્ર ભવનપતિ અને વ્યંતરમાં જ છે. જ્યોતિષમાં તેજો લેશ્યા જ છે. વૈમાનિકમાં તેજો-પદ્મ-શુક્લ લેશ્યા છે. શાસ્ત્રમાં આવો પાઠ આવે છે કે બન્નેને મરફ તોસે વવષ્ન= જે લેશ્યામાં જીવ મરે તે લેશ્યાવાળા જ દેવમાં ઉત્પન્ન થાય છે. પૂજ્ય હરિભદ્રસૂરિજીએ પણ યોગશતકની ગાથા ૯૮માં આ જ વાત કરી છે કે Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ अणसणसुद्धीए इहं, जतोऽतिसएण होइ कायव्वो । जल्लेसे मरइ जओ, तल्लेसेसुं तु उववाओ ॥ ९८ ॥ આ બન્ને પાઠ ઉપરથી કૃષ્ણાદિ લેશ્માવાળો જીવ જો દેવનું આયુષ્ય બાંધે તો નિયમા ભવનપતિ અને વ્યંતરનું જ બાંધી શકે, બીજા દેવનું ન બાંધી શકે, કારણ કે ભવનપતિ-વ્યંતરમાં જ આ ત્રણ લેશ્યા સંભવી શકે છે જ્યારે શાસ્ત્રોમાં એવું આવે છે કે સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચો જો દેવનું આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિકનું જ બાંધે. અન્ય દેવનું ન બાંધે તે પાઠ આ પ્રમાણે ૮૧ सम्मत्तम्मि उ लद्धे, विमाणवज्जं न बंधए आउं । जइ वि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुव्विं ॥ २३ ॥ (સંબોધસત્તરી) આ બન્ને પાઠો જોતાં જો સમ્યગ્દષ્ટિ ને શુભલેશ્યાઓ હોય તો વૈમાનિક દેવનું જ આયુષ્ય બંધાય, અને જો અશુભલેશ્યા હોય તો દેવની એકે નિકાયનું ન બંધાય એમ અર્થ નીકળે છે કારણકે અશુભલેશ્યામાં જો દેવનું આયુષ્ય બાંધે તો પહેલા નિયમના આધારે અશુભલેશ્યાવાળાને ભવનપતિ-વ્યંતરનું જ બાંધવું પડે, અને એમ જો થાય તો વૈમાનિકમાં જ જાય એવો બીજો નિયમ ખંડિત થાય, અને જો બીજો નિયમ સાચવીએ તો વૈમાનિકનું આયુષ્ય બાંધવાથી ત્યાં અશુભલેશ્યા નથી, એટલે ‘‘તે લેશ્યાવાળામાં જ ઉત્પન્ન થાય' એવો પહેલો નિયમ ખંડિત થાય, માટે દેવાયુષ્યનો બંધ સંભવે નહી. આ પ્રશ્ન પૂજ્ય જીવવિજયજી કૃત ટબામાં, અને જયસોમસૂરિજી કૃત ટબામાં પણ કર્યો છે. આ સર્વ પાઠો અને શાસ્ત્રીય નિયમો જોતાં કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવતો નથી. છતાં કર્મગ્રંથકારોએ કેમ કહ્યો ? તે જ્ઞાની મહાત્મા જાણે. ૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ હવે તેજો-પદ્મ-અને શુક્લલેશ્યામાં બંધસ્વામિત્વ જણાવે છેतेऊ नरयनवूणा, उज्जोयचउनरयबार विणु सुक्का । विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥ २३ ॥ તૃતીય કર્મગ્રંથ (तेजोनरकनवोना, उद्योतचतुर्नरकद्वादश विना शुक्ला: । विना नरकद्वादश पद्मा, अजिनाहारका इमा मिथ्यात्वे ) શબ્દાર્થ= તે= તેજોલેશ્યામાં, નયનવૂળા= નરકત્રિકાદિ નવ વિના, ૩ોયવઃ- ઉદ્યોતચતુષ્ક, નરયવાર્= નરકાદિ બાર, વિષ્ણુ= વિના, સુજ્ઞા= શુક્લલેશ્યામાં, વિષ્ણુ વિના, નયનાર= નરકાદિ બાર, પદ્દા= પદ્મલેશ્યામાં, નિનાદારા= તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક વિના, મા= આ પ્રકૃતિઓ, મિષ્ઠે મિથ્યાત્વે. ગાથાર્થ- નરકત્રિકાદિ નવ વિના તેજોલેશ્યામાં, ઉદ્યોતચતુષ્ક અને નરકત્રિકાદિ બાર વિના શુક્લલેશ્યામાં, અને નરકાદિ બાર વિના પદ્મ લેશ્યામાં બંધ હોય છે. આ સર્વબંધમાંથી જિનનામ અને આહારકદ્ધિક ન્યૂન કરીએ તો તેટલો મિથ્યાત્વગુણઠાણે બંધ જાણવો ॥૨૩॥ વિવેચન- આ ગાથામાં તેજો-પદ્મ અને શુક્લ એમ બાકીની ૩ લેશ્યામાં બંધસ્વામિત્વ જણાવે છે તેજોલેશ્યામાં ૧થી૭ ગુણસ્થાનક છે. નરકત્રિક-સૂક્ષ્મત્રિક-અને વિકલેન્દ્રિયત્રિક એમ ૯ પ્રકૃતિ વિના ઓઘે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. તેજો લેશ્યા કંઇક શુભ હોવાથી અને નરકત્રિકાદિ નવ પ્રકૃતિનો બંધ અશુભ અધ્યવસાય વડે થતો હોવાથી, તેજોલેશ્યા વાળા જીવો આ નવ પ્રકૃતિ બાંધતા નથી, પહેલા-બીજા દેવલોકના દેવો તેજોલેશ્યાવાળા છે અને મરીને પૃથ્વીઅપ-વનસ્પતિમાં જાય છે માટે એકેન્દ્રિય-સ્થાવર અને આતપનો બંધ દૂર કર્યો નથી, ઓથે ૧૧૧, પહેલે જિનનામ અને આહારક વિના ૧૦૮, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, પાંચમે ૬૭, છઠ્ઠ ૬૩, અને સાતમે ૫૮/૫૯ બંધાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ઉદયસ્વામિત્વ પઘલેશ્યામાં પણ ૧થી૭ ગુણસ્થાનકો છે. ત્યાં નરકાદિ ૧૨ વિના ઓથે ૧૦૮ બંધાય છે. નરકત્રિક-સૂક્ષ્મત્રિક અને વિશ્લેન્દ્રિયત્રિક આ નવ પ્રકૃતિઓ કે જે તેજો લેગ્યામાં બંધાતી નથી. તે અશુભ હોવાના કારણથી જ પમલેશ્યામાં પણ બંધાતી નથી. તથા પહેલા-બીજા દેવલોકના દેવો એકેન્દ્રિય-સ્થાવર-આતપ બાંધે છે પરંતુ ત્રીજા સનસ્કુમારથી જે દેવો છે તેઓ એકેન્દ્રિયાદિત્રિક બાંધતા નથી, કારણ કે તેઓ મરીને એન્દ્રિયમાં જન્મ પામતા નથી. અને તેઓ જ પદ્મવેશ્યાવાળા છે. એટલે પદ્મશ્યામાં ૧૨ નો બંધ દૂર કર્યો છે ઓધે ૧૦૮, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૧ વગેરે. તેજલેશ્યા સુધીની પ્રથમની ચાર વેશ્યાવાળા દેવો મરીને એકેન્દ્રિયમાં જન્મે છે. પરંતુ પાદિલેશ્યાવાળા કંઈક વધારે વિશુધ્ધ હોવાથી મરીને એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતા નથી. શુક્લલેશ્યા માર્ગણામાં ૧થી૧૩ ગુણસ્થાનકો હોય છે. અહીં પણ બંધ પડ્યૂલેશ્યાની જેમ જાણવો. ફક્ત ઉદ્યોતચતુષ્ક જે પાલેશ્યામાં બંધાય છે તે શુક્લલેગ્યામાં બંધાતું નથી, તેથી નરકાદિ ૧૨ તથા ઉદ્યોતચતુષ્ક એમ કુલ ૧૬ બંધમાંથી ઓછી કરવી. ઓઘે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૧, સાસ્વદને ૯૭, મિશ્ર ૭૪, અવિરતે ૭૭ વગેરે. ઉદ્યોતનામકર્મ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુષ્ય આ ચારનો ઉદય તિર્યંચગતિમાં જ હોય છે. તેજો-પદ્મવેશ્યા વાળા જીવો તિર્યપ્રાયોગ્ય બંધ કરે છે. પરંતુ શુક્લલેશ્યાવાળા જીવો ઘણા જ વિશુધ્ધ હોવાથી તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી આ ચારનો બંધ અહીં સંભવતો નથી. અહીં એક શંકા થાય છે કે આ જ ગ્રંથકારે આ જ કર્મગ્રંથની ૧૨મી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે “સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવો રત્નપ્રભાની જેમ બંધ કરે છે” અને “આનતાદિ ઉપરના દેવો ઉદ્યોત ચતુષ્ક બાંધતા નથી” તત્ત્વાર્થના ચોથા અધ્યાયના સૂત્ર “પીત Page #85 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ પ-શુન્નતેશ્યા દિ-ત્રિ-શેષેપુ” ૪-૨૩માં પ્રથમના બે દેવલોકમાં પીલેશ્યા, ૩થીપ દેવલોકમાં પદ્મવેશ્યા, અને છઠ્ઠા દેવલોકથી શેષ દેવલોકોમાં શુક્લલેશ્યા કહી છે. તથા બૃહસંગ્રહણી ગાથા ૧૭૫ મી ના ઉત્તરાર્ધમાં નાના કદન “ધ્વતિય પદ્ધ સેના, સંતાફસુ સુનેસ હૃતિ સુરા' લાન્તકાદિ છઠ્ઠા દેવલોકથી શેષ દેવોમાં શુક્લલેશ્યા જ કહી છે. હવે પ્રશ્ન થાય છે કે છઠ્ઠા-સાતમા- અને આઠમા આ ત્રણ દેવલોકના દેવોને તત્ત્વાર્થ અને બૃહત્સંગ્રહણી આદિ ગ્રંથોના આધારે શુક્લલેશ્યા છે અને તે દેવલોકના દેવો આ જ કર્મગ્રંથની ૧૧મી ગાથા પ્રમાણે ઉદ્યોતચતુષ્ક બાંધે છે. તો અહીં જે ન્યૂન કર્યું છે તે કેમ ઘટે ? અગિયારમી ગાથામાં ૬-૭-૮મા દેવલોકમાં રત્નપ્રભાની જેમ બંધ જણાવીને ઉદ્યોતચતુષ્ક બંધાય એમ જણાવે છે અને બાવીસમી ગાથામાં શુક્લ લેગ્યામાં ઉદ્યોતચતુષ્કના બંધની ના પાડે છે તેથી ૬-૭-૮મા દેવલોકમાં શુક્લલેશ્યા હોવાથી આ ગાથાના આધારે ઉદ્યોતચતુષ્ક ન બંધાય એમ સમજાય છે. આ પૂર્વાપર વિરોધનું સમાધાન શું? અવચૂર્ણિમાં આ પ્રશ્ન-કે ઉત્તર કંઈ જ નથી. પરંતુ જીવવિજયજી મ. સા. કૃત ટબામાં તથા જયસોમસૂરિજી કૃત ટબામાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. માટે ગીતાર્થોએ આનો ઉત્તર વિચારવો. પંડિત અમૃતલાલકૃત વિવેચનમાં એવો કલ્પિત ખુલાસો કર્યો છે કે ૬-૭-૮મા દેવલોકમાં મંદ શુક્લલેશ્યા છે. ત્યાં ઉદ્યાતચતુષ્ક બાંધી શકાયું છે તેથી જ આ કર્મગ્રંથની ૧૧મી ગાથામાં ઉદ્યોતચતુષ્કનો બંધ લીધો છે અને આ બાવીસમી ગાથામાં જે નિષેધ કરેલ છે તે તીવશુક્લલેશ્યાને આશ્રયી જાણવો. આવી તીવ્રશુક્લલેશ્યા ૯ માથી છે અને ત્યાં ઉદ્યોતચુતષ્ક બંધાય નહીં. આ સમાધાન પરસ્પર વિરોધી દેખાતા બન્ને પાઠોનો માત્ર સમન્વય કરવા પુરતું કલ્પિત છે. ગીતાર્થ મહાત્માઓએ આ બાબત વિચારવું. જે ૨૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ ૮૫ सव्वगुणभव्वसन्निसु, ओहु अभव्वा असन्निमिच्छिसमा । सासणिअसन्नि सन्निव, कम्मणभंगो अणाहारे ॥ २४ ॥ (सर्वगुणाः भव्यसंज्ञिषु, ओघोऽभव्या असंज्ञिनो मिथ्यात्वसमाः । सासादनेऽसंज्ञी संज्ञिवत्कार्मणभङ्गोऽनाहारे ) શબ્દાર્થ= સવ્વમુળા= સર્વ ગુણઠાણાં, મન્વસન્નિસુ= ભવ્ય અને સંક્ષિ માર્ગણામાં, ઔદુ ઓધબંધ, અમન્ના અભવ્યજીવો, અનિમિનૃિસમા= અસંજ્ઞિમાં મિથ્યાત્વીની જેમ, સાળિ= સાસ્વાદને, અનિ= અસંશિમાં બંધ, સન્નિવ= સંજ્ઞીની જેમ, જન્મમંનો કાર્યણનો ભાંગો, ગળાહારે અણાહારી માર્ગણામાં. ગાથાર્થ- ભવ્ય અને સંજ્ઞી માર્ગણામાં સર્વગુણઠાણે ઓઘબંધ જાણવો અભવ્ય અને અસંજ્ઞીમાં મિથ્યાત્વે બંધ સમાન છે. અસંજ્ઞીમાં સાસ્વાદને સંજ્ઞીની જેમ છે. અને અણાહારી માર્ગણામાં કાર્યણ કાયયોગની જેમ બંધ જાણવો. ।।૨૪। = વિવેચન- ભવ્ય માર્ગણા અને સંશી માર્ગણામાં ૧થી૧૪ ગુણસ્થાનકો છે અને સર્વત્ર બીજા કર્મગ્રંથની જેમ બંધ સમજવો. કેવલી ભગવન્તો ત્રણે કાળના ત્રણે લોકના સર્વદ્રવ્યોના સર્વે ભાવો સાક્ષાત્ જાણતા હોવાથી છદ્મસ્થ આત્માઓની જેમ ચિંતન-મનન કરવા રૂપ ઉહાપોહ સ્વરૂપ મતિજ્ઞાનાત્મક ભાવમન તેઓને હોતું નથી માટે જ નો સંની નો અસંશી કહ્યા છે તથાપિ દૂર દેશમાં રહેલા મનઃપર્યવજ્ઞાની વડે અને અનુત્તર વિમાનવાસી દેવોવડે પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર આપવા રૂપે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણાત્મક દ્રવ્યમન તેઓને હોય છે તેથી સંશી કહેવાય છે. માટે તે અર્થને આશ્રયી ૧ થી ૧૩ ગુણઠાણાં અને ભૂતપૂર્વ નયને આશ્રયી ઉપચારથી ચૌદમું એમ ૧ થી ૧૪ ગુણઠાણાં કહ્યાં છે. બંધ સર્વ ઠેકાણે બીજા કર્મગ્રંથની જેમ જ સમજવો. Page #87 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ અભવ્ય માર્ગણામાં માત્ર પહેલું એક જ ગુણસ્થાનક છે તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ નથી અને તેના અભાવે દીક્ષિત થવા છતાં મિથ્યાત્વી જ હોવાના કારણે અવિરત જ ગણાય છે માટે તીર્થંકર નામકર્મ અને આહારકઠિક વિના ધે અને મિથ્યાત્વે ૧૧૭ નો જ બંધ થાય છે. તેથી ગાથામાં મિછિHI =મિથ્યાત્વીની જેમ બંધ જાણવો. એમ કહ્યું છે. ભવ્યત્વ અને અભવ્યત્વ એ બને પારિણામિક ભાવ (સહજ સ્વભાવ) હોવાથી કર્મજન્ય ન હોવાથી પરિવર્તન પામતા નથી. અસંજ્ઞી માર્ગણામાં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં પહેલે ગુણઠાણે (તથા ઓથે) મિથ્યાત્વગુણઠાણાની સમાન ૧૧૭ નો જ બંધ હોય છે. અને સાસ્વાદને સંજ્ઞી પંચેન્દ્રિયની જેમ ૧૦૧ નો બંધ હોય છે. અહીં અસંજ્ઞી માર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે પણ એક શંકા ઉઠે છે કે અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવું સમ્યકત્વ પ્રાપ્ત ન થતું હોવાથી સાસ્વાદન પારભવિક જ હોય છે અને તે પણ છ આવલિકા સુધી જ ટ્રકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ થતી નથી માટે આવી અપર્યાપ્ત અવસ્થામાં દેવત્રિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય આ ૭ પ્રકૃતિઓનો બંધ હોય નહીં. વળી પૂર્વે ૧૫-૧૬ મી ગાથામાં ઔદારિકમિશ્ર કાયયોગમાં તથા કાર્મણકાયયોગમાં સાસ્વાદનને ઉપરોક્ત ૭ વિના ૯૪ નો જ બંધ જણાવ્યો છે. તે બન્ને યોગોમાં વર્તતા જીવો સંજ્ઞી-અસંજ્ઞી બન્ને હોય છે તો પણ ૯૪ જ બંધાય છે તો પછી એકલા અસંજ્ઞીને તે અવસ્થામાં સાસ્વાદને ૧૦૧ કેવી રીતે બંધાય? જો અસંજ્ઞી માર્ગણા હોવાથી અસંજ્ઞી પર્યાપ્તો-અપર્યાપ્તો બન્ને લેવામાં આવે તો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો ચારે ગતિપ્રાયોગ્ય બંધ કરી શકે છે એટલે ઉપરોક્ત ૭ પ્રકૃતિઓનો બંધ હોઇ શકે છે પરંતુ તે વખતે સાસ્વાદન હોતું નથી, નિયમા મિથ્યાત્વ જ હોય છે માટે અસંજ્ઞી માર્ગણામાં સાસ્વાદને ભલે સંજ્ઞીની માફક બંધ કહ્યો પરંતુ ૧૦૧ ને બંધ ન લેતાં ૯૪ નો બંધ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ઉદયસ્વામિત્વ લેવો જોઇએ. સંજ્ઞીની માફક બંધની ભલામણ ગાથામાં જે છે તે સામાન્યથી છે. જે જે બંધ ન ઘટી શક્તા હોય તે સ્વયં ન્યૂન કરવાનું સમજી લેવું. કર્મગ્રંથની અવચર્ણિમાં આ વિષે કંઈ ઉલ્લેખ નથી. શ્રાવક અમૃતલાલ પુરૂષોત્તમદાસે લખેલ છે કર્મગ્રંથ સાર્થમાં આ ગાથાના વિવેચનમાં આ શંકાનો ઉલ્લેખ કરેલો છે. માટે ગીતાર્થોએ આ શંકાનો ઉત્તર વિચારવો. અણાહારી માર્ગણામાં કાર્મણકાયયોગની જેમ જ બંધ જાણવો. કારણ કે કાર્મણકાયયોગ કાળે જ જીવ અણાહારી હોય છે. શેષકાળે આહારી જ હોય છે. ચૌદમે ગુણઠાણે કાર્પણ કાયયોગ વિના પણ અણાહારી છે પરંતુ ત્યાં બંધ નથી. તે વિના વિગ્રહગતિમાં તથા કેવલી સમુદ્ધાતમાં જ અણાહારી અને કાર્પણ કાયયોગી છે. ત્યાં પહેલું-બીજાં ચોથું અને તેરમું ગુણઠાણું હોય છે. માટે ઓધે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, અવિરતે ૭૫, અને સયોગીએ ૧ નો બંધ હોય છે. અહીં બાસઠ માર્ગણા ઉપર બંધસ્વામિત્વ સમાપ્ત થાય છે. | ૨૪ | तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसामित्तं । देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥ २५ ॥ (तिसृषु द्वयोः शुक्लायां, गुणाश्चत्वारः सप्त त्रयोदशेति बन्ध-स्वामित्वं, देवेन्द्रसूरिलिखितं ज्ञेयं कर्मस्तवं श्रुत्वा ) શબ્દાર્થ= તિસુ= ત્રણ લેયામાં, ડુસુ= બે લેગ્યામાં, સુક્ષત્રિ શુક્લ લેગ્યામાં, ગુ= ગુણઠાણાં હોય છે. વર્ડ= ચાર, સT= સાત, તેર=િ તેર, આ પ્રમાણે, વંધસામિત્ત= બંધસ્વામિત્વ, સેવિંદ્રસૂરિદિયંત્ર દેવેન્દ્રસૂરિજીએ લખેલો, નેચં= જાણવો, મૂલ્યયંઃ કર્મસ્તવને, સરંક સંભાળીને, યાદ કરીને ગાથાર્થ- પ્રથમની ત્રણ લેગ્યામાં, તેજો-પબમાં, અને શુક્લ લેગ્યામાં અનુક્રમે ચાર-સાત-અને તેર ગુણસ્થાનકો છે. આ પ્રમાણે બંધસ્વામિત્વ નામનો આ ત્રીજો કર્મગ્રંથ દેવેન્દ્રસૂરિજી વડે લખાયેલી છે. તે કર્મસ્તવને ભણીને જાણવા જેવો છે. ર૫ માં Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ તૃતીય કર્મગ્રંથ વિવેચન- કૃષ્ણ-નીલ અને કાપત એમ પ્રથમની ત્રણ લેગ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક છે. આ કથન “પ્રતિપદ્યમાન અવસ્થાને આશ્રયી છે. આ વેશ્યા અશુભ છે. તેથી આ વેશ્યાવાળા પરિણામ જ્યારે વર્તતા હોય ત્યારે વધુમાં વધુ ચાર ગુણસ્થાનક સુધી જ ચડી શકાય છે. પાંચમા આદિ ગુણઠાણાઓમાં ચડી શકાતું નથી. (પરંતુ તે ગુણઠાણે આવેલા જીવોને કાળાન્તરે આ અશુભ લેશ્યા પણ આવે છે. તે પૂર્વપ્રતિપન્ન કહેવાય છે. તેને આશ્રયી ૧ થી ૬ ગુણઠાણાં હોય છે. જે ચોથા કર્મગ્રંથમાં આવશે). પ્રશ્ન- જીવ જ્યારે સમ્યકત્વ પામતો હોય, ત્રણ કરણ કરતો હોય ત્યારે વિશુધ્યમાન પરિણામ હોવાથી તેજો-પધ-અને શુક્લ લેગ્યા જ હોય છે. તો અશુભ લેશ્યા કેમ હોઈ શકે ? ઉત્તર- ભાવથી ત્રણ શુભ લેશ્યા જ હોય છે. પરંતુ ઉપરોક્ત જે અશુભ લેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યા છે, નારકીને અને દેવોને દ્રવ્યથી, નિયત લેગ્યા છે. ભાવની પરાવૃત્તિથી છએ વેશ્યા સંભવી શકે છે. માટે જ ૧ થી ૭ નરકના જીવો દ્રવ્યથી કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યા વાળા હોવા છતાં ભાવલેશ્યા. આશ્રયી તેજો-પદ્મ-અને શુક્લવાળા બને છે. ત્યારે જ સમ્યકત્વ પામે છે. અને સંગમાદિ દેવોમાં દ્રવ્યથી તેજોલેશ્યા હોવા છતાં ભાવથી કુષ્ણાદિ લેગ્યા આવે છતે જ તે દેવો પ્રભુને કઠોર ઉપસર્ગ કરવા પ્રેરાયા છે. તેજો-અને પદ્મ લેગ્યામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. અને શુક્લલશ્યમાં ૧ થી ૧૩ ગુણઠાણાં હોય છે. બંધ પણ બીજા કર્મગ્રંથની જેમ જ જાણવો. જે વિશેષતા છે તે પહેલાં કહેવાઇ ગઇ છે. પ્રશ્ન- આ કર્મગ્રંથમાં દુર માર્ગણાઓ ઉપર બંધસ્વામિત્વ કહેવાનું હતું. તે ૧ થી ૨૪ ગાથા સુધીમાં કહેવાઇ જ ગયું છે. તો પછી ૨૫મી ગાથામાં લેશ્યા ઉપર ગુણસ્થાનકો કહેવાની શી જરૂર ? અને જો ગુણસ્થાનકો Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ ૮૯ જ કહેવાં હોય તો બાસઠ માર્ગણા ઉપર કહેવાં જોઇએ, માત્ર વેશ્યા ઉપર જ કેમ કહ્યાં ? વળી ચોથા કર્મગ્રંથમાં ૬૨ માર્ગણા ઉપર ગુણસ્થાનકો આવવાનાં જ છે. તેમાં વેશ્યા ઉપર પણ કહેવાની જ છે. તો અહીં પુનરુક્તિ કરવાની (બે વાર કહેવાની) શી જરૂર ? ઉત્તર- તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ દર માર્ગણાઓમાંથી છ લેશ્યા વિના પ૬ માર્ગણાઓમાં ગુણસ્થાનકો એક જ પ્રકારે છે અને તે નિશ્ચિત છે. જ્યારે છ લેગ્યામાં બે પ્રકારે છે એટલે પ્રતિપદ્યમાનને આશ્રયી ૪ અને પૂર્વ પ્રતિપુનૂને આશ્રયી છ છે. એમ બે પ્રકારે છે. ચોથા કર્મગ્રંથમાં ૬૨ માર્ગણામાં ગુણસ્થાનકો કહેતી વખતે લેશ્યામાં પૂર્વપ્રતિપન્નતાને આશ્રયી છ કહેવાશે. અહીં પ્રતિપદ્યમાનતાનો બીજો પક્ષ જણાવવા ચાર ગુણસ્થાનકો ત્રણ લેક્ષામાં કહ્યા છે. બાકીની વેશ્યાઓમાં આવો તફાવત જો કે નથી તો પણ લેશ્યાદ્વાર એક હોવાથી બાકીની લેશ્યામાં પણ ગુણસ્થાનકો કહેલ છે. - આ ગ્રંથમાં ૬૨ માર્ગણાઓ ઉપર ગુણસ્થાનક વાર તે તે જીવો કેટલાં કેટલાં કર્મો બાંધે ? તે જણાવ્યું છે. તેથી આ ગ્રંથનું નામ “બંધસ્વામિત્વ” રાખેલ છે. અથવા પ્રાચીન ત્રીજા કર્મગ્રંથનું નામ “બંધસ્વામિત્વ' છે તેને અનુસારે પણ આ ગ્રંથનું તે જ નામ રાખેલ છે. આ ગ્રંથ બનાવનાર પૂજ્ય આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી છે. જેઓ શ્રી જગચંદ્રસૂરિજીના શિષ્ય હતા. “વિંદ્રસૂરિસ્નિ”િ આ પદમાં ગ્રંથકર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કર્મગ્રંથમાં ઘણી-ઘણી માર્ગણાઓમાં બીજા કર્મગ્રંથમાં કહેલા સામાન્ય બંધને અનુસારે જ બંધ આવ્યો છે. ઠેકાણે ઠેકાણે ઘબંધઓ બંધ એમ કહ્યું છે એટલા જ માટે આ ત્રીજા કર્મગ્રંથનો અભ્યાસ બીજા કર્મગ્રંથના અભ્યાસને જ આધીન છે. જે બીજા કર્મગ્રંથનો અભ્યાસ કંઠસ્થ ન હોય તો ત્રીજાનો અભ્યાસ દુષ્કર બને. તેથી ગ્રંથકારશ્રીએ ન - ૪ ગ ઝ ' દરne , --ક"1: * ' 5* 's - Page #91 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ છેલ્લી પંક્તિમાં કહ્યું છે કે “નેચં વમસ્થયં નોક''કર્મસ્તવ નામનો જે બીજો કર્મગ્રંથ છે તેને સંપૂર્ણ સાવધાની પૂર્વક સાંભળીને આ ત્રીજા કર્મગ્રંથનો અભ્યાસ કરવો, કારણકે આ કર્મગ્રંથના અભ્યાસનો આધાર કર્મસ્તવ ઉપર છે. આ કર્મગ્રંથનું નામ “બંધસ્વામિત્વ હોવાથી ૬૨ માર્ગણાઓ ઉપર ગુણસ્થાનક વાર બંધનું સ્વામીપણું અહીં કહ્યું છે અને તે અહીં સમાપ્ત થાય છે. પરંતુ જેમ ૬૨ માર્ગણાઓ ઉપર બંધનું પ્રકરણ જાણવા જેવું છે. તેવું જ ઉદય-ઉદીરણા-અને સત્તાનું પ્રકરણ પણ કર્મગ્રંથના અભ્યાસીઓને જાણવા જેવું છે, અતિશય ઉપયોગી પણ છે. તેથી તે ઉદય-ઉદીરણા અને સત્તાના સ્વામિત્વનું પ્રકરણ પણ અમે અહીં “સંક્ષેપમાં” અભ્યાસકોના બોધ માટે અન્યગ્રંથોના આધારે આપીએ છીએ. समाप्तोऽयं बन्धस्वामित्व नामा तृतीयकर्मग्रन्थः “બંધસ્વામિત્વ'' નામના તૃતીય કર્મગ્રંથની મૂળગાથાઓ, તેની સંસ્કૃત છાયા, શબ્દાર્થ, અને ગાથાર્થોની સાથે ગુજરાતી ભાષામાં લખાયેલું આ સંક્ષિપ્ત વિવેચન સમાપ્ત થયું. Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ પાંચ જ્ઞાનાવરણીય. ચાર દર્શનાવરણીય. મિથ્યાત્વ મોહનીય, પાંચ અંતરાય, તથા નામકર્મની ૧૨. (તેજસ-કાર્પણ-વર્ણાદિ ચતુષ્કઅગુરુલઘુ-નિર્માણ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભ) એમ કુલ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. પોત-પોતાના ગુણઠાણાના અંત સુધી નિયમા ઉદયમાં હોય છે. મિથ્યાત્વ મોહનીય પહેલા સુધી, જ્ઞાનાવરણીયાદિ ૧૪ પ્રકૃતિ બારમા ગુણઠાણા સુધી, અને નામકર્મની ૧૨ તેરમા ગુણઠાણા સુધી નિયમા ઉદયમાં હોય છે. તેથી તે વારંવાર લખાશે નહીં. સંકેતથી સમજી લેવી. આ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી કહેવાય છે. (૧) નરકગતિ માર્ગણામાં- જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીયની થીણધ્ધિત્રિક વિના ૬, વેદનીયની ૨, મોહનીયની (સ્ત્રી-પુરુષવેદ વિના) ૨૬, આયુષ્યકર્મની નરકાયુષ્ય ૧, નામકર્મની (૧૨ ધ્રુવોદયી, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિયાંગોપાંગ, હુંડકસંસ્થાન, નરકાનુપૂર્વી, અશુભવિહાયોતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસચતુષ્ક, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અયશ એમ કુલ) ૩૦, ગોત્રકર્મની નીચગોત્ર ૧, અને અંતરાયની ૫, કુલ આઠકર્મની ૫+૬+૨+૨૬+૧+૩૦+૧+૫=૭૬નો વધુમાં વધુ ઓધે ઉદય હોય છે. નરકગતિમાં નામકર્મની વધુમાં વધુ એકીસાથે ૨૯નો ઉદય છઠ્ઠા કર્મગ્રંથમાં કહ્યો છે. પરંતુ તે પર્યાપ્તા નાસ્કી આશ્રયી છે. વિગ્રહગતિની આનુપૂર્વી ઉમેરતાં નામકર્મની કુલ-કાલભેદે૩૦ ઉદયમાં હોય છે. આ ૭૬માંથી સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીય એ બે વિના ૭૪નો ઉદય મિથ્યાત્વ હોય છે. તેમાંથી નરકાનુપૂર્વી અને મિથ્યાત્વમોહનીય Page #93 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ વિના ૭રનો ઉદય સાસ્વાદને હોય છે. તેમાંથી ચાર અનંતાનુબંધી દૂર કરી મિશ્ર મોહનીય ઉમેરતાં ૬૯નો ઉદય મિશ્ર હોય છે. તે ૬૯માંથી મિશ્રમોહનીય કાઢીને સમ્યકત્વમોહનીય અને નરકાનુપૂર્વી ઉમેરતાં અવિરતે ૭૦નો ઉદય હોય છે. કમ્મપડિ તથા પંચસંગ્રહમાં ઉદીરણાકરણમાં દેવો-નારકોયુગલિક-વૈક્રિય-આહારક શરીરી અને અપ્રમત્તાદિ જીવોને થીણધ્ધિત્રિકની ઉદીરણાનો અભાવ કહ્યો છે એટલે ઉદય પણ ઘટતો નથી. (૨) તિર્યંચગતિ માર્ગણા- અહીં દેવત્રિક, નરકત્રિક, મનુષ્યત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, જિનનામ, અને ઉચ્ચગોત્ર, એમ ૧૫ પ્રકૃતિઓનો ઉદય સંભવતો નથી. (જો કે વૈક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં વૈક્રિયદ્રિકનો અને વાઉકાયમાં વૈક્રિય શરીર નામકર્મનો ઉદય હોઈ શકે છે તે ગણીએ તો ૧૩નો જ ઉદયાભાવ જાણવો. પરંતુ બીજા કર્મગ્રંથમાં ભવ પ્રત્યયિકની જ વિવક્ષા હોવાથી અમે પણ અહીં ભવપ્રત્યયિકની અપેક્ષાએ કહીએ છીએ) એટલે ઓધે ૧૫ વિના ૧૦૭નો ઉદય હોય છે. ૧૦૭માંથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૧૦પનો ઉદય સંભવે છે. તેમાંથી સૂક્ષ્મત્રિક-આતપ અને મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૦નો ઉદય સંભવે છે. આ ૧૦૦માંથી અનંતાનુબંધી ચતુષ્ક, એકેન્દ્રિયાદિ જાતિ ચતુષ્ક, સ્થાવરનામ કર્મ, અને તિર્યંચાનુપૂર્વી એમ કુલ ૧૦ ઓછી કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં ૯૧નો ઉદય મિશ્ન હોય છે. મિશ્રમોહનીય બાદ કરી સમ્યકત્વ મોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરતાં ૯૨નો ઉદય અવિરતે હોય છે. આ ૯૨માંથી અપ્રત્યાખ્યાનીયચતુષ્ક, દુર્ભગ, અનાદેય, અયશ, અને તિર્યંચાનુપૂર્વી એમ આઠ વિના ૮૪નો ઉદય પાંચમે ગુણઠાણે હોય છે. આ પ્રમાણે તિર્યંચગતિમાં ઓધે ૧૦૭, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૦, મિશ્ર ૯૧, અવિરતે ૯૨, અને દેશવિરતે ૮૪નો ઉદય સમજવો. જો લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણીએ તો ઓધે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૭ વગેરે જાણવી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ (૩) મનુષ્યગતિ માર્ગણામાં- ઉદયાધિકારમાં કહેલી ૧૨રમાંથી નીચે મુજબ ઓછી કરવી. નરકટિક, તિર્યંચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર સૂક્ષ્મ, સાધારણ, તપ, વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત એમ ૨૦ ઓછી કરવાથી ઓથે ૧૦૨નો ઉદય હોય છે. અહીં પણ વૈક્રિયશરીરની વિદુર્વણા કરતા અંબડશ્રાવક અને વિષ્ણુકુમારાદિને વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતને ઉદય હોય છે. પરંતુ તે લબ્ધિપ્રત્યયિક છે અને કવચિત્ છે. ભવપ્રત્યયિક નથી. એટલે અમે લીધો નથી. બીજા કર્મગ્રંથમાં ઉદયાધિકારમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિયનો ઉદય પાંચ-છદ્દે ગુણઠાણે છે, છતાં ગણ્યો નથી એટલે અમે પણ તે ગણ્યો નથી. માટે ૧૦૨ નો ઉદય ઓઘે કહ્યો છે જો લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણીએ તો વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય વધતાં ૧૦પનો ઉદય સ્વયં સમજી લેવો. ઓધે જે ૧૦૨ કહી તેમાંથી આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય એ પાંચ વિના મિથ્યાત્વે ૯૭નો ઉદય જાણવો. આ ૯૭માંથી અપર્યાપ્ત નામકર્મ અને મિથ્યાત્વમોહનીય વિના સાસ્વાદને ૯૫નો ઉદય જાણવો, તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી એમ પાંચ ઓછી કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ૯૧નો ઉદય સમજવો. તે ૯૧માંથી મિશ્રમોહનીય દૂર કરી સમ્યકત્વમોહનીય અને મનુષ્યાનુપૂર્વી ઉમેરતાં ૯૨નો ઉદય અવિરતે જાણવો, આ ૯૨માંથી અપ્રત્યાખ્યાનીયચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, દુર્ભગ, અનાદેય, અયશ અને નીચગોત્ર, એ નવ પ્રકૃતિઓ ન્યૂન કરતાં ૮૩નો ઉદય દેશવિરતે જાણવો. આ ૮૩માંથી પ્રત્યાખ્યાનીય ૪ કષાય ઓછા કરતાં અને આહારકદ્વિકનો ઉદય મેળવતાં ૮૧નો ઉદય પ્રમત્ત હોય છે. ઉપરોક્ત બધા જ ગુણસ્થાનકોમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિયની વિવક્ષા કરો તો જયાં જયાં વૈક્રિયલબ્ધિ ફોરવવાનો સંભવ છે ત્યાં ત્યાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત ૩ વધારે જાણવી. અપ્રમત્તાદિ ગુણઠાણામાં બીજા કર્મગ્રંથમાં જે ઉદય કહ્યો છે તે જ જાણવો. કારણકે આ ગુણસ્થાનકો મનુષ્યને જ હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ છે. આ પ્રમાણે ઓથે ૧૦૨, મિથ્યાત્વે ૯૭, સાસ્વાદને ૯૫, મિશ્ર ૯૧, અવિરતે ૯૨, દેશવિરતે ૮૩, પ્રમત્તે ૮૧, અપ્રમત્તે ૭૬, અપૂર્વકરણે ૭૨, અનિવૃત્તિએ ૬૬, સૂક્ષ્મસંપાયે ૬૦, ઉપશાન્ત ૫૯, ક્ષીણમોહે પ૭પપ, સયોગી કેવલીએ ૪૨, અને અયોગીએ ૧૨નો ઉદય જાણવો. (૪) દેવગતિ માર્ગણામાં- સામાન્ય જે ૧૨૨ છે તેમાંથી ૪૨ બાદ કરતાં ઓધે ૮૦ નો ઉદય હોય છે. નરકત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકદ્રિક, આતપ, ઉદ્યોત, દુઃસ્વર, નીચગોત્ર, નપુંસકવેદ, થીણધ્ધિત્રિક, અશુભવિહાયોગતિ, તીર્થંકર નામકર્મ, છ સંઘયણ અને પાંચ સંસ્થાન (સમચતુરસ વિના). એમ કુલ ૪ર વિના ઓધે ૮૦નો ઉદય હોય છે. અહીં પણ દેવોમાં ઉદ્યોતનો ઉદય ઉત્તરક્રિયામાં હોય છે. પરંતુ ભવપ્રત્યયિક જે વૈક્રિય છે તેમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી તેથી અમે ઓધે ૮૦માં ઉદ્યોતનો ઉદય દેવોને ન હોય એમ કહેલ છે. પરંતુ ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ ઉદ્યોતનો ઉદય સંભવતો હોવાથી ઓથે ૮૧ હોય છે અન્યથા ૮૦ હોય છે. આ ૮૦માંથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૭૮નો ઉદય, મિથ્યાત્વ મોહનીય વિના સાસ્વાદને ૭૭નો ઉદય. અનંતાનુબંધી ચતુષ્ક અને દેવાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીય સહિત મિશ્ર ૭૩ નો ઉદય અને મિશ્રમોહનીય બાદ કરી સમ્યકત્વમોહનીય તથા દેવાનુપૂર્વી ઉમેરતાં ૭૪નો ઉદય અવિરતે હોય છે. આ પ્રમાણે ૮૦-૭૮-૭૭-૭૩- અને ૭૪નો ઉદય અનુક્રમે ઓધે તથા ચાર ગુણઠાણે જાણવો. દેવોમાં નીચગોત્રનો ઉદય સંભવતો નથી. કારણકે ઉદીરણા કરણમાં ઉચ્ચગોત્રના જ ઉદીરક કહ્યા છે. (જુઓ પંચસંગ્રહઉદીરણાકરણ ગાથા-૧૮). (૫) એકેન્દ્રિય માર્ગણા- પુરૂષવેદ, સ્ત્રીવેદ, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એમ ૪ મોહનીયની, તિર્યચવિનાનાં ૩ આયુષ્યકર્મ, ઉચ્ચગોત્ર ૧, અને નામકર્મની ૩૪, (તિર્યંચવિના ૩ ગતિ, એકેન્દ્રિયવિના ૪ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકઢિક, ૬ સંઘયણ, હુંડકવિના પાંચ સંસ્થાન, ૩ આનુપૂર્વી, Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાસ્વામિત્વ ૯૫ ૨ વિહાયોગતિ, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર-સુસ્વર-સૌભાગ્ય-આદેય, અને ઔદારિક આંગોપાંગ એમ કુલ ૩૪) આ પ્રમાણે કુલ ૪૨ વિના બાકીની ૮૦ નો ઉદય હોય છે. મિથ્યાત્વે પણ ૮૦ નો જ ઉદય હોય છે. અહીં પણ વૈક્રિય કરતા વાઉકાયને વૈક્રિય શરીર નામકર્મનો ઉદય હોઇ શકે છે પરંતુ તે લબ્ધિપ્રત્યયિક હોવાથી અહીં વિવક્ષા કરી નથી. આ ૮૦ માંથી પરાઘાતઉચ્છ્વાસ-આતપ-ઉદ્યોત સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વમોહનીય એમ ૮ વિના શેષ ૭૨ નો ઉદય સાસ્વાદને હોય છે. એકેન્દ્રિય જીવોમાં સાસ્વાદન પારભવિક જ હોય છે તે છ આવલિકા સુધી જ હોય છે અને આતપ-ઉદ્યોત-પરાઘાત અને ઉચ્છ્વાસનો ઉદય શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ હોય છે માટે ૪ ઉદયમાંથી ટાળી છે. અને ઉપશમ સમ્યક્ત્વથી પડી સાસ્વાદનવાળા જીવો સૂક્ષ્મ-અપર્યાપ્ત અને સાધારણમાં ઉત્પન્ન થતા નથી તેથી તે ૩ ઓછી કરી છે. મિથ્યાત્વનો ઉદય બીજે હોતો જ નથી. આ કારણથી કુલ ૮ નો ઉદય ટાળી ૭૨ નો ઉદય કહ્યો છે. (૬-૭-૮) વિકલેન્દ્રિય માર્ગણા- એકેન્દ્રિયમાં જે ૮૦ નો ઉદય ઓધે અને મિથ્યાત્વે ઉપર કહ્યો છે તેમાંથી આતપ, સૂક્ષ્મ અને સાધારણ એ ત્રણ ઓછી કરો, અને ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, અશુભ વિહાયોગતિ, દુઃસ્વર અને સુસ્વર એમ પાંચ ઉમેરો એટલે ૮૨નો ઉદય બેઇન્દ્રિયાદિમાં હોય છે. ૫ જ્ઞાના. ૯ દર્શના. ૨ વેદનીય. (સ્ત્રી-પુરૂષવેદસમ્યક્ત્વ-મિશ્રમોહનીય વિના) ૨૪ મોહનીયની, ૧ તિર્યંચાયુષ્ય, ૧ નીચગોત્ર, ૫ અંતરાય, અને ૩૫ નામકર્મની એમ કુલ ૮૨ નો ઉદય હોય છે, નામકર્મની ૩૫ આ પ્રમાણે (૧ તિર્યંચગતિ, ૨ બેઇન્દ્રિયાદિ ત્રણમાંથી ૧ જાતિ, ૩ ઔદારિકશરીર, ૪ ઔદારિક અંગોપાંગ, ૫ છેવતૢ સંઘયણ, ૬ હુંડક સંસ્થાન, ૭ તિર્યંચાનુપૂર્વી, ૮ અશુભવિહાયોગતિ, ૯ પરાઘાત, ૧૦ ઉચ્છ્વાસ, ૧૨ ઉદ્યોત, ૧૨ ઉપઘાત. ૧૩ ત્રસ, ૧૪ બાદર, ૧૫ પર્યાપ્ત, ૧૬ અપર્યાપ્ત, ૧૭ પ્રત્યેક, ૧૮ દુર્ભગ, ૧૯ દુઃસ્વ૨, ૨૦ સુસ્વર, ૨૧ અનાદેય, ૨૨ યશ, રૃ૩ અયશ તથા ૧૨ ધ્રુવોદયી. Page #97 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ પહેલે ગુણઠાણે ૮૨ નો ઉદય છે. સાસ્વાદન પારભવિક જ હોય છે ઉત્પત્તિની પ્રથમની ૬ આવલિકામાં જ સાસ્વાદન હોય છે. તેથી ત્યાં જેનો ઉદય સંભવતો નથી એવી ૧ પરાઘાત, ર ઉચ્છવાસ, ૩ ઉદ્યોત, ૪ સુસ્વર ૫ દુઃસ્વર, અને ૬ વિહાયોગતિ એમ આ છ પ્રકૃતિઓ ઓછી કરવી, તથા, સાસ્વાદનવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી, માટે અપર્યાપ્ત નામકર્મ પણ ઓછું કરવું. અને મિથ્યાત્વનો ઉદય મિથ્યાત્વે જ હોય માટે તે પણ ઓછું કરવું. એમ કુલ ૮૨માંથી ૮ ઓછી કરતાં ૭૪નો ઉદય સાસ્વાદને હોય છે. બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં માત્ર જાતિનામકર્મનો જ ઉદય બદલાય છે. બીજું બધું સમાન જ છે. (૯) પંચેન્દ્રિય માર્ગણા- એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ક, સ્થાવર-સૂક્ષ્મ, સાધારણ અને આતપ એમ ૮ વિના ઓઘે ૧૧૪ નો ઉદય હોય છે. તે ૧૧૪ માંથી આહારકદ્ધિક-જિનનામ-સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એમ પ વિના ૧૦૯ નો ઉદય મિથ્યાત્વ હોય છે. આ ૧૦૯ માંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૧૦૬ નો ઉદય હોય છે. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક, અને શેષ ૩ આનુપૂર્વી એમ ૭ ઓછી કરી મિશ્રમોહનીય મેળવતાં મિટૈ ૧૦નો ઉદય હોય છે ત્યાર બાદ બીજા કર્મગ્રંથની જેમ ૧૦૪-૮૭-૮૧-૭૬-૭ર વગેરે ઉદય ચૌદે ગુણસ્થાનકે સમાન જ છે કારણ કે આ ગુણસ્થાનકો પંચેન્દ્રિયમાં જ આવે છે. (૧૦) પૃથ્વીકાય માર્ગણા- ઉપર એકેન્દ્રિય માર્ગણામાં ૪૨ નો ઉદય હોતો નથી એમ જે કહ્યું તે જ ૪૨ પૃથ્વીકાયમાં પણ ઉદયમાં ન જ હોય, કારણ કે પૃથ્વીકાય એકેન્દ્રિય જ છે. તેથી તે ૪૨ તથા સાધારણનામકર્મ એમ કુલ ૪૩ વિના ઓધે બાકીની ૭૯ નો ઉદય જાણવો. સાધારણનો ઉદય અનંતકાયને જ હોય છે અને અનંતકાય વનસ્પતિકાયમાં જ છે માટે પૃથ્વીકાયમાં ઓથે તથા મિથ્યાત્વે ૭૯, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ-આતપઉદ્યોત-સૂક્ષ્મ-અપર્યાપ્ત-અને મિથ્યાત્વ એ ૭ વિના ૭૨ નો ઉદય સાસ્વાદને હોય છે. પૃથ્વીકાયમાં સાસ્વાદન અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પરંતુ Page #98 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ કરણ અપર્યાપ્તાને જ હોય છે, લબ્ધિ અપર્યાપ્તાને હોતું નથી અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને જ હોય છે. માટે અપર્યાપ્ત નામકર્મ ઓછું કરેલ છે. સાસ્વાદન વાળા સૂક્ષ્મમાં ઉત્પન્ન થતા નથી. તથા સાસ્વાદને મિથ્યાત્વનો ઉદય હોતો નથી. માટે ૭૨ નો ઉદય કહ્યો છે. (૧૧) અપ્લાય માર્ગણા- આ અપૂકાય જીવોમાં પૃથ્વીકાયની જેમ જ ઉદય હોય છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે આતપનામકર્મ જે પૃથ્વીકાયમાં ઉદયમાં છે તે અપકાયમાં હોતું નથી. કારણ કે “આપ” નો ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલ રતોના પૃથ્વીકાય જીવોને જ હોય છે. તેથી ઓધે અને મિથ્યાત્વે ૪૩+૧=૪૪ વિના ૭૮નો ઉદય અને સાસ્વાદને ૭ર નો ઉદય હોય છે. (૧૨) તેઉકાય માર્ગણા- પૃથ્વીકાય માર્ગણાની જેમ જ જાણવું. પરંતુ આતપ-ઉદ્યોત અને યશનામ આ ત્રણનો ઉદય તેઉકાયમાં સંભવતો નથી. તેથી તે ત્રણ વધારે ઓછી કરવી. માટે ૪૩*૩= એમ ૪૬ ઓછી કરવી. એટલે બાકીની ૭૬ ની ઉદય ઓધે અને મિથ્યાત્વે હોય છે. તેઉકાયવાઉકાયમાં માત્ર પહેલું એક જ ગુણસ્થાનક હોય છે. (૧૩) વાઉકાય માર્ગણા- તેઉકાયની જેમ જ પહેલું એક જ ગુણસ્થાનક, અને ૪૬ વિના ૭૬ નો જ ઉદય છે. પરંતુ લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય ગણીએ તો વૈક્રિય શરીરનામકર્મનો ઉદય અધિક સમજવો એટલે ૭૭ જાણવી. (૧૪) વનસ્પતિકાય માર્ગણા- અહીં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક છે. ઉદયની પ્રકૃતિઓ પૃથ્વીકાયની જેમ જ પહેલે ૭૯ અને બીજે ૭૨ જ હોય છે. ફક્ત પૃથ્વીકાયમાં જે આતપનો ઉદય છે તેને બદલે અહીં સાધારણનો ઉદય જાણવો. એટલે એક કાઢવી અને એક ઉમેરવી. સંખ્યા સરખી જ છે. (૧૫) ત્રસકાય માર્ગણા- સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, અને એકેન્દ્રિય જાતિ આ પાંચ વિના ઓઘે ૧૧૭ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્વિક Page #99 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રંથ જિનનામ, સમ્યક્ત્વ મોહનીય, અને મિશ્રમોહનીય એમ બીજી પાંચનો ઉદય ઓછો કરતાં ૧૧૨ નો ઉદય મિથ્યાત્વ હોય છે. તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી એમ ત્રણ વિના સાસ્વાદને ૧૦૯ નો ઉદય હોય છે. તે ૧૦૯ માંથી અનંતાનુબંધી ચતુષ્ક, વિકલેન્દ્રિયત્રિક, અને આનુપૂર્વીત્રિક, એમ કુલ ૧૦ નો ઉદય ટળી જાય છે અને મિશ્રમોહનીયનો ઉદય વધે છે એટલે કુલ ૧૦૦ નો ઉદય ત્રીજે ગુણઠાણે સંભવે છે. બાકીના બધાં ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ ઉદય સમજવો. (૧૬) મનોયોગ માર્ગણા- એકથી તેર ગુણસ્થાનક છે. સ્થાવરચતુષ્ક, જાતિ ચતુષ્ક (પંચેન્દ્રિય જાતિ વિના), આનુપૂર્વીચતુષ્ક, અને આતપ એમ કુલ ૧૩ વિના ઓઘે ૧૦૯ નો ઉદય જાણવો. આહારકક્રિક-જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય એમ ૫ વિના મિથ્યાત્વે ૧૦૪ નો ઉદય જાણવો, તેમાંથી મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩ નો ઉદય જાણવો. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ઠ ન્યૂન કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં ૧૦૦ નો ઉદય મિશ્રે જાણવો, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે પણ ૧૦૦ નો જ ઉદય છે પરંતુ મિશ્રમોહનીયને બદલે સમ્યક્ત્વમોહનીય જાણવી. જો કે ચાર આનુપૂર્વીનો ઉદય બીજા કર્મગ્રંથમાં ચોથે ગુણઠાણે ઉમેરાય છે પરંતુ આ મનયોગ માર્ગણામાં ન ઉમેરવો. કારણ કે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે ત્યારે મનયોગ હોતો નથી. અને જ્યારે મનયોગ સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આવે છે ત્યારે આનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. દેશવિરતિ આદિ સર્વગુણઠાણાઓમાં સામાન્ય ઉદયની જેમ જ ઉદય જાણવો. ૯૮ (૧૭) વચનયોગ માર્ગણા- અહીં ઉદય મનયોગની જેમ જ જાણવો. ફક્ત ઓઘે અને મિથ્યાત્વે બેઇન્દ્રિય-તૈઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ એમ ૩ પ્રકૃતિ ઉદયમાં વધારે કહેવી. કારણ કે આ ત્રણ જાતિના જીવોને મનયોગ નથી પરંતુ વચનયોગ છે. તેથી ઓથે ૧૦૯ ને બદલે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૪ ને બદલે ૧૦૭, સાસ્વાદને ૧૦૩, મિશ્રે ૧૦૦ વગેરે પૂર્વની જેમ જ યથાવત્ ઉદય જાણવો. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સત્તાસ્વામિત્વ (૧૮) કાયયોગ માર્ગણા- કાયયોગ સર્વત્ર હોવાથી અને યથાસ્થાને સર્વ પ્રકૃતિઓના ઉદયનો સંભવ હોવાથી ઓધે ૧૨૨-મિથ્યાત્વે ૧૧૭ વગેરે બીજા કર્મગ્રંથની જેમ ઉદય જાણવો. કારણ કે કાયયોગ સર્વ સંસારી જીવોને હોય છે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય કહેવો. (૧૯) પુરૂષવેદ માણા- નારકી-વિલેન્દ્રિય, અને સંમૂર્ણિમ જીવો નિયમ નપુંસકવેદ વાળા જ હોય છે. તેથી નરકત્રિક, જાતિચતુષ્ટય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આપ, જિનનામ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ એમ ૧૪ પ્રકૃતિ વિના ઓથે ૧૦૮ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્વિક, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય એમ ૪ વિના મિથ્યાત્વે ૧૦૪, મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામ એમ બે વિના સાસ્વાદને ૧૦૨, અનંતાનુબંધી ચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક એમ ૭ વિના અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ગુણઠાણે ૯૬, તેમાં આનુપૂર્વી ત્રણ ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વ મોહનીય ગ્રહણ કરતાં અવિરતે ૯૯, તેમાંથી અપ્રત્યાખ્યાન યચતુષ્ક, દેવગતિ, દેવાયુષ્ય, આનુપૂર્વત્રિક, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય, અને અયશ એમ કુલ ૧૪ વિના દેશવિરતે ૮૫નો ઉદય હોય છે. બીજાકર્મગ્રંથમાં પાંચમે ગુણઠાણે જે ૮૭નો ઉદય છે તેમાંથી ફક્ત સ્ત્રીવેદ અને નપુંસકવેદ વિના જે શેષ રહે તે જ આ ૮૫ છે. ઉપરના ગુણઠાણાઓમાં પણ બીજા કર્મગ્રંથમાં કહેલા ઉદય કરતાં ૨ વેદ ઓછા જાણવા એટલે પ્રમત્તે ૮૧ ને બદલે ૭૯, અપ્રમત્તે ૭૬ને બદલે ૭૪, અપૂર્વકરણે કરને બદલે ૭૦, અને અનિવૃત્તિકરણે ૬૬ને બદલે ૬૪, નો ઉદય જાણવો. કુલ ૯ જ ગુણસ્થાનક હોય છે. . (૨૦) સ્ત્રીવેદ માર્ગણા- અહીં પુરૂષવેદની જેમ ઉદયપ્રકૃતિ જાણવી. પરંતુ પુરૂષવેદને બદલે સ્ત્રીવેદ કહેવો, તથા આહારકદ્વિકનો ઉદય ચૌદ પૂર્વધરતાના અભાવે આ માર્ગણામાં ન કહેવો, જેથી ઓધે ૧૦૮ને બદલે ૧૦૬, મિથ્યાત્વે ૧૦૪, સાસ્વાદને ૧૦૨, મિશ્ર ૯૬, અવિરતે પુરૂષવેદમાં જો કે ત્રણ આનુપૂર્વી સાથે ૯૯ ઉદયમાં છે. પરંતુ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તૃતીય કર્મગ્રંથ સ્ત્રીવેદમાં નરકાનુપૂર્વી પ્રથમ દૂર કરેલી જ છે. માટે તે વિના શેષ ત્રણ આનુપૂર્વી અનુદય એક મતે હોય છે. “સમ્યગ્દષ્ટિ જીવો નિયમ પુરૂષવેદમાં જ, અથવા નરકમાં જાય તો નપુંસકવેદમાં જ જન્મે, અન્યવેદમાં ન જન્મ” આ નિયમને અનુસારે ત્રણ આનુપૂર્વી દૂર કરતાં ૯૬ ને જ ઉદય હોય છે, પરંતુ બીજા મતે મલ્લિનાથ, બ્રાહ્મી, સુંદરી, ઇત્યાદિ જીવો સમ્યકત્વ હોતે છતે પણ મનુષ્યમાં સ્ત્રીવેદમાં જન્મ પામ્યા છે. તેથી મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે માટે ૧ ઉમેરતાં ૯૭નો ઉદય હોય છે. પાંચમેથી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો ફક્ત પુરૂષવેદ અને નપુંસકવેદનો ઉદય ન જાણવો, તથા છેકે આહારકલિક ન લેવું. તેથી દેશવિરતે ૮૫, પ્રમત્તે ૭૭, અપ્રમત્તે ૭૪, અપૂર્વે ૭૦, અને અનિવૃતિએ ૬૪નો ઉદય હોય છે. (૨૧) નપુંસકવેદ માર્ગણા- નારકને, એકેન્દ્રિયને, વિકસેન્દ્રિયને, આ જ વેદનો ઉદય હોય છે પરંતુ દેવોમાં સ્ત્રી-પુરૂષ એમ બે જ વેદ હોય છે. તેથી દેવત્રિક, જિનનામ, સ્ત્રી-પુરૂષવેદ એમ કુલ ૬ વિના ૧૧૬નો ઉદય ઓથે હોય છે. સ્ત્રીવેદ વિના શેષ બન્ને વેદોમાં ચૌદપૂર્વોના અભ્યાસનો યોગ હોવાથી આહારકદ્વિકનો ઉદય હોઈ શકે છે. તેમાંથી મિથ્યાત્વે આહારકદ્વિક-સમ્યકત્વ-મિશ્રમોહનીય એમ ૪ વિના ૧૧૨નો ઉદય હોય છે. તેમાંથી સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી એમ ૬ બાદ કરતાં ૧૦૬ નો ઉદય સાસ્વાદને હોય છે. તે ૧૦૬માંથી અનંતાનુબંધી ચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, સ્થાવર, જાતિચતુષ્ક એ ૧૧ વિના અને મિશ્રમોહનીયનો ઉદય ઉમેરતાં ૯૬નો ઉદય મિશ્ર હોય છે તે ૯૬માં નરકાનુપૂર્વી ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે ૯૭નો ઉદય હોય છે. દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં સ્ત્રીપુરૂષવેદ વિના બીજા કર્મગ્રંથની જેમ ઉદય હોય છે માટે દેશવિરતે ૮૫, પ્રમત્તે ૭૯, અપ્રમત્તે ૭૪, અપૂર્વે ૭૦, અને અનિવૃત્તિએ ૬૪નો ઉદય સમજવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૦૧ (૨૨) ક્રોધ માર્ગણા- ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર પરસ્પર ઉદયમાં પરાવર્તમાન હોવાથી એક સાથે ઉદયમાં સંભવતા નથી. ક્રોધના ઉદયકાળે માનાદિ ન હોય અને માનના ઉદયકાળે ક્રોધાદિ ન હોય, એટલે અનંતાનુબંધી આદિ ૪ માન, ૪ માયા, અને ૪ લોભ. એમ ૧૨ કષાય, અને જિનનામ એમ ૧૩ વિના ઓથે ૧૦૯નો ઉદય ક્રોધમાર્ગણામાં હોય છે. તેમાંથી આહારકહિક, સમ્યકત્વ અને મિશ્રમોહનીય એમ ૪ વિના મિથ્યાત્વે ૧૦પનો ઉદય હોય છે. સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૯૯ ઉદયમાં હોય છે. તે ૯૯માંથી અનંતાનુબંધીક્રોધ, સ્થાવર, જાતિ ચતુષ્ક, ત્રણ આનુપૂર્વી એમ ૯ બાદ કરતાં અને મિશ્ર મોહનીય ઉમેરતાં મિશ્ર ૯૧નો ઉદય હોય છે. તે ૯૧માં ચાર આનુપૂર્વી ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે ૯પનો ઉદય હોય છે. તેમાંથી અપ્રત્યાખ્યાનીય ક્રોધ, ચાર આનુપૂર્વી, દેવગતિ, દેવાયુષ્ય, નરકગતિ, નરકાયુષ્ય, વૈક્રિયદ્વિક, અને દુર્ભગ-અનાદય-અયશ એમ કુલ ૧૪ ઓછી કરતાં દેશવિરતે ૮૧નો ઉદય હોય છે. તે ૮૧માંથી તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, ઉદ્યોત, નીચગોત્ર, અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એમ ૫ ઓછી કરતાં અને આહારકદ્વિક ઉમેરતાં પ્રમત્તે ૭૮નો ઉદય થાય છે. થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના અપ્રમત્તે ૭૩મો ઉદય હોય. સમ્યત્વમોહનીય અને અંતિમ ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૬૯નો ઉદય હોય, અને હાસ્યાદિ ષક વિના અનિવૃત્તિએ ૬૩નો ઉદય હોય છે. બીજા કર્મગ્રંથમાં નવમે ગુણઠાણે જે ૬૬નો ઉદય કહ્યો છે તેમાંથી સંજવલન માન-માયા-અને લોભ એમ ત્રણ વિના તે જ ૬૩ ક્રોધમાર્ગણામાં ઉદયગત જાણવી. (૨૩-૨૪-૨૫) માન-માયા- અને લોભ માર્ગણા- આ ત્રણે માર્ગણામાં ઉદયસ્વામિત્વ બરાબર ક્રોધની જેમ જ કહેવું. પરંતુ ક્રોધમાર્ગણામાં જેમ માનાદિ ૧૨ કષાય ઓછા કર્યા છે. તે જ પ્રમાણે માનમાં ક્રોધ, માયા, લોભના ૪-૪ કુલ ૧૨, માયામાં ક્રોધ-માન-લોભના ૪-૪ કુલ ૧૨, અને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તૃતીય કર્મગ્રંથ લોભમાં ક્રોધ-માન-માયાના ૪-૪ કુલ ૧૨. એમ પોતાના વિનાના ૧૨ કષાયો ઓછા કરવા-સમજી લેવું તથા લોભમાર્ગણામાં દશમું ગુણસ્થાનક અધિક હોવાથી ત્યાં ૬૦નો ઉદય પણ વધારે જાણવો. (૨૬-૨૭) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન માર્ગણા- આ બન્ને માર્ગણામાં ચારથી બારમા સુધી કુલ ૯ ગુણસ્થાનક છે. તેથી સંપૂર્ણપણે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય ચોથા ગુણસ્થાનકથી કહેવો, આગળ છકે ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય આવવાનો હોવાથી ઓધે ચોથા ગુણઠાણા કરતાં ૨ વધારે કહેવી તેથી ઓધે ૧૦૬નો, અવિરતે ૧૦૪નો, દેશવિરતે ૮૭નો, પ્રમત્તે ૮૧નો, અપ્રમત્તે ૭૬નો ઇત્યાદિ બારમા ગુણઠાણા સુધી ઉદય કહેવો. (૨૮) અવધિજ્ઞાન માર્ગણા- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ જ ઓથે ૧૦૬, ચોથે ૧૦૪, પાંચમે ૮૭, છ૩ ૮૧ વગેરે ઉદય જાણવો. અવધિજ્ઞાનવાળા સમ્યગ્દષ્ટિ જીવો મરીને પૂર્વબધ્ધાયુ પ્રમાણે ચાર ગતિમાં જઈ શકે છે. દેવ-નારકીમાંથી (તીર્થકર ભગવન્તોના જીવો) અવધિજ્ઞાન સાથે મનુષ્યમાં આવે છે. દેવ-નારકીમાં વિગ્રહગતિમાંથી જ અવધિજ્ઞાન હોય છે. ફક્ત તિર્યંચગતિમાં અવધિજ્ઞાન લઈને કોઈ ગયું હોય એવું કોઈ દૃષ્ટાન્ત પ્રસિધ્ધ નથી તથા પૂ. નરવાહનવિજયજી મ.ના લખેલા ઉદયસ્વામિત્વમાં તિર્યંચાનુપૂર્વી કાઢી નાખેલ છે. પરંતુ છઠ્ઠા કર્મગ્રંથના બાસઠિયામાં છે. તથા સામાન્યથી ગમન સંભવિત છે. એટલે અમે પણ તિર્યંચાનુપૂર્વીનો ઉદય લીધેલ છે. (૨૯) મન:પર્યવ માર્ગણા- આ માર્ગણામાં ૬ થી ૧૨ કુલ ૭ ગુણસ્થાનકો છે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો. ઓધે ૮૧, છટ્ટે ૮૧, સાતમે ૭૬, આઠમે ૭૨, નવમે ૬૬, દશમે ૬૦, અગિયારમે ૫૯, અને બારમે ઉપાજ્ય સમય સુધી પહ, ચરમસમયે પ૫ નો ઉદય જાણવો. (૩૦) કેવળજ્ઞાન માર્ગણા- તેરમું અને ચૌદમું એમ બે ગુણસ્થાનકો હોય છે અનુક્રમે ૪૨ અને ૧૨ નો ઉદય હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૦૩ (૩૧-૩૨) મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન માર્ગણા- પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક હોય છે. આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વમોહનીય વિના ઓથે ૧૧૮, તેમાંથી મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧ અને મિશ્ર ૧૦૦ નો ઉદય ઓઘની જેમ જાણવો. (૩૩) વિર્ભાગજ્ઞાન માર્ગણા- પહેલું, બીજાં અને ત્રીજું એમ ત્રણ ગુણસ્થાનક છે. ત્યાં ઓથે સમ્યકત્વમોહનીય, આહારદ્ધિક, પ્રથમની ચાર જાતિ, આતપ, જિનનામ, સ્થાવરચતુષ્ક આ ૧૩ વિના શેષ ૧૦૯ નો ઉદય હોય છે. મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૮ નો ઉદય હોય છે તથા મિથ્યાત્વમોહનીય અને નરકાસુપૂર્વી વિના ૧૦૬ નો ઉદય સાસ્વાદને હોય છે. અને ચાર અનંતાનુબંધી તથા શેષ ત્રણ આનુપૂર્વી એમ ૭ વિના અને મિશ્રમોહનીય સહિત ૧૦૦ નો ઉદય મિશ્રગુણઠાણે હોય છે. જો કે પૂ.નરવાહનવિજ્યજી મ.સાહેબના ઉદયસ્વામિત્વમાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી વિના બધે બે બે ઉદયમાં ઓછી ગણી છે. એટલે વિર્ભાગજ્ઞાન લઇને તિર્યંચ-મનુષ્યમાં જીવ જતો નહી હોય એવો અર્થ થાય છે. તો પણ છઠ્ઠી કર્મગ્રંથમાં બાસઠ માર્ગણાના સંવેધમાં વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યના ૨૧-૨૬ ના ઉદયના ઉદયભાંગા લીધેલા છે તેથી, તથા વિર્ભાગજ્ઞાનઅવધિજ્ઞાન લઇને ચારે ગતિમાં જવા-આવવાનો નિષેધ જાણ્યો ન હોવાથી વિગ્રહગતિમાં પણ અવધિજ્ઞાન-વિર્ભાગજ્ઞાન સંભવી શકે છે. (૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણા- ગુણસ્થાનકો ૬ થી ૯ હોય છે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે. ૮૧-૭૬-૭રઅને ૬૬ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ઓધે પણ ૮૧ જ જાણવી. (૩૬) પરિહાર વિશુધ્ધિ ચારિત્ર માર્ગણા- આ ચારિત્ર ગ્રહણ કરનારા આત્માઓ ઉત્કૃષ્ટથી પણ કંઇક ન્યૂન દશ પૂર્વધર જ હોય છે પરંતુ ચૌદપૂર્વધર હોતા નથી માટે આહારકદ્ધિકનો ઉદય નથી, પહેલા સંઘયણવાળા જ હોય છે એટલે શેષ પાંચ સંઘયણનો ઉદય નથી, અને સ્ત્રીવેદના ઉદયવાળા જીવો આ ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી તેથી સ્ત્રીવેદનો ઉદય Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તૃતીય કર્મચંદ ન હોય, એમ આહારકદ્વિક, સ્ત્રીવેદ, અને અપ્રથમ પાંચ સંઘયણ મળીને કુલ ૮ પ્રકૃતિ વિના ઓથે અને પ્રમત્તે (૮૧ માંથી ૮ બાદ કરતાં) ૭૩ નો ઉદય હોય છે. તથા થીણધ્ધિત્રિક વિના સાતમે ૭૦ નો ઉદય સંભવે છે. ફક્ત છઠ્ઠ-સાતમું એમ બે જ ગુણસ્થાનકો હોય છે. (૩૭-૩૮-૩૯) સૂમસંપરાય-યથાખ્યાત અને દેશવિરતિ માર્ગણા- આ ત્રણ માર્ગણામાં બીજા કર્મગ્રંથની જેમજ પોતપોતાના ગુણઠાણે ઉદયસ્વામિત્વ સમજવું-સૂક્ષ્મસંપરાયમાં ૧ દશમું ગુણસ્થાનક અને ૬૦ નો ઉદય જાણવો. યથાખ્યાતમાં ઓથે તીર્થકર નામકર્મ સહિત ૬૦, અગિયારમે તીર્થંકર નામ વિના ૫૯, બારમે પ૭પપ, તેરમે ૪૨, અને ચૌદમે ૧૨ નો ઉદય જાણવો. દેશવિરતિ માર્ગણામાં ગુણસ્થાનક પ્રમાણે ૮૭ નો ઉદય સમજવો. (૪૦) અવિરતિ માર્ગણા- આ માર્ગણામાં ૧ થી ૪ ગુણસ્થાનકો છે. બીજા કર્મગ્રંથની જેમ જ ઉદયસ્વામિત્વ છે. આહારદ્ધિક અને જિનનામનો ઉદય આગળ આવવાનો નથી તેથી. ઓધે ૧૧૯, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિશ્ર ૧૦૦, અને અવિરતે ૧૦૪ નો ઉદય જાણવો. (૪૧) ચક્ષુદર્શન માણા- આ માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનકો હોય છે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, અને તે ઇન્દ્રિય જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, જિનનામ, અને ચાર આનુપૂર્વી વિના ઓધે ૧૦૯ નો ઉદય હોય છે. આહારકઢિક, સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય વિના મિથ્યાત્વે ૧૦૫ નો ઉદય હોય છે. મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનંતાનુબંધીચતુષ્ક અને ચઉરિન્દ્રિય જાતિ એમ પાંચ બાદ કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ૧૦ નો ઉદય હોય છે. તેમાં મિશ્રમોહનયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે પણ ૧૦૦ નો જ ઉદય હોય છે આનુપૂર્વી ઉદય વિગ્રહગતિમાં હોય છે ત્યાં ચક્ષુદર્શન સંભવતું નથી દેશવિરતિથી ક્ષીણમાહ સુધી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો. Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૦૫ (૪૨) અચક્ષુદર્શન માર્ગણા- ગુણસ્થાનક ૧ થી ૧૨ છે. તેરમું ગુણસ્થાનક ન હોવાથી ફક્ત ૧ જિનના ઉદયમાં સંભવતું નથી. શેષ સર્વ ઉદયસ્વામિત્વ બીજા કર્મગ્રંથની જેમ જ જાણવું. ઓઘે ૧૨૧, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, અને મિશ્ર ૧૦૦ વગેરે ક્ષીણમાહ સુધી સમજી લેવું. (૪૩) અવધિદર્શન માર્ગણા- અહીં ઉદયસ્વામિત્વ અવધિજ્ઞાનની સમાન જ જાણવું. તફાવત માત્ર એટલો જ છે કે કર્મગ્રંથના મતે અવધિદર્શનમાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનક છે અને સિધ્ધાન્તના મતે ૧ થી ૧૨ એમ ૧૨ ગુણસ્થાનક છે. સિધ્ધાન્તના મતે દર્શનકાલે સમ્યગૂ-મિથ્યા ભેદ નથી. (૪૪) કેવલદર્શન માર્ગણા- કેવલજ્ઞાનની જેમ જ તેરમે ૪૨ નો ઉદય અને ચૌદમે ગુણઠાણે ૧૨ નો ઉદય જાણવો. (૪૫-૪૬-૪૭) કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યા માર્ગણા- આ ત્રણ લેશ્યામાં પૂર્વ-પ્રતિપન્ન ને આશ્રયી ૧ થી ૬ ગુણસ્થાનક સંભવે છે માટે તીર્થકર નામકર્મ વિના ૧૨૧ નો ઓધે ઉદય સમજવો, જો પ્રતિપદ્યમાન ને આશ્રયી ગણીએ તો ૧ થી ૪ ગુણસ્થાનક છે. તેથી આહારકદ્વિકનો પણ ઉદય સંભવતો નથી માટે ઓધે ૧૧૯ નો ઉદય હોય, ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિ ૧૦૦, ચોથે ૧૦૪, (દેશવિરતે ૮૭ અને પ્રમત્તે ૮૧). પરંતુ કાર્મગ્રન્થિકમતે સભ્યત્વ લઈને વધુમાં વધુ ત્રણ નરક સુધી જ જાય છે. માટે નીલ અને કૃષ્ણલેશ્યામાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય અસંભવિત છે તથા સિધ્ધાન્તના મતે સમ્યકત્વ સાથે જ નરક સુધી ગમન હોવાથી તે મતે નીલ-કૃષ્ણમાં પણ નરકાનુપૂર્વીનો ઉદય અવિરુધ્ધ છે. (૪૮) તેજોલેશ્યા માર્ગણા- તેજોલેશ્યા વાળા સૌધર્મ-ઇશાન દેવલોકના દેવો તથા જ્યોતિષ સુધીના પણ દેવો આ લેગ્યા હોતે છતે મરીને પૃથ્વીઅ૫ અને વનસ્પતિમાં જાય છે ત્યાં અંતર્મુહૂર્ત કાળ સુધી પૂર્વભવની તેજોલેશ્યા હોય છે તેથી સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય હોય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તૃતીય કર્મગ્રંથ પરંતુ નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, આતપ અને જિનનામ એ ૧૧ પ્રકૃતિનો ઉદય તેજોલેશ્યામાં સંભવતો નથી. માટે તે વિના ધે ૧૧૧ નો ઉદય હોય છે. સૌધર્મ-ઇશાનવાસી દેવો તેજોલેશ્યા સાથે મરીને પૃથ્વી-અધ્ વનસ્પતિમાં જાય છે ત્યાં પૃથ્વીકાયમાં આતપનો ઉદય સંભવે છે. પરંતુ આતપનો ઉદય શરીર પર્યાપ્તિ પછી થાય છે. અને પૂર્વભવીય તેજોલેશ્યા શરીર પર્યાપ્તિ સુધી જ હોય છે. માટે આતપનો ઉદય વો છે. આહારકદ્વિક, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય વિના મિથ્યાત્વે ૧૦૭ નો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વ મોહનીય વિના ૧૦૬નો ઉદય સાસ્વાદને હોય છે. ૧૦૬ માંથી અનંતાનુબંધીચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, તથા ત્રણ આનુપૂર્વી એમ કુલ ૯ બાદ કરતાં અને મિશ્ર મોહનીય ઉમેરતાં મિશ્ર ૯૮નો ઉદય હોય છે. તે ૯૮માં આનુપૂર્વી ત્રણ ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યક્ત્વમોહનીય લેતાં ૧૦૧ નો ઉદય અવિરતે હોય છે. તે ૧૦૧ માંથી અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, ત્રણ આનુપૂર્વી, દેવગતિ-દેવાયુષ્ય, વૈક્રિયદ્ઘિક, દુર્ભાગ, અનાદેય અને અયશ એમ ૧૪ વિના દેશિવરતે ૮૭ નો ઉદય હોય છે. ત્યારબાદ બીજા કર્મગ્રંથની જેમ પ્રમત્તે ૮૧ અને અપ્રમત્તે ૭૬ નો ઉદય સંભવે છે. (૪૯) પદ્મલેશ્યા માર્ગણા- અહી ઉદય તેજોલેશ્યાની સમાન જ લગભગ છે. ફક્ત તફાવત માત્ર એટલો જ છે કે તેજો લેશ્યાવાળા સૌધર્મ-ઇશાન સુધીના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. અને તે વખતે તે જીવોને એકેન્દ્રિયના ભવમાં પણ અંતર્મુહૂર્ત સુધી તેજોલેશ્યા હોય છે. એટલા માટે સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય લીધો છે. પરંતુ પદ્મલેશ્યા તો દેવભવમાં માત્ર ત્રીજા-ચોથા અને પાંચમા દેવલોકના દેવોને જ હોય છે. અને તેઓ મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય અહીં હોતો નથી. માટે આ બે પ્રકૃતિ ઓધે, મિથ્યાત્વે અને સાસ્વાદને વધારે ઓછી કરવી. તેથી ઓથે ૧૧૧ ને બદલે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૭ ને બદલે ૧૦૫, સાસ્વાદને ૧૦૬ ને બદલે ૧૦૪, Page #108 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૦૭ મિથે ૯૮, અવિરતે ૧૦૧, દેશવિરતે ૮૭, પ્રમત્તે ૮૧ અને અપ્રમત્તે ૭૬ નો ઉદય હોય છે. (૫૦) શુકુલલેશ્યા- આ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણાં છે. ઉદયસ્વામિત્વ પધલેશ્યાની જેમ જ જાણવું. પરંતુ ૧૩ મું ગુણઠાણું હોવાથી જિનનામનો ઉદય ઓઘમાં વધારે લેવો. એટલે ઓથે ૧૧૦, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૪, મિશ્ર ૯૮, અવિરતે ૧૦૧, દેશવિરતે ૮૭. વગેરે તેરમા ગુણઠાણા સુધી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય સમજવો. (૫૧) ભવ્ય માણા- એકથી ચૌદ ગુણસ્થાનક છે. બીજા કર્મગ્રંથની જેમ જ સંપૂર્ણ ઉદયસ્વામિત્વ સમજવું. (૫૨) અભવ્યમાર્ગણા- માત્ર પહેલું એક જ ગુણસ્થાનક છે. તેથી આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય એમ કુલ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ નું ઉદય સ્વામિત્વ જાણવું. (૫૩) ઉપશમસમ્યકત્વ માર્ગણા- ગુણસ્થાનક ૪ થી ૧૧ સુધી કુલ ૮ હોય છે. તેમાં ચોથે અવિરતિ ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૧૦૪ નો ઉદય કહ્યો છે તેમાંથી ૪ આનુપૂર્વી અને ૧ સમ્યકત્વમોહનીય એમ પાંચ વિના ઓથે અને અવિરતે ૯૯ નો ઉદય હોય છે. કારણ કે ઉપશમસમ્યકત્વી જીવ મૃત્યુ પામતો નથી, અને મૃત્યુ વિના આનુપૂર્વી સંભવતી નથી, દર્શનસપ્તક ઉપશમાવેલ હોવાથી જે સમ્યકત્વમોહનીયના ઉદયનો સંભવ હતો તે પણ નથી. અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ સમ્યકત્વી મૃત્યુ પામે છે. પરંતુ કેટલાક આચાર્યો મૃત્યુ પછી બીજા જ સમયે વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યકત્વ માને છે. વળી કેટલાક આચાર્યો ઉપશમશ્રેણીમાં જે ઉપશમસમ્યકત્વી હોય છે તે મૃત્યુ પામતા નથી, કાલક્ષયે જ ઉતરે છે અને જે મૃત્યુ પામે છે તે નિયમ ક્ષાયિક સમ્યકત્વી હોય છે એમ માને છે તેમના મતે વિગ્રહગતિમાં ઉપશમ ન હોવાથી આનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. પરંતુ જે આચાર્યો અગિયારમે ગુણઠાણે ઉપશમ સમ્યકત્વી-મૃત્યુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તૃતીય કર્મગ્રંથ પામી ભવક્ષયે પડીને ઉપશમ લઇને અનુત્તરમાં જાય છે તેઓના મતે માત્ર એક દેવાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે તેથી તે મતે ઓધે અને અવિરતે ૧૦૦ નો ઉદય જાણવો. દેશવિરતિ ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૮૭ છે તેમાંથી સમ્યકત્વમોહનીય વિના અહીં ૮૬ નો ઉદય હોય છે. પ્રમત્તે જે ૮૧ છે તેમાંથી સમ્યકત્વમોહનીય અને આહારકદ્ધિક વિના ૭૮ નો ઉદય જાણવો. ઉપશમસમ્યકત્વી જીવ લબ્ધિની વિદુર્વણા કરતો નથી. અપ્રમત્તે જે ૭૬ છે તેમાંથી સમ્યકત્વમોહનીય વિના ૭૫ નો ઉદય જાણવો. અપૂર્વકરણાદિમાં બીજા કર્મગ્રંથની જેમ જ ૭૨-૬૬-૬૦ અને ૫૯ નો ઉદય સમજવો. (૫૪) ક્ષાયિક સમ્યકત્વ માગણા- આ સમ્યકત્વ ૪ થી ૧૪ એમ ૧૧ ગુણ- સ્થાનકોમાં હોય છે. ચોથે ગુણઠાણે જે ૧૦૪ નો ઉદય છે. તેમાંથી પહેલા વિનાનાં પાંચ સંઘયણ અને સમ્યકત્વમોહનીય ઓછી કરી, આહારકદ્ધિક અને જિનનામ ઉમેરતાં ઓથે ૧૦૪–૬–૯૮+૩=૧૦૧ નો ઉદય હોય છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આહારકદ્ધિક-જિનનામ વિના ૯૮ નો ઉદય હોય છે. ક્ષાયિક પામનાર પ્રથમ સંઘયણી જ હોય છે એમ પ્રતિપદ્યમાનતાને આશ્રયી આ ઉદય કહ્યો છે પરંતુ ક્ષાયિક પામ્યા પછી ક્વચિત્ પાંચ ભવ કરનારા જીવને દુપ્પસહસૂરિજીની જેમ છ માંથી ગમે તે સંઘયણનો ઉદય પણ હોઈ શકે છે. તેથી જો આવા જીવને આશ્રયી ક્ષાયિક લઇએ તો આ પાંચ સંઘયણનો ઉદય પણ હોય છે. તેથી ઓઘે ૧૦૬, ચોથે ૧૦૩, એમ ઉદય જાણવો. પાંચમે ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૮૭ નો ઉદય કહ્યો છે તેમાંથી સમ્યકત્વમોહનીય તિર્યંચગતિ, તિર્યંચ આયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત એમ કુલ પાંચ વિના ૮૨નો ઉદય પાંચ ભવ કરનારને આશ્રયી ઘટે છે અને જો પ્રતિપદ્યમાનને આશ્રયી માત્ર પ્રથમ સંઘયણ જ લઇએ તો ૭૭ નો ઉદય હોય છે. દેશવિરતિ ગુણઠાણે જો ક્ષાયિક સમ્યકત્વ હોય તો મનુષ્યને જ હોય છે તિર્યંચોને હોતું નથી. કારણ કે ક્ષાયિક સમ્યકત્વી પૂર્વબદ્ધાયુ મરીને Page #110 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૦૯ તિર્યંચમાં જાય છે પરંતુ નિયમા યુગલિકમાં જ જાય છે. ત્યાં ચાર જ ગુણઠાણાં છે તેથી તિર્યંચગતિ આદિ ચાર પ્રકૃતિઓનો ઉદય પાંચમે ટાળ્યો છે. મનુષ્યોમાં નીચગોત્રનો ઉદય હોઈ શકે છે, પરંતુ દેશવિરતિના પ્રભાવથી જેમ દુર્ભાગાદિને બદલે સૌભાગ્યાદિ થાય છે તેમ નીચગોત્રને બદલે ઉચ્ચગોત્રનો જ ઉદય વિરતિધરને હોય છે. માટે દેશવિરતિએ ૮૨ અથવા ૭૭ નો ઉદય હોય છે. પ્રમત્તે બીજા કર્મગ્રંથમાં જે ૮૧ નો ઉદય છે તેમાંથી સમ્યત્વ મોહનીય વિના ૮૦ અથવા પાંચ સંઘયણ ન લઈએ તો ૭૫ નો ઉદય જાણવો, અપ્રમત્તે પણ તે જ પ્રમાણે ૭૫ અથવા પાંચ સંઘયણ ન લઈએ તો ૭૦ નો ઉદય સમજવો. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં સમ્યકત્વમોહનીયનો ઉદય બીજા કર્મગ્રંથમાં વારેલો જ છે. તથા ઉપશમશ્રેણીમાં ૩ સંઘયણનો ઉદય હોય છે પરંતુ ક્ષાયિકવાળાને પ્રથમ જ સંઘયણ હોય છે કારણ કે પ્રતિપદ્યમાનને તો પ્રથમ સંઘયણ છે જ, અને જો પૂર્વપ્રતિપન દુપ્પસહસૂરિજી આદિની જેમ અન્ય ક્ષેત્રે અને અન્યકાળે પાંચ ભવ કરનારા જન્મે તો પણ ત્યાં મોક્ષ ન હોવાથી પ્રથમસંઘયણનો પણ અભાવ છે અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોનો પણ અભાવ જ છે. માટે સર્વત્ર બીજા કર્મગ્રંથમાં કહેલા ઉદય કરતાં બીજાં અને ત્રીજાં એમ બે સંઘયણ ઉદયમાં ન્યૂન સમજવાં. અપૂર્વકરણે ૭ર ને બદલે ૭૦, અનિવૃત્તિએ ૬૬ ને બદલે ૬૪, સૂક્ષ્મસંપરાયે ૬૦ ને બદલે ૫૮, અગિયારમે ૫૯ ને બદલે ૫૭ નો ઉદય હોય છે. ક્ષીણમોહે તો પ્રથમસંઘયણ જ છે તેથી ઓછું કરવા જેવું કંઈ છે જ નહીં. માટે બારમાના ઉપાન્ય સમય સુધી પ૭, ચરમ સમયે પ૫, સયોગીએ ૪૨, અને અયોગીએ ૧૨ નો ઉદય હોય છે. (૫૫) ક્ષાયોપથમિકસમ્યકત્વ માર્ગણા- ચારથી સાત સુધી કુલ ૮ ગુણસ્થાનકો છે. બીજા કર્મગ્રંથની જેમ જ ૧૦૪-૮૭-૮૧-અને ૭૬ નો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તૃતીય કર્મગ્રંથ ઉદય જાણવો. આહારકદ્ધિક છ આવવાનું હોવાથી ૧૦૪+૨=૧૦૬ નો ઉદય ઓથે હોય છે એમ જાણવું. (૫૬-૫૭-૫૮) મિશ્ર-સાસ્વાદન અને મિથ્યાત્વમાર્ગણા- આ ત્રણેમાં પોત પોતાનું એક જ ગુણસ્થાનક છે. તેથી પોતપોતાના ગુણસ્થાનક પ્રમાણે જ ૧૦૦-૧૧૧-અને ૧૧૭ નો ઉદય સ્વયં સમજી લેવો. કોઇ પણ એક ભૂલ માર્ગણામાં સર્વ જીવોનો સમાવેશ કરવા માટે જ આ મિશ્રાદિને સમ્યકત્વ માર્ગણામાં સ્વીકારેલ છે. (૫૯) સંજ્ઞી માર્ગણા- દીર્ઘકાલિકી સંજ્ઞા જેને હોય તેને સંજ્ઞી કહેવાય. તેથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો આ માર્ગણામાં આવતા નથી. કેવલી ભગવન્તોને વિચારણા કરવા રૂપ ભાવમન નથી, પરંતુ પ્રશ્નોના ઉત્તર આપવા રૂપે દ્રવ્યમાન છે તેથી તે દ્રવ્ય મનને આશ્રયી ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. અહીં જાતિચતુષ્ક-સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ અને આતપ ૮ વિના ધે ૧૧૪ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્ધિકજિનનામ-સમ્યકત્વ-મિશ્રમોહનીય એમ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯ નો ઉદય હોય છે. તેમાંથી અપર્યાતનામ, મિથ્યાત્વ-નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૧૦૬ નો ઉદય જાણવો. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક-અને આનુપૂર્વત્રિક એમ ૭ વિના અને મિશ્રમોહનીય સહિત મિશ્ર ૧૦૦ નો ઉદય હોય છે અવિરતિ આદિ ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ જ ૧૦૪-૮૭૮૧-૭૬-૭૨-૬૬-૬૦-૫૯-૫૭-૫૫-૪ર-અને ૧૨ નો ઉદય સ્વયં સમજી લેવો. (૬૦) અસંશી માર્ગણા- આ માર્ગણામાં માત્ર પહેલું અને બીજું એમ બે જ ગુણસ્થાનક છે. ત્યાં પણ તિર્યંચ-મનુષ્યો જ અસંજ્ઞી હોય છે. તથા અસંજ્ઞી જીવો નિયમ નપુંસક જ હોય છે તેથી વૈક્રિયાષ્ટક, આહારકદ્વિક, જિનનામ, સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ અને પુરૂષવેદ એમ ૧૬ પ્રકૃતિ વિના ૧૦૬ નો ઉદય ઓથે હોય છે. મિથ્યાત્વે Page #112 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૧૧ પણ ૧૦૬ નો જ ઉદય હોય છે. પરંતુ અસંજ્ઞી મનુષ્યો નિયમ લબ્ધિ અપર્યાપ્ત જ હોય છે અને સાસ્વાદનવાળા લબ્ધિઅપર્યાપ્તામાં જન્મતા નથી તેથી સાસ્વાદન ગુણઠાણું માત્ર અસંજ્ઞીતિર્યંચમાં લબ્ધિ પર્યાપ્તા અને કરણ-અપર્યાપ્તામાં પારભવિક છ આવલિકા પૂરતું જ સંભવે છે. તેથી સૂક્ષ્મત્રિક, આતપ-ઉદ્યોત, મનુષ્યત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, વિહાયોગતિદ્ધિક એમ ૧૫ પ્રકૃતિ વિના શેષ ૯૧ નો ઉદય સાસ્વાદને સંભવે છે. જો કે અસંજ્ઞી જીવો સમૂર્ણિમ છે તો પણ પંચેન્દ્રિય તિર્યંચોમાં ૮૪૦૦૦-૭૨૦૦૦ વગેરે દીર્ધાયુષ્ય અને દીર્ઘશરીર હોવાથી છ સંઘયણ-છ સંસ્થાન-સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ અને શુભવિહાયોગતિ આદિ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય પણ મિથ્યાત્વ ગુણઠાણે હોઈ શકે છે. એમ સમજાય છે. (૬૧) આહારી માર્ગણા- એકથી તેર સુધીનાં ગુણસ્થાનકો છે. ચાર આનુપૂર્વી વિના ઓથે ૧૧૮ નો ઉદય હોય છે. દરેક ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય સમજી લેવો. પરંતુ જે ગુણઠાણે જેટલી આનુપૂર્વી આવી હોય તે ગુણઠાણે તેટલી આનુપૂર્વી ઓછી કરી લેવી. તેથી મિથ્યાત્વે ૧૧૭ ને બદલે ૧૦૦, દેશવિરતિ આદિમાં ૮૭-૮૧-વગેરે સમાન જ ઉદય સમજવો. (૬૨) અણાહારી માર્ગણા- આ અણાહારીપણું વિગ્રહગતિમાં જ ચારે ગતિના જીવોને હોય છે. ત્યાં શરીર રચના નથી. તેથી શરીર સંબંધી પ્રકૃતિઓનો ઉદય નથી. તથા કેવલી ભગવન્તોને કેવલી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે જ અણાહારીપણું હોય છે. ત્યાં પણ કાર્પણ કાયયોગ માત્ર જ હોવાથી શરીરસંબંધી પ્રકૃતિનો ઉદય નથી. તથા ચૌદમે ગુણઠાણે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે. ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, છ સંઘયણ, છ સંસ્થાન, વિહાયોગતિદ્ધિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ તૃતીય કર્મગ્રંથ સાધારણ, સુસ્વર, દુઃસ્વર, અને મિશ્રમોહનીય એમ ૩૦ પ્રકૃતિ વિના ઓધે ૯૨નો ઉદય સમજવો, તેમાંથી સમ્યકત્વમોહનીય અને જિનનામ વિના મિથ્યાત્વે ૯૦, સૂક્ષ્મ, અપર્યાતનામ, મિથ્યાત્વ અને નરકત્રિક વિના સાસ્વાદને ૮૪નો ઉદય સમજવો. મિશ્રગુણસ્થાનક વિગ્રહ ગતિમાં સંભવતું નથી. અવિરતે ઉપરોક્ત ૮૪માંથી અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક એમ કુલ ૯ વિના અને સમ્યકત્વમોહનીય તથા નરકત્રિક ૪ સહિત કરતાં ૭૯નો ઉદય હોય છે. સયોગીકેવલી ગુણઠાણે જે ૪રનો ઉદય છે તેમાંથી શરીર સંબંધી પ્રકૃતિઓનો ઉદય ઓછો કરવો. ઔદારિકદ્ધિક, વિહાયોગતિદ્ધિક, છ સંસ્થાન, પહેલું સંઘયણ, પ્રત્યેક, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, દુઃસ્વર, અને સુસ્વર આ ૧૭ વિના ૨૫નો ઉદય હોય છે ચૌદમે ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ ૧૨નો ઉદય હોય છે. • આ પ્રમાણે કર માર્ગણાસ્થાનોમાં ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ઉદીરણા સ્વામિત્વ) ઉદીરણાનું સ્વામિત્વ ઉદયની સમાન જ લગભગ છે. કારણકે જે કર્મ જ્યારે ઉદયમાં વર્તે છે ત્યારે જ તેની ઉદીરણા થાય છે. અને જ્યારે ઉદય ચાલુ હોય છે ત્યારે અમુક અપવાદને છોડીને નિયમો ઉદીરણા હોય જ છે. એટલે ઉદીરણા એ ઉદયને અનુસરનારી હોવાથી સમાન છે. જે અપવાદ છે તે હમણાં કહેવાશે. પૂર્વે બાંધેલા કર્મોનો ક્રમશઃ સ્થિતિકાળ પાકે છતે વિપાકથી ભોગવવાં તે ઉદય કહેવાય છે. જે સમયમાં વર્તતો જીવ ઉદિત કર્મને ભોગવતો હોય છે ત્યાંથી આરંભીને એક આવલિકા કાળ તે ઉદયાવલિકા કહેવાય છે. ઉદયાવલિકા (તથા બંધાવલિકા-સંક્રમાવલિકા વગેરે) સકલ કરણ માટે અયોગ્ય હોય છે. જીવ જે સમયમાં ઉદયથી કર્મ ભોગવે છે. તે સમયથી એક આવલિકામાં ગોઠવાયેલાં કર્મોની ઉદીરણા થતી નથી. પરંતુ આવલિકા પછીનાં જ દલીકોની ઉદીરણા થાય છે. એટલે જ્યારે ઉદિત કર્મ પૂર્ણ થવા આવે, માત્ર આવલિકા જેટલું જ બાકી રહે, ત્યારે છેલ્લી તે આવલિકામાં માત્ર ઉદય જ હોય છે પરંતુ આવલિકા બહાર કર્મ ન હોવાથી ઉદીરણા હોતી નથી. દાખલા તરીકે-ક્ષપકશ્રેણિમાં દશમા ગુણઠાણે જ્યારે એક આવલિકા કાળ બાકી રહે ત્યારે સંજવલન લોભ આવલિકા માત્ર જ હોવાથી ઉદયગત હોય છે. પરંતુ ત્યાં તેની ઉદીરણા સંભવતી નતી. જે જે માર્ગણાઓમાં જે જે ગુણઠાણે જેટલી જેટલી પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તે તે માર્ગણાઓમાં તે તે ગુણઠાણે તેટલી તેટલી પ્રકૃતિઓની ઉદીરણા સમજવી. તેમાં હવે સમજાવાતી ૪૧ પ્રકૃતિઓમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તૃતીય કર્મગ્રંથ કંઈક કંઈક અપવાદ છે. જ્યાં જેટલો અપવાદ બતાવવામાં આવે ત્યાં તેટલા અપવાદને છોડીને ઉદય અને ઉદીરણા સમાન સમજી લેવી. (૧) પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મો એમ કુલ ૧૪ પ્રકૃતિનો બારમા ગુણઠાણાની છેલ્લી આવલિકામાં માત્ર ઉદય જ હોય છે. પરંતુ વધારે સ્થિતિ ન હોવાથી ત્યાં ઉદીરણા હોતી નથી. (૨) સાતા-અસતાવેદનીય અને મનુષ્યાયુષ્ય આ ત્રણ કર્મનો ઉદય ચૌદમા ગુણઠાણાના ચરમ સમય સુધી હોય છે, પરંતુ ઉદીરણા માત્ર છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોય છે. સાતમા ગુણઠાણાથી તેની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોના અભાવે ઉદીરણા હોતી નથી. (૩) નરક-તિર્યંચ-અને દેવાયુષ્ય (તથા મનુષ્યાયુષ્ય પણ) દરેક જીવોને પોત- પોતાના ભવમાં ભોગવતાં ભોગવતાં જ્યારે મૃત્યુ સમય નજીક આવે અને માત્ર એક આવલિકા બાકી રહે ત્યારે તે તે આયુનો ઉદય જ હોય છે. આવલિકા બહાર તે આયુષ્યની સ્થિતિ ન હોવાથી ત્યાં ઉદીરણા હોતી નથી. મનુષ્પાયુષ્યમાં ઉપર પણ અપવાદ સમજાવ્યો અને આ અપવાદ પણ છે એટલે સંખ્યા ગણવી મુશ્કેલ ન થાય તેટલા માટે અહીં કૌંસમાં આપેલ છે. (૪) ચૌદમે ગુણઠાણે જે ૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તે બારે પ્રકૃતિઓની ઉદીરણા યોગના અભાવે ત્યાં હોતી નથી. તેમાં મનુષ્યાયુષ્ય અને વેદનીય પૂર્વે સમજાવાઈ ગયેલ હોવાથી ૪૧ની સંખ્યા ગણવા ૧૦ માટે આ નિયમ જાણવો. (૫) મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ સમ્યકત્વ પામતી વખતે, સમ્યકત્વ મોહનીયનો ક્ષાયિક સમ્યકત્વ પામતી વખતે, અને સંજવલન લોભનો સૂક્ષ્મસંપરાય ગુણઠાણે, એમ ત્રણેની છેલ્લી આવલિકામાં ઉદય માત્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૧૫ જ હોય છે ઉદીરણા હોતી નથી. કારણકે આવલિકા બહારની સ્થિતિનું દલિક કાંતો ઉપશાન્ત થયેલું છે અથવા તો ક્ષય થયેલું છે. (૬) શ્રેણિમાં નવમે ગુણઠાણે જે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તે વેદનો ઉદય જ્યારે જ્યારે અટકે છે ત્યારે ત્યારે તે તે ઉદિત વેદનો છેલ્લી આવલિકામાં માત્ર ઉદય જ હોય છે. ઉદીરણા હોતી નથી. (૭) પાંચ નિદ્રા શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે સર્વ સંસારી જીવોને માત્ર ઉદયમાં હોઈ શકે છે. એક પણ નિદ્રાની ઉદીરણા હોતી નથી. તથા નિદ્રા અને પ્રચલાને ક્ષપકશ્રેણીમાં બારમા ગુણઠાણાનો સમયાધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે કર્મગ્રંથના મતે ઉદય જ માત્ર હોય છે ઉદીરણા હોતી નથી. આ પ્રમાણે આ ૭ અપવાદ નિયમ છે. તેમાં જણાવ્યા પ્રમાણે ૧૪+૩+૩+૧૦+૩+૩+૨=૪૧ પ્રકૃતિઓનું ઉદીરણાસ્વામિત્વ ઉપર કહેલા ૭ નિયમ પુરતું અપવાદ રૂપ છે. બાકી ઉદય-ઉદીરણાનું સંપૂર્ણપણે સામ્યપણું છે. એટલે અમે અહીં વધારે વિસ્તાર કરતા નથી. ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત. Page #117 -------------------------------------------------------------------------- ________________ સત્તા સ્વામિત્વ (૧) નરકગતિ- નરકમાં વર્તતા જીવો નરકનું તથા દેવનું આયુષ્ય બાંધતા નથી. પરંતુ નરકનું ચાલુ આયુષ્ય ભોગવે છે માટે તે નરકાયુષ્યની સત્તા તેઓને હોય છે. પરંતુ દેવાયુષ્યની સત્તા હોતી નથી, મનુષ્ય ભવમાં ભિન્ન ભિન્ન જીવો જિનનામ અને આહારકદ્વિક આદિ બાંધીને નરકમાં જાય તો તેની સત્તા પણ ત્યાં સંભવી શકે છે. એટલે ઓધે દેવાયુષ્ય વિના અનેક જીવ આશ્રયી ૧૪૭ની સત્તા, મિથ્યાત્વે પણ અનેક જીવ આશ્રયી ૧૪૭, (જો એક જીવ લઇએ તો જિનનામ અને આહારક સાથે સત્તામાં ન હોય, તથા આયુષ્ય પણ બે જ હોય. અથવા એક જ હોય, ઉદિતાવસ્થાવાળું નરકનું, અને બાંધેલું હોય તો તિર્યંચનું અથવા મનુષ્યનું તેને આશ્રયી ૧૪૬, ૧૪૫, અને ૧૪૪ની સત્તા પણ હોઈ શકે છે. ઇત્યાદિ સ્વયં સમજવું), સાસ્વાદને તથા મિત્રે જિનનામ અને દેવાયુષ્ય વિના ૧૪૬, અવિરતે દેવાયુષ્ય વિના ૧૪૭ની સત્તા હોય છે. તેમાં પણ જો ક્ષાયિકસમ્યક્ત્વી હોય તો દર્શનસપ્તક, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૩૯ની સત્તા હોય છે. એક જીવને બધ્ધાયુ હોય તો બે આયુષ્ય, અન્યથા એક આયુષ્ય હોય છે. તથા જિનનામ અને આહારકમાંથી કોઇપણ એક જ સત્તામાં હોય છે અથવા બન્ને ન હોય તેમ પણ બને છે. (૨) તિર્યંચગતિ-જિનનામ વિના ૧૪૭ની સત્તા ઓધે, મિથ્યાત્વે, સાસ્વાદને અને મિત્રે હોય છે. અવિરતે પણ ઉપરોક્ત ૧૪૭ની સત્તા ઉપશમ-ક્ષયોપશમ વાળાને હોય છે. પરંતુ ક્ષાયિકવાળાને દર્શનસમક, નરકાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૧૩૯ની સત્તા હોય છે. કારણકે તિર્યંચગતિમાં ક્ષાયિકસમ્યક્ત્વ વાળા ચાર ભવ કરનારા યુગલિક જ Page #118 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૧૭ હોય છે ત્યાં નરકાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ સંભવતો નથી. અને બંધ વિના આ બે આયુષ્યની સત્તા આવતી નથી. દેશવિરતિ ગુણઠાણે ઉપશમ-ક્ષયોપશમવાળા જ હોય છે. અને ૧૪૭ની સત્તા (જિનનામ વિના) હોય છે. દેશવિરતિ ગુણઠાણે ક્ષાયિક તિર્યંચમાં સંભવતું નથી. કારણકે ક્ષાયિક યુગલિકમાં જ હોય છે અને ત્યાં ચાર જ ગુણઠાણાં છે. આ સત્તા અનેક જીવને સાથે રાખીને કહી છે. (૩) મનુષ્યગતિ- ઓધે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા, સાસ્વાદન અને મિત્રે જિનનામ વિના ૧૪૭ની સત્તા, અવિરતે સામાન્યથી ૧૪૮ની સત્તા હોય છે. પરંતુ ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક સમ્યક્ત્વી બધાયુઅબધ્ધાયુ, અનંતાનુબંધીના વિસંયોજક, તથા ક્ષાયિક પામતા જીવોમાં બીજા કર્મગ્રંથમાં સમજાવ્યું તેમ તે તે પ્રકૃતિઓ સત્તામાં ઓછી ઓછી હોય છે. દેશવિરતે પણ ૧૪૮ની સત્તા સામાન્યથી હોય છે. પ્રમત્તાદિ સર્વ ગુણસ્થાનકો મનુષ્યમાં જ હોય છે માટે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા સમજવી. (૪) દેવગતિ- નરકાયુષ્ય વિના ૧૪૭ની સત્તા ઓધે સમજવી. મિથ્યાત્વે, સાસ્વાદને અને મિશ્રે જિનનામ તથા નરકાયુષ્ય વિના ૧૪૬ની સત્તા જાણવી. મિથ્યાત્વે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત માત્ર હોય છે. પરંતુ તે નરકમાં જતાં હોય છે દેવમાં જતાં નહિં માટે અહીં દૂર કરેલ છે. અવિરતે ૧૪૭ની સત્તા સંભવે છે. (૫-૬-૭-૮) એકેન્દ્રિય-વિકલેન્દ્રિય- ઓધે અને મિથ્યાત્વે જિનનામ નરકાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૫ની સત્તા હોય છે અને સાસ્વાદને ઉપરોક્ત ત્રણ તથા મનુષ્યાયુષ્ય એમ ૪ વિના ૧૪૪ની સત્તા સંભવે છે કારણકે આ સાસ્વાદન પારભવિક છ આવલિકા પુરતું જ હોય છે ત્યાં આયુષ્યના બંધનો સંભવ નથી માટે ત્રણ આયુષ્ય કાઢી નાખેલ છે તિર્યંચાયુષ્ય ઉદયગત ભોગવાતું હોવાથી સત્તામાં છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તૃતીય કર્મગ્રંથ (૯) પંચેન્દ્રિયજાતિ- સર્વ ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા સંભવે છે. (૧૦-૧૧-૧૨) પૃથ્વીકાય-અકાય- એકેન્દ્રિયમાં કહ્યા પ્રમાણે દેવાયુષ્યનરકાયુષ્ય અને જિનનામ આ ત્રણ વિના ઓથે અને મિથ્યાત્વે ૧૪૫ની સત્તા, અને સાસ્વાદને મનુષ્યાયુષ્ય તથા ઉપરોક્ત ત્રણ એમ ચાર વિના ૧૪૪ની સત્તા જાણવી. (૧૩-૧૪) તેઉકાય-વાઉકાય- દેવાયુષ્ય-મનુષ્યાયુષ્ય-નરકાયુષ્ય અને જિનનામ એ ચાર વિના ૧૪૪ની સત્તા ઓઘે અને મિથ્યાત્વ હોય છે. ત્યાં માત્ર પહેલું જ ગુણસ્થાનક છે. (૧૫) ત્રસકાય- બીજા કર્મગ્રંથની જેમ સત્તા જાણવી. (૧૬-૧૭-૧૮) ત્રણ યોગમાર્ગણા- ઓથે મિથ્યાત્વે ૧૪૮, બીજે-ત્રીજે જિનનામ વિના ૧૪૭, ચોથાથી તેરમા સુધી બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ સત્તા જાણવી. અહીં મનયોગની સાથે વચનયોગ, અને મનયોગ વચનયોગની સાથે કાયયોગ હોય તેને આશ્રયી વિચારણા કરી છે કારણકે કર્મગ્રંથમાં એ મત પ્રસિધ્ધ છે. જો મનયોગ વિનાના જીવોમાં વચનયોગ, અને મનયોગ વચનયોગ વિનાના જીવોમાં કાયયોગ લેવામાં આવે તો અન્યથા પણ સત્તા સંભવે છે. (૧૯-૨૦-૨૧) વેદત્રિક- સામાન્ય સત્તાની જેમ ૧ થી ૯ ગુણઠાણા સુધી જાણવી. (૨૨-૨૩-૨૪) ક્રોધ-માન-માયા- અહીં પણ સામાન્ય સત્તાની જેમ ૧ થી ૯ ગુણસ્થાનકમાં સત્તા કહેવી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એમ જો કષાયના ભેદ લઇએ તો તે તે કષાયોમાં તે તે ગુણસ્થાનક સુધી તે તે ગુણસ્થાનક પ્રમાણે યથાયોગ્ય સત્તા જાણવી. Page #120 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૧૯ (૨૫) લોભકષાય- એકથી દશ ગુણસ્થાનકમાં સામાન્યપણે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ સત્તા સમજવી. (૨૬ થી ૩૦) પાંચ જ્ઞાનમાર્ગણા- બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ જ સત્તા હોય છે. માત્ર જે જે જ્ઞાનમાં જેટલાં જેટલાં ગુણસ્થાનકો છે તે તે જ્ઞાનમાં તેટલાં તેટલાં ગુણસ્થાનકો સુધી સત્તા જાણવી. મતિ-શ્રુત-અવિધમાં ચાર થી બાર, મન:પર્યવમાં છ થી બાર, અને કેવલજ્ઞાનમાં ૧૩/૧૪ ગુણસ્થાનકો, અને તેને અનુસારે સત્તા જાણવી. (૩૧ થી ૩૩) ત્રણ અજ્ઞાનમાર્ગણા- ઓથે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા, પરંતુ સાસ્વાદને અને મિશ્રે જિનનામ વિના ૧૪૭ની સત્તા જાણવી. (૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાપનીય- છ થી નવ ગુણસ્થાનક, સામાન્યથી ૧૪૮ની સત્તા, ક્ષાયિક-ઉપશમ-ક્ષયોપશમ-બધ્ધાયુ-અબધ્ધાયુ વગેરેને બીજા કર્મગ્રંથની જેમ સત્તા જાણવી. (૩૬) પરિહાર વિશુધ્ધિ ચારિત્ર- સત્તા બીજા કર્મગ્રંથની જેમ જ હોય છે પરંતુ ગુણસ્થાનક છઢું-સાતમું બે જ હોય છે. (૩૭) સૂક્ષ્મસંપરાય- બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ બન્ને શ્રેણી આશ્રયી દશમા ગુણઠાણાની જેમ સત્તા જાણવી. (૩૮) યથાખ્યાત ચારિત્ર- બીજા કર્મગ્રંથ પ્રમાણે અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનકમાં કહેલાં સત્તાસ્થાનો સમજવાં. (૩૯-૪૦) દેશવિરતિ-અવિરતિમાર્ગણા- દેશવિરતિમાં બીજા કર્મગ્રંથની જેમ ૧૪૮ થી ૧૩૩ સુધીનાં (૧૪૩ વિના) સત્તાસ્થાનો હોય છે. અને અવિરતિમાં ૧ થી ૪ ગુણઠાણાં, બીજા કર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ચારે ગુણઠાણે સત્તા જાણવી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તૃતીય કર્મગ્રંથ (૪૧ થી ૪૪) દર્શન માર્ગણા- બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા છે પરંતુ ચક્ષુ-અચક્ષુ દર્શનમાં ૧ થી ૧૨, અવધિદર્શનમાં ૪ થી ૧૨, અને કેવલદર્શનમાં ૧૩/૧૪ ગુણઠાણે પૂર્વે કહ્યા મુજબ સત્તા જાણવી. (૪૫ થી ૫૦) કૃષ્ણાદિ છ લેશ્યા- બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા હોય છે પરંતુ જે લેશ્યામાં જેટલાં ગુણઠાણાં હોય છે ત્યાં સુધીની સત્તા જાણવી. કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં પ્રતિપદ્યમાનને આશ્રયી ૧ થી ૪, પૂર્વ પ્રતિપત્નને આશ્રયી ૧ થી ૬, તેજો-પદ્મમાં ૧ થી ૭ અને શુક્લ લેશ્યામાં ૧ થી ૧૩ ગુણઠાણા પ્રમાણે સત્તા સમજવી. (૫૧) ભવ્યમાર્ગણા- બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ૧ થી ૧૪ માં સત્તા જાણવી. (૫૨)અભવ્યમાર્ગણા-જિનનામ, આહારકચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ સાત વિના ૧૪૧ની સત્તા ઓધે અને મિથ્યાત્વે હોય. (૫૩) ઉપશમસમ્યક્ત્વ- આહારકક્રિક અને જિનનામ બન્ને બાંધેલું હોય એવા અનેકજીવ આશ્રયી ૧૪૮, વિજાતીય બદ્ધાયુ એકજીવ આશ્રયી ૧૪૬, અબધ્ધાયુ અથવા સજાતીય બદ્ઘાયુ એક જીવ આશ્રયી ૧૪૫, આ જ ત્રણે જીવોમાં જિનનામ ન બાંધ્યું હોય તો અનુક્રમે ૧૪૭, ૧૪૫, ૧૪૪, આહારકચતુષ્ક ન બાંધ્યું હોય અને જિનનામ બાંધ્યું હોય એવા અનેક જીવોને આશ્રયી ૧૪૪, બધ્ધાયુ એકજીવને આશ્રયી ૧૪૨, અબધ્ધાયુ એકજીવને આશ્રયી ૧૪૧, અને આહારકચતુષ્ક તથા જિનનામ બન્ને જેણે બાંધ્યાં નથી તેવા જીવોને આશ્રયી અનુક્રમે ૧૪૩-૧૪૧-૧૪૦ની સત્તા હોય છે.. (અહીં ૧૪૩ની સત્તા અનેક જીવોને આશ્રયીને જ ચાર આયુષ્ય ગણીને કહી છે. વાસ્તવિક એક જીવમાં ચાર આયુષ્ય સંભવતાં નથી. માટે ૧૪૩નું સત્તાસ્થાન સમજવું નહિ.) ઉપરોક્ત સત્તા ચારથી સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. આઠમા થી અગિયારમા સુધી માત્ર દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્યની જ સત્તા બધ્ધાયુને સંભવે છે. અબદ્ઘાયુને Page #122 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૨૧ માત્ર મનુષ્પાયુષ્યની જ સત્તા સંભવે છે. કમ્મપડિ આદિના મતે ઉપશમશ્રેણીમાં અનંતાનુબંધીની નિયમા વિસંયોજના જ હોય છે તેથી તે ચારની સત્તા સંભવતી નથી. ઇત્યાદિ સમજી લેવું. (૫૪) ક્ષાયિક સમ્યકત્વ- દર્શનસપ્તક વિના અનેકજીવ આશ્રયી ઓધે ૧૪૧ની સત્તા હોય છે. ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી અનેક જીવ આશ્રયી ૧૪૧, વિજાતીય બધ્ધાયુ એકજીવ આશ્રયી ૧૩૯, અબધ્ધાયુ અથવા સજાતીય બધ્ધાયુ આશ્રયી ૧૩૮ની સત્તા જાણવી. આહારક ન બાંધ્યું હોય તો અનુક્રમે ૧૩૩-૧૩૫-૧૩૪ની સત્તા જાણવી. આહારક બાંધ્યું હોય પરંતુ જિનનામ ન બાંધ્યું તો અનુક્રમે ૧૪૦, ૧૩૮, ૧૩૭ની સત્તા અને આહારક તથા જિનનામ બને ન બાંધ્યું હોય તો ૧૩૬, ૧૩૪, અને ૧૩૩ની સત્તા હોય છે. આ સત્તા ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી સરખી જાણવી. આઠમા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીમાં બદ્ધાયુ ક્ષાયિકને જિનનામ અને આહારકના બંધ અને અબંધના આધારે ૧૩૯, ૧૩૮, ૧૩૫, ૧૩૪ અને અબદ્ધાયુને ૧૩૮, ૧૩૭, ૧૩૪, ૧૩૩ની સત્તા હોય છે. પરંતુ ક્ષપક શ્રેણીમાં નિયમા અબદ્ધાયુ જ હોવાથી ૧૩૮, ૧૩૭, ૧૩૪, ૧૩૩ની સત્તા હોય છે. નવમા ગુણઠાણે પણ ઉપશમશ્રેણીમાં આઠમાની જેમ જ સત્તા હોય છે પરંતુ ક્ષપક શ્રેણીમાં પ્રારંભમાં જિનનામ અને આહારકના બંધ અને અબંધના આધારે ૧૩૮-૧૩૩-૧૩૪-૧૩૩ની સત્તા જુદા જુદા જીવોને હોય છે. તેમાંથી ૧૩ નામકર્મ અને ૩ થિણદ્વિત્રિકનો ક્ષય થવાથી ૧૨૨, ૧૨.૧, ૧૧૮, ૧૧૭, આઠકષાયનો ક્ષય થવાથી ૧૧:૪, ૧૧૩, ૧૧૦, ૧૦૯, નપુંસકવેદ ક્ષય થવાથી ૧૧૩, ૧૧૨, ૧૦૯, ૧૦૮, સ્ત્રીવેદ ક્ષય થવાથી ૧૧૨, ૧૧૧, ૧૦૮, ૧૦૦, હાસ્યષક ક્ષય થવાથી ૧૦૬, ૧૦૫, ૧૦૨, ૧૦૧, પુરૂષવેદ ક્ષય થવાથી ૧૦૫, ૧૦૪, ૧૦૧, ૧૦૦, સંજવલન ક્રોધ ક્ષય થવાથી ૧૦૪, ૧૦૩, ૧૦૦, ૯૯, સંજવલન Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ તૃતીય કર્મગ્રંથ માન ક્ષય થવાથી ૧૦૩, ૧૦૨, ૯૯, ૯૮, અને સંજવલન માયા ક્ષય થવાથી ૧૦૨, ૧૦૧, ૯૮, ૯9ની સત્તા નવમે હોય છે. ત્યારબાદ બાદર લોભનો ક્ષય કરતો કરતો જીવ નવમાના અંતે જાય છે. તે બાદ લોભ ક્ષય કરીને દશમે ગુણઠાણે આરૂઢ થાય છે. પરંતુ હજુ ત્યાં સૂક્ષ્મ લોભ હોવાથી ૧૦૨, ૧૦૧, ૯૮, ૯૭ પ્રકૃતિવાળાં એ જ સત્તાસ્થાન હોય છે. બારમે લોભ વિના ૧૦૧, ૧૦૦, ૯૭, ૯૬ની સત્તા હોય છે. બારમાના કિચરમ સમયે નિદ્રાહિકનો ક્ષય થવાથી ચરમસમયે નિદ્રાદ્ધિક વિના ૯૯, ૯૮, ૯૫, ૯૪ની સત્તા હોય છે.તેરમે જ્ઞાનાવરણીયાદિ ૧૪ વિના ૮૫, ૮૪, ૮૧, ૮૦ની સત્તા હોય છે. ચૌદમે પણ ઉપાજ્ય સમય સુધી એજ સત્તા હોય છે. પરંતુ ચરમ સમયે ૭ર વિના ૧૩૧૨ અને મતાન્તરે ૧૨ ૧૧ ની સત્તા જિનનામ વાળા અને જિનનામ વિનાના આત્માઓને હોય (૫૫) ક્ષાયોપથમિક સમ્યકત્વ- જિનનામ અને આહારકનો બંધ તથા અબંધ કરેલો હોઇ શકે છે. અબધ્ધાયુ-બધ્ધાયું અને અનેકજીવ આશ્રયી ૧ આયુષ્ય, ૨ આયુષ્ય અને ચારે આયુષ્યની સત્તા અનુક્રમે હોઈ શકે છે. મોહનીયની ૨૮, ૨૪, ૨૩, ૨૨ની સત્તા હોય છે તેથી બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ વધુમાં વધુ ૧૪૮, અને ઓછામાં ઓછી ૧૩૪ની સત્તા હોય છે. અહીં સમ્યકત્વ મોહનીયની સત્તા હોવાથી ૧૩૩ની સત્તા સંભવતી નથી. તે સત્તા ક્ષાયિકને જ હોય છે. માટે ૧૩૪ થી ૧૪૮ સુધીની સત્તા જાણવી. તેમાં ૧૪૩ની સત્તા અનેકજીવ આશ્રયી હોવાથી કલ્પિત જાણવી. વાસ્તવિક નહીં (૫૬) મિશ્ર માર્ગણા - જિન નામ વિના ૧૪૭ની સત્તા સામાન્યથી સર્વ જીવ આશ્રયી હોય છે. બધ્ધાયુને ૧૪૫, અબધ્ધાયુને ૧૪૪ની સત્તા જાણવી. મોહનીયની ૨૮-૨૭-૨૪ની સત્તા પ્રમાણે તથા નામકર્મની આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો ૮૮ની સત્તા પ્રમાણે આઠે કર્મોની સત્તા જાણી લેવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧૨૩ (૫૭) સાસ્વાદન માર્ગણા - જિનનામ વિના સર્વ જીવને આશ્રયી ૧૪૭, બધ્ધાયુને ૧૪૫, અને અબધ્ધાયુને ૧૪૪, આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો અનુક્રમે તે સર્વજીવ, બધ્ધાયુ અને અબધ્ધાયુને ૧૪૩, ૧૪૨, અને ૧૪૧ની સત્તા હોય છે. મોહનીયની નિયમા ૨૮ની જ સત્તા હોવાથી વધારે સત્તા સ્થાન સંભવતાં નથી. (૫૮) મિથ્યાત્વ માર્ગણા - બીજા કર્મગ્રંથમાં પહેલા ગુણઠાણામાં લખેલી સત્તા પ્રમાણે સત્તાસ્થાનો જાણવાં. સર્વજીવને ૧૪૮, બધ્ધાયુ- એક જીવને ૧૪૫, કારણ કે પહેલે ગુણઠાણે જિનનામ અને આહારકની સત્તા સાથે હોતી નથી તેથી જિનનામ અને બે આયુષ્ય વિના ૧૪૫. અબદ્ધાયુને ૧૪૪, આહારક ન બાંધ્યું હોય અને જિનનામ બાંધ્યું હોય તો અનેકજીવ હોય કે બધ્ધાયુ એક જીવ હોય તો પણ મનુષ્ય અને નરકસંબંધી એમ બે જ આયુષ્ય હોવાથી આહારકચતુષ્ક, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૨, અબધ્ધાયુને ૧૪૧, સમ્યકત્વમોહનીયની ઉર્વલના થયા પછી (આહારક-જિનનામ ન હોવાથી) બધ્ધાયુને ૧૪૦ અબદ્ધાયુને ૧૩૯, મિશ્ર મોહનીયની ઉદ્દલના થયા પછી બદ્ધાયુને ૧૩૯, અબદ્ધાયુને ૧૩૮ એકેન્દ્રિયમાં જઈ દેવદ્વિકની ઉદ્દલના કરે ત્યારે ૧૩૩-૧૩૬ વૈક્રિયષકની ઉઠ્ઠલના કરે ત્યારે ૧૩૧-૧૩૦, તેઉ-વાઉમાં જઈ ઉચ્ચગોત્રની ઉવલના બાદ બધ્ધાયુ કે અબધ્ધાયુ એમ બન્નેને એક જ તિર્યંચાયુષ્ય હોવાથી ૧૨૯, અને મનુષ્યદ્ધિકની ઉવલના બાદ ૧૨૭ની સત્તા હોય છે. (૫૯) સંજ્ઞી માગણા - બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ૧થી૧૪ ગુણસ્થાનક સુધી સત્તા સમાન જ છે. કેવલીભગવાન્તોને માત્ર દ્રવ્યમન જ હોય છે ભાવમન હોતું નથી તેથી જો તેઓને નોસંજ્ઞી નોઅસંજ્ઞી માની સંજ્ઞીમાં ન ગણીએ તો તેમાં જ સંભવતી ૧૧/૧૨ ની સત્તા સંજ્ઞીમાં ન હોય, તેઉકાય અને વાઉકાયમાં ઉવલના પછી આવનારી ૧૩૧૧૩૦/૧૨૯ અને ૧૨૭ની સત્તા ત્યાંથી મરીને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોને શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત અવસ્થામાં ઘટી શકે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તૃતીય કર્મગ્રંથ (૬૦) અસંજ્ઞીમાર્ગણા - ઓધે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ની સત્તા, અને સાસ્વાદને જિનનામ તથા ત્રણ આયુષ્ય વિના ૧૪૪ની સત્તા હોય છે. કારણકે અસંજ્ઞીમાં સાસ્વાદન પારભાવિક છે આવલિકા સુધી જ હોય છે ત્યાં આયુષ્યબંધ ન હોવાથી તિર્યંચાયુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યની સત્તા ન હોય. (૬૧) આહારી માર્ગણા - બીજા કર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ૧થી૧૩ ગુણસ્થાનકોમાં સત્તા સમજવી. (૬૨) અણાહારી માર્ગણ - વિગ્રહગતિ-સયોગીકે વલી અને અયોગીકેવલીમાં હોય છે. ગુણસ્થાનક ૧-૨-૪-૧૩-૧૪ હોય છે. ત્યાં પહેલે ગુણસ્થાનકે, બીજે ગુણસ્થાનકે અને ચોથે ગુણસ્થાનકે અબદ્ધાયુ વાળી બધી સત્તા હોઈ શકે છે. બધ્ધાયુવાળી સત્તા સંભવતી નથી. સર્વ જીવોને આશ્રયી ચારે ગતિમાં વિગ્રહગતિએ જતા જુદા-જુદા ચાર જીવોને, સાથે વિચારીએ તો ચારે આયુષ્યની સત્તા સંભવી શકે છે. માટે ૧૪૮ની સત્તા હોય છે. તેમાંથી જિનનામ-આહારકના બંધ-અબંધ સંબંધી ઓછીવધારે સત્તા સમજી લેવી. સયોગી કેવલી પરમાત્માને ૮૫-૮૪-૮૧-૮૦ ની અને અયોગિ કેવલિ પરમાત્માને કિચરમ સમય સુધી ૮૫-૮૪-૮૧૮૦ અને ચરમ સમયે ૧૨/૧૩ અને મતાન્તરે ૧૨/૧૧ની સત્તા જાણવી. બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી સત્તા સમજાવી છે. અને આ બાસઠ માર્ગણાઓમાં લગભગ બીજા કર્મગ્રંથ પ્રમાણે સત્તા સંભવે છે એટલે અમે અહીં વધુ વિસ્તારથી સત્તા લખી નથી. વિસ્તારાર્થીએ ત્યાંથી જોઈ લેવી. સત્તા સ્વામિત્વ સમાપ્ત. Page #126 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કર્મગ્રન્થની સંક્ષિપ્ત સમાલોચના. (૧) પ્રશ્ન :- ત્રીજા કર્મગ્રન્થનું નામ શું? તે નામ શા માટે? તથા તેના કર્તા કોણ? તેમના ગુરુજીનું નામ શું ? ઉત્તર :- ત્રીજા કર્મગ્રન્થનું નામ ‘બંધસ્વામિત્વ છે. બાસઠ માર્ગણાઓમાં વર્તતા જીવો કયા કયા ગુણઠાણે કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે, તે સમજાવવામાં આવ્યું છે. માટે નામ બંધસ્વામિત્વ છે. આ ગ્રન્થના કર્તા પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી છે. તેઓના ગુરુજીનું નામ પૂ. જગતચંદ્રસૂરીશ્વરજી છે. (૨) પ્રશ્ન :- માણા એટલે શું ? તેના મૂલ-ઉત્તર ભેદો કેટલા ? ઉત્તર :- માણા એટલે વિચારણા અથવા વસ્તુતત્ત્વ વિચારવા માટેનાં દ્વારો, વિચારવા યોગ્ય સ્થાને, મૂળભેદ ૧૪ છે અને તેના ઉત્તરભેદ ૬૨ છે. કોઈપણ એક મૂલ માર્ગણામાં સર્વ જીવોનો સમાવેશ કરવાનો હોય છે તેથી કેટલીક માર્ગણાઓમાં પ્રતિપક્ષી ભેદો પણ ગણાવ્યા છે. દા. ત. સંયમ માર્ગણામાં અવિરતિચારિત્ર, ભવ્ય માર્ગણામાં અભવ્ય, સંજ્ઞી માર્ગણામાં અસંજ્ઞી વગેરે. (૩) પ્રશ્ન :- ત્રીજી-ચોથી ગાથા બનાવવાનું પ્રયોજન શું ? ઉત્તર :- “સંજ્ઞાક્રમ” જણાવવા માટે ત્રીજી-ચોથી ગાથા બનાવી છે. બાસઠ માર્ગણામાં બંધનું વિધાન કરવું છે. તેમાં વારંવાર કેટલીક પ્રવૃતિઓ કાઢવા-મૂકવાની હોય છે. તે પ્રકૃતિઓ વારંવાર લખવી ન પડે. એટલા માટે આ સંજ્ઞાક્રમ બનાવવામાં આવ્યો (૪) પ્રશ્ન :- સાત નારકીમાંથી કઈ કઈ નારકીમાં કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય? નારકી જીવો મરીને ક્યાં જાય? અને ક્યાં ન જાય? કેટલી નારકીમાંથી નીકળેલા જીવો તીર્થંકર થાય ? ઉત્તર :- પ્રથમની ત્રણ નરકના જીવો ઓધે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિએ ૭૦, અને અવિરતે ૭ર બાંધે છે. ચોથી-પાંચમી અને છઠ્ઠી નારકીના જીવો ઓધે ૧૦૦, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦ અને અવિરતે ૭૧ બાંધે છે. અને સાતમી નારકના જીવો ઓધે, ૯૯, મિથ્યાત્વે ૯૬, સાસ્વાદને ૯૧, મિએ ૭0 અને અવિરતે પણ ૭૦ જ બાંધે છે. છ નારકીના જીવો મરીને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ જાય છે. સાતમી નારકીના જીવો ફક્ત પંચેન્દ્રિય તિર્યંચમાં જ જાય છે. પરંતુ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સંમૂર્ણિમ તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકમાં જતા નથી. તથા પ્રથમની ત્રણ નરકમાંથી જ નીકળનાર તીર્થકર થાય છે. શેષ નારકીમાંથી નીકળનાર તીર્થકર થતા નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તૃતીય કર્મગ્રંથ (૫) પ્રશ્ન :- જો સાતમી નારકીમાંથી નીકળનારા જીવો નિયમ પંચેન્દ્રિય તિર્યંચ જ થાય છે. તો મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધમાં કેમ રાખેલ છે ? ઉત્તર :- દરેક જીવોને આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી કોઈને કોઈ ગતિ પ્રાયોગ્ય બંધ હોય જ છે. સાતમી નારકીના જીવોને ત્રીજા-ચોથા ગુણઠાણે શેષ ત્રણગતિ પ્રાયોગ્ય બંધ વિચ્છેદ પામ્યો છે. એટલે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધમાં રાખેલ છે. જો આયુષ્યનો બંધ હોય તો જ મનુષ્ય થવું પડે એવો નિયમ છે. ગતિઆનુપૂર્વી કે ગોત્ર કર્મ બંધાય એટલે મનુષ્યમાં જાય જ એવો નિયમ નથી. (૬) પ્રશ્ન :- અપર્યાપ્ત તિર્યો અને મનુષ્યોમાં દશમી ગાથામાં જિનનામકર્મ આદિ ૧૧ વિના ઓઘે ૧૦૯ બંધાય એમ કહેલ છે. પરંતુ તીર્થકર ભગવંત આદિના જીવો સમ્યકત્વ સહિત અન્તિમભવમાં માતાની કુક્ષિમાં આવે ત્યારે ચોથું ગુણઠાણું વિગ્રહગતિમાં અને છ પર્યાપ્તિઓ પુરી કરે ત્યાં સુધી પણ હોય છે. અને તે વખતે દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક અને જિનનામ બંધાય છે. તો ૧૧માં આ પાંચનું વર્જન શા માટે કર્યું ? આ પાંચનો બંધ તો અપર્યાપ્તાવસ્થામાં થાય છે. ઉત્તર :- આ પાંચ પ્રકૃતિઓનો બંધ અપર્યાપ્તાવસ્થામાં જ જોવા મળે છે તે કરણાપર્યાપ્તાવસ્થાને આશ્રયી છે. અને ગાથામાં ૧૧ પ્રકૃતિઓના બંધનો જે નિષેધ કર્યો છે તે લબ્ધિઅપર્યાપ્તાને આશ્રયી કર્યો છે. માટે બરાબર છે. વળી અપર્યાપ્ત નામકર્મનો ઉદય-લબ્ધિ અપર્યાપ્તાને જ હોય છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. કરણપર્યાપ્તા તો માત્ર પર્યાપ્તિઓ પૂર્ણ નથી કરી તેટલા પુરતો જ અપર્યાપ્ત છે. વાસ્તવિક તો તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો હોવાથી પર્યાપ્તો જ છે. (૭) પ્રશ્ન :-દેવોના જીવો શું એકેન્દ્રિયમાં જાય? તો ક્યા ક્યા એકેન્દ્રિયમાં જાય? અને શા માટે જાય ? ઉત્તર :- ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ક અને સૌધર્મ-ઇશાન દેવલોકના દેવો મરીને એકેન્દ્રિયોમાં જાય છે. પાંચ પ્રકારના એકેન્દ્રિયમાંથી પૃથ્વીકાય-અપૂકાય અને પ્રત્યેકવનસ્પતિકાયમાં જ જાય છે. તેનું કારણ એ છે કે દેવભવમાં રત્નોમાં, વાવડીના પાણીમાં અને ત્યાંના કમળોમાં અતિશય મોહ હોય છે. (૮) પ્રશ્ન :- એકેન્દ્રિયમાં જનારા દેવો નારકી કરતાં કઈ ત્રણ પ્રકૃતિ વધારે બાંધે? ઉત્તર - એકેન્દ્રિયજાતિ, સ્થાવર નામકર્મ અને આતપનામકર્મ (૯) પ્રશ્ન :- એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પૃથ્વીકાયાદિ ત્રણ કાર્યમાં સાસ્વાદને છ— પ્રકૃતિઓ બંધાય એમ કહ્યું છે (ગાથા ૧૩). પરંતુ સાસ્વાદન તો પારભવિક જ હોય છે. તે છ આવલિકા પુરતું જ હોય છે. અને આયુષ્યનો બંધ તો વિવક્ષિત ભવના બે ભાગ ગયા પછી જ થાય છે. તેથી સાસ્વાદને બે આયુષ્યનો બંધ આ માર્ગણાઓમાં કેમ ઘટે ? ઉત્તર :- વાત સત્ય છે. સામાન્યથી વિચારતાં સાસ્વાદને આયુષ્યબંધ ઘટે નહીં, પરંતુ Page #128 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્વામિત્વ ૧ ૨ ૩ અવચૂર્ણિકારે એવો ખુલાસો આપ્યો છે કે આ માર્ગણાઓમાં સાસ્વાદનભાવ શરીરપયાપ્તિ પછીના કાલે પણ ચાલુ હોય છે. અર્થાત્ પરભવાયુષ્ય બંધકાળ સુધી સાસ્વાદન હોય છે. જોકે આવું વચન અન્યત્ર સાંભળવા મળેલ નથી. તો પણ અવર્ણિકારના વચનનો આશ્રય સ્વીકારતાં સાસ્વાદને આયુષ્યબંધ ઘટી શકે છે. (૧૦) પ્રશ્ન :- તેઉકાય અને વાઉકાય માર્ગણામાં કેટલો બંધ હોય? તેઓ મરીને ક્યાં જાય? અને ક્યાં ન જાય ? ઉત્તર :- તેઉકાય અને વાઉકાય માર્ગણામાં ૧૦પનો બંધ હોય છે. અને તેઓ મરીને ફક્ત તિર્યંચમાં જ જાય છે, દેવ-નારકી કે મનુષ્યના ભવમાં જતા નથી. માટે ત~ાયોગ્ય બંધ કરતા નથી. (૧૧) પ્રશ્ન :- ઔદારિકમિશ્ર કાયયોગ માર્ગણામાં અવિરતિ ગુણઠાણે અનંતાનુબંધીથી ચોવીસ વગેરે ઓછી કરવાની કહી (ગાથા-૧૬). હવે જો ૩૧ જ ઓછી કરવી હોય તો રડવી એમ લખવાની જરૂર શું ? જેટલી ઓછી કરવી હોય તેટલો જ આંક લખવો જોઈએ ને? ઉત્તર :- આ જ ગાથામાં કાર્પણ કાયયોગમાં બંધ કહેવાનો છે. તેમાં ઔદારિક મિશ્રની જેમ જ બંધ કહેલ છે. પરંતુ કાર્પણ કાયયોગમાં ૨૪ જ ઓછી કરવી છે, એટલે ગાથાની રચના આવા પ્રકારની કરી છે. એક માર્ગણામાં ૨૪ ઓછી થઈ શકે અને એકમાર્ગણામાં ગાડું શબ્દ લગાડી (બે આયુષ્ય પહેલાં નીકળી ગયેલાં હોવાથી) શેષ ૨૯ ઓછી કરી શકીએ. (૧૨) પ્રશ્ન - ઔદારિક મિશ્રકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્ત અવસ્થામાં જ હોય કે પર્યાપ્ત અવસ્થામાં પણ હોય ? ઉત્તર :- ઔદારિકમિશ્ર કાયયોગ કર્મગ્રન્થકારની દૃષ્ટિએ મનુષ્ય અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચો વૈક્રિય બનાવે ત્યારે અને મનુષ્યો આહારક બનાવે ત્યારે પણ વૈક્રિય-આહારકની સાથે ઔદારિકમિશ્ર હોય છે. એટલે સિદ્ધાન્તકારના મતે પર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. તથા વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકીને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરંતુ લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચો વૈક્રિય બનાવે ત્યારે કર્મગ્રન્થના મતે પર્યાપ્તાવસ્થામાં પણ વૈક્રિયમિશ્ર કાયયોગ હોય છે. (૧૩) પ્રશ્ન :- ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી પરભવનું આયુષ્ય બંધાય કે નહીં? ઉત્તર :- ક્ષાયિક પામ્યા પછી ત્યાંથી મોક્ષે જવાતું ન હોય તો ફરજીયાત પરભવ કરવો જ પડે છે માટે પરભવનું આયુષ્ય બંધાય છે. જેમ કે ત્રણ ભવ કરનારને બીજા દેવભવમાં કે નરકભવમાં ગયા પછી ત્યાંથી મોક્ષે જવાતું નથી માટે મનુષ્પાયુષ્ય બાંધવું જ પડે છે. ચાર ભવ કરનારને બીજા યુગલિકના ભવમાં, અને ત્રીજા દેવભવમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તૃતીય કર્મગ્રંથ મોક્ષે જવાતું નથી માટે આયુષ્ય બાંધવું જ પડે છે. પાંચ ભવ કરનારને બીજા, ત્રીજા અને ચોથા ભવમાં મોક્ષને અયોગ્ય ભવ મળેલ છે માટે આયુષ્ય બાંધવું જ પડે છે. (૧૪) પ્રશ્ન : સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચો જો પરભવનું દેવાયુષ્ય બાંધે તો કયા દેવનું આયુષ્ય બાંધે ? ઉત્તર ઃ- નિયમા વૈમાનિક દેવનું જ બાંધે છે. (૧૫) પ્રશ્ન :- કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યામાં ચોથે ગુણઠાણે ઘબંધ કહેલ હોવાથી ૭૭ બંધાય છે. ત્યાં દેવાયુષ્યનો બંધ કેમ ઘટે ? કારણકે બન્નેસે મરૂ, તત્તેમે સવવજ્ઞરૂ આવો ન્યાય હોવાથી કૃષ્ણાદિ લેશ્યામાં વર્તતો જીવ કૃષ્ણાદિ લેશ્યાવાળા જ દેવનું આયુષ્ય બાંધે અને તે લેશ્યાવાળા દેવો તો ભવનપતિ, વ્યંતર જ છે. અને બીજી બાજુ એવો નિયમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે તો આમ કેમ ઘટે ? ઉત્તર ઃ- વાત સત્ય છે. વિચાર કરતાં દેવાયુષ્યનો બંધ સંભવતો નથી. કારણકે સમ્યગ્દષ્ટિ હોવાથી વૈમાનિકનું જ આયુષ્ય બાંધવું જોઈએ, પરંતુ જો વૈમાનિકનું આયુષ્ય બાંધે તો વૈમાનિકવાળા દેવો કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા નથી. માટે તે લેશ્યાવાળામાં જ ઉત્પાદ થાય તે ઘટે નહીં. પ્રશ્ન :- લેશ્યામાં કૃષ્ણાદિ પ્રથમની ત્રણ લેશ્યામાં ૪ અથવા ૬ એમ બે રીતે ગુણસ્થાનક આવે છે તેનું શું કારણ ? ઉત્તર ઃ- ચાર ગુણસ્થાનકનું વિધાન પ્રતિપદ્યમાનને આશ્રયી છે. અને છ ગુણસ્થાનકનું વિધાન પ્રતિપત્નને આશ્રયી છે. (૧૭) પ્રશ્ન :- અસંશી માર્ગણામાં સાસ્વાદને સંશીની જેમ બંધ કહ્યો છે. તો શું સાસ્વાદનગુણઠાણે ૧૦૧નો બંધ સમજવો ? ઉત્તર ઃ સામાન્યથી સંજ્ઞીની જેમ બંધ કહ્યો છે. પરંતુ દેવત્રિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ ૭ વિના ૯૪ નો જ બંધ સમજવો, કારણકે અસંજ્ઞી તિર્યંચમનુષ્યોને સાસ્વાદન પારભવિક હોવાથી અપર્યાપ્તાવસ્થામાં જ છ આવલિકા પુરતું જ હોય છે ત્યાં દેવપ્રાયોગ્ય બંધ કે આયુષ્યનો બંધ સંભવતો નથી. (૧૮) પ્રશ્ન :- શુકલલેશ્યામાં ઉદ્યોતચતુષ્ક વિના ૧૦૪નો બંધ કહ્યો છે. (ગાથા ૨૩) પરંતુ છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકના દેવોને શુક્લલેશ્યા હોય છે અને તેઓ મરીને તિર્યંચમાં જાય છે. ઉદ્યોતચતુષ્ક બાંધે છે. બારમી ગાથામાં આનતાદિમાં જ ઉદ્યોતચતુષ્કનું વર્જન કરેલું છે. તો અહીં શુક્લલેશ્યામાં ઉદ્યોતચતુષ્કનો બંધ ટાળ્યો કેમ ? ઉત્તર ઃ- જો કે શુકુલલેશ્યામાં ૬-૭-૮ દેવલોકમાં ઉદ્યોત ચતુષ્પ બંધાય જ છે. અને ઘટી પણ શકે છે. પરંતુ મંદશુક્લલેશ્યા હોવાથી તેમાં બંધાતું હોય પરંતુ ઉજ્જવળ તીવ્ર શુક્લલેશ્યામાં ન બંધાતું હોય અને તેને આશ્રયી આ બંધવિધાન હોય એમ લાગે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ Sજ્ઞાનાવરણીય W AT Ingmanna દર્શનાવરણીય ના પOT વૈદનીય આયુષ્ય મોહનીય Gi[DlT ગોત્રકર્મ અંતયિક છે