________________
૮૦
તૃતીય કર્મગ્રંધ
(બંધસ્વામિત્વ) માં પણ અતિશય સ્પષ્ટપણે ૭૭ નો જ બંધ કહ્યો છે તે ગાથા આ પ્રમાણે
' ' ' ---
सुरनर आउयसहिया, अविरयसम्माउ होंति नायव्वा । તિત્વોન નવા તહ, તે-તે પડ્યું વોó || ૪૨ ||
અર્થ- (પ્રથમની ત્રણ લેશ્યામાં) અવિરત સમ્યગ્દષ્ટિ જીવો દેવમનુષ્યાયુષ્ય સહિત અને તીર્થંકરનામકર્મથી યુક્ત ૭૭ બાંધે છે હવે પછી તેજો લેશ્યા કહીશું. આ પ્રમાણે (૧) આ નવીન તૃતીય કર્મગ્રંથ, (૨) તેની અવચૂર્ણિ, અને (૩) પ્રાચીન બંધસ્વામિત્વ. આ ત્રણે સ્થળોએ ઓઘબંધની ભલામણ છે એટલે ૭૭નો જ બંધ કહ્યો છે. તથા તે ત્રણે સ્થળોએ આ બાબતમાં કંઇપણ પ્રશ્ન ઉઠાવ્યો નથી કે ચર્ચા વિશેષ કરી નથી. પરંતુ કૃષ્ણાદિ આ ત્રણ અશુભ લેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાયુષ્યનો ૭૭માં જે બંધ છે તે ઘટતો નથી. કારણકે સમ્યગ્દષ્ટિ આ ત્રણ લેશ્યા વાળા જે ભવનપતિ આદિ દેવો છે અને સાત નારકી છે.તેઓ તો આ લેશ્યામાં હોતે છતે (ફક્ત સાતમી નારકી સિવાયના જીવો) ચોથે ગુણઠાણે મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. તેથી મનુષ્યના આયુષ્યનો બંધ માનવામાં કોઇ વિરોધ નથી. પરંતુ જે દેવાયુષ્યનો બંધ કહ્યો છે તે ઘટતો નથી કારણ કે દેવનું આયુષ્ય ચોથે ગુણઠાણે તિર્યંચ-મનુષ્યો હોય તો જ બાંધી શકે છે. પરંતુ ભવનપતિવ્યંતર-જ્યોતિષ અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો પૈકી કઇ નિકાયના દેવનું આયુષ્ય બાંધે ? તે વિચારવા યોગ્ય છે.
આ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યા માત્ર ભવનપતિ અને વ્યંતરમાં જ છે. જ્યોતિષમાં તેજો લેશ્યા જ છે. વૈમાનિકમાં તેજો-પદ્મ-શુક્લ લેશ્યા છે. શાસ્ત્રમાં આવો પાઠ આવે છે કે બન્નેને મરફ તોસે વવષ્ન= જે લેશ્યામાં જીવ મરે તે લેશ્યાવાળા જ દેવમાં ઉત્પન્ન થાય છે. પૂજ્ય હરિભદ્રસૂરિજીએ પણ યોગશતકની ગાથા ૯૮માં આ
જ વાત કરી છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org