________________
૨૨
તૃતીય કર્મગ્રંથ તથા ચોથા ગુણઠાણે તીર્થંકરનામકર્મ અને મનુષ્યાયુષ્ય એ બેનો બંધ વધારે થાય છે. તેથી ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. સમ્યકત્વ હોવાથી આ બન્ને પ્રકૃતિઓ પ્રથમની ત્રણ નરકના જીવો બાંધે છે. તે સર્વમાં કર્મવાર અંક આ પ્રમાણે છે.
પ્રથમ ત્રણ નરકમાં બંધસ્વામિત્વ નં. ગુણસ્થાનકી કુલ | શા| દ | વ | મો | આ| ના | ગો અંતન બંધાય તેવી બંધાય
| પ્રકૃતિઓ |૧૦| | ૯ | ૨ | ૨૬[ પ ર પ ૧૯ મિથ્યાત્વે | ૧૦૦/૫ | ૯ | ર | ૨૬ | ૨ | ૪ ર પ ૧+૧=૨૦ ર સાસ્વાદને | ૬ | ૫ |
પિ રિ૦+૪=૪૪ 4 મિશે | ૭૦ | ૫ | ૬ |
૩૨ ૧ ૫ ૨૪+૨૬=૫૦ ૪ અવિરત | ૭૨ | | ૬ | ૨ | ૧૦ | ૧ | ૩ ૧ ૫ ૫૦-૨=૪૮
ઉપર જે બંધ સ્વામિત્વ સમજાવવામાં આવ્યું તે રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા એમ પ્રથમની ત્રણ નરકમાં સમજવું, ત્યારબાદ પંકપ્રભા, ધૂમપ્રભા, અને તમઃપ્રભા એમ ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકપૃથ્વીના જીવો તીર્થકર નામકર્મ વિના આ જ પ્રકૃતિઓ બાંધે છે. કારણકે પ્રથમની ત્રણ નરકમાંથી નીકળેલ આત્મા જ તીર્થંકર થાય છે. તેથી નીચેની નારકીઓમાં તીર્થંકર નામકર્મના બંધને યોગ્ય વિશુધ્ધિ ન હોવાથી ઓથે ૧૦૧ને બદલે ૧૦૦ અને ચોથે ગુણઠાણે ૭૨ ને બદલે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે અને તે નામકર્મમાંથી ઓછી સમજી લેવી. બાકીનો બંધ ચારે ગુણઠાણે પહેલી ત્રણ નરકની જેમ જ સમજવો. / ૬ In
अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्चविणु मिच्छे । इगनवई सासाणे, तिरिआउ नपुंसचउवजं ॥ ७॥ (अजिनमनुजायुरोघे सप्तम्यां नरद्विकोच्चैर्विना मिथ्यात्वे । एकनवतिः सास्वादने, तिर्यगायुर्नपुंसकचतुष्कवर्जम् )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org