________________
સત્તાસ્વામિત્વ
૧૦૩ (૩૧-૩૨) મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન માર્ગણા- પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક હોય છે. આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વમોહનીય વિના ઓથે ૧૧૮, તેમાંથી મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧ અને મિશ્ર ૧૦૦ નો ઉદય ઓઘની જેમ જાણવો. (૩૩) વિર્ભાગજ્ઞાન માર્ગણા- પહેલું, બીજાં અને ત્રીજું એમ ત્રણ ગુણસ્થાનક છે. ત્યાં ઓથે સમ્યકત્વમોહનીય, આહારદ્ધિક, પ્રથમની ચાર જાતિ, આતપ, જિનનામ, સ્થાવરચતુષ્ક આ ૧૩ વિના શેષ ૧૦૯ નો ઉદય હોય છે. મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૮ નો ઉદય હોય છે તથા મિથ્યાત્વમોહનીય અને નરકાસુપૂર્વી વિના ૧૦૬ નો ઉદય સાસ્વાદને હોય છે. અને ચાર અનંતાનુબંધી તથા શેષ ત્રણ આનુપૂર્વી એમ ૭ વિના અને મિશ્રમોહનીય સહિત ૧૦૦ નો ઉદય મિશ્રગુણઠાણે હોય છે. જો કે પૂ.નરવાહનવિજ્યજી મ.સાહેબના ઉદયસ્વામિત્વમાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી વિના બધે બે બે ઉદયમાં ઓછી ગણી છે. એટલે વિર્ભાગજ્ઞાન લઇને તિર્યંચ-મનુષ્યમાં જીવ જતો નહી હોય એવો અર્થ થાય છે. તો પણ છઠ્ઠી કર્મગ્રંથમાં બાસઠ માર્ગણાના સંવેધમાં વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યના ૨૧-૨૬ ના ઉદયના ઉદયભાંગા લીધેલા છે તેથી, તથા વિર્ભાગજ્ઞાનઅવધિજ્ઞાન લઇને ચારે ગતિમાં જવા-આવવાનો નિષેધ જાણ્યો ન હોવાથી વિગ્રહગતિમાં પણ અવધિજ્ઞાન-વિર્ભાગજ્ઞાન સંભવી શકે છે. (૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણા- ગુણસ્થાનકો ૬ થી ૯ હોય છે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે. ૮૧-૭૬-૭રઅને ૬૬ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ઓધે પણ ૮૧ જ જાણવી. (૩૬) પરિહાર વિશુધ્ધિ ચારિત્ર માર્ગણા- આ ચારિત્ર ગ્રહણ કરનારા આત્માઓ ઉત્કૃષ્ટથી પણ કંઇક ન્યૂન દશ પૂર્વધર જ હોય છે પરંતુ ચૌદપૂર્વધર હોતા નથી માટે આહારકદ્ધિકનો ઉદય નથી, પહેલા સંઘયણવાળા જ હોય છે એટલે શેષ પાંચ સંઘયણનો ઉદય નથી, અને સ્ત્રીવેદના ઉદયવાળા જીવો આ ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી તેથી સ્ત્રીવેદનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org