________________
સત્તાસ્વામિત્વ
૧૦૧ (૨૨) ક્રોધ માર્ગણા- ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર પરસ્પર ઉદયમાં પરાવર્તમાન હોવાથી એક સાથે ઉદયમાં સંભવતા નથી. ક્રોધના ઉદયકાળે માનાદિ ન હોય અને માનના ઉદયકાળે ક્રોધાદિ ન હોય, એટલે અનંતાનુબંધી આદિ ૪ માન, ૪ માયા, અને ૪ લોભ. એમ ૧૨ કષાય, અને જિનનામ એમ ૧૩ વિના ઓથે ૧૦૯નો ઉદય ક્રોધમાર્ગણામાં હોય છે. તેમાંથી આહારકહિક, સમ્યકત્વ અને મિશ્રમોહનીય એમ ૪ વિના મિથ્યાત્વે ૧૦પનો ઉદય હોય છે. સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૯૯ ઉદયમાં હોય છે. તે ૯૯માંથી અનંતાનુબંધીક્રોધ, સ્થાવર, જાતિ ચતુષ્ક, ત્રણ આનુપૂર્વી એમ ૯ બાદ કરતાં અને મિશ્ર મોહનીય ઉમેરતાં મિશ્ર ૯૧નો ઉદય હોય છે. તે ૯૧માં ચાર આનુપૂર્વી ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે ૯પનો ઉદય હોય છે. તેમાંથી અપ્રત્યાખ્યાનીય ક્રોધ, ચાર આનુપૂર્વી, દેવગતિ, દેવાયુષ્ય, નરકગતિ, નરકાયુષ્ય, વૈક્રિયદ્વિક, અને દુર્ભગ-અનાદય-અયશ એમ કુલ ૧૪ ઓછી કરતાં દેશવિરતે ૮૧નો ઉદય હોય છે. તે ૮૧માંથી તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, ઉદ્યોત, નીચગોત્ર, અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એમ ૫ ઓછી કરતાં અને આહારકદ્વિક ઉમેરતાં પ્રમત્તે ૭૮નો ઉદય થાય છે. થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના અપ્રમત્તે ૭૩મો ઉદય હોય. સમ્યત્વમોહનીય અને અંતિમ ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૬૯નો ઉદય હોય, અને હાસ્યાદિ ષક વિના અનિવૃત્તિએ ૬૩નો ઉદય હોય છે. બીજા કર્મગ્રંથમાં નવમે ગુણઠાણે જે ૬૬નો ઉદય કહ્યો છે તેમાંથી સંજવલન માન-માયા-અને લોભ એમ ત્રણ વિના તે જ ૬૩ ક્રોધમાર્ગણામાં ઉદયગત જાણવી. (૨૩-૨૪-૨૫) માન-માયા- અને લોભ માર્ગણા- આ ત્રણે માર્ગણામાં ઉદયસ્વામિત્વ બરાબર ક્રોધની જેમ જ કહેવું. પરંતુ ક્રોધમાર્ગણામાં જેમ માનાદિ ૧૨ કષાય ઓછા કર્યા છે. તે જ પ્રમાણે માનમાં ક્રોધ, માયા, લોભના ૪-૪ કુલ ૧૨, માયામાં ક્રોધ-માન-લોભના ૪-૪ કુલ ૧૨, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org