________________
સત્તાસ્વામિત્વ
૧૦૯ તિર્યંચમાં જાય છે પરંતુ નિયમા યુગલિકમાં જ જાય છે. ત્યાં ચાર જ ગુણઠાણાં છે તેથી તિર્યંચગતિ આદિ ચાર પ્રકૃતિઓનો ઉદય પાંચમે ટાળ્યો છે. મનુષ્યોમાં નીચગોત્રનો ઉદય હોઈ શકે છે, પરંતુ દેશવિરતિના પ્રભાવથી જેમ દુર્ભાગાદિને બદલે સૌભાગ્યાદિ થાય છે તેમ નીચગોત્રને બદલે ઉચ્ચગોત્રનો જ ઉદય વિરતિધરને હોય છે. માટે દેશવિરતિએ ૮૨ અથવા ૭૭ નો ઉદય હોય છે.
પ્રમત્તે બીજા કર્મગ્રંથમાં જે ૮૧ નો ઉદય છે તેમાંથી સમ્યત્વ મોહનીય વિના ૮૦ અથવા પાંચ સંઘયણ ન લઈએ તો ૭૫ નો ઉદય જાણવો, અપ્રમત્તે પણ તે જ પ્રમાણે ૭૫ અથવા પાંચ સંઘયણ ન લઈએ તો ૭૦ નો ઉદય સમજવો. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં સમ્યકત્વમોહનીયનો ઉદય બીજા કર્મગ્રંથમાં વારેલો જ છે. તથા ઉપશમશ્રેણીમાં ૩ સંઘયણનો ઉદય હોય છે પરંતુ ક્ષાયિકવાળાને પ્રથમ જ સંઘયણ હોય છે કારણ કે પ્રતિપદ્યમાનને તો પ્રથમ સંઘયણ છે જ, અને જો પૂર્વપ્રતિપન દુપ્પસહસૂરિજી આદિની જેમ અન્ય ક્ષેત્રે અને અન્યકાળે પાંચ ભવ કરનારા જન્મે તો પણ ત્યાં મોક્ષ ન હોવાથી પ્રથમસંઘયણનો પણ અભાવ છે અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોનો પણ અભાવ જ છે. માટે સર્વત્ર બીજા કર્મગ્રંથમાં કહેલા ઉદય કરતાં બીજાં અને ત્રીજાં એમ બે સંઘયણ ઉદયમાં ન્યૂન સમજવાં. અપૂર્વકરણે ૭ર ને બદલે ૭૦, અનિવૃત્તિએ ૬૬ ને બદલે ૬૪, સૂક્ષ્મસંપરાયે ૬૦ ને બદલે ૫૮, અગિયારમે ૫૯ ને બદલે ૫૭ નો ઉદય હોય છે. ક્ષીણમોહે તો પ્રથમસંઘયણ જ છે તેથી ઓછું કરવા જેવું કંઈ છે જ નહીં. માટે બારમાના ઉપાન્ય સમય સુધી પ૭, ચરમ સમયે પ૫, સયોગીએ ૪૨, અને અયોગીએ ૧૨ નો ઉદય હોય છે. (૫૫) ક્ષાયોપથમિકસમ્યકત્વ માર્ગણા- ચારથી સાત સુધી કુલ ૮ ગુણસ્થાનકો છે. બીજા કર્મગ્રંથની જેમ જ ૧૦૪-૮૭-૮૧-અને ૭૬ નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org