________________
પ૬
તૃતીય કર્મગ્રંથ આદિ ૨૪ એમ ન કરવો, પરંતુ અનંતાનુબંધી ચોવીસ વગેરે એમ અર્થ કરવો અને ૨૪ ને બદલે ૨૯ ઓછી કરવી.
દિગંબરામ્નાયને માન્ય ગોમટસાર કર્મકાંડ અધિકારમાં, પણ અનંતાનુબંધી આદિ ૨૯ જ ઓછી કરીને દારિક મિશ્રકાયયોગમાં ચોથે ગુણઠાણે ૭૦નો જ બંધ કહ્યો છે તે ગાથા આ પ્રમાણે છે"पण्णारसमुनतीसं, मिच्छदुगे अविरदे छिदी चउरो । વામિ પ વિ ૩, ઘંઉં સાઉં સંગોષ્ઠિ | ૨૨૭ ”
આ ગાથામાં મિથ્યાત્વેથી સાસ્વાદને જતાં ૧૫, અને અવિરતે ૩નતીકં = ૨૯ ઓછી કરવાનું કહ્યું છે. તેથી અવિરતે ૨૯ નો છેદ થાય છે અને વરિ= બાકી રહેલી ઉપરની ૬૫, અને દેવદ્રિક, વૈક્રિઢિકની ચાર ઉમેરતાં ૬૯ બંધાય છે. જો તીર્થકર નામકર્મ હોય તો ૭૦ બંધાય છે. આ પ્રમાણે મૂલગાથામાં ૨૯ ઓછી કરવાનું અને ૭૦ બંધાય છે. એમ કહ્યું છે.
તથા પ્રાચીન બંધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રંથમાં ગાથા-૨૮૨૯માં ૭૫ ના બંધનો ઉલ્લેખ છે. તથા પ્રાચીન બંધસ્વામિત્વની ટીકામાં ટીકાકારશ્રી ગોવિન્દ્રાચાર્યજીએ આ વિષય ઉપર કંઈ પણ ચર્ચા લખી નથી. નવીન બંધસ્વામિત્વ ઉપર સ્વપજ્ઞટીકા ઉપલબ્ધ નથી. અવચૂર્ણિ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ૭૫ ના બંધનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
સૂક્ષ્મવિચારણા કરતાં સાડ઼ શબ્દનો વગેરે અર્થ કરી ૨૯ બાદ કરતાં 0ના બંધનું સમાધાન ટબામાં જયસોમસૂરિજીએ જે કર્યું છે તે યોગ્ય લાગે છે.
પ્રશ્ન- દારિકમિશ્નકાયયોગમાં ચોથે ગુણઠાણે વસવીસારૂ પદનો અર્થ ૨૪ વગેરે કરીને ડું પદથી ૨૯ પ્રકૃતિઓ ઓછી કરવાનું જો ગ્રંથકારને ઇષ્ટ હોય , તો આવા પ્રકારનો ગર્ભિત સંકેત લખવાની શી જરૂર? સ્પષ્ટપણે ૩નતીકં = ૨૯ ઓછી કરવી એમ કેમ ન કહ્યું ? ચોવીસનો ઉલ્લેખ કરીને શેષ પાંચ લેવા માટે “મારૂ' શબ્દ જોડવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org