SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તૃતીય કર્મગ્રંથ (૧) નરક-તિર્યંચ આદિ ભવમાં જવું, તે તે ભવની પ્રાપ્તિ થવી તેને ગતિ કહેવાય છે. તેના ચાર ભેદો છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, (૨) સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિયાદિ શરીરમાં રહેલી પાંચ પ્રકારની જ્ઞાનના સાધનભૂત જે ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયોવાળા જીવો સમજવા. તેના પાંચ ભેદો છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વગેરે. (૩) પૃથ્વી-પાણી-અગ્નિ આદિ રૂપે છે કાયા (શરીર) જેની તે કાયમાર્ગણા, તેના છ ભેદો છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, (૪) જેનાથી આત્મપ્રદેશોનું હલન-ચલન-આંદોલન થાય તે યોગ, તેના ત્રણભેદ છે મનયોગ, વચનયોગ, કાયયોગ. આ ત્રણ યોગના ઉત્તરભેદ રૂપે પન્નર યોગ છે. મનયોગના ૪, વચનયોગના ૪, અને કાયયોગના ૭ ભેદ છે. (૫) સંસારના ભોગસુખો ભોગવવાની જે અભિલાષા તે ભાવવેદ, અને સ્ત્રી-પુરૂષ અદિ આકારે શરીર પ્રાપ્તિ તે દ્રવ્યવેદ, તેના ત્રણ ભેદ છે. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. (૬) જેનાથી સંસાર વધે. જન્મ-મરણની પરંપરા વધે તે કષાય, તેના ચાર ભેદ છે. ક્રોધ, માન, માયા, લોભ, એકેકના અનંતાનુબંધી અદિ ચાર-ચાર ભેદ પણ છે. (૭) જેનાથી વિશેષ ધર્મવાળું વસ્તુતત્ત્વ સમજાય એવી વિશિષ્ટ ચૈતન્યશક્તિ તે જ્ઞાન, તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. અહીં જ્ઞાનના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાન પણ લેવાય છે. તેથી મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન પણ લેવાય છે. કુલ ૫+૩=૮ ભેદ ગણાય છે. (૮) વિષય-વિકાર અને વાસનાનો ત્યાગ અર્થાત્ સર્વથા સંસાર ત્યાગ=સર્વવિરતિ તે સંયમ, તેના પાંચ ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy