SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ હવે તેજો-પદ્મ-અને શુક્લલેશ્યામાં બંધસ્વામિત્વ જણાવે છેतेऊ नरयनवूणा, उज्जोयचउनरयबार विणु सुक्का । विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥ २३ ॥ તૃતીય કર્મગ્રંથ (तेजोनरकनवोना, उद्योतचतुर्नरकद्वादश विना शुक्ला: । विना नरकद्वादश पद्मा, अजिनाहारका इमा मिथ्यात्वे ) શબ્દાર્થ= તે= તેજોલેશ્યામાં, નયનવૂળા= નરકત્રિકાદિ નવ વિના, ૩ોયવઃ- ઉદ્યોતચતુષ્ક, નરયવાર્= નરકાદિ બાર, વિષ્ણુ= વિના, સુજ્ઞા= શુક્લલેશ્યામાં, વિષ્ણુ વિના, નયનાર= નરકાદિ બાર, પદ્દા= પદ્મલેશ્યામાં, નિનાદારા= તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક વિના, મા= આ પ્રકૃતિઓ, મિષ્ઠે મિથ્યાત્વે. ગાથાર્થ- નરકત્રિકાદિ નવ વિના તેજોલેશ્યામાં, ઉદ્યોતચતુષ્ક અને નરકત્રિકાદિ બાર વિના શુક્લલેશ્યામાં, અને નરકાદિ બાર વિના પદ્મ લેશ્યામાં બંધ હોય છે. આ સર્વબંધમાંથી જિનનામ અને આહારકદ્ધિક ન્યૂન કરીએ તો તેટલો મિથ્યાત્વગુણઠાણે બંધ જાણવો ॥૨૩॥ વિવેચન- આ ગાથામાં તેજો-પદ્મ અને શુક્લ એમ બાકીની ૩ લેશ્યામાં બંધસ્વામિત્વ જણાવે છે તેજોલેશ્યામાં ૧થી૭ ગુણસ્થાનક છે. નરકત્રિક-સૂક્ષ્મત્રિક-અને વિકલેન્દ્રિયત્રિક એમ ૯ પ્રકૃતિ વિના ઓઘે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. તેજો લેશ્યા કંઇક શુભ હોવાથી અને નરકત્રિકાદિ નવ પ્રકૃતિનો બંધ અશુભ અધ્યવસાય વડે થતો હોવાથી, તેજોલેશ્યા વાળા જીવો આ નવ પ્રકૃતિ બાંધતા નથી, પહેલા-બીજા દેવલોકના દેવો તેજોલેશ્યાવાળા છે અને મરીને પૃથ્વીઅપ-વનસ્પતિમાં જાય છે માટે એકેન્દ્રિય-સ્થાવર અને આતપનો બંધ દૂર કર્યો નથી, ઓથે ૧૧૧, પહેલે જિનનામ અને આહારક વિના ૧૦૮, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, પાંચમે ૬૭, છઠ્ઠ ૬૩, અને સાતમે ૫૮/૫૯ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy