________________
૧૨૪
તૃતીય કર્મગ્રંથ (૬૦) અસંજ્ઞીમાર્ગણા - ઓધે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ની સત્તા, અને સાસ્વાદને જિનનામ તથા ત્રણ આયુષ્ય વિના ૧૪૪ની સત્તા હોય છે. કારણકે અસંજ્ઞીમાં સાસ્વાદન પારભાવિક છે આવલિકા સુધી જ હોય છે ત્યાં આયુષ્યબંધ ન હોવાથી તિર્યંચાયુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યની સત્તા ન હોય. (૬૧) આહારી માર્ગણા - બીજા કર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ૧થી૧૩ ગુણસ્થાનકોમાં સત્તા સમજવી. (૬૨) અણાહારી માર્ગણ - વિગ્રહગતિ-સયોગીકે વલી અને અયોગીકેવલીમાં હોય છે. ગુણસ્થાનક ૧-૨-૪-૧૩-૧૪ હોય છે. ત્યાં પહેલે ગુણસ્થાનકે, બીજે ગુણસ્થાનકે અને ચોથે ગુણસ્થાનકે અબદ્ધાયુ વાળી બધી સત્તા હોઈ શકે છે. બધ્ધાયુવાળી સત્તા સંભવતી નથી. સર્વ જીવોને આશ્રયી ચારે ગતિમાં વિગ્રહગતિએ જતા જુદા-જુદા ચાર જીવોને, સાથે વિચારીએ તો ચારે આયુષ્યની સત્તા સંભવી શકે છે. માટે ૧૪૮ની સત્તા હોય છે. તેમાંથી જિનનામ-આહારકના બંધ-અબંધ સંબંધી ઓછીવધારે સત્તા સમજી લેવી. સયોગી કેવલી પરમાત્માને ૮૫-૮૪-૮૧-૮૦ ની અને અયોગિ કેવલિ પરમાત્માને કિચરમ સમય સુધી ૮૫-૮૪-૮૧૮૦ અને ચરમ સમયે ૧૨/૧૩ અને મતાન્તરે ૧૨/૧૧ની સત્તા જાણવી. બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી સત્તા સમજાવી છે. અને આ બાસઠ માર્ગણાઓમાં લગભગ બીજા કર્મગ્રંથ પ્રમાણે સત્તા સંભવે છે એટલે અમે અહીં વધુ વિસ્તારથી સત્તા લખી નથી. વિસ્તારાર્થીએ ત્યાંથી જોઈ લેવી.
સત્તા સ્વામિત્વ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org