________________
૮૩
ઉદયસ્વામિત્વ
પઘલેશ્યામાં પણ ૧થી૭ ગુણસ્થાનકો છે. ત્યાં નરકાદિ ૧૨ વિના ઓથે ૧૦૮ બંધાય છે. નરકત્રિક-સૂક્ષ્મત્રિક અને વિશ્લેન્દ્રિયત્રિક આ નવ પ્રકૃતિઓ કે જે તેજો લેગ્યામાં બંધાતી નથી. તે અશુભ હોવાના કારણથી જ પમલેશ્યામાં પણ બંધાતી નથી. તથા પહેલા-બીજા દેવલોકના દેવો એકેન્દ્રિય-સ્થાવર-આતપ બાંધે છે પરંતુ ત્રીજા સનસ્કુમારથી જે દેવો છે તેઓ એકેન્દ્રિયાદિત્રિક બાંધતા નથી, કારણ કે તેઓ મરીને એન્દ્રિયમાં જન્મ પામતા નથી. અને તેઓ જ પદ્મવેશ્યાવાળા છે. એટલે પદ્મશ્યામાં ૧૨ નો બંધ દૂર કર્યો છે ઓધે ૧૦૮, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૧ વગેરે. તેજલેશ્યા સુધીની પ્રથમની ચાર વેશ્યાવાળા દેવો મરીને એકેન્દ્રિયમાં જન્મે છે. પરંતુ પાદિલેશ્યાવાળા કંઈક વધારે વિશુધ્ધ હોવાથી મરીને એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતા નથી.
શુક્લલેશ્યા માર્ગણામાં ૧થી૧૩ ગુણસ્થાનકો હોય છે. અહીં પણ બંધ પડ્યૂલેશ્યાની જેમ જાણવો. ફક્ત ઉદ્યોતચતુષ્ક જે પાલેશ્યામાં બંધાય છે તે શુક્લલેગ્યામાં બંધાતું નથી, તેથી નરકાદિ ૧૨ તથા ઉદ્યોતચતુષ્ક એમ કુલ ૧૬ બંધમાંથી ઓછી કરવી. ઓઘે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૧, સાસ્વદને ૯૭, મિશ્ર ૭૪, અવિરતે ૭૭ વગેરે.
ઉદ્યોતનામકર્મ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુષ્ય આ ચારનો ઉદય તિર્યંચગતિમાં જ હોય છે. તેજો-પદ્મવેશ્યા વાળા જીવો તિર્યપ્રાયોગ્ય બંધ કરે છે. પરંતુ શુક્લલેશ્યાવાળા જીવો ઘણા જ વિશુધ્ધ હોવાથી તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી આ ચારનો બંધ અહીં સંભવતો નથી.
અહીં એક શંકા થાય છે કે આ જ ગ્રંથકારે આ જ કર્મગ્રંથની ૧૨મી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે “સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવો રત્નપ્રભાની જેમ બંધ કરે છે” અને “આનતાદિ ઉપરના દેવો ઉદ્યોત ચતુષ્ક બાંધતા નથી” તત્ત્વાર્થના ચોથા અધ્યાયના સૂત્ર “પીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org