________________
બન્ધસ્વામિત્વ
શરીરની પરિપૂર્ણ રચના ન થાય ત્યાં સુધી (જેમ અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણની સાથે ઔદારિકની મિશ્રતા હતી તેમ) આ ઔદારિકની વૈક્રિય તથા આહારકની સાથે મિશ્રતા સંભવે છે. જ્યાં મિશ્રતા હોય ત્યાં જે બે મિશ્ર બને તેમાંથી જેની પ્રધાનવિવક્ષા કરો તેનું નામાભિધાન થાય છે. કર્મગ્રંથકારો વૈક્રિય અને આહારકની રચના અપૂર્વ છે. આ શરીરરચના ન હતી અને થાય છે તેથી નવાની પ્રધાનતા આપે છે એટલે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર નામાભિધાન કરે છે. પરંતુ સિધ્ધાન્તકારો તેને ઔદારિકમિશ્ર નામાભિધાન કહે છે કારણકે મૂલ ઔદારિક હતું તો જ નવા શરીરોની રચના શક્ય બની છે. તેથી ઔદારિકને પ્રધાન કહે છે. આ પ્રમાણે વૈક્રિય શરીરની રચના કરતાં પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયયોગ તિર્યંચ-મનુષ્યોને પાંચમે-છઠ્ઠ ગુણઠાણે હોય છે અને આહારક શરીરની રચના કરતાં ઔદારિક મિશ્ર કાયયોગ મનુષ્યોને છઠ્ઠ ગુણઠાણે સિધ્ધાન્તકારના મતે હોય છે. ત્યાં પાંચમે ૬૭નો અને છઠ્ઠું ૬૩નો બંધ ઓઘબંધની જેમ જાણવો. ચોથા કર્મગ્રંથની ‘‘સાસળભાવે નાળ’’ આ ૪૯મી ગાથામાં વૈક્રિય-આહારકની વિપુર્વણા વખતે સિધ્ધાન્તકારના મતે ઔદારિકમિશ્રયોગ માનેલો છે. આ ચર્ચાનો વધારે ખુલાસો તે ૪૯મી ગાથાની ટીકામાં છે.
૫૯
" यदा पुनरौदारिकशरीरी वैक्रियलब्धिसंपन्नो मनुष्यः, पञ्चेन्द्रियतिर्यग्योनिको वा पर्याप्तबादरवायुकायिको वा वैक्रियं करोति तदा औदारिकशरीरयोग एव वर्तमानः प्रदेशान् विक्षिप्य वैक्रियशरीरयोग्यान् पुद्गलानादाय यावद्वैक्रियशरीरपर्याप्त्या पर्याप्तिं न गच्छति, तावद् वैक्रियेण मिश्रता, व्यपदेश औदारिकस्य, प्रधानत्वात्, एवमाहारकेणाऽपि सह मिश्रता द्रष्टव्या, आहारयति चैतेनैवेति, तस्यैव व्यपदेश इति "
આ પ્રમાણે ઔદારિકમિશ્રકાયયોગમાં કર્મગ્રંથકારના મતે ૧-૨૪- અને ૧૩ એમ કુલ ૪, અને સિદ્ધાન્તકારના મતે ૧-૨-૪-૫-૬-૧૩, એમ કુલ છ ગુણસ્થાનકો હોય છે. કાર્યણ કાયયોગનું બંધસ્વામિત્વ આ જ ગાથાના ઉત્તરાર્ધમાં સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org