________________
તૃતીય કર્મગ્રંથ અભવ્ય માર્ગણામાં માત્ર પહેલું એક જ ગુણસ્થાનક છે તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ નથી અને તેના અભાવે દીક્ષિત થવા છતાં મિથ્યાત્વી જ હોવાના કારણે અવિરત જ ગણાય છે માટે તીર્થંકર નામકર્મ અને આહારકઠિક વિના ધે અને મિથ્યાત્વે ૧૧૭ નો જ બંધ થાય છે. તેથી ગાથામાં મિછિHI =મિથ્યાત્વીની જેમ બંધ જાણવો. એમ કહ્યું છે. ભવ્યત્વ અને અભવ્યત્વ એ બને પારિણામિક ભાવ (સહજ સ્વભાવ) હોવાથી કર્મજન્ય ન હોવાથી પરિવર્તન પામતા નથી.
અસંજ્ઞી માર્ગણામાં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં પહેલે ગુણઠાણે (તથા ઓથે) મિથ્યાત્વગુણઠાણાની સમાન ૧૧૭ નો જ બંધ હોય છે. અને સાસ્વાદને સંજ્ઞી પંચેન્દ્રિયની જેમ ૧૦૧ નો બંધ હોય છે.
અહીં અસંજ્ઞી માર્ગણામાં સાસ્વાદન ગુણઠાણે પણ એક શંકા ઉઠે છે કે અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવું સમ્યકત્વ પ્રાપ્ત ન થતું હોવાથી સાસ્વાદન પારભવિક જ હોય છે અને તે પણ છ આવલિકા સુધી જ ટ્રકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ થતી નથી માટે આવી અપર્યાપ્ત અવસ્થામાં દેવત્રિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય આ ૭ પ્રકૃતિઓનો બંધ હોય નહીં. વળી પૂર્વે ૧૫-૧૬ મી ગાથામાં ઔદારિકમિશ્ર કાયયોગમાં તથા કાર્મણકાયયોગમાં સાસ્વાદનને ઉપરોક્ત ૭ વિના ૯૪ નો જ બંધ જણાવ્યો છે. તે બન્ને યોગોમાં વર્તતા જીવો સંજ્ઞી-અસંજ્ઞી બન્ને હોય છે તો પણ ૯૪ જ બંધાય છે તો પછી એકલા અસંજ્ઞીને તે અવસ્થામાં સાસ્વાદને ૧૦૧ કેવી રીતે બંધાય? જો અસંજ્ઞી માર્ગણા હોવાથી અસંજ્ઞી પર્યાપ્તો-અપર્યાપ્તો બન્ને લેવામાં આવે તો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો ચારે ગતિપ્રાયોગ્ય બંધ કરી શકે છે એટલે ઉપરોક્ત ૭ પ્રકૃતિઓનો બંધ હોઇ શકે છે પરંતુ તે વખતે સાસ્વાદન હોતું નથી, નિયમા મિથ્યાત્વ જ હોય છે માટે અસંજ્ઞી માર્ગણામાં સાસ્વાદને ભલે સંજ્ઞીની માફક બંધ કહ્યો પરંતુ ૧૦૧ ને બંધ ન લેતાં ૯૪ નો બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org