SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્વામિત્વ अणसणसुद्धीए इहं, जतोऽतिसएण होइ कायव्वो । जल्लेसे मरइ जओ, तल्लेसेसुं तु उववाओ ॥ ९८ ॥ આ બન્ને પાઠ ઉપરથી કૃષ્ણાદિ લેશ્માવાળો જીવ જો દેવનું આયુષ્ય બાંધે તો નિયમા ભવનપતિ અને વ્યંતરનું જ બાંધી શકે, બીજા દેવનું ન બાંધી શકે, કારણ કે ભવનપતિ-વ્યંતરમાં જ આ ત્રણ લેશ્યા સંભવી શકે છે જ્યારે શાસ્ત્રોમાં એવું આવે છે કે સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચો જો દેવનું આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિકનું જ બાંધે. અન્ય દેવનું ન બાંધે તે પાઠ આ પ્રમાણે ૮૧ सम्मत्तम्मि उ लद्धे, विमाणवज्जं न बंधए आउं । जइ वि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुव्विं ॥ २३ ॥ (સંબોધસત્તરી) આ બન્ને પાઠો જોતાં જો સમ્યગ્દષ્ટિ ને શુભલેશ્યાઓ હોય તો વૈમાનિક દેવનું જ આયુષ્ય બંધાય, અને જો અશુભલેશ્યા હોય તો દેવની એકે નિકાયનું ન બંધાય એમ અર્થ નીકળે છે કારણકે અશુભલેશ્યામાં જો દેવનું આયુષ્ય બાંધે તો પહેલા નિયમના આધારે અશુભલેશ્યાવાળાને ભવનપતિ-વ્યંતરનું જ બાંધવું પડે, અને એમ જો થાય તો વૈમાનિકમાં જ જાય એવો બીજો નિયમ ખંડિત થાય, અને જો બીજો નિયમ સાચવીએ તો વૈમાનિકનું આયુષ્ય બાંધવાથી ત્યાં અશુભલેશ્યા નથી, એટલે ‘‘તે લેશ્યાવાળામાં જ ઉત્પન્ન થાય' એવો પહેલો નિયમ ખંડિત થાય, માટે દેવાયુષ્યનો બંધ સંભવે નહી. આ પ્રશ્ન પૂજ્ય જીવવિજયજી કૃત ટબામાં, અને જયસોમસૂરિજી કૃત ટબામાં પણ કર્યો છે. આ સર્વ પાઠો અને શાસ્ત્રીય નિયમો જોતાં કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવતો નથી. છતાં કર્મગ્રંથકારોએ કેમ કહ્યો ? તે જ્ઞાની મહાત્મા જાણે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy