________________
૧૦૪
તૃતીય કર્મચંદ ન હોય, એમ આહારકદ્વિક, સ્ત્રીવેદ, અને અપ્રથમ પાંચ સંઘયણ મળીને કુલ ૮ પ્રકૃતિ વિના ઓથે અને પ્રમત્તે (૮૧ માંથી ૮ બાદ કરતાં) ૭૩ નો ઉદય હોય છે. તથા થીણધ્ધિત્રિક વિના સાતમે ૭૦ નો ઉદય સંભવે છે. ફક્ત છઠ્ઠ-સાતમું એમ બે જ ગુણસ્થાનકો હોય છે. (૩૭-૩૮-૩૯) સૂમસંપરાય-યથાખ્યાત અને દેશવિરતિ માર્ગણા- આ ત્રણ માર્ગણામાં બીજા કર્મગ્રંથની જેમજ પોતપોતાના ગુણઠાણે ઉદયસ્વામિત્વ સમજવું-સૂક્ષ્મસંપરાયમાં ૧ દશમું ગુણસ્થાનક અને ૬૦ નો ઉદય જાણવો. યથાખ્યાતમાં ઓથે તીર્થકર નામકર્મ સહિત ૬૦, અગિયારમે તીર્થંકર નામ વિના ૫૯, બારમે પ૭પપ, તેરમે ૪૨, અને ચૌદમે ૧૨ નો ઉદય જાણવો. દેશવિરતિ માર્ગણામાં ગુણસ્થાનક પ્રમાણે ૮૭ નો ઉદય સમજવો. (૪૦) અવિરતિ માર્ગણા- આ માર્ગણામાં ૧ થી ૪ ગુણસ્થાનકો છે. બીજા કર્મગ્રંથની જેમ જ ઉદયસ્વામિત્વ છે. આહારદ્ધિક અને જિનનામનો ઉદય આગળ આવવાનો નથી તેથી. ઓધે ૧૧૯, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિશ્ર ૧૦૦, અને અવિરતે ૧૦૪ નો ઉદય જાણવો. (૪૧) ચક્ષુદર્શન માણા- આ માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનકો હોય છે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, અને તે ઇન્દ્રિય જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, જિનનામ, અને ચાર આનુપૂર્વી વિના ઓધે ૧૦૯ નો ઉદય હોય છે. આહારકઢિક, સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય વિના મિથ્યાત્વે ૧૦૫ નો ઉદય હોય છે. મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનંતાનુબંધીચતુષ્ક અને ચઉરિન્દ્રિય જાતિ એમ પાંચ બાદ કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ૧૦ નો ઉદય હોય છે. તેમાં મિશ્રમોહનયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે પણ ૧૦૦ નો જ ઉદય હોય છે આનુપૂર્વી ઉદય વિગ્રહગતિમાં હોય છે ત્યાં ચક્ષુદર્શન સંભવતું નથી દેશવિરતિથી ક્ષીણમાહ સુધી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org