________________
બન્ધસ્વામિત્વ
૫૭ અને અભ્યાસકવર્ગને મુંઝવણમાં મુકવાની ગ્રંથકારશ્રીને શું આવશ્યકતા લાગી?
ઉત્તર- આ જ ગાથામાં પાછળના અર્ધા ભાગમાં કાર્મણકાયયોગ માર્ગણામાં મનુષ્ય-તિર્યંચ એમ બે આયુષ્ય વિના બંધસ્વામિત્વ
દારિકમિશ્રકાયયોગની જેમ જ હોય છે એમ કહેવાનું છે. ઔદારિક મિશ્રકાયયોગ માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય છે એટલે દેવપ્રાયોગ્ય જ બંધ થાય છે જેથી મનુષ્યદ્ધિકાદિ પાંચનો બંધ સંભવતો નથી, પરંતુ કાર્પણ કાયયોગ તો ચારે ગતિના જીવોને હોય છે. તેથી તિર્યચ-મનુષ્યો જેમ દેવપ્રાયોગ્ય બંધ કરી શકે છે. એ જ પ્રમાણે દેવ-નારકીના જીવો ચોથે ગુણઠાણે વિગ્રહગતિમાં મનુષ્યપ્રાયોગ્ય આ પાંચ પ્રકૃતિઓ બાંધે છે. તેથી કાર્મણકાયયોગમાં ૭૫ જ બંધાય છે. આ પ્રમાણે ઔદારિક મિશ્રમાં ૭૦ અને કાર્મણ કાયયોગમાં બંધ ૭પનો સંભવે છે છતાં આ ગાથામાં ખે વિ વિમ્ = કાશ્મણ કાયયોગમાં પણ એમ જ બંધ સમજવો આવું લખ્યું છે. તેથી સમજાય છે કે જ્યારે ઔદારિક મિશ્રકાયયોગનું બંધસ્વામિત્વ લો ત્યારે “૨૪ વગેરે” પદથી ૨૯ ઓછી કરવી અને ૭૦ નો બંધ હોય છે. એમ સમજવું અને જ્યારે કાર્મણકાયયોગનું બંધસ્વામિત્વ લો ત્યારે માત્ર “વીસ” જ પદ લેવું અને ૨૪ જ ઓછી કરવી. ૭પનો બંધ હોય છે. એમ જાણવું. મારું પદ ન જોડવું. જેથી બન્નેનો બંધ ૭૦-૭૫નો સંગત થશે.
પ્રશ્ન- આવો અર્થ કેવી રીતે સમજી શકાય કે એક માર્ગણામાં ડુિં પદ લગાડીને ૨૯ ઓછી કરવી અને બીજી માર્ગણામાં મારું પદ ન લગાડીને ૨૪ જ ઓછી કરવી ? તે માટે યુક્તિ શું ?
ઉત્તર- ગ્રંથકારશ્રીએ ગાથાની જે આવી રચના કરી છે તે જ તેમાં યુક્તિ છે. જો બન્ને માર્ગણામાં ૨૪ જ ઓછી કરવી હોત તો ૨૪ જ લખત, બારૂ પદ ન લખત, અને જો બન્ને માર્ગણામાં ૨૯ જ ઓછી કરવી હોત તો ૩નતિ એવો સ્પષ્ટ પાઠ લખત, એવો સ્પષ્ટ પાઠ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org