________________
૭૯
ઉદયસ્વામિત્વ
ચાર ગુણસ્થાનકનું પ્રતિપાદન પ્રતિપદ્યમાન અવસ્થા” ને આશ્રયી છે એટલેકે આ આત્મા જયારે ૧ થી ૪ માંનું કોઈ પણ ગુણસ્થાનક પામતો હોય ત્યારે કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોઇ શકે છે જેમ કે સાત નારકીમાંના કોઈ પણ જીવો સમ્યકત્વ પામતા હોય ત્યારે કૃષ્ણાદિ ૩ માંની જ કોઈ પણ એક વેશ્યા હોય છે આ પ્રતિપાદન દ્રવ્ય લશ્યાને આશ્રયી છે કારણ કે નારકીમાં દ્રવ્યથી આ જ ત્રણ લેશ્યા છે. પરંતુ તિર્યચ-મનુષ્યો જ્યારે દેશવિરતિ- સર્વવિરતિ વાળું પાંચમુંછઠ્ઠ ગુણસ્થાનક પામતા હોય ત્યારે (પ્રતિપદ્યમાનકાલુ=પામતી વખતે) આ વેશ્યા હોતી નથી. ગુણગ્રહણ સમયે આત્મા વિશુધ્ધિમાનું હોવાથી અશુભલેશ્યા સંભવતી નથી.
છ ગુણસ્થાનકનું પ્રતિપાદન “પૂર્વપ્રતિપનને આશ્રયી છે તેજ-પદ્મ-અને શુકલાદિ શુભલેશ્યામાં વર્તતો આત્મા દેશવિરુતિસર્વવિરતિ પ્રાપ્ત કરી લે, ત્યારબાદ પાંચમા-છઠ્ઠા ગુણઠાણે પરિણામ સંકિલષ્ટ પણ થાય છે, એટલે પાંચમું-છઠ્ઠું ગુણસ્થાનક પામ્યા પછી પાછળના કાલે આ અશુભલેશ્યાઓ પણ આવી શકે છે. જ્યારે આવે ત્યારે અશુભ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક પણ હોઈ શકે છે.
સાતમું-આઠમું ગુણસ્થાનક ન હોવાથી આહારકદ્ધિકનો બંધ સંભવતો નથી, તેથી ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અવિરતે ૭૭, (દેશવિરતે ૬૭, અને પ્રમત્તે ૬૩) નો બંધ સમજવો. અહીં એક સૂક્ષ્મ ચર્ચા જાણવા જેવી છે તે સ્પષ્ટ કરીએ છીએ.
આ કર્મગ્રંથની આ જ ૨૨ મી ગાથામાં “સાસુ વ્યહિં ઓરો" કહ્યું છે તેથી કૃષ્ણાદિ પ્રથમની ત્રણ લેગ્યામાં સાસ્વાદનાદિમાં ઓથબંધનું વિધાન હોવાથી ચોથે ગુણઠાણે ૭૭ નો બંધ ગ્રંથકાર શ્રી કહેવા માગે છે. આ ગાથાની અવચૂર્ણિમાં પણ ઓઘબંધની જ ભલામણ કરી છે એટલે ૭૭ નો જ બંધ કહેવા માગે છે. પ્રાચીન ત્રીજા કર્મગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org