________________
૮૭
ઉદયસ્વામિત્વ લેવો જોઇએ. સંજ્ઞીની માફક બંધની ભલામણ ગાથામાં જે છે તે સામાન્યથી છે. જે જે બંધ ન ઘટી શક્તા હોય તે સ્વયં ન્યૂન કરવાનું સમજી લેવું. કર્મગ્રંથની અવચર્ણિમાં આ વિષે કંઈ ઉલ્લેખ નથી. શ્રાવક અમૃતલાલ પુરૂષોત્તમદાસે લખેલ છે કર્મગ્રંથ સાર્થમાં આ ગાથાના વિવેચનમાં આ શંકાનો ઉલ્લેખ કરેલો છે. માટે ગીતાર્થોએ આ શંકાનો ઉત્તર વિચારવો.
અણાહારી માર્ગણામાં કાર્મણકાયયોગની જેમ જ બંધ જાણવો. કારણ કે કાર્મણકાયયોગ કાળે જ જીવ અણાહારી હોય છે. શેષકાળે આહારી જ હોય છે. ચૌદમે ગુણઠાણે કાર્પણ કાયયોગ વિના પણ અણાહારી છે પરંતુ ત્યાં બંધ નથી. તે વિના વિગ્રહગતિમાં તથા કેવલી સમુદ્ધાતમાં જ અણાહારી અને કાર્પણ કાયયોગી છે. ત્યાં પહેલું-બીજાં ચોથું અને તેરમું ગુણઠાણું હોય છે. માટે ઓધે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, અવિરતે ૭૫, અને સયોગીએ ૧ નો બંધ હોય છે. અહીં બાસઠ માર્ગણા ઉપર બંધસ્વામિત્વ સમાપ્ત થાય છે. | ૨૪ |
तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेरत्ति बन्धसामित्तं ।
देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥ २५ ॥ (तिसृषु द्वयोः शुक्लायां, गुणाश्चत्वारः सप्त त्रयोदशेति बन्ध-स्वामित्वं, देवेन्द्रसूरिलिखितं ज्ञेयं कर्मस्तवं श्रुत्वा )
શબ્દાર્થ= તિસુ= ત્રણ લેયામાં, ડુસુ= બે લેગ્યામાં, સુક્ષત્રિ શુક્લ લેગ્યામાં, ગુ= ગુણઠાણાં હોય છે. વર્ડ= ચાર, સT= સાત, તેર=િ તેર, આ પ્રમાણે, વંધસામિત્ત= બંધસ્વામિત્વ, સેવિંદ્રસૂરિદિયંત્ર દેવેન્દ્રસૂરિજીએ લખેલો, નેચં= જાણવો, મૂલ્યયંઃ કર્મસ્તવને, સરંક સંભાળીને, યાદ કરીને
ગાથાર્થ- પ્રથમની ત્રણ લેગ્યામાં, તેજો-પબમાં, અને શુક્લ લેગ્યામાં અનુક્રમે ચાર-સાત-અને તેર ગુણસ્થાનકો છે. આ પ્રમાણે બંધસ્વામિત્વ નામનો આ ત્રીજો કર્મગ્રંથ દેવેન્દ્રસૂરિજી વડે લખાયેલી છે. તે કર્મસ્તવને ભણીને જાણવા જેવો છે. ર૫ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org