________________
સત્તાસ્વામિત્વ
૧૧૭
હોય છે ત્યાં નરકાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ સંભવતો નથી. અને બંધ વિના આ બે આયુષ્યની સત્તા આવતી નથી. દેશવિરતિ ગુણઠાણે ઉપશમ-ક્ષયોપશમવાળા જ હોય છે. અને ૧૪૭ની સત્તા (જિનનામ વિના) હોય છે. દેશવિરતિ ગુણઠાણે ક્ષાયિક તિર્યંચમાં સંભવતું નથી. કારણકે ક્ષાયિક યુગલિકમાં જ હોય છે અને ત્યાં ચાર જ ગુણઠાણાં છે. આ સત્તા અનેક જીવને સાથે રાખીને કહી છે.
(૩) મનુષ્યગતિ- ઓધે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા, સાસ્વાદન અને મિત્રે જિનનામ વિના ૧૪૭ની સત્તા, અવિરતે સામાન્યથી ૧૪૮ની સત્તા હોય છે. પરંતુ ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક સમ્યક્ત્વી બધાયુઅબધ્ધાયુ, અનંતાનુબંધીના વિસંયોજક, તથા ક્ષાયિક પામતા જીવોમાં બીજા કર્મગ્રંથમાં સમજાવ્યું તેમ તે તે પ્રકૃતિઓ સત્તામાં ઓછી ઓછી હોય છે. દેશવિરતે પણ ૧૪૮ની સત્તા સામાન્યથી હોય છે. પ્રમત્તાદિ સર્વ ગુણસ્થાનકો મનુષ્યમાં જ હોય છે માટે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા સમજવી.
(૪) દેવગતિ- નરકાયુષ્ય વિના ૧૪૭ની સત્તા ઓધે સમજવી. મિથ્યાત્વે, સાસ્વાદને અને મિશ્રે જિનનામ તથા નરકાયુષ્ય વિના ૧૪૬ની સત્તા જાણવી. મિથ્યાત્વે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત માત્ર હોય છે. પરંતુ તે નરકમાં જતાં હોય છે દેવમાં જતાં નહિં માટે અહીં દૂર કરેલ છે. અવિરતે ૧૪૭ની સત્તા સંભવે છે.
(૫-૬-૭-૮) એકેન્દ્રિય-વિકલેન્દ્રિય- ઓધે અને મિથ્યાત્વે જિનનામ નરકાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૫ની સત્તા હોય છે અને સાસ્વાદને ઉપરોક્ત ત્રણ તથા મનુષ્યાયુષ્ય એમ ૪ વિના ૧૪૪ની સત્તા સંભવે છે કારણકે આ સાસ્વાદન પારભવિક છ આવલિકા પુરતું જ હોય છે ત્યાં આયુષ્યના બંધનો સંભવ નથી માટે ત્રણ આયુષ્ય કાઢી નાખેલ છે તિર્યંચાયુષ્ય ઉદયગત ભોગવાતું હોવાથી સત્તામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org