________________
સત્તા સ્વામિત્વ
(૧) નરકગતિ- નરકમાં વર્તતા જીવો નરકનું તથા દેવનું આયુષ્ય બાંધતા નથી. પરંતુ નરકનું ચાલુ આયુષ્ય ભોગવે છે માટે તે નરકાયુષ્યની સત્તા તેઓને હોય છે. પરંતુ દેવાયુષ્યની સત્તા હોતી નથી, મનુષ્ય ભવમાં ભિન્ન ભિન્ન જીવો જિનનામ અને આહારકદ્વિક આદિ બાંધીને નરકમાં જાય તો તેની સત્તા પણ ત્યાં સંભવી શકે છે. એટલે ઓધે દેવાયુષ્ય વિના અનેક જીવ આશ્રયી ૧૪૭ની સત્તા, મિથ્યાત્વે પણ અનેક જીવ આશ્રયી ૧૪૭, (જો એક જીવ લઇએ તો જિનનામ અને આહારક સાથે સત્તામાં ન હોય, તથા આયુષ્ય પણ બે જ હોય. અથવા એક જ હોય, ઉદિતાવસ્થાવાળું નરકનું, અને બાંધેલું હોય તો તિર્યંચનું અથવા મનુષ્યનું તેને આશ્રયી ૧૪૬, ૧૪૫, અને ૧૪૪ની સત્તા પણ હોઈ શકે છે. ઇત્યાદિ સ્વયં સમજવું), સાસ્વાદને તથા મિત્રે જિનનામ અને દેવાયુષ્ય વિના ૧૪૬, અવિરતે દેવાયુષ્ય વિના ૧૪૭ની સત્તા હોય છે. તેમાં પણ જો ક્ષાયિકસમ્યક્ત્વી હોય તો દર્શનસપ્તક, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૩૯ની સત્તા હોય છે. એક જીવને બધ્ધાયુ હોય તો બે આયુષ્ય, અન્યથા એક આયુષ્ય હોય છે. તથા જિનનામ અને આહારકમાંથી કોઇપણ એક જ સત્તામાં હોય છે અથવા બન્ને ન હોય તેમ પણ બને છે.
(૨) તિર્યંચગતિ-જિનનામ વિના ૧૪૭ની સત્તા ઓધે, મિથ્યાત્વે, સાસ્વાદને અને મિત્રે હોય છે. અવિરતે પણ ઉપરોક્ત ૧૪૭ની સત્તા ઉપશમ-ક્ષયોપશમ વાળાને હોય છે. પરંતુ ક્ષાયિકવાળાને દર્શનસમક, નરકાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૧૩૯ની સત્તા હોય છે. કારણકે તિર્યંચગતિમાં ક્ષાયિકસમ્યક્ત્વ વાળા ચાર ભવ કરનારા યુગલિક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org