________________
તૃતીય કર્મગ્રંથ પ-શુન્નતેશ્યા દિ-ત્રિ-શેષેપુ” ૪-૨૩માં પ્રથમના બે દેવલોકમાં પીલેશ્યા, ૩થીપ દેવલોકમાં પદ્મવેશ્યા, અને છઠ્ઠા દેવલોકથી શેષ દેવલોકોમાં શુક્લલેશ્યા કહી છે. તથા બૃહસંગ્રહણી ગાથા ૧૭૫ મી ના ઉત્તરાર્ધમાં
નાના કદન
“ધ્વતિય પદ્ધ સેના, સંતાફસુ સુનેસ હૃતિ સુરા' લાન્તકાદિ છઠ્ઠા દેવલોકથી શેષ દેવોમાં શુક્લલેશ્યા જ કહી છે. હવે પ્રશ્ન થાય છે કે છઠ્ઠા-સાતમા- અને આઠમા આ ત્રણ દેવલોકના દેવોને તત્ત્વાર્થ અને બૃહત્સંગ્રહણી આદિ ગ્રંથોના આધારે શુક્લલેશ્યા છે અને તે દેવલોકના દેવો આ જ કર્મગ્રંથની ૧૧મી ગાથા પ્રમાણે ઉદ્યોતચતુષ્ક બાંધે છે. તો અહીં જે ન્યૂન કર્યું છે તે કેમ ઘટે ? અગિયારમી ગાથામાં ૬-૭-૮મા દેવલોકમાં રત્નપ્રભાની જેમ બંધ જણાવીને ઉદ્યોતચતુષ્ક બંધાય એમ જણાવે છે અને બાવીસમી ગાથામાં શુક્લ લેગ્યામાં ઉદ્યોતચતુષ્કના બંધની ના પાડે છે તેથી ૬-૭-૮મા દેવલોકમાં શુક્લલેશ્યા હોવાથી આ ગાથાના આધારે ઉદ્યોતચતુષ્ક ન બંધાય એમ સમજાય છે. આ પૂર્વાપર વિરોધનું સમાધાન શું?
અવચૂર્ણિમાં આ પ્રશ્ન-કે ઉત્તર કંઈ જ નથી. પરંતુ જીવવિજયજી મ. સા. કૃત ટબામાં તથા જયસોમસૂરિજી કૃત ટબામાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. માટે ગીતાર્થોએ આનો ઉત્તર વિચારવો. પંડિત અમૃતલાલકૃત વિવેચનમાં એવો કલ્પિત ખુલાસો કર્યો છે કે ૬-૭-૮મા દેવલોકમાં મંદ શુક્લલેશ્યા છે. ત્યાં ઉદ્યાતચતુષ્ક બાંધી શકાયું છે તેથી જ આ કર્મગ્રંથની ૧૧મી ગાથામાં ઉદ્યોતચતુષ્કનો બંધ લીધો છે અને આ બાવીસમી ગાથામાં જે નિષેધ કરેલ છે તે તીવશુક્લલેશ્યાને આશ્રયી જાણવો. આવી તીવ્રશુક્લલેશ્યા ૯ માથી છે અને ત્યાં ઉદ્યોતચુતષ્ક બંધાય નહીં. આ સમાધાન પરસ્પર વિરોધી દેખાતા બન્ને પાઠોનો માત્ર સમન્વય કરવા પુરતું કલ્પિત છે. ગીતાર્થ મહાત્માઓએ આ બાબત વિચારવું. જે ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org