________________
બન્ધસ્વામિત્વ
૧૩ વસ્તુતત્ત્વનો વિચાર કરવા માટે જુદાં જુદાં જે તારો. તે માર્ગણા કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં કોઇપણ વસ્તુતત્ત્વનો વધુ સુક્ષ્મ વિચાર કરવા માટે મૂલ ૧૪ અને તેના ઉત્તરભેદરૂપ ૬ર માર્ગણાઓ જણાવેલી છે. જે હવે પછીની બીજી ગાથામાં અહીં પણ કહેવાશે. તે ૬ ૨ માગણાઓમાં વર્તતા કયા કયા જીવો કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? તે આ ગ્રંથમાં સમજાવાશે. એટલે આ ગ્રન્થનું નામ “બંધસ્વામિત્વ” રાખવામાં આવ્યું છે
જો કે આ ગ્રંથમાં કેવળ બંધનું જ સ્વામિત્વ જણાવવામાં આવ્યું છે તો પણ બાળજીવોના બોધ માટે ઉપકાર માટે) અમે ઉદય-ઉદીરણા અને સત્તાનું સ્વામિત્વ પણ આ ગ્રંથના અંતે લખીશું. || ૧ || હવે ૧૪ મૂલમાર્ગણા જણાવે છે
गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे य । संजमदंसणलेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥ (गतिरिन्द्रियश्च कायो, योगो वेदः कषायज्ञाने च ।
संयमदर्शनलेश्याः भव्यसम्यक्त्वे संझ्याहारे )
શબ્દાર્થ= $= ગતિ, તિU- ઇન્દ્રિય, - અને, વાપ= કાય, કોઈ યોગ, વેણ= વેદ, સાર્થક કષાય, ના = જ્ઞાન, વૈ= અને, સંગમ= સંયમ, ટૂં= દર્શન, સેસીંગ વેશ્યા, ભવ= ભવ્ય, સનેસમ્યકત્વ, સર્શિક સંજ્ઞી, માહારેક આહારી.
ગાથાર્થ- (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભવ્ય, (૧૨) સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી અને (૧૪) આહારી, એમ માર્ગણાના ૧૪ મૂલભેદો છે. ૨ /
વિવેચન- આ ચૌદ મૂળમાર્ગણા છે. તેના ૬ર ઉત્તરભેદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org