________________
તૃતીય કર્મગ્રંથ લખતાં ૨૪ નો ઉલ્લેખ કરીને આદિ પદ જે લખે છે તે કંઇક ગર્ભિતતા સૂચવે છે કે એકમાર્ગણામાં ર૯ અને બીજી માર્ગણામાં ૨૪ ઓછી કરવી.
પ્રશ્ન- આ સારૂં પદ અનંતાનુબંધી વગેરે ૨૪ એમ સમજાવવા માટે હોય એવું ન બને?
ઉત્તર- જો એમ હોય તો આ મારું પદ અM પદની પાસે લખાય, વસવીસ પદની પાસે ન લખાય, મારૂકવીસ એમ પાઠ બનાવવો પડે, આવો પાઠ ન બનાવતાં કવીસ ની પછી જે મારું શબ્દ લખ્યો છે તે સ્પષ્ટ સમજાવે છે કે ભિન્ન-ભિન્ન સંખ્યા લેવા માટે જ છે. ઇત્યાદિ સુયોગ્ય તર્ક વિદ્વાનોએ જોડવો.
આ પ્રમાણે ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં ઓઘે ૧૧૪, મિથ્યાત્વે ૧૦૯, સાસ્વાદને ૯૪, અવિરતે ૭૫ (૭૦), અને સયોગી કેવલીને ૧ (સાતાનો) બંધ થાય છે.
પ્રશ્ન- ઔદારિક મિશ્રકાયયોગમાં ૧-૨-૪-૧૩-એમ ચાર જ ગુણસ્થાનકો હોય છે? કે બીજાં વધારે ગુણસ્થાનકો હોય છે?
- ઉત્તર- કર્મગ્રંથકારના મતે ઉપરોક્ત ચાર જ ગુણસ્થાનકો હોય છે. કારણ કે મનુષ્ય-તિર્યંચોને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલજ્ઞાની ભગવન્તોને કેવલિસમુદ્યાત અવસ્થામાં જ આ યોગ હોય છે. અન્યકાલે હોતો નથી, ત્યાં ઉપરોક્ત ચાર જ ગુણસ્થાનકો સંભવે છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાનક પણ આ ઔદારિક મિશ્ર કાયયોગમાં હોય છે. જેમ અપર્યાપ્ત અવસ્થામાં ઉત્પત્તિના બીજા સમયથી પરિપૂર્ણ શરીર બને નહિ ત્યાં સુધી કાર્પણ કાયયોગ સાથે ઔદારિક મિશ્ર બને છે તેવી જ રીતે વૈક્રિય અને આહારકની લબ્ધિવાળા જીવો જયારે જયારે આ લબ્ધિની વિફર્વણા કરે છે ત્યારે ત્યારે ઔદારિક શરીર પ્રથમ હતું એટલે ઔદારિક કાયયોગ તો હતો જ, પરંતુ વૈક્રિય તથા આહારક શરીરની રચના નવી કરે છે. આત્મપ્રદેશો તેમાં પ્રસ્થાપિત કરે છે એટલે જ્યાં સુધી વૈક્રિય કે આહારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org