________________
બન્ધસ્વામિત્વ
૧૫
પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત, સંયમશબ્દના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અસંયમ અને દેશસંયમ પણ લેવાય છે. વસ્તુ તત્ત્વનો સામાન્યથી જે બોધ થાય તે દર્શન, તેના ચાર
ભેદો છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. (૧૦) આત્મા જેના વડે કર્મોની સાથે લેપાય તે વેશ્યા, તેના છ ભેદ
છે કૃષ્ણલેશ્યા નીલેશ્યા, કાપોતલેશ્યા તેજોવેશ્યા, પબલેશ્યા
અને શુક્લલેશ્યા. (૧૧) મોક્ષે જવાને જે યોગ્ય હોય તે ભવ્ય, અહીં ભવ્યના ગ્રહણથી
અભવ્ય પણ સમજી લેવા. જે મોક્ષે જવાને કદાપિ યોગ્ય નથી
તે અભવ્ય એમ બે ભેદ છે. (૧૨) જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપરની રુચિ-શ્રધ્ધા-પ્રીતિ તે સમ્યકત્વ,
તેના ત્રણ ભેદો છે. ઉપશમ, ક્ષયોપશમુ અને ક્ષાયિક, સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર પણ
લેવાય છે એમ કુલ ૬ ભેદો છે. (૧૩) દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને છે તે સંજ્ઞી, આ સંજ્ઞા જેઓને નથી
તે અસંજ્ઞી. એમ બે ભેદ છે. (૧૪) ઓજાહાર-લોમાહાર અને કવલાહાર આ ત્રણ પ્રકારના આહારમાંથી
કોઇપણ આહાર જેઓને છે તે આહારી, અને કોઇપણ આહાર જેઓને નથી તે અણાહારી. આહારીના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અણાહારી પણ સમજી લેવા. ઉત્પત્તિના પ્રથમ સમયે તેજસ શરીર દ્વારા જે આહાર લેવાય તે ઓજાહાર, શરીરની રોમરાજી દ્વારા જે આહાર લેવાય તે લોકાહાર, અને કોળીયા રૂપે જે આહાર લેવાય તે કવલાહાર-દેવનારકીને કવલાહાર હોતો નથી.
પ્રશ્ન- જ્ઞાન માર્ગણામાં મતિ-અજ્ઞાન આદિ પ્રતિપક્ષભૂત માર્ગણા કેમ લેવાય છે? તે જ પ્રમાણે સંયમમાં અસંયમ, સમ્યકત્વમાં મિથ્યાત્વ, ભવ્યમાં અભવ્ય, સંજ્ઞીમાં અસંજ્ઞી અને આહારીમાં અણાહારી એમ વિરોધી માર્ગણા વિવક્ષિત માર્ગણામાં કેમ લેવાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org