________________
તૃતીય કર્મગ્રન્થની સંક્ષિપ્ત સમાલોચના. (૧) પ્રશ્ન :- ત્રીજા કર્મગ્રન્થનું નામ શું? તે નામ શા માટે? તથા તેના કર્તા કોણ? તેમના ગુરુજીનું નામ શું ? ઉત્તર :- ત્રીજા કર્મગ્રન્થનું નામ ‘બંધસ્વામિત્વ છે. બાસઠ માર્ગણાઓમાં વર્તતા જીવો કયા કયા ગુણઠાણે કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે, તે સમજાવવામાં આવ્યું છે. માટે નામ બંધસ્વામિત્વ છે. આ ગ્રન્થના કર્તા પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી છે. તેઓના ગુરુજીનું નામ પૂ. જગતચંદ્રસૂરીશ્વરજી છે. (૨) પ્રશ્ન :- માણા એટલે શું ? તેના મૂલ-ઉત્તર ભેદો કેટલા ? ઉત્તર :- માણા એટલે વિચારણા અથવા વસ્તુતત્ત્વ વિચારવા માટેનાં દ્વારો, વિચારવા યોગ્ય સ્થાને, મૂળભેદ ૧૪ છે અને તેના ઉત્તરભેદ ૬૨ છે. કોઈપણ એક મૂલ માર્ગણામાં સર્વ જીવોનો સમાવેશ કરવાનો હોય છે તેથી કેટલીક માર્ગણાઓમાં પ્રતિપક્ષી ભેદો પણ ગણાવ્યા છે. દા. ત. સંયમ માર્ગણામાં અવિરતિચારિત્ર, ભવ્ય માર્ગણામાં અભવ્ય, સંજ્ઞી માર્ગણામાં અસંજ્ઞી વગેરે. (૩) પ્રશ્ન :- ત્રીજી-ચોથી ગાથા બનાવવાનું પ્રયોજન શું ? ઉત્તર :- “સંજ્ઞાક્રમ” જણાવવા માટે ત્રીજી-ચોથી ગાથા બનાવી છે. બાસઠ માર્ગણામાં બંધનું વિધાન કરવું છે. તેમાં વારંવાર કેટલીક પ્રવૃતિઓ કાઢવા-મૂકવાની હોય છે. તે પ્રકૃતિઓ વારંવાર લખવી ન પડે. એટલા માટે આ સંજ્ઞાક્રમ બનાવવામાં આવ્યો
(૪) પ્રશ્ન :- સાત નારકીમાંથી કઈ કઈ નારકીમાં કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય? નારકી જીવો મરીને ક્યાં જાય? અને ક્યાં ન જાય? કેટલી નારકીમાંથી નીકળેલા જીવો તીર્થંકર થાય ? ઉત્તર :- પ્રથમની ત્રણ નરકના જીવો ઓધે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિએ ૭૦, અને અવિરતે ૭ર બાંધે છે. ચોથી-પાંચમી અને છઠ્ઠી નારકીના જીવો ઓધે ૧૦૦, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦ અને અવિરતે ૭૧ બાંધે છે. અને સાતમી નારકના જીવો ઓધે, ૯૯, મિથ્યાત્વે ૯૬, સાસ્વાદને ૯૧, મિએ ૭0 અને અવિરતે પણ ૭૦ જ બાંધે છે. છ નારકીના જીવો મરીને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ જાય છે. સાતમી નારકીના જીવો ફક્ત પંચેન્દ્રિય તિર્યંચમાં જ જાય છે. પરંતુ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સંમૂર્ણિમ તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકમાં જતા નથી. તથા પ્રથમની ત્રણ નરકમાંથી જ નીકળનાર તીર્થકર થાય છે. શેષ નારકીમાંથી નીકળનાર તીર્થકર થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org