________________
સત્તાસ્વામિત્વ
૧ ૨ ૩ અવચૂર્ણિકારે એવો ખુલાસો આપ્યો છે કે આ માર્ગણાઓમાં સાસ્વાદનભાવ શરીરપયાપ્તિ પછીના કાલે પણ ચાલુ હોય છે. અર્થાત્ પરભવાયુષ્ય બંધકાળ સુધી સાસ્વાદન હોય છે. જોકે આવું વચન અન્યત્ર સાંભળવા મળેલ નથી. તો પણ અવર્ણિકારના વચનનો આશ્રય સ્વીકારતાં સાસ્વાદને આયુષ્યબંધ ઘટી શકે છે. (૧૦) પ્રશ્ન :- તેઉકાય અને વાઉકાય માર્ગણામાં કેટલો બંધ હોય? તેઓ મરીને
ક્યાં જાય? અને ક્યાં ન જાય ? ઉત્તર :- તેઉકાય અને વાઉકાય માર્ગણામાં ૧૦પનો બંધ હોય છે. અને તેઓ મરીને ફક્ત તિર્યંચમાં જ જાય છે, દેવ-નારકી કે મનુષ્યના ભવમાં જતા નથી. માટે ત~ાયોગ્ય બંધ કરતા નથી. (૧૧) પ્રશ્ન :- ઔદારિકમિશ્ર કાયયોગ માર્ગણામાં અવિરતિ ગુણઠાણે અનંતાનુબંધીથી ચોવીસ વગેરે ઓછી કરવાની કહી (ગાથા-૧૬). હવે જો ૩૧ જ ઓછી કરવી હોય તો રડવી એમ લખવાની જરૂર શું ? જેટલી ઓછી કરવી હોય તેટલો જ આંક લખવો જોઈએ ને? ઉત્તર :- આ જ ગાથામાં કાર્પણ કાયયોગમાં બંધ કહેવાનો છે. તેમાં ઔદારિક મિશ્રની જેમ જ બંધ કહેલ છે. પરંતુ કાર્પણ કાયયોગમાં ૨૪ જ ઓછી કરવી છે, એટલે ગાથાની રચના આવા પ્રકારની કરી છે. એક માર્ગણામાં ૨૪ ઓછી થઈ શકે અને એકમાર્ગણામાં ગાડું શબ્દ લગાડી (બે આયુષ્ય પહેલાં નીકળી ગયેલાં હોવાથી) શેષ ૨૯ ઓછી કરી શકીએ. (૧૨) પ્રશ્ન - ઔદારિક મિશ્રકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્ત અવસ્થામાં જ હોય કે પર્યાપ્ત અવસ્થામાં પણ હોય ? ઉત્તર :- ઔદારિકમિશ્ર કાયયોગ કર્મગ્રન્થકારની દૃષ્ટિએ મનુષ્ય અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચો વૈક્રિય બનાવે ત્યારે અને મનુષ્યો આહારક બનાવે ત્યારે પણ વૈક્રિય-આહારકની સાથે ઔદારિકમિશ્ર હોય છે. એટલે સિદ્ધાન્તકારના મતે પર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. તથા વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકીને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરંતુ લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચો વૈક્રિય બનાવે ત્યારે કર્મગ્રન્થના મતે પર્યાપ્તાવસ્થામાં પણ વૈક્રિયમિશ્ર કાયયોગ હોય છે. (૧૩) પ્રશ્ન :- ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી પરભવનું આયુષ્ય બંધાય કે નહીં? ઉત્તર :- ક્ષાયિક પામ્યા પછી ત્યાંથી મોક્ષે જવાતું ન હોય તો ફરજીયાત પરભવ કરવો જ પડે છે માટે પરભવનું આયુષ્ય બંધાય છે. જેમ કે ત્રણ ભવ કરનારને બીજા દેવભવમાં કે નરકભવમાં ગયા પછી ત્યાંથી મોક્ષે જવાતું નથી માટે મનુષ્પાયુષ્ય બાંધવું જ પડે છે. ચાર ભવ કરનારને બીજા યુગલિકના ભવમાં, અને ત્રીજા દેવભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org