________________
બન્ધસ્વામિત્વ
૨૧ विणु अणछवीस मीसे, बिसयरि सम्ममि जिणनराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ६॥
(विनाऽनषड्विंशतिर्मिश्रे, द्वासप्ततिः सम्यक्त्वे जिननरायुर्युता । इति रत्नादिषु भङ्गः, पङ्कादिषु तीर्थङ्करहीनः )
શબ્દાર્થ= વિધુ વિના, મછવીસ- અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ, મીસેક મિશ્રગુણસ્થાનકે, વિસરિ- બહોતેર પ્રકૃતિઓ, સમ્મfમ= અવિરતસમ્યક ત્વગુણઠાણે, ઉન ન૨T૩= તીર્થકર નામકર્મ અને મનુષ્યાયુષ્ય, ગુયા = સહિત કરવાથી, ચ= આ પ્રમાણે રણજ્ઞિકું= રત્નપ્રભા આદિ નારકીમાં, બંધનો પ્રકાર જાણવો, પંફિસુ= પંકપ્રભા આદિ બાકીની નારકીમાં તિસ્થયળોતીર્થકર નામકર્મ વિના બંધ જાણવો.
ગાથાર્થ- અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ વિના ત્રીજે ગુણઠાણે પ્રથમની ૩ નરકના જીવો ૭૦ બાંધે છે અને તીર્થંકર નામકર્મ તથા મનુષ્પાયુષ્ય યુક્ત કરવાથી ૭૨ પ્રકૃતિઓ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે બાંધે છે. આ પ્રકાર માત્ર પ્રથમની રત્નપ્રભા આદિ ત્રણ નરકમાં જાણવો. પંકપ્રભા આદિમાં આ જ બંધ તીર્થંકર નામકર્મ વિના જાણવો. | ૬ ||
- વિવેચન- અનંતાનુબંધી સંબંધી ચાર કષાયથી પ્રારંભીને (૩-૪ ગાથામાં બતાવેલા ક્રમ પ્રમાણે) મનુષ્પાયુષ્ય સુધીની કુલ ૨૬ પ્રકૃતિઓ પ્રથમની ત્રણ નરકના જીવો ત્રીજે ગુણઠાણે બાંધતા નથી. તેથી ૯૬માંથી ર૬ બાદ કરતાં ત્રીજે ગુણઠાણે ૭૦ બાંધે છે. આ છવ્વીસ પ્રકૃતિઓમાં પચ્ચીસ પ્રકૃતિઓ અનંતાનુબંધી કષાયના નિમિત્તે જ બંધાય છે. અને અનંતાનુબંધી કષાયનો ઉદય ત્રીજે ગુણઠાણે હોતો નથી. તેથી ત્રીજે તે પચ્ચીસ પ્રકૃતિઓ બંધાતી નથી. તથા ત્રીજે ગુણઠાણે કોઇ પણ ભવનું. આયુષ્ય બંધાતું નથી. તેથી ૨૬ ઓછી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org